ગીતશાસ્ત્ર
દાઉદની પ્રાર્થના.
૧૭ હે યહોવા, ન્યાય માટેની મારી અરજ સાંભળો.
મદદ માટેના મારા પોકારને ધ્યાન આપો.
ખરા દિલથી કરેલી મારી પ્રાર્થનાને કાન ધરો.+
૨ મારા પક્ષે તમે સાચો ફેંસલો કરો,+
તમારી આંખો જે ખરું છે એ જુએ.
૩ તમે મારા દિલની પરખ કરી છે, રાતે મારી તપાસ કરી છે.+
૪ માણસો ભલે ગમે એ કરે,
પણ હું તમારું કહેવું માનીને લુટારાના માર્ગોમાં ચાલતો નથી.+
૬ હે ઈશ્વર, હું તમને વિનંતી કરું છું, કારણ કે તમે જવાબ આપશો.+
મારી તરફ કાન ધરો.* મારી વાત સાંભળો.+
૭ હે તારણહાર, તમારા વિરોધીઓથી ભાગીને
જેઓ તમારા જમણા હાથે આશરો લે છે,
૯ દુષ્ટોના હુમલાથી મારું રક્ષણ કરો,
મને ઘેરી લેતા દુશ્મનોથી બચાવો.+
૧૦ તેઓની લાગણી મરી પરવારી છે.
તેઓ ઘમંડથી ફુલાઈને મોટી મોટી વાતો કરે છે.
૧૧ તેઓએ અમને ઘેરી લીધા છે.+
અમને બરબાદ કરવા* તેઓ લાગ તાકીને બેઠા છે.
૧૨ તે સિંહની જેમ શિકારને ફાડી ખાવા તલપે છે,
યુવાન સિંહની જેમ તે હુમલો કરવા છુપાઈને બેઠો છે.
૧૩ હે યહોવા, ઊઠો! તેની સામે થઈને+ તેને હરાવી દો.
તમારી તલવાર ઉઠાવીને દુષ્ટથી મને બચાવો.
૧૪ હે યહોવા, મને તમારા હાથે બચાવો,
આ દુનિયાના માણસોથી બચાવો, જેઓ હમણાંના જીવનમાં ગળાડૂબ છે,+
જેઓને તમે સારી સારી ચીજવસ્તુઓનો ભંડાર આપ્યો છે,+
જેઓ પોતાના ઘણા દીકરાઓ માટે વારસો મૂકતા જાય છે.
૧૫ પણ હું તો સાચા માર્ગે ચાલીને તમારા મુખના દર્શન કરીશ.