૨૭ “તમે ત્યાં પહોંચશો એ પહેલાં મારા ડરથી તેઓ થરથર કાંપશે.+ તમે જે લોકોનો સામનો કરશો, તેઓને હું ગૂંચવણમાં નાખી દઈશ. તમને જોઈને તમારા બધા દુશ્મનો પીઠ ફેરવીને ભાગે, એવું હું કરીશ.+
૮ એ આખો દેશ મેં તમને આપ્યો છે. જાઓ, એ દેશ કબજે કરો. યહોવાએ તમારા બાપદાદાઓ ઇબ્રાહિમ, ઇસહાક+ અને યાકૂબ+ આગળ સમ ખાઈને કહ્યું હતું કે, એ દેશ તેઓને અને તેઓના વંશજને આપશે.’+