૨૨ “તમે કોઈ વિધવાને કે અનાથને* દુઃખ ન દો.+૨૩ જો તમે તેઓને જરાય દુઃખ દેશો અને તેઓ મને પોકાર કરશે, તો હું તેઓના નિસાસા જરૂર સાંભળીશ+૨૪ અને મારો ક્રોધ તમારા પર સળગી ઊઠશે. હું તમને તલવારથી મારી નાખીશ અને તમારી પત્નીઓ વિધવા થઈ જશે અને તમારાં બાળકો પિતા વગરનાં થઈ જશે.
૧૭ કેમ કે તમારા ઈશ્વર યહોવા તો ઈશ્વરોના ઈશ્વર+ અને પ્રભુઓના પ્રભુ છે. તે મહાન, પરાક્રમી અને અદ્ભુત* ઈશ્વર છે. તે પક્ષપાત કરતા નથી+ અને લાંચ લેતા નથી. ૧૮ તે અનાથને* અને વિધવાને ન્યાય અપાવે છે.+ તમારી વચ્ચે રહેતા પરદેશી પર તે પ્રેમ રાખે છે+ અને તેને અન્ન-વસ્ત્ર પૂરાં પાડે છે.