વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • es25 પાન ૭૦-૮૨
  • જૂન

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જૂન
  • દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં—૨૦૨૫
  • મથાળાં
  • રવિવાર, જૂન ૧
  • સોમવાર, જૂન ૨
  • મંગળવાર, જૂન ૩
  • બુધવાર, જૂન ૪
  • ગુરુવાર, જૂન ૫
  • શુક્રવાર, જૂન ૬
  • શનિવાર, જૂન ૭
  • રવિવાર, જૂન ૮
  • સોમવાર, જૂન ૯
  • મંગળવાર, જૂન ૧૦
  • બુધવાર, જૂન ૧૧
  • ગુરુવાર, જૂન ૧૨
  • શુક્રવાર, જૂન ૧૩
  • શનિવાર, જૂન ૧૪
  • રવિવાર, જૂન ૧૫
  • સોમવાર, જૂન ૧૬
  • મંગળવાર, જૂન ૧૭
  • બુધવાર, જૂન ૧૮
  • ગુરુવાર, જૂન ૧૯
  • શુક્રવાર, જૂન ૨૦
  • શનિવાર, જૂન ૨૧
  • રવિવાર, જૂન ૨૨
  • સોમવાર, જૂન ૨૩
  • મંગળવાર, જૂન ૨૪
  • બુધવાર, જૂન ૨૫
  • ગુરુવાર, જૂન ૨૬
  • શુક્રવાર, જૂન ૨૭
  • શનિવાર, જૂન ૨૮
  • રવિવાર, જૂન ૨૯
  • સોમવાર, જૂન ૩૦
દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં—૨૦૨૫
es25 પાન ૭૦-૮૨

જૂન

રવિવાર, જૂન ૧

“ઘણી મુસીબતો સહીને આપણે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવાનું છે.”—પ્રે.કા. ૧૪:૨૨.

યહોવાએ પહેલી સદીના ખ્રિસ્તીઓને આશીર્વાદ આપ્યો, કેમ કે તેઓએ સંજોગો પ્રમાણે પોતાને ઢાળ્યા હતા. તેઓની ઘણી વાર સતાવણી થઈ. અમુક વાર તો તેઓએ ધાર્યું ન હતું, એ સમયે તેઓની સતાવણી થઈ. ધ્યાન આપો કે પાઉલ અને બાર્નાબાસ લુસ્ત્રામાં પ્રચાર કરી રહ્યા હતા ત્યારે શું બન્યું. શરૂઆતમાં એ શહેરના લોકોએ પાઉલ અને બાર્નાબાસનું સ્વાગત કર્યું અને તેઓની વાત સાંભળી. પણ પછી અમુક વિરોધીઓએ “લોકોને પોતાની તરફ કરી લીધા.” જેઓએ ઉત્સાહથી પાઉલનું સ્વાગત કર્યું હતું, એમાંના જ અમુક લોકોએ પાઉલને પથ્થરે માર્યા અને મરવા છોડી દીધા. (પ્રે.કા. ૧૪:૧૯) પણ પાઉલ અને બાર્નાબાસે શું કર્યું? તેઓ બીજી જગ્યાએ જઈને પ્રચાર કરવા લાગ્યા. એનું શું પરિણામ આવ્યું? તેઓએ ‘ઘણા શિષ્યો બનાવ્યા’ અને તેઓનાં શબ્દો અને દાખલાથી ઘણાં ભાઈ-બહેનોની હિંમત વધી. (પ્રે.કા. ૧૪:૨૧, ૨૨) સતાવણીથી હારી જવાને બદલે પાઉલ અને બાર્નાબાસ પ્રચાર કરતા રહ્યા, એનાથી ઘણા લોકોને ફાયદો થયો. એવી જ રીતે, જો હિંમત હાર્યા વગર યહોવાએ સોંપેલું કામ કરતા રહીશું, તો યહોવા ચોક્કસ આશીર્વાદ આપશે. w૨૩.૦૪ ૧૬-૧૭ ¶૧૩-૧૪

સોમવાર, જૂન ૨

“હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો. મદદ માટેની મારી અરજો ધ્યાનમાં લો. મુસીબતના દિવસે મેં તમને હાંક મારી, મને ખાતરી છે કે તમે જવાબ આપશો.”—ગીત. ૮૬:૬, ૭.

દાઉદ રાજાને પોતાના જીવન દરમિયાન અનેક દુશ્મનોનો સામનો કરવો પડ્યો, જેઓ તેમનો જીવ લેવા માંગતા હતા. એટલે તે અવાર-નવાર પ્રાર્થનામાં મદદ માંગતા. દાઉદને પાકી ખાતરી હતી કે યહોવાએ તેમની પ્રાર્થના સાંભળી અને એનો જવાબ આપ્યો. આપણે પણ દાઉદ જેવી જ ખાતરી રાખી શકીએ. બાઇબલમાંથી ખાતરી મળે છે કે યહોવા આપણી પણ પ્રાર્થનાઓનો જવાબ આપશે. તે આપણને બુદ્ધિ આપી શકે છે અને મુશ્કેલીઓનો સામનો કરવા તાકાત આપી શકે છે. કદાચ તે ભાઈ-બહેનો દ્વારા આપણી મદદ કરે અથવા એવા લોકો દ્વારા, જેઓ હમણાં તેમની ભક્તિ નથી કરતા. કદાચ આપણે વિચાર્યું હોય એ રીતે યહોવા આપણી પ્રાર્થનાઓનો જવાબ ન આપે. પણ તે પ્રાર્થનાનો જવાબ જરૂર આપશે. તે જાણે છે કે આપણને કયા સમયે શાની જરૂર છે. એટલે આપણે પ્રાર્થના કરતા રહીએ અને ભરોસો રાખીએ કે તે આપણી સંભાળ રાખશે અને નવી દુનિયામાં તે ‘બધાની ઇચ્છા પૂરી કરશે.’—ગીત. ૧૪૫:૧૬. w૨૩.૦૫ ૮ ¶૪; ૧૩ ¶૧૭-૧૮

મંગળવાર, જૂન ૩

“મારા પર કરેલા ઉપકારના બદલામાં હું યહોવાને શું આપું?”—ગીત. ૧૧૬:૧૨.

ધ્યેય પૂરો કરવાથી કેવા ફાયદા થશે, એના પર વિચાર કરવો સારું રહેશે. તમે કયા ફાયદા વિશે વિચારી શકો? જો તમે બાઇબલ વાંચવા વિશે અથવા પ્રાર્થના વિશે ધ્યેય રાખ્યો હોય, તો વિચારી શકો કે એનાથી યહોવા સાથેનો તમારો સંબંધ કેટલો મજબૂત થશે. (ગીત. ૧૪૫:૧૮, ૧૯) જો તમે કોઈ સારો ગુણ કેળવવાનો ધ્યેય રાખ્યો હોય, તો વિચારો કે એનાથી ભાઈ-બહેનો સાથેનો તમારો સંબંધ કેટલો મજબૂત થશે. (કોલો. ૩:૧૪) તમે જે કારણોને લીધે ધ્યેય રાખ્યો છે, એનું એક લિસ્ટ બનાવી શકો. પછી એ લિસ્ટને વારંવાર જોતા રહો. એટલું જ નહિ, ધ્યેય પૂરો કરવા મદદ કરે એવા લોકો સાથે સમય વિતાવો. (નીતિ. ૧૩:૨૦) આપણાં બધાનાં જીવનમાં એવા દિવસો આવે છે, જ્યારે આપણને ધ્યેય પૂરો કરવાનું મન ન થાય. શું એનો એવો અર્થ થાય કે એ સમયે ધ્યેય પૂરો કરવા આપણે કંઈ નથી કરી શકતા? ના, એવું નથી. આપણે ધ્યેય પૂરો કરવા અલગ અલગ રીતો અપનાવી શકીએ. બની શકે કે આપણે પોતાના પર કડક નજર રાખવી પડે. એમ કરવું કદાચ સહેલું ન હોય, પણ એનાથી આપણે ધ્યેય પૂરો કરી શકીશું. w૨૩.૦૫ ૨૭-૨૮ ¶૫-૮

બુધવાર, જૂન ૪

“માણસ જે કંઈ વાવે, એ જ તે લણશે.”—ગલા. ૬:૭.

પોતાના નિર્ણયો માટે પોતે જવાબદાર છીએ એ વાતનો અહેસાસ હોવો ખૂબ જરૂરી છે. કેમ કે એનાથી આપણને ભૂલો કબૂલ કરવા, એને સુધારવા અને ફરી એવી ભૂલ ન થાય માટે કોશિશ કરવા મદદ મળશે. એ પગલાં ભરવાથી આપણે જીવનની દોડમાં દોડતા રહી શકીશું. જો તમે કોઈ ખોટો નિર્ણય લીધો હોય, તો શું કરી શકો? એ સમજાવવા બેસી ન જાઓ કે તમે કેમ સાચા છો. પોતાને દોષ ન આપો અથવા દોષનો ટોપલો બીજા પર ન ઢોળો. એમ કરવામાં તો સમય અને શક્તિ બરબાદ થશે. એને બદલે, તમારી ભૂલો સ્વીકારો અને સંજોગો સુધારવા હમણાં જે કરી શકતા હો એ કરો. જો તમે કોઈ ભૂલ માટે પોતાને દોષિત ગણતા હો, તો યહોવા પાસે પ્રાર્થનામાં મદદ માંગો, તમારી ભૂલ સ્વીકારો અને માફી માંગો. (ગીત. ૨૫:૧૧; ૫૧:૩, ૪) જો તમારાથી કોઈને ઠેસ પહોંચી હોય, તો તેની માફી માંગો. જરૂર પડ્યે, વડીલો પાસે મદદ માંગો. (યાકૂ. ૫:૧૪, ૧૫) તમારી ભૂલોમાંથી શીખો અને એવી ભૂલ ફરી ન થાય એ માટે પ્રયત્ન કરો. જો તમે એમ કરશો, તો ખાતરી રાખી શકશો કે યહોવા તમને દયા બતાવશે અને જરૂરી સહાય પૂરી પાડશે.—ગીત. ૧૦૩:૮-૧૩. w૨૩.૦૮ ૨૮-૨૯ ¶૮-૯

ગુરુવાર, જૂન ૫

“યહોયાદા યાજકે માર્ગદર્શન આપ્યું ત્યાં સુધી યહોઆશ એ જ કરતો રહ્યો, જે યહોવાની નજરમાં ખરું હતું.”—૨ રાજા. ૧૨:૨.

યહોયાદાએ રાજા યહોઆશને એક સારી વ્યક્તિ બનવા મદદ કરી. એટલે યહોઆશ નાનો હતો ત્યારે, યહોવાને ખુશ કરવા માંગતો હતો. પણ યહોયાદાના મરણ પછી યહોઆશ એ આગેવાનોની વાત માનવા લાગ્યો, જેઓ જૂઠી ભક્તિ કરતા હતા. (૨ કાળ. ૨૪:૪, ૧૭, ૧૮) એ બધું જોઈને યહોવાને ખૂબ દુ:ખ થયું. તોપણ “તેઓ . . . પાછા ફરે એ માટે તેમણે વારંવાર પ્રબોધકો મોકલ્યા. પ્રબોધકોએ તેઓને ચેતવણી આપી, પણ તેઓએ આંખ આડા કાન કર્યા.” તેઓએ યહોયાદાના દીકરા ઝખાર્યાનું પણ ના સાંભળ્યું, જે ફક્ત પ્રબોધક અને યાજક જ નહિ, યહોઆશનો પિતરાઈ ભાઈ પણ હતો. તેણે એ કુટુંબના દીકરા ઝખાર્યાને મારી નંખાવ્યો. (૨ કાળ. ૨૨:૧૧; ૨૪:૧૯-૨૨) યહોઆશે યહોવાનો ડર રાખવાનું છોડી દીધું. યહોવાએ કહ્યું હતું: “જેઓ મને ધિક્કારે છે, તેઓને હું ધિક્કારીશ.” (૧ શમુ. ૨:૩૦) યહોઆશ સાથે એવું જ થયું. સમય જતાં, સિરિયાના નાના સૈન્યએ યહોઆશના ‘બહુ મોટા સૈન્યને’ હરાવી દીધું અને તેને સખત ઘાયલ કર્યો. (૨ કાળ. ૨૪:૨૪, ૨૫) યહોઆશના પોતાના જ સેવકોએ તેની વિરુદ્ધ કાવતરું ઘડ્યું અને તેને મારી નાખ્યો, કેમ કે તેણે ઝખાર્યાને મારી નંખાવ્યો હતો. w૨૩.૦૬ ૧૮ ¶૧૬-૧૭

શુક્રવાર, જૂન ૬

‘એક સમયે તમે અંધકારમાં હતા, પણ હવે તમે પ્રકાશમાં છો.’—એફે. ૫:૮.

પ્રેરિત પાઉલે એફેસસમાં ઘણો સમય વિતાવ્યો હતો. તેમણે ત્યાંના લોકોને ખુશખબર જણાવી અને શાસ્ત્રમાંથી શીખવ્યું. (પ્રે.કા. ૧૯:૧, ૮-૧૦; ૨૦:૨૦, ૨૧) તે ત્યાંનાં ભાઈ-બહેનોને ખૂબ જ પ્રેમ કરતા હતા. તેઓ યહોવાને વફાદાર રહે એ માટે તે તેઓને મદદ કરવા માંગતા હતા. એફેસસના ખ્રિસ્તીઓ એક સમયે જૂઠા શિક્ષણની અને અંધશ્રદ્ધાની પકડમાં હતા. એફેસસના લોકો વ્યભિચાર જેવાં ગંદાં કામો કરવામાં અને બેશરમ કામોમાં ડૂબેલા હતા. તેઓનાં નાટ્યગૃહમાં બતાવવામાં આવતાં નાટકો અને તેઓના તહેવારો વ્યભિચારને લગતા હતા. (એફે. ૫:૩) મોટા ભાગના લોકોએ “શરમ બાજુ પર મૂકી દીધી” હતી. (એફે. ૪:૧૭-૧૯) મૂળ ભાષામાં એ શબ્દોનો અર્થ થાય કે ખોટાં કામ કર્યા પછી તેઓને દિલમાં “પીડા થતી ન હતી.” ખરા-ખોટા વિશેનાં યહોવાનાં ધોરણો જાણ્યા પહેલાં જ્યારે એફેસસના ખ્રિસ્તીઓ ખોટું કામ કરતા, ત્યારે તેઓને ફરક પડતો ન હતો. જાણે કે તેઓનું અંતઃકરણ બહેર મારી ગયું હતું. એટલે પાઉલે તેઓ વિશે કહ્યું: “તેઓના મન અંધકારમાં છે અને ઈશ્વર પાસેથી આવતા જીવનથી તેઓ દૂર છે.” એફેસસના અમુક લોકો અંધકારમાંથી બહાર આવ્યા. w૨૪.૦૩ ૨૦ ¶૨; ૨૧ ¶૪-૬

શનિવાર, જૂન ૭

‘યહોવા પર આશા રાખનારા ફરીથી તાકાત મેળવશે. તેઓ થાકશે નહિ.’—યશા. ૪૦:૩૧.

ન્યાયાધીશ તરીકેનું કામ મહેનત માંગી લે એવું હતું. જ્યારે મિદ્યાનીઓ રાતે યુદ્ધનું મેદાન છોડીને ભાગી ગયા, ત્યારે ગિદિયોને તેઓનો પીછો કર્યો. તેમણે યિઝ્રએલના નીચાણ પ્રદેશથી લઈને છેક યર્દન નદી સુધી તેઓનો પીછો કર્યો. (ન્યા. ૭:૨૨) શું ગિદિયોન યર્દન નદી પહોંચીને અટકી ગયા? ના. તે અને તેમના ૩૦૦ માણસો થાકી ગયા હતા, તોપણ તેઓએ હાર ન માની. તેઓએ યર્દન નદી પાર કરી અને દુશ્મનોનો પીછો કરવાનું ચાલુ રાખ્યું. આખરે તેઓ મિદ્યાનીઓ સુધી પહોંચી ગયા અને તેઓને હરાવી દીધા. (ન્યા. ૮:૪-૧૨) ગિદિયોનને પૂરો ભરોસો હતો કે યહોવા તેમને હિંમત આપશે અને યહોવાએ એમ કર્યું પણ ખરું. (ન્યા. ૬:૧૪, ૩૪) એક વખતે ગિદિયોન અને તેમના માણસો બે મિદ્યાની રાજાઓનો પીછો કરી રહ્યા હતા. તેઓ ચાલીને જતા હતા, જ્યારે કે એ રાજાઓ કદાચ ઊંટ પર સવાર હતા. (ન્યા. ૮:૧૨, ૨૧) તોપણ યહોવાની મદદથી ઇઝરાયેલીઓએ તેઓને પકડી પાડ્યા અને જીત મેળવી. એવી જ રીતે, વડીલો યહોવા પર ભરોસો રાખી શકે છે, જે “કદી થાકતા નથી કે હારતા નથી.” જરૂર પડે ત્યારે તે તેઓને ચોક્કસ હિંમત આપશે.—યશા. ૪૦:૨૮, ૨૯. w૨૩.૦૬ ૬ ¶૧૪; ૭ ¶૧૬

રવિવાર, જૂન ૮

“[યહોવા] તમને ત્યજી દેશે નહિ કે છોડી દેશે નહિ.”—પુન. ૩૧:૬.

આપણી સામે ભલે ગમે એવી મુશ્કેલીઓ આવે, આપણે મન મક્કમ કરી શકીએ છીએ. એટલે યહોવા પર ભરોસો રાખો. ધ્યાન આપો કે જ્યારે બારાકે યહોવા પર ભરોસો રાખ્યો અને તેમનું માર્ગદર્શન પાળ્યું, ત્યારે તેમને કેવી રીતે જીત મળી? એ સમયે ઇઝરાયેલીઓ યુદ્ધ માટે તૈયાર ન હતા. આખા દેશમાં કોઈની પાસે ન ઢાલ હતી, ન બરછી. (ન્યા. ૫:૮) પણ યહોવાએ બારાકને કહ્યું કે તે જઈને કનાનના સેનાપતિ સીસરા અને તેના લશ્કર સામે યુદ્ધ કરે. તેઓ પાસે હથિયારો અને યુદ્ધના ૯૦૦ રથો હતા. પ્રબોધિકા દબોરાહે બારાકને કહ્યું કે તે પહાડી પ્રદેશથી નીચે ઊતરે અને મેદાની વિસ્તારમાં જઈને સીસરા સામે યુદ્ધ કરે. ઇઝરાયેલીઓ માટે એ મેદાની પ્રદેશમાં ઝડપથી ચાલતા રથોનો સામનો કરવો અઘરું હતું. બારાક એ જાણતા હતા, તોપણ તેમણે યહોવાની આજ્ઞા પાળી. જ્યારે સૈનિકો તાબોર પર્વત પરથી નીચે ઊતરી રહ્યા હતા, ત્યારે યહોવાએ મુશળધાર વરસાદ વરસાવ્યો. સીસરાના યુદ્ધના રથો કીચડમાં ફસાઈ ગયા અને યહોવાએ બારાકને જીત અપાવી. (ન્યા. ૪:૧-૭, ૧૦, ૧૩-૧૬) એવી જ રીતે, જો યહોવા પર અને તેમના સંગઠન તરફથી મળતા માર્ગદર્શન પર ભરોસો રાખીશું, તો યહોવા આપણને જીત અપાવશે. w૨૩.૦૭ ૧૮-૧૯ ¶૧૭-૧૮

સોમવાર, જૂન ૯

“જેણે અંત સુધી ધીરજ રાખીને સહન કર્યું છે તેનો જ ઉદ્ધાર થશે.”—માથ. ૨૪:૧૩.

ધીરજ બતાવવાથી જ આપણો ઉદ્ધાર થશે. પહેલાંના સમયના વફાદાર ઈશ્વરભક્તોએ ઈશ્વરનાં વચનો પૂરાં થવાની ધીરજથી રાહ જોઈ. (હિબ્રૂ. ૬:૧૧, ૧૨) એવી જ રીતે, આપણે પણ ધીરજ બતાવવાની છે. બાઇબલમાં જણાવ્યું છે કે આપણે એક ખેડૂત જેવા છીએ. (યાકૂ. ૫:૭, ૮) એક ખેડૂત બી વાવવા અને એને પાણી પાવા સખત મહેનત કરે છે. પણ તે જાણતો નથી કે બી ક્યારે ઊગશે, કેમ કે તેને ખબર નથી હોતી કે ક્યારે સૂરજનો પ્રકાશ નીકળશે અથવા ક્યારે વરસાદ પડશે. એટલે તે ધીરજ રાખે છે. તેને પૂરો ભરોસો હોય છે કે તેને મહેનતનાં ફળ જરૂર મળશે. એવી જ રીતે, આજે આપણે પણ “જાણતા નથી કે આપણા માલિક કયા દિવસે આવે છે,” તોપણ આપણે ભક્તિનાં કામોમાં લાગુ રહીએ છીએ. (માથ. ૨૪:૪૨) આપણે ધીરજ બતાવીએ છીએ. આપણને પૂરો ભરોસો છે કે યહોવા યોગ્ય સમયે પોતાનું દરેક વચન જરૂર પૂરું કરશે. જો ધીરજ ગુમાવી બેસીશું, તો કદાચ રાહ જોવી અઘરું થઈ જશે અને ધીમે ધીમે યહોવાથી દૂર જવા લાગીશું. બની શકે કે આપણે એવી વસ્તુઓ ભેગી કરવા લાગી જઈએ, જેનાથી કદાચ બસ ઘડીભર ખુશી મળે છે. પણ જો ધીરજ બતાવીશું, તો અંત સુધી ટકી શકીશું અને આપણો ઉદ્ધાર થશે.—મીખા. ૭:૭. w૨૩.૦૮ ૨૧ ¶૭

મંગળવાર, જૂન ૧૦

“પગની આંગળીઓનો અમુક ભાગ લોખંડનો અને અમુક ભાગ માટીનો હતો.”—દાનિ. ૨:૪૨.

દાનિયેલ ૨:૪૧-૪૩માં આપેલી ભવિષ્યવાણીને દાનિયેલની અને પ્રકટીકરણની બીજી ભવિષ્યવાણીઓ સાથે સરખાવવાથી જાણવા મળે છે કે પગના પંજા બ્રિટન-અમેરિકા મહાસત્તાને રજૂ કરે છે, જે આજે દુનિયાની સૌથી શક્તિશાળી સરકારો છે. એ મહાસત્તા વિશે દાનિયેલે કહ્યું હતું કે એ “રાજ્યનો અમુક ભાગ મજબૂત અને અમુક ભાગ નબળો હશે.” અમુક ભાગ કેમ નબળો હશે? કેમ કે સામાન્ય લોકો જેઓને માટી તરીકે રજૂ કરવામાં આવ્યા છે, તેઓ એ મહાસત્તાની લોખંડ જેવી તાકાતને નબળી પાડી દે છે. એટલે એ મહાસત્તા જે ચાહે છે એ કરી શકતી નથી. દાનિયેલે મૂર્તિ વિશે જે જણાવ્યું એમાંથી આપણે ઘણી મહત્ત્વની વાતો શીખી શકીએ છીએ. પહેલું, બ્રિટન-અમેરિકા મહાસત્તાએ ઘણી વાર બતાવી આપ્યું કે તે સૌથી શક્તિશાળી છે. દાખલા તરીકે, જે દેશો પહેલું અને બીજું વિશ્વયુદ્ધ જીત્યા, તેઓમાં બ્રિટન અને અમેરિકાનો બહુ મોટો ફાળો હતો. પણ એ મહાસત્તા નબળી પડી રહી છે અને હજી નબળી પડતી જશે. કેમ કે એના નાગરિકો અંદરોઅંદર લડે છે અને સરકારનો વિરોધ કરે છે. બીજું, એ મહાસત્તા છેલ્લી મહાસત્તા હશે. એના પછી ઈશ્વરનું રાજ્ય બધી માનવીય સરકારોનો અંત લાવી દેશે. w૨૩.૦૮ ૧૦-૧૧ ¶૧૨-૧૩

બુધવાર, જૂન ૧૧

“સંકટ સમયે મેં યહોવાને હાંક મારી, મારા ઈશ્વરને હું મદદ માટે પોકારતો રહ્યો. તેમણે મંદિરમાંથી મારો સાદ સાંભળ્યો.”—ગીત. ૧૮:૬.

મુશ્કેલીઓને લીધે દાઉદ ક્યારેક નિરાશ થઈ જતા. (ગીત. ૧૮:૪, ૫) પણ યહોવાનાં પ્રેમ અને કાળજીને લીધે તેમણે તાજગી અનુભવી. યહોવા પોતાના મિત્રને જાણે “લીલાંછમ ઘાસમાં” અને “ઝરણાં પાસે આરામ કરવા” લઈ ગયા. એના લીધે દાઉદને હિંમત મળી અને તે ખુશીથી યહોવાની સેવા કરતા રહ્યા. (ગીત. ૧૮:૨૮-૩૨; ૨૩:૨) આજે પણ “યહોવાના અતૂટ પ્રેમને લીધે [આપણો] અંત આવ્યો નથી.” (ય.વિ. ૩:૨૨) આપણે ધીરજથી તકલીફો સહી શકીએ છીએ. (કોલો. ૧:૧૧) ઘણી વાર દાઉદનો જીવ જોખમમાં આવી પડ્યો. તેમના અનેક દુશ્મનો હતા અને એ પણ શક્તિશાળી. છતાં યહોવાના પ્રેમને લીધે તેમણે સલામતી અનુભવી. દાઉદ જોઈ શક્યા કે યહોવા ડગલે ને પગલે તેમની સાથે છે. એનાથી તેમને રાહત મળી. એટલે તેમણે એક ગીતમાં ગાયું: “[યહોવાએ] મારો બધો ડર દૂર કર્યો.” (ગીત. ૩૪:૪) ભલે અમુક વાર દાઉદને બીક લાગી, પણ તે મનમાંથી ડર કાઢી શક્યા. કેમ કે તે જાણતા હતા કે યહોવા તેમને પ્રેમ કરે છે. w૨૪.૦૧ ૩૦ ¶૧૫-૧૭

ગુરુવાર, જૂન ૧૨

“જો પાપીઓ તને ફોસલાવે તો તેઓની વાતમાં આવી ન જતો.”—નીતિ. ૧:૧૦.

યહોઆશે લીધેલા ખોટા નિર્ણયોમાંથી શીખો. પ્રમુખ યાજક યહોયાદાના મરણ પછી યહોઆશના મિત્રોએ તેને ખોટાં કામો કરવા ઉશ્કેર્યો. (૨ કાળ. ૨૪:૧૭, ૧૮) તેણે યહૂદાના આગેવાનોની વાત માની, જેઓ યહોવાને પ્રેમ કરતા ન હતા. તમે કદાચ કહેશો કે યહોઆશે એવા લોકોથી દૂર રહેવાનું હતું. પણ એવું કરવાને બદલે તેણે એ “કહેવાતા” મિત્રોની વાત સાંભળી. હકીકતમાં જ્યારે યહોઆશના પિતરાઈ ભાઈ ઝખાર્યાએ તેને સુધારવાની કોશિશ કરી, ત્યારે યહોઆશે તેને મારી નંખાવ્યો. (૨ કાળ. ૨૪:૨૦, ૨૧; માથ. ૨૩:૩૫) કેટલું ખરાબ! યહોઆશની બુદ્ધિ બહેર મારી ગઈ હતી. તેણે શરૂઆતમાં તો સારાં કામો કર્યાં, પણ દુઃખની વાત છે કે પછીથી યહોવાની ભક્તિ છોડી દીધી અને ખૂની બન્યો. (૨ કાળ. ૨૪:૨૨-૨૫) આખરે તેના પોતાના સેવકોએ તેને મારી નાખ્યો. જો તેણે હંમેશાં યહોવાની અને તેમને પ્રેમ કરતા લોકોની વાત સાંભળી હોત, તો તેનો આવો કરુણ અંજામ આવ્યો ન હોત. w૨૩.૦૯ ૯ ¶૬

શુક્રવાર, જૂન ૧૩

“ગભરાઈશ નહિ.”—લૂક ૫:૧૦.

ઈસુ એ જાણતા હતા કે પ્રેરિત પિતર વફાદાર રહી શકે છે. એટલે તેમણે પિતરને પ્રેમથી કહ્યું: “ગભરાઈશ નહિ.” ઈસુએ પિતરમાં જે ભરોસો બતાવ્યો, એનાથી પિતરનું જીવન બદલાઈ ગયું. પછીથી પિતર અને તેમના ભાઈ આંદ્રિયાએ પોતાનો માછીમારનો ધંધો છોડી દીધો. તેઓ પૂરો સમય મસીહની સાથે રહીને પ્રચારકામ કરવા લાગ્યા. એ નિર્ણયના લીધે યહોવાએ તેઓને અઢળક આશીર્વાદો આપ્યા. (માર્ક ૧:૧૬-૧૮) પિતર ઈસુના શિષ્ય બન્યા એટલે તેમને ઘણા અદ્‍ભુત આશીર્વાદો મળ્યા. જ્યારે ઈસુએ બીમારને સાજા કર્યા, લોકોમાંથી દુષ્ટ દૂતોને બહાર કાઢ્યા અને ગુજરી ગયેલાને જીવતા કર્યા, ત્યારે પિતરે પોતાની સગી આંખે એ જોયું હતું. (માથ. ૮:૧૪-૧૭; માર્ક ૫:૩૭, ૪૧, ૪૨) પિતરે એક જોરદાર દર્શન પણ જોયું. એમાં બતાવ્યું હતું કે ઈસુ ઈશ્વરના રાજ્યના રાજા બનશે ત્યારે તેમનો મહિમા કેવો હશે. એ બનાવ પિતર ક્યારેય ભૂલ્યા નહિ હોય. (માર્ક ૯:૧-૮; ૨ પિત. ૧:૧૬-૧૮) જો પિતર ઈસુના શિષ્ય બન્યા ન હોત, તો તેમને આવા લહાવા મળ્યા ન હોત. પિતરને કેટલી ખુશી થતી હશે કે તેમણે ખોટી લાગણીઓને પોતાના પર હાવી ન થવા દીધી, નહિતર કદાચ તેમને આવા આશીર્વાદો મળ્યા ન હોત. w૨૩.૦૯ ૨૧ ¶૪-૫

શનિવાર, જૂન ૧૪

“ઈસુએ તેને કહ્યું, ‘હું તને કહું છું કે સાત વાર નહિ, પણ ૭૭ વાર.’”—માથ. ૧૮:૨૨.

પ્રેરિત પિતરે પોતાના પહેલા પત્રમાં લખ્યું: “ગાઢ પ્રેમ રાખો.” એવો પ્રેમ ફક્ત અમુક જ નહિ, પણ “અસંખ્ય પાપને” ઢાંકે છે. (૧ પિત. ૪:૮) કદાચ પિતરને માફી વિશેની એ વાત યાદ આવી હશે, જે ઈસુએ તેમને વર્ષો પહેલાં શીખવી હતી. એ સમયે કદાચ પિતરને લાગતું હતું કે તેમનું દિલ બહુ મોટું છે. કેમ કે તેમણે કહ્યું હતું કે તે પોતાના ભાઈને “સાત વાર” માફ કરી શકે છે. પણ ઈસુએ તેમને શીખવ્યું અને આજે આપણને પણ શીખવે છે કે બીજાઓને “૭૭ વાર” માફ કરવા જોઈએ. એનો અર્થ થાય, માફી આપવાનો હિસાબ રાખવો ન જોઈએ. (માથ. ૧૮:૨૧) જો તમને ઈસુની એ સલાહ પાળવી અઘરું લાગતું હોય તો નિરાશ ન થશો. જો આપણામાં પાપ ન હોત તો વાત કંઈક જુદી હતી. પણ પાપ અને પાપની અસર હોવાને લીધે યહોવાના બધા સેવકો માટે બીજાઓને માફ કરવું અમુક વાર અઘરું બને છે. પણ હમણાં એ ખૂબ જ જરૂરી છે કે જો કોઈ ભાઈ કે બહેને તમને દુઃખ પહોંચાડ્યું હોય, તો તેમને માફ કરવા અને તેમની સાથે સુલેહ-શાંતિ કરવા બનતું બધું કરો. w૨૩.૦૯ ૨૯ ¶૧૨

રવિવાર, જૂન ૧૫

“મેં યહોવાને કાલાવાલા કર્યા અને તેમણે મને જવાબ આપ્યો.”—યૂના ૨:૨.

યૂનાએ માછલીના પેટમાં પસ્તાવો કર્યો અને તેમને ભરોસો હતો કે યહોવા તેમની પ્રાર્થના સાંભળશે તેમજ યહોવા જરૂર તેમને મદદ કરશે. યહોવાએ યૂનાને બચાવ્યા. એ મોટી માછલીએ યૂનાને કોરી જમીન પર ઓકી કાઢ્યા. પછીથી યૂના યહોવાએ સોંપેલું કામ પૂરું કરવા તૈયાર હતા. (યૂના ૨:૧૦–૩:૪) કસોટી દરમિયાન એવું લાગી શકે કે, ‘મને એટલી ચિંતા છે કે હું પ્રાર્થનામાં યહોવા આગળ મારું દિલ ઠાલવી નહિ શકું અથવા મારી પાસે બાઇબલનો અભ્યાસ કરવા શક્તિ જ નથી.’ શું તમને કદી એવું લાગ્યું છે? જો એમ હોય, તો યાદ રાખો કે યહોવા તમારી પરિસ્થિતિ સારી રીતે સમજે છે. ભલે તમારી પ્રાર્થના સાદી હોય, પણ તમે ખાતરી રાખી શકો કે યહોવા તમારી પ્રાર્થના સાંભળશે અને જરૂરી મદદ કરશે. (એફે. ૩:૨૦) જો બીમારી, થાક કે ચિંતાને લીધે તમને બાઇબલ વાંચવું અને એનો અભ્યાસ કરવો અઘરું લાગતું હોય, તો તમે બાઇબલ કે આપણાં સાહિત્યનાં ઑડિયો રેકોર્ડિંગ સાંભળી શકો. jw.org પર આપણું કોઈ ગીત સાંભળવાથી અથવા કોઈ વીડિયો જોવાથી તમને મદદ મળી શકે. યહોવા તમને બળવાન કરવા માંગે છે. એવું તે કઈ રીતે કરે છે? જ્યારે તમે યહોવાને પ્રાર્થના કરો છો તેમજ બાઇબલ અને યહોવાએ આપેલાં બીજાં સાહિત્યમાંથી તમારી પ્રાર્થનાનો જવાબ શોધો છો, ત્યારે તે તમને બળ આપે છે. w૨૩.૧૦ ૧૩ ¶૬; ૧૪ ¶૯

સોમવાર, જૂન ૧૬

“પવિત્ર શક્તિ એ સ્પષ્ટ કરે છે કે પવિત્ર સ્થાનમાં જવાનો માર્ગ ત્યાં સુધી ખોલવામાં ન આવ્યો, જ્યાં સુધી પહેલો મંડપ ઊભો હતો.”—હિબ્રૂ. ૯:૮.

મંડપ અને યરૂશાલેમમાં પછીથી જે મંદિરો બાંધવામાં આવ્યાં, એમાં ઘણી સમાનતા હતી. એમાં અંદર બે ભાગ હતા, “પવિત્ર સ્થાન” અને “પરમ પવિત્ર સ્થાન.” એ બંને ભાગની વચ્ચે એક પડદો હતો, જેના પર ભરતકામ કરેલું હતું. (હિબ્રૂ. ૯:૨-૫; નિર્ગ. ૨૬:૩૧-૩૩) પવિત્ર સ્થાનની અંદર સોનાની દીવી, ધૂપવેદી અને અર્પણની રોટલીની મેજ હતી. જે યાજકોનો “અભિષેક કરવામાં આવ્યો” હોય, ફક્ત તેઓ જ પવિત્ર સ્થાનમાં જઈને યાજક તરીકેની પોતાની સેવા કરી શકતા હતા. (ગણ. ૩:૩, ૭, ૧૦) પરમ પવિત્ર સ્થાનમાં સોનાનો કરારકોશ હતો, જે યહોવાની હાજરીને રજૂ કરતો હતો. (નિર્ગ. ૨૫:૨૧, ૨૨) ફક્ત પ્રમુખ યાજક પડદાની બીજી બાજુ પરમ પવિત્ર સ્થાનમાં જઈ શકતા હતા અને એ પણ વર્ષમાં એક જ વાર, પ્રાયશ્ચિત્તના દિવસે. (લેવી. ૧૬:૨, ૧૭) તે પ્રાણીઓનું લોહી લઈને પરમ પવિત્ર સ્થાનમાં જતા, જેથી પોતાનાં અને આખી પ્રજાનાં પાપનું પ્રાયશ્ચિત્ત કરી શકે. સમય જતાં યહોવાએ સ્પષ્ટ કર્યું કે મંડપના એ ભાગો હકીકતમાં શાને રજૂ કરતા હતા.—હિબ્રૂ. ૯:૬, ૭. w૨૩.૧૦ ૨૭ ¶૧૨

મંગળવાર, જૂન ૧૭

“એકબીજા પર પ્રેમ રાખો.”—યોહા. ૧૫:૧૭.

બાઇબલમાં ઘણી વાર આજ્ઞા આપી છે: “એકબીજા પર પ્રેમ રાખો.” (યોહા. ૧૫:૧૨; રોમ. ૧૩:૮; ૧ થેસ્સા. ૪:૯; ૧ પિત. ૧:૨૨; ૧ યોહા. ૪:૧૧) કદાચ આપણા દિલમાં ભાઈ-બહેનો માટે ખૂબ પ્રેમ હશે. પણ દિલમાં ડોકિયું કરીને કોઈ એ પ્રેમ જોઈ નહિ શકે. એટલે ખૂલીને પ્રેમ બતાવવો પડશે. એવું કઈ રીતે કરી શકીએ? આપણાં વાણી-વર્તનથી. ભાઈ-બહેનોને પ્રેમ બતાવવાની ઘણી રીતો છે. એવી અમુક રીતો વિશે બાઇબલમાં આમ લખ્યું છે: “એકબીજા સાથે સાચું બોલો.” (ઝખા. ૮:૧૬) “એકબીજા સાથે શાંતિ જાળવી રાખો.” (માર્ક ૯:૫૦) “એકબીજાને માન આપવામાં પહેલ કરો.” (રોમ. ૧૨:૧૦) “એકબીજાનો આવકાર કરો.” (રોમ. ૧૫:૭, ફૂટનોટ) ‘એકબીજાને માફ કરો.’ (કોલો. ૩:૧૩) “એકબીજાનો ભાર ઊંચકતા રહો.” (ગલા. ૬:૨) “એકબીજાને દિલાસો આપતા રહો.” (૧ થેસ્સા. ૪:૧૮) “એકબીજાને મક્કમ કરતા રહો.” (૧ થેસ્સા. ૫:૧૧) “એકબીજા માટે પ્રાર્થના કરો.”—યાકૂ. ૫:૧૬. w૨૩.૧૧ ૯ ¶૭-૮

બુધવાર, જૂન ૧૮

“આશાને લીધે આનંદ કરો.”—રોમ. ૧૨:૧૨.

દરરોજ આપણે એવા ઘણા નિર્ણય લઈએ છીએ, જેમાં આપણને અડગ શ્રદ્ધાની જરૂર પડે છે. જેમ કે દોસ્તી, મનોરંજન, ભણતર, લગ્‍ન, બાળકો અને નોકરી-ધંધા જેવી બાબતો. નિર્ણય લેતા પહેલાં આપણે આ સવાલો પર વિચાર કરીએ છીએ: ‘મારા નિર્ણયોથી શું દેખાઈ આવે છે? શું મને પાકો ભરોસો છે કે ઈશ્વર આ દુષ્ટ દુનિયાનો અંત લાવીને નવી દુનિયા લાવશે? અથવા શું હું દુનિયાના લોકો જેવું વિચારું છું કે જીવન પળ બે પળનું છે?’ (માથ. ૬:૧૯, ૨૦; લૂક ૧૨:૧૬-૨૧) નવી દુનિયા બસ હાથવેંતમાં છે, એ વાત પર આપણે શ્રદ્ધા મજબૂત કરીશું તો આપણે સારા નિર્ણયો લઈ શકીશું. આપણે એવી કસોટીઓનો પણ સામનો કરીએ છીએ જેમાં અડગ શ્રદ્ધાની જરૂર પડે છે. આપણે કદાચ સતાવણી, મોટી બીમારી અથવા એવા સંજોગોનો સામનો કરવો પડે જે આપણને નિરાશ કરી દે. શરૂઆતમાં કદાચ લાગી શકે કે આપણે એ મુશ્કેલીનો સામનો કરી લઈશું. પણ ઘણી વાર એવી મુશ્કેલીઓ લાંબો સમય ચાલે છે. એટલે મુશ્કેલીઓનો ધીરજથી સામનો કરવા અને ખુશી ખુશી યહોવાની ભક્તિ કરતા રહેવા અડગ શ્રદ્ધાની જરૂર પડશે.—૧ પિત. ૧:૬, ૭. w૨૩.૦૪ ૨૭ ¶૪-૫

ગુરુવાર, જૂન ૧૯

“સતત પ્રાર્થના કરો.”—૧ થેસ્સા. ૫:૧૭.

યહોવા ચાહે છે કે આપણે પોતાની પ્રાર્થનાઓ પ્રમાણે કામ કરીએ. દાખલા તરીકે, એક ભાઈને મહાસંમેલનમાં જવા નોકરી પરથી રજા જોઈએ છે. એ માટે તે યહોવાને પ્રાર્થના કરે છે. યહોવા કદાચ કઈ રીતે તેમની પ્રાર્થનાનો જવાબ આપે? તે એ ભાઈને માલિક સાથે વાત કરવા હિંમત આપશે. પણ માલિક સાથે વાત કરવા તો ભાઈએ પોતે જવું પડશે. કદાચ અનેક વાર જવું પડે. ભાઈ આવું કંઈક કહી શકે: ‘હું બીજા કોઈ દિવસે કામ કરી આપીશ. અથવા મારો પગાર કાપી લેજો.’ યહોવા ચાહે છે કે આપણે મન જે વાતો મહત્ત્વની છે, એ વિશે વારંવાર પ્રાર્થના કરીએ. ઈસુના શબ્દોથી જાણવા મળે છે કે અમુક વાર આપણી પ્રાર્થનાઓનો જવાબ તરત નહિ મળે. (લૂક ૧૧:૯) એટલે હિંમત ન હારીએ. પણ પૂરા દિલથી અને વારંવાર પ્રાર્થના કરીએ. (લૂક ૧૮:૧-૭) એમ કરીને યહોવાને બતાવીએ છીએ કે જે વિનંતી કરી છે એ આપણે મન સાચે જ મહત્ત્વની છે. તેમ જ, યહોવા મદદ કરી શકે છે એવો આપણને પાકો ભરોસો છે. w૨૩.૧૧ ૨૨ ¶૧૦-૧૧

શુક્રવાર, જૂન ૨૦

“આશા આપણને નિરાશ થવા દેતી નથી.”—રોમ. ૫:૫.

યહોવાએ પોતાના મિત્ર ઇબ્રાહિમને વચન આપ્યું હતું કે તેમના વંશજ દ્વારા પૃથ્વીની બધી પ્રજાઓ આશીર્વાદ મેળવશે. (ઉત. ૧૫:૫; ૨૨:૧૮) ઇબ્રાહિમને ઈશ્વરમાં પૂરી શ્રદ્ધા હતી. એટલે તેમને ખાતરી હતી કે ઈશ્વર પોતાનું વચન જરૂર પૂરું કરશે. પણ ઇબ્રાહિમ ૧૦૦ વર્ષના હતા અને તેમની પત્ની ૯૦ વર્ષની હતી ત્યારે પણ તેઓને દીકરો થયો ન હતો. (ઉત. ૨૧:૧-૭) તેમ છતાં, બાઇબલમાં લખ્યું છે તેમ “ઇબ્રાહિમે આશા રાખી અને શ્રદ્ધા બતાવી કે તે ઘણી પ્રજાઓના પિતા બનશે, જેમ તેમને કહેવામાં આવ્યું હતું.” (રોમ. ૪:૧૮) તમે સારી રીતે જાણો છો કે ઇબ્રાહિમની આશા પૂરી થઈ. તેમના દીકરા ઇસહાકનો જન્મ થયો, જેના માટે તેમણે વર્ષોથી આશા રાખી હતી. પણ ઇબ્રાહિમને કેમ ભરોસો હતો કે યહોવા પોતાનું વચન પૂરું કરશે? ઇબ્રાહિમ યહોવાને ખૂબ સારી રીતે ઓળખતા હતા. એટલે “તેમને પૂરી ખાતરી હતી કે ઈશ્વર પોતાનું વચન” જરૂર પૂરું કરશે. (રોમ. ૪:૨૧) ઇબ્રાહિમની અજોડ શ્રદ્ધાને લીધે યહોવાએ તેમના પર કૃપા વરસાવી અને તેમને નેક ગણ્યા.—યાકૂ. ૨:૨૩. w૨૩.૧૨ ૮ ¶૧-૨

શનિવાર, જૂન ૨૧

“જે થોડામાં વિશ્વાસુ છે, તે ઘણામાં પણ વિશ્વાસુ છે. જે થોડામાં બેઈમાન છે, તે ઘણામાં પણ બેઈમાન છે.”—લૂક ૧૬:૧૦.

જે યુવાન ભાઈ ભરોસાપાત્ર હોય છે, તે પોતાની જવાબદારીઓ પૂરી કરવા સખત મહેનત કરે છે. ઈસુનો દાખલો લો. તે કદી પણ બેદરકાર ન હતા. એને બદલે યહોવાએ સોંપેલું કામ તેમણે પૂરી ધગશથી પૂરું કર્યું. અઘરું હતું ત્યારે પણ તે પોતાની જવાબદારીથી ફરી ન ગયા. તે લોકોને ખૂબ પ્રેમ કરતા હતા, ખાસ કરીને તેમના શિષ્યોને. તેઓ માટે તેમણે ખુશીથી પોતાનો જીવ પણ આપી દીધો. (યોહા. ૧૩:૧) વહાલા યુવાન ભાઈઓ, ઈસુને પગલે ચાલો અને તમને સોંપેલું કામ પૂરું કરવા સખત મહેનત કરો. જો તમને ખબર ન હોય કે એ કામ કઈ રીતે કરવું, તો નમ્ર બનો અને અનુભવી ભાઈઓ પાસે મદદ માંગો. જરૂર પૂરતું જ કામ કરીને બેસી ન રહો. એને બદલે સોંપેલું કામ પૂરું કરો. (રોમ. ૧૨:૧૧) એ “માણસો માટે નહિ, પણ યહોવા માટે કરતા હો” એ રીતે કરો. (કોલો. ૩:૨૩) ખરું કે તમે ભૂલભરેલા છો, એટલે પોતાની હદ પારખો અને જો કોઈ ભૂલ થઈ જાય તો એને સ્વીકારો.—નીતિ. ૧૧:૨. w૨૩.૧૨ ૨૬ ¶૮

રવિવાર, જૂન ૨૨

‘જે માણસ યહોવા પર ભરોસો રાખે છે, તેને આશીર્વાદ મળે છે.’—યર્મિ. ૧૭:૭.

બાપ્તિસ્મા લઈએ છીએ અને યહોવાના કુટુંબનો ભાગ બનીએ છીએ ત્યારે, આપણને બહુ ખુશી થાય છે. યહોવા સાથે ગાઢ સંબંધ હોવો એ મોટા સન્માનની વાત છે. આપણને પણ દાઉદ જેવું લાગે છે, જેમણે એક ગીતમાં કહ્યું હતું: “સુખી છે એ માણસ, જેને તમે [યહોવા] પસંદ કરો છો અને તમારી નજીક લાવો છો, જેથી તે તમારાં આંગણાઓમાં રહે.” (ગીત. ૬૫:૪) યહોવા કેવા લોકોને પોતાનાં આંગણાઓમાં આવવા દે છે? તે ફક્ત એવા લોકોને પસંદ કરે છે, જેઓ પૂરા દિલથી તેમની પાસે આવવા માંગે છે. (યાકૂ. ૪:૮) જ્યારે તમે યહોવાને પોતાનું જીવન સમર્પિત કરો છો અને બાપ્તિસ્મા લો છો, ત્યારે તમે એક ખાતરી રાખી શકો. એવી ખાતરી કે બાપ્તિસ્મા પછી યહોવા ‘તમારા પર એટલો બધો આશીર્વાદ વરસાવશે કે તમને કશાની ખોટ નહિ પડે.’ (માલા. ૩:૧૦; યર્મિ. ૧૭:૮) બાપ્તિસ્મા એક શરૂઆત છે. સમર્પણના વચન પ્રમાણે જીવવા બનતું બધું કરો. ભલે લાખ મુશ્કેલીઓ કે કસોટીઓ આવે, પોતાના વચનમાં અડગ રહો. (સભા. ૫:૪, ૫) તમે ઈસુના શિષ્ય છો, એટલે ઈસુના પગલે ચાલવા અને તેમની આજ્ઞાઓ પાળવા પૂરી કોશિશ કરો.—માથ. ૨૮:૧૯, ૨૦; ૧ પિત. ૨:૨૧. w૨૪.૦૩ ૮ ¶૧-૩

સોમવાર, જૂન ૨૩

“માણસ પોતાનાં માતા-પિતાને છોડીને પોતાની પત્ની સાથે રહેશે.”—ઉત. ૨:૨૪.

જો તમને તમારા જીવનસાથી સાથે સમય વિતાવવો ગમતું ન હોય તો શું? એવામાં તમે શું કરી શકો? ચાલો તાપણાના દાખલા પર વિચાર કરીએ. તાપણું સળગાવીએ કે તરત એની જ્વાળાઓ વધી નથી જતી. તમારે શરૂઆતમાં નાની નાની લાકડીઓ નાખવી પડશે અને પછી મોટી મોટી લાકડીઓ નાખવી પડશે. એવી જ રીતે, તમે શરૂઆતમાં દરરોજ થોડો થોડો સમય સાથે વિતાવી શકો. પણ યાદ રાખો, એ સમયે એવું કંઈક કરો જેમાં તમને બંનેને મજા આવે. (યાકૂ. ૩:૧૮) આમ, થોડો થોડો સમય સાથે વિતાવીને શરૂઆત કરશો તો કદાચ તમારા પ્રેમની જ્વાળા ફરી સળગવા લાગશે. પતિ-પત્નીએ એકબીજાનો આદર કરવો જોઈએ. એ ઑક્સિજન જેવું છે. ઑક્સિજનના લીધે જ આગ સળગતી રહે છે. ઑક્સિજન ના હોય તો આગ તરત હોલવાઈ જશે. એવી જ રીતે, જો પતિ-પત્ની એકબીજાનો આદર નહિ કરે, તો બહુ જલદી તેઓનો પ્રેમ ઠંડો પડી જશે. પણ જો તેઓ એકબીજાને આદર બતાવવા પૂરેપૂરી મહેનત કરશે, તો તેઓ વચ્ચે પ્રેમની જ્વાળા સળગતી રહેશે. પણ આ વાત યાદ રાખો: તમને કદાચ લાગે કે તમે તમારા સાથીનો આદર કરો છો, પણ મહત્ત્વનું તો એ છે કે શું તમારા સાથીને લાગે છે કે તમે તેમનો આદર કરો છો. w૨૩.૦૫ ૨૨ ¶૯; ૨૩-૨૪ ¶૧૪-૧૫

મંગળવાર, જૂન ૨૪

“જ્યારે હું ચિંતાઓના બોજથી દબાઈ ગયો, ત્યારે તમે મને દિલાસો આપ્યો અને મારું મન શાંત પાડ્યું.”—ગીત. ૯૪:૧૯.

યહોવાના વફાદાર સેવકોને ડર લાગ્યો હતો. બાઇબલમાં લખ્યું છે કે દુશ્મનોને લીધે અથવા બીજી મુશ્કેલીઓને લીધે તેઓ નિરાશ થઈ ગયા હતા અને ડરના લીધે ધ્રૂજી ઊઠ્યા હતા. (ગીત. ૧૮:૪; ૫૫:૧, ૫) એવી જ રીતે, આજે સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ, સાથે કામ કરતા લોકો, કુટુંબીજનો અથવા સરકાર આપણો વિરોધ કરે. કોઈ બીમારીને લીધે મોતનો ડર લાગી શકે. એ સમયે પોતાને લાચાર અનુભવીએ. આપણને એક નાના બાળક જેવું લાગે, જે પોતાની મેળે કંઈ કરી શકતું નથી. એવી અઘરી પળોમાં યહોવા કઈ રીતે મદદ કરે છે? તે આપણને દિલાસો આપે છે અને દિલના ઘા પર મલમ લગાવે છે. એટલે, નિયમિત રીતે યહોવા સાથે સમય વિતાવો. એ માટે તેમને પ્રાર્થના કરો અને બાઇબલ વાંચો. (ગીત. ૭૭:૧, ૧૨-૧૪) એને તમારી આદત બનાવો. પછી જ્યારે પણ તમે હેરાન-પરેશાન હશો, ત્યારે મદદ માટે સૌથી પહેલા તમે સ્વર્ગમાંના તમારા પિતા પાસે દોડી જશો. તેમને જણાવો કે તમને શાનો ડર લાગે છે અને કઈ ચિંતાઓ છે. પછી બાઇબલ વાંચો અને યહોવાની વાત સાંભળો. આમ તમે જોઈ શકશો કે તે તમને કઈ રીતે દિલાસો આપે છે.—ગીત. ૧૧૯:૨૮. w૨૪.૦૧ ૨૪-૨૫ ¶૧૪-૧૬

બુધવાર, જૂન ૨૫

“ઈશ્વર તમને બળ આપે છે, જેથી તમે તેમને ખુશ કરી શકો. એવું કરવા તે તમને ઇચ્છા અને બળ આપે છે.”—ફિલિ. ૨:૧૩.

કોઈ ધ્યેય પૂરો કરવા પાકો ઇરાદો હોવો ખૂબ જરૂરી છે. જ્યારે એક વ્યક્તિનો ધ્યેય પૂરો કરવાનો ઇરાદો પાકો હોય છે, ત્યારે તે ખૂબ મહેનત કરે છે. જો આપણો ઇરાદો પાકો હશે, તો પોતાનો ધ્યેય જલદી પૂરો કરી શકીશું. તમે ઇરાદો વધારે પાકો કરવા શું કરી શકો? તમારો ઇરાદો વધારે પાકો થાય એ માટે પ્રાર્થના કરો. તમે યહોવાને પ્રાર્થના કરશો ત્યારે તે તમને પવિત્ર શક્તિ આપશે. એનાથી ધ્યેય પૂરો કરવાનો તમારો ઇરાદો વધારે પાકો થશે. ક્યારેક આપણને થાય, ‘મારે આ કામ તો કરવું જ જોઈએ.’ એટલે એને પૂરું કરવા આપણે એક ધ્યેય બાંધીએ છીએ. એમ કરવું કંઈ ખોટું નથી. પણ બની શકે કે એ ધ્યેય પૂરો કરવાની આપણી ઇચ્છા જ ન હોય. યહોવાએ અત્યાર સુધી તમારા માટે જે કર્યું, એના પર મનન કરો. (ગીત. ૧૪૩:૫) પ્રેરિત પાઉલે વિચાર્યું કે યહોવાએ કઈ રીતે તેમને અપાર કૃપા બતાવી. એનાથી યહોવાની ભક્તિમાં બનતું બધું કરવાનો તેમનો ઇરાદા પાકો થયો. (૧ કોરીં. ૧૫:૯, ૧૦; ૧ તિમો. ૧:૧૨-૧૪) એવી જ રીતે, યહોવાએ તમારા માટે જે કર્યું છે એના પર જેટલું વધારે મનન કરશો, તો ધ્યેય પૂરો કરવાનો તમારો ઇરાદો પણ એટલો જ પાકો થશે.—ગીત. ૧૧૬:૧૨. w૨૩.૦૫ ૨૭ ¶૩-૫

ગુરુવાર, જૂન ૨૬

“યહોવાના નામની સ્તુતિ કરો.”—ગીત. ૧૧૩:૧.

સ્વર્ગમાંના આપણા પિતાના નામની સ્તુતિ કરીએ છીએ ત્યારે તે ખુશ થાય છે. (ગીત. ૬૯:૩૦, ૩૧) એવું નથી કે માણસોની જેમ યહોવા પ્રશંસાના ભૂખ્યા છે, જાણે તેમને ઉત્તેજન કે હિંમતની જરૂર હોય. પણ દિલથી તેમની પ્રશંસા કરીએ છીએ ત્યારે તે ખુશ થાય છે. જ્યારે આપણે સ્વર્ગમાંના પિતાની સ્તુતિ કરીએ છીએ ત્યારે શેતાનનું બીજું એક જૂઠાણું ખોટું પાડીએ છીએ. શેતાન દાવો કરે છે કે કોઈ માણસ યહોવાના નામને પવિત્ર મનાવી શકતો નથી. તેનું કહેવું છે કે કસોટી આવે ત્યારે આપણે યહોવાને વફાદાર નહિ રહીએ. તેમ જ, જો ઈશ્વરની વાત માનવાથી ફાયદો થતો ન હોય, તો તેમની ભક્તિ છોડી દઈશું. (અયૂ. ૧:૯-૧૧; ૨:૪) પણ અયૂબ યહોવાને વફાદાર રહ્યા અને સાબિત કર્યું કે શેતાન જૂઠો છે. આપણા દરેક પાસે વફાદારીથી યહોવાની ભક્તિ કરવાનો લહાવો છે. એમ કરીને તેમના નામ પર કોઈ ડાઘ લાગવા દેતા નથી અને તેમને ખુશ કરીએ છીએ. (નીતિ. ૨૭:૧૧) સાચે જ, એમ કરવું બહુ મોટા સન્માનની વાત છે. w૨૪.૦૨ ૮-૯ ¶૩-૫

શુક્રવાર, જૂન ૨૭

“તેમના પ્રબોધકોમાં ભરોસો રાખો. એમ કરશો તો તમે સફળ થશો.”—૨ કાળ. ૨૦:૨૦.

મૂસા અને યહોશુઆના સમય પછી યહોવાએ પોતાના લોકોને દોરવા ન્યાયાધીશોને ઊભા કર્યા. ત્યાર બાદ રાજાઓના સમયમાં યહોવાએ પ્રબોધકોને નિયુક્ત કર્યા. વફાદાર રાજાઓએ પ્રબોધકોની સલાહ કાને ધરી. દાખલા તરીકે, જ્યારે પ્રબોધક નાથાને રાજા દાઉદને તેમની ભૂલ બતાવી, ત્યારે તેમણે એ ભૂલ સ્વીકારી. (૨ શમુ. ૧૨:૭, ૧૩; ૧ કાળ. ૧૭:૩, ૪) રાજા યહોશાફાટે પ્રબોધક યાહઝીએલના માર્ગદર્શન પર ભરોસો રાખ્યો અને યહૂદાના લોકોને ‘ઈશ્વરના પ્રબોધકોમાં ભરોસો રાખવાનું’ ઉત્તેજન આપ્યું. (૨ કાળ. ૨૦:૧૪, ૧૫) મુશ્કેલ ઘડીઓમાં રાજા હિઝકિયાએ પ્રબોધક યશાયા પાસે મદદ માંગી. (યશા. ૩૭:૧-૬) જ્યારે પણ રાજાઓએ યહોવાનું માર્ગદર્શન પાળ્યું, ત્યારે તેમણે તેઓને આશીર્વાદ આપ્યો અને પોતાના લોકોનું રક્ષણ કર્યું. (૨ કાળ. ૨૦:૨૯, ૩૦; ૩૨:૨૨) એનાથી સ્પષ્ટ થતું હતું કે યહોવા પ્રબોધકો દ્વારા પોતાના લોકોને દોરી રહ્યા હતા. w૨૪.૦૨ ૨૧ ¶૮

શનિવાર, જૂન ૨૮

“તેઓ સાથે ભાગીદાર ન થાઓ.”—એફે. ૫:૭.

શેતાન ચાહે છે કે આપણે એવા લોકો સાથે દોસ્તી કરીએ, જેઓના લીધે યહોવાની આજ્ઞાઓ પાળવી અઘરું બની જાય. આપણે પણ યાદ રાખવું જોઈએ કે આપણી સંગત ફક્ત એવા લોકો જ પૂરતી નથી, જેઓ સાથે આપણે ઊઠીએ-બેસીએ છીએ. એમાં એવા લોકોનો પણ સમાવેશ થાય છે, જેઓ સાથે આપણે સોશિયલ મીડિયા પર વાત કરીએ છીએ. આખી દુનિયા કહે છે કે ગંદાં કામો કરવામાં કંઈ ખોટું નથી. પણ આપણે જાણીએ છીએ કે એ ખોટું છે. (એફે. ૪:૧૯, ૨૦) એટલે દુનિયાના વિચારો મનમાં આવી ન જાય એ માટે સખત મહેનત કરવાની જરૂર છે. પોતાને આવા સવાલો પૂછી શકીએ: ‘શું હું એવા લોકો સાથે દોસ્તી કરવાનું ટાળું છે, જેઓ યહોવાનાં ધોરણો પ્રમાણે જીવતા નથી? જો જરૂર ન હોય તો શું હું સાથે કામ કરતા લોકો, સાથે ભણતાં બાળકો કે બીજા લોકો સાથે સમય વિતાવવાનું ટાળું છું? જો યહોવાનાં ધોરણો પ્રમાણે ચાલવાને લીધે કોઈ મને જૂનવાણી કહે, તોપણ શું હું હિંમતથી યહોવાનાં ધોરણો પાળું છું?’ બીજો તિમોથી ૨:૨૦-૨૨માં બતાવ્યું છે તેમ, આપણે મંડળમાં પણ સમજી-વિચારીને દોસ્તો બનાવવા જોઈએ. કેમ કે કદાચ મંડળમાં પણ એવા લોકો હોય, જેઓ આપણને યહોવાથી દૂર લઈ જાય. w૨૪.૦૩ ૨૨-૨૩ ¶૧૧-૧૨

રવિવાર, જૂન ૨૯

“યહોવા ખૂબ મમતા બતાવે છે.”—યાકૂ. ૫:૧૧.

શું તમે કદી એ કલ્પના કરવાની કોશિશ કરી છે કે યહોવા કેવા ઈશ્વર છે? ખરું કે આપણે યહોવાને જોઈ નથી શકતા પણ બાઇબલમાં ઘણી અલગ અલગ રીતોએ યહોવાનું વર્ણન કર્યું છે. જેમ કે, યહોવાને “સૂર્ય અને ઢાલ” તેમજ “ભસ્મ કરનાર અગ્‍નિ” કહેવામાં આવ્યા છે. (ગીત. ૮૪:૧૧; હિબ્રૂ. ૧૨:૨૯) હઝકિયેલે દર્શનમાં જોયું કે યહોવાનો દેખાવ ચળકતી ધાતુ જેવો હતો. તે નીલમના પથ્થરની રાજગાદી પર બેઠા હતા અને તેમની આજુબાજુ મેઘધનુષ્ય હતું. (હઝકિ. ૧:૨૬-૨૮) આપણે યહોવાને જોઈ નથી શકતા. એટલે એ માનવું અઘરું લાગી શકે કે તે આપણને પ્રેમ કરે છે. અમુક લોકોને જીવનમાં પ્રેમ અને હૂંફ નથી મળ્યાં. એટલે તેઓને માનવામાં નથી આવતું કે યહોવા તેઓને પ્રેમ કરી શકે છે. યહોવા એ બધી જ લાગણીઓ ખૂબ સારી રીતે સમજે છે. તે જાણે છે કે આપણને કેમ તેમની નજીક જવું અઘરું લાગી શકે છે. એટલે આપણને મદદ કરવા તેમણે બાઇબલમાં લખાવ્યું છે કે તે કેટલા પ્રેમાળ ઈશ્વર છે. જો એક શબ્દમાં યહોવાનું વર્ણન કરવાનું હોય તો એ છે, પ્રેમ. બાઇબલમાં લખ્યું છે: “ઈશ્વર પ્રેમ છે.” (૧ યોહા. ૪:૮) તે જે કંઈ કરે છે એ પ્રેમને લીધે કરે છે. પ્રેમ બતાવવામાં યહોવા બહુ ઉદાર છે. તેમના પ્રેમની કોઈ હદ નથી. જેઓ તેમને પ્રેમ કરતા નથી, તેઓને પણ તે પ્રેમ કરે છે.—માથ. ૫:૪૪, ૪૫. w૨૪.૦૧ ૨૬ ¶૧-૩

સોમવાર, જૂન ૩૦

“તે વાદળના સ્તંભમાંથી તેઓ સાથે વાત કરતા.”—ગીત. ૯૯:૭.

ઇઝરાયેલીઓને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવવા યહોવાએ મૂસાને પસંદ કર્યા. અને ઇઝરાયેલીઓને એની સાબિતી મળે એટલે, તેમણે દિવસ માટે વાદળના સ્તંભની અને રાત માટે અગ્‍નિના સ્તંભની ગોઠવણ કરી. (નિર્ગ. ૧૩:૨૧) મૂસા એ સ્તંભની પાછળ પાછળ ચાલ્યા અને બધા ઇઝરાયેલીઓ સાથે લાલ સમુદ્ર આગળ પહોંચ્યા. ઇઝરાયેલીઓએ જોયું કે આગળ લાલ સમુદ્ર છે અને પાછળ ઇજિપ્તનું સૈન્ય. એ જોઈને તેઓના હાંજા ગગડી ગયા. પણ એ ભૂલ ન હતી. યહોવા મૂસા દ્વારા જાણીજોઈને પોતાના લોકોને ત્યાં દોરી લાવ્યા હતા. (નિર્ગ. ૧૪:૨) પછી યહોવાએ એકદમ જોરદાર રીતે તેઓનો બચાવ કર્યો. (નિર્ગ. ૧૪:૨૬-૨૮) એ પછી ૪૦ વર્ષ સુધી મૂસા સ્તંભની પાછળ પાછળ ચાલતા રહ્યા, જેથી વેરાન પ્રદેશમાં ઈશ્વરના લોકોને દોરી શકે. (નિર્ગ. ૩૩:૭, ૯, ૧૦) સ્તંભમાંથી યહોવા મૂસા સાથે વાત કરતા. પછી મૂસા એ માર્ગદર્શન ઇઝરાયેલીઓને આપતા. તેઓ સાફ સાફ જોઈ શકતા હતા કે યહોવા મૂસા દ્વારા તેઓને દોરી રહ્યા હતા. w૨૪.૦૨ ૨૧ ¶૪-૫

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • Privacy Settings
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો