કિ લી
માં જા રો આફ્રિકાનું સર્વોચ્ચ શિખર
સ જા ગ બ નો! ના કે ન્યા માં ના ખ બ ર પ ત્રી ત ર ફ થી
કંઈક ૧૫૦ વર્ષ પહેલાં જ આફ્રિકાનો આંતરિક ભાગ લોકોથી અજાણ હતો. બહારના જગત માટે આ વિશાળ ખંડ અજાણ્યો અને ગૂઢ હતો. પૂર્વ આફ્રિકાની બહાર પ્રસરેલી ઘણી વાર્તાઓમાંની એક યુરોપવાસીઓને ખાસ વિચિત્ર લાગતી હતી. એ જર્મન મિશનરિ યોહન્સ રેપમેન અને યોહાન એલ. ક્રાફ દ્વારા અહેવાલ હતો, જેઓએ દાવો કર્યો કે ૧૮૪૮માં તેઓએ વિષુવવૃત્ત નજીક એક ભવ્ય પહાડ જોયો કે જેનું શિખર હિમાચ્છાદિત શ્વેત હતું.
ઉષ્ણ કટિબંધીત આફ્રિકામાં હિમાચ્છાદિત પર્વત અસ્તિત્વ ધરાવતો હોય એવી વાર્તા ફક્ત શંકાસ્પદ જ નહિ પરંતુ હાસ્યાસ્પદ પણ હતી. તોપણ, મહાકાય પર્વતના અહેવાલે ભૂગોળવેત્તાઓ અને સંશોધકો માટે જિજ્ઞાસા અને રસ પેદા કર્યાં, અને છેવટે તેઓએ મિશનરિઓના અહેવાલને સાચો સાબિત કર્યો. ખરેખર પૂર્વ આફ્રિકામાં કિલીમાંજારો નામનો હિમાચ્છાદિત જ્વાળામુખીય પર્વત હતો. કેટલાક લોકો એવું સમજ્યા કે એનો અર્થ “શ્રેષ્ઠતાનો પર્વત” છે.
આફ્રિકાનું “શિખર”
આજે ભવ્ય કિલીમાંજારો એની સંપૂર્ણ સુંદરતા અને પ્રભાવશાળી ઊંચાઈને માટે પ્રખ્યાત છે. કદાચ થોડાંક જ એવાં દૃષ્યો એટલાં મનોહર અને યાદગાર હોય જેટલાં સૂકાં, ધૂળવાળાં આફ્રિકી મેદાનોમાં હાથીના ચરતાં ટોળા અને દૂર પાશ્વભૂમિકામાં છવાયેલો હિમાચ્છાદિત “કિલી.”
કિલીમાંજારો એ આફ્રિકા ખંડનો સૌથી ઊંચો પર્વત છે જેની ગણના જગતનાં લાંબા નિષ્ક્રિય જ્વાળામુખીમાં થાય છે. એ તાંજાનિયામાં, વિષુવવૃત્તની દક્ષિણે અને કેન્યાની હદ પર આવેલો છે. અહીં પૃથ્વી ચારસો કરોડ ક્યુબિક મીટર જ્વાળામુખી પદાર્થો કાઢે છે, જે આ પર્વતને વાદળોની ઊંચાઈએ પહોંચાડે છે.
પર્વતનું કદાવર માપ એની અલગતાને લીધે અંગત છટા ઊભી કરે છે. એકલો અને બધા દૂર સમુદ્રની સપાટીથી ૯૦૦ મીટરની ઊંચાઈએ આવેલા સૂકા માસી જંગલમાં આ પર્વત ૫,૮૯૫ મીટર ઊંચો છે! એમાં કોઈ આશ્ચર્ય નથી કે કિલીમાંજારોને કેટલીક વાર આફ્રિકાના શિખર તરીકે વર્ણવવામાં આવે છે.
કિલીમાંજારોને “મુસાફર સંઘના પર્વત તરીકે” પણ ઓળખવામાં આવતો હતો, કેમ કે સફેદ ચમકતી દીવાદાંડીની જેમ, એના ભવ્ય બરફ ટોપી અને ચળકતાં વાદળો કોઈ પણ દિશામાંથી હજારો કિલોમીટર દૂરથી જોઈ શકાય છે. ભૂતકાળની સદીઓમાં એની બરફીલી ચોટીએ મુસાફરોને માર્ગદર્શન આપ્યું હતું જેણે આફ્રિકાનાં ભીતરી જંગલોમાંથી રસ્તો શોધ્યો હતો, જેઓ હાથીદાંત, સોનું અને દાસોથી ભરેલાં વાહનો લઈને જતાં હતાં.
એનું પ્રભાવશાળી શિખર
કિલીમાંજારો બે જ્વાળામુખીય શિખરો બનાવે છે. કિબો મુખ્ય જ્વાળામુખીય શિખર છે; એનું સપ્રમાણ શંકુ કાયમી બરફ અને હિમથી છવાયેલું છે. પૂર્વ તરફ બીજુ શિખર મેવેન્જી છે, જેની ઊંચાઈ ૫,૧૫૦ મીટર છે અને એ આફ્રિકાનું કિબો અને માઉન્ટ કેન્યા પછીનું ત્રીજુ સૌથી ઊંચુ શિખર છે. કિબોની સૌમ્ય, ઢળતી બાજુઓના વિરોધાભાસમાં, મેવેન્જી ખરબચડો છે અને દરેક બાજુએ સુંદર કોતરેલા શિખર વાળો છે અને એની ચારે બાજુ ખરબચડી દીવાલો છે. કિબો અને મેવેન્જીના શિખરો ૪,૬૦૦ મીટરની વિશાળતાથી ઢોળાવવાળા મેદાનોના પત્થરોથી જોડાયેલા છે. કિબોની પશ્ચિમે શીરા આવેલું છે, જે પવન અને પાણીથી ધોવાઈ ગયેલા પ્રાચીન જ્વાળામુખીના ભાંગી ગયેલા અવશેષો છે જે હવે સમુદ્રતટથી ૪,૦૦૦ મીટરની ઊંચાઈએ રોમાંચક ખડકોવાળી ટોચ બનાવે છે.
પર્યાવરણની ઉત્કૃષ્ટ કલાકૃતિ
કિલીમાંજારોની પરિસ્થિતિ વ્યવસ્થા ઊંચાઈ, વર્ષા અને વનસ્પતિ દ્વારા વિભિન્ન ક્ષેત્રોથી બનેલી છે. નીચા ઢોળાવો મૂળ વિષુવવૃત્તિય જંગલોથી છવાયેલાં છે જેમાં હાથીના ટોળા અને જંગલી ભેંસો ફરતી હોય છે. વાંદરાઓની અનેક જાતો જંગલના છતની ઊંચાઈઓમાં રહે છે અને મુલાકાતીઓ કેટલીક વાર બશબક નામના શરમાળ હરણોની અને ડુકર્સની ઝાંખી થઈ શકે છે જે સહેલાઈથી ઝાડીઓમાં સંતાઈ જાય છે.
જંગલની ઉપરનો વિસ્તાર ઝાડીવાળો છે. પવન અને સમયની કઠણતાથી સખત થઈ ગયેલાં ગાંઠોવાળા જૂનાં વૃક્ષો, શેવાળોથી ઘેરાયેલાં છે જે વૃદ્ધ માણસની લાંબી સફેદ દાઢી જેવાં લાગે છે. અહીંયાં પર્વત બાજુ ખુલ્લી છે અને વિશાળ ઝાડી ફૂલી ફાલી છે. ઘેરા ઘાસમાં વેરાયેલા ચમકતા રંગોવાળાં ફૂલો આ વિસ્તારોને સુંદર બનાવે છે.
વૃક્ષ હદથી હજુ પણ ઊંચે ખરાબા દેખાય છે. ત્યાં વૃક્ષોને બદલે અસામાન્ય દેખાતા વિશાળ ઘાસ છે, જે ચાર મીટર જેટલાં ઊંચા હોય છે અને મોટા કોબીજ અથવા આર્ટીચોક્સથી બનેલા લોબેલાઈસ છે. ખડકો અને પથરાળ વિસ્તારની આજુબાજુ અમરફૂલો થાય છે, જે તણખલાં જેવા અને અડકવામાં સૂકા હોય છે અને એ આ બેરંગી પ્રાકૃતિક દૃષ્યમાં રંગ પૂરે છે.
હજુ ઊંચે, ખરાબો અલ્પાઈન વિસ્તારને જગ્યા આપે છે. ઘાટા ભૂરા અને રાખોડી રંગમાં ભૂમિ ઝાંખી લાગે છે. આ છૂટા અને સૂકા વાતાવરણમાં થોડાક જ છોડ વધી શકે છે. આ જગ્યાએ બે મુખ્ય શિખરો કિબો અને મેવેન્જી બે લાંબી રણવાળી, સૂકી અને ખડકાળ ઊંચી-નીચી ટેકરીઓથી જોડાય છે. અહીં એકદમ ઊંચુ તાપમાન છે, દિવસ દરમિયાન ૩૮ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે અને રાત્રે અચાનક ઠારણ સુધી પહોંચે છે.
છેવટે આપણે શિખર વિસ્તારમાં પહોંચીએ છીએ. અહીં હવા ઠંડી અને શુદ્ધ છે. ઘાટા વાદળી આકાશની વિરુદ્ધ હિમના વિશાળ ટૂકડા અને બરફ આચ્છાદિત સફેદ અને શુદ્ધ દેખાવ, પર્વતની ઘાટી રચનાથી સુંદર રીતે જુદો તરી આવે છે. હવા પાતળી અને સમુદ્ર તટે જોવા મળતા ઑક્સિજનના અડધા ભાગ જેટલાં ઑક્સિજનવાળી છે. કિબોના સમતલ શિખરની ઉપર જ્વાળામુખીનું મોઢું છે જે લગભગ સંપૂર્ણ ગોળ અને ૨.૫ કિલોમીટરના જેટલા વ્યાસવાળુ છે. જ્વાળામુખીના મુખની અંદર લગભગ ૩૦૦ મીટર જેટલો લાંબો રાખનો ઢગલો છે અને અંદર ૧૨૦ મીટર ઊંડો છે. ગરમ સલ્ફરીક ધુમાડા નાના ફુમેરોલ્સ (સ્મોકહોલ્સ)માંથી ઊંચે ઠંડા આકાશમાં ચઢે છે, અને એ આ નિષ્ક્રિય જ્વાળામુખીની અંદર થતા ખળભળાટની સાક્ષી આપે છે.
કિલીમાંજારોનું વિકરાળ કદ અને પ્રમાણ એને પોતાનું અલગ વાતાવરણ બનાવવાની પરવાનગી આપે છે. ભેજવાળી હવા હિંદ મહાસાગર પરથી પર્વતને ટકરાય છે અને પોતાના વાસ્તવિક રૂપમાંથી બદલાઈને પ્રવાહી સ્વરૂપ ધારણ કરે છે અને એમ વર્ષા થાય છે. આ કૉફીના રોપા અને બીજાં ધાન્ય માટે નીચો ઢોળાવ તૈયાર કરે છે જે ત્યાં આજુબાજુમાં રહેતા લોકોને જીવનનો પાયો પૂરો પાડે છે.
“કિલી”ને જીતવો
કિલીમાંજારોની તળેટીમાં રહેતા લોકોની અંધશ્રદ્ધા એ છે કે એના ઢોળાવો દુષ્ટાત્માઓનું ઘર છે જે એના બરફથી છવાયેલા શિખર પર ચઢનારને નુકસાન પહોંચાડશે. આ બાબતે ત્યાંના સ્થાનિક લોકોને એના શિખર સુધી પહોંચતા રોક્યા. વર્ષ ૧૮૮૯માં બે જર્મન સંશોધકો પર્વત પર ચઢ્યા અને આફ્રિકાની સૌથી ઊંચી જગ્યા પર ઊભા રહ્યા. બીજુ શિખર, મેવેન્જી જે ચડવા માટે તકનીકી રીતે ઘણું અઘરુ છે એને ૧૯૧૨ સુધી જીતવામાં આવ્યું ન હતું.
આજે કિલીમાંજારો ચઢવાનો અનુભવ સારી તંદુરસ્તીવાળા દરેક માટે ખુલ્લો છે અને પૂર્વ આફ્રિકાની મુલાકાત લેનારાઓમાં ઘણો લોકપ્રિય પણ છે. પર્વત ચઢવાનું ઇચ્છનારાઓ માટે તાન્જાનીયા પાર્ક સત્તાધારીઓ પાસે સુવ્યવસ્થિત ગોઠવણ છે. કપડાં અને સાધનો ભાડે મળી શકે છે. તાલીમ પામેલા મજૂરો અને માર્ગદર્શકો પ્રાપ્ય છે અને ઘણા પથિકાશ્રમો પર્વત ચઢાણની શરૂઆતથી અંત સુધીમાં આરામદાયક રહેઠાણો ઑફર કરે છે. પહાડની જુદીજુદી ઊંચાઈએ ઘણી ઝૂંપડીઓ છે જે ચઢનારાઓને સૂવાની જગ્યા અને આશ્રય પૂરો પાડે છે.
પોતાની આંખોથી કિલીમાંજારોને જોવાથી આપણે અંજાઈ જઈએ છીએ અને ચિંતન કરવા પ્રેરાઈએ છીએ. દેવના શબ્દ સાથે કોઈ પણ સ્વેચ્છાથી સહમત થઈ શકે: “તેણે પોતાને બળે પર્વતો સ્થાપ્યા” છે. (ગીતશાસ્ત્ર ૬૫:૬) હા, આફ્રિકાની ઊંચાઈ પર કિલીમાંજારો એકલો ભવ્ય ઉત્પન્નકર્તાની શક્તિની ગૌરવવાન સાક્ષી આપતો ઊભો છે.
[Caption on page ૨૦]
આફ્રિકા
[Caption on page ૨૦]
કેન્યા
[Caption on page ૨૦]
કિલીમાંજારો
[Caption on page ૨૦]
તાન્જાનીયા