વિશ્વ પર નજર
ટ્રાફિક મૃત્યુમાં વધારો
_
ફ્લીટ મેન્ટેનન્સ ઍન્ડ સેફ્ટી રીપોર્ટ અહેવાલ આપે છે, દર વર્ષે ૫,૦૦,૦૦૦ કરતાં વધારે લોકો જગતના ધોરી માર્ગો પર મરણ પામે છે અને જગતવ્યાપી ટ્રાફિક મૃત્યુમાં વધારો થયો છે. શું તમને કદી પણ ટ્રાફિકમાં ગંભીર અકસ્માત થયો છે? અહેવાલ અનુસાર, પરિવહનના દેશોમાં ૨૦ વ્યક્તિઓમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિ ઘવાય છે અને બેમાંથી એક વ્યક્તિ પોતાના જીવનકાળ દરમિયાન ઓછામાં ઓછી એક વાર ટ્રાફિક અકસ્માતમાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે.”
અસ્વચ્છ સપાટી
_
તમારા ઘરના જાજરૂની બેઠક તમારા રસોડાના શાકભાજી કાપવાના પાટિયા કરતાં વધારે સ્વચ્છ હોય એ અશક્ય લાગી શકે. એરીઝોના યુનિવર્સિટીના સંશોધકોએ જીવાણું સંબંધી ૧૫ ઘરોમાં ૩૦ અઠવાડિયા પસાર કર્યા પછી એ કહ્યું. ટુકડીએ દરેક ઘરમાંની ૧૪ જગ્યાઓએથી નમૂના લીધા જેમાં નળ પાસેના હાથા, સીંકની સપાટી, શાકભાજી કાપવાના પાટિયા, વાસણ લૂંછવાના કપડાં અને જાજરૂની બેઠકનો સમાવેશ થાય છે. તેઓને શું જોવા મળ્યું? ન્યૂ સાયન્ટિસ્ટ સામયિક કહે છે, “સંશોધકોને જાજરૂની બેઠક કરતાં વાસણ લૂછવાના કપડાંના પાણીમાંથી વધારે જીવાણું જોવા મળ્યા. શાકભાજી કાપવાના પાટિયા પર પણ ત્રણ ગણા વધારે જીવાણુંઓ જોવા મળ્યા.” અભ્યાસના પ્રતિનિધિ, પેટ રસને અનુમાન કર્યું કે “જાજરૂની બેઠક ભીની હોતી નથી આથી એમાં જીવાણું ઊછરતા નથી કેમ કે એ ભીના વાતાવરણમાં જ ઊછરતા હોય છે,” સામયિક અહેવાલ આપે છે. સ્વચ્છતા સુધારવા માટે રસન, વાસણ લૂછવાના કપડાંને દર સપ્તાહે ધોવાની ભલામણ કરે છે. તે કહે છે, “એક પાણી ભરેલા સીંકમાં એક કપ બ્લીચ ઉમેરવું અને એ કપડાંને એમાં પલાળી ૧૦ મિનિટ પછી નીતારવું.”
ખરીદીના બંધાણી
_
ગ્રાફશાફ્ટર નાકરિકટ્ન સમાચારપત્ર અહેવાલ આપે છે કે, “જર્મનીમાં વધારેને વધારે લોકો ખરીદીના બંધાણી છે.” ધંધાકીય મનોવૈજ્ઞાનિક આલફરેટ ગેબેર્ટ અનુસાર, ફરજિયાત ખરીદી કરનારા ગર્વ અનુભવે છે કે જે સામાન માટે પૈસા ચૂકવ્યા પછી તરત જ જતું રહે છે. ગેબેર્ટ કહે છે, તેઓમાં શારીરિક ચિહ્નો પણ જોવા મળે છે. “તેઓ ધ્રૂજે છે, પરસેવો થાય છે અને હોજરીમાં દુઃખાવો અનુભવે છે.” આ કારણથી, ઉચ્ચ આવકવાળા અને ઉધાર ખરીદનારામાં ગરીબ લોકો કરતાં વધારે જોવા મળે છે. ‘એકલવાયાપણું, ઓછો સ્વ-આદર, દબાણ અને કામના સ્થળે સમસ્યાઓને’ કારણે વ્યક્તિ શક્યપણે ખરીદીની બંધાણી બની શકે. ફરજિયાત ખરીદી સામે લડવા મદદ કરવા માટે, ગેબેર્ટ શોખ કેળવવાની સલાહ આપે છે. ગેબેર્ટ ખાસ મહત્ત્વના સામાજિક સંપર્કની ભલામણ કરે છે. તે કહે છે, “બહારની મદદ વગર, બંધાણી દેવાના કીચળમાં ફસાઈ જાય છે અને બહાર નીકળવાનો રસ્તો મળતો નથી ત્યારે જ એની ખબર પડે છે.”
પથરીનું જોખમ ઘટાડવું
_
સાયન્સ ન્યૂઝ અહેવાલ આપે છે કે સંશોધકોએ યુનાઈટેડ સ્ટેટ્સમાં ૧૯૮૬ અને ૧૯૯૪ની વચ્ચે ૮૦,૦૦૦ કરતાં વધારે નર્સોના ખોરાક પર કરેલા સંશોધનમાં શોધી કાઢ્યું કે કેટલાક પ્રવાહી બીજા બધા પ્રવાહી કરતાં પથરી ઘટાડવા મદદ કરી શકે છે. સત્તર પીણાં પર કરેલા અભ્યાસમાંથી, ચ્હા પથરીનું આઠ ટકા જોખમ ઘટાડે છે, જ્યારે નિયમિત કે કેફીન દૂર કરેલી કૉફી નવ ટકા જોખમ ઘટાડે છે. યોગ્ય પ્રમાણમાં લેવામાં આવેલો દારૂ વ્યક્તિનું ૨૦ કરતાં વધારે ટકા પથરીનું જોખમ ઓછું કરી નાખે છે. અભ્યાસે બતાવ્યું, “આશ્ચર્યપણે, દ્રાક્ષારસને દરરોજ આઠ આઉન્સ લેવાથી, એ ૪૪ ટકા પથરીનાં જોખમમાં વધારો કરે છે. કોઈ પણ બીજા પીણાંની આટલી વિરુદ્ધ અસર થતી નથી.” બોસ્ટનના ડૉ. ગેરી કરહેન, મૂત્રપિંડ અને રોગના નિષ્ણાતે આમ કહેતાં ટાંક્યું, “પીણાં લેવામાં થોડો ફેરફાર કરવાથી પથરીના જોખમને અસર કરી શકે,” પરંતુ એ ફક્ત સારવારના એક ભાગ હેઠળ હોય ત્યારે જ.
મોટા બરફ
ઓગળવાથી આશ્ચર્ય
_
સતત ઉષ્ણ તાપમાનના કારણે એલપાઈન મોટા બરફો ઓગળવાથી ઘણાં ડૂબી જવાનું આશ્ચર્ય અનુભવે છે. વર્ષ ૧૯૯૧માં, ઓસ્ટ્રો-ઇટાલિયનની સરહદ પર, બરફ ઓગળવાથી પ્રાગૈતિહાસિક શિકારીઓના શબ બહાર આવ્યા. ઑગસ્ટ ૧૯૯૮ દરમિયાન, ઉત્તર ઇટાલીના અધિકારીઓએ જાહેર કર્યું અમુક પહાડોના વિસ્તારોમાં રહેલા સૈનિકો, જીવંત દારૂગોળો અને લશ્કરી તોપોને શોધી દૂર કરવા એના પર પ્રતિબંધ કર્યો. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં, ઇટાલિયન અને ઑસ્ટ્રીયન ટોળાં વચ્ચેની લડાઈનું મેદાન હતું. ઇટાલિયન સમાચારપત્ર કોરેરે ડેલા સેરાએ કહ્યું સાફસફાઈ કરવામાં આવી એ દરમિયાન, “સર્વ રહેવાસીઓ, અને ખાસ કરીને પ્રવાસીઓ અને પર્યટકોને એકદમ કાળજી રાખવાની ચેતવણી આપવામાં આવી” અને અધિકારીઓ પાસે માર્ગોની તપાસ કરાવી, કારણ કે ત્યાં “વિસ્ફોટનું હંમેશા જોખમ રહે છે.” તેમાંની ઘણી સામગ્રી એકદમ જોખમકારક છે અને એને શોધનારને હજુ પણ મારી નાખવાનું અથવા ગંભીરપણે નુકશાન પહોંચાડે છે.
ધૂમ્રપાનની મૂર્ખતા વિષે
વધુ માહિતી
_
ઇન્ટરનેશનલ હેરલ્ડ ટ્રીબ્યુન અહેવાલ આપે છે કે નેધરલૅન્ડનો તાજેતરનો અભ્યાસ કહે છે “ધૂમ્રપાનથી ગાંડપણ અને એલ્ઝીમીઅર્સ રોગ વિકસવાનું જોખમ બમણું છે.” પંચાવન વર્ષની ઉપરના ૬,૮૭૦ વ્યક્તિઓ પરના અભ્યાસે બતાવ્યુ કે ૨.૩ વખત વધારે ધૂમ્રપાન કરનારા શક્યપણે જીવનપર્યંત ધૂમ્રપાન ન કરનાર વ્યક્તિઓ કરતાં વધારે એલ્ઝીમીઅર્સ વિકસાવે છે. ધૂમ્રપાન કરવાનું છોડી દેનાર વ્યક્તિઓને કદી પણ ધૂમ્રપાન ન કરનાર વ્યક્તિઓ કરતાં ફક્ત થોડું જ જોખમ છે. એલ્ઝીમીઅર્સ રોગ, કે જેમાં ધીમે ધીમે મગજના કોષોના નાશનો સમાવેશ થાય છે, કે જે ગાંડપણનું એક બહુ સામાન્ય રૂપ છે.”
આનંદ આનંદ—પરંતુ વધુ કામ!
_
“બાળકો હોવાથી કેટલું કામ વધે છે, એ વિષે ઘણાં યુવાન યુગલોને અંદાજ હોતો નથી. એ કારણે મોટે ભાગે બાળકના જન્મ પછી, સાથીઓમાં ઝગડા થાય છે,” જર્મનીનું નાસ્સોઈશે નીઉ પ્રેસે લખે છે. નેધરલૅન્ડ્ઝમાંની ગ્રોનીંગનની યુનિવર્સિટી ખાતે કરવામાં અભ્યાસે બતાવ્યું કે, બાળકના જન્મથી આવેલાં મોટા ફેરફારોને કારણે, મોટે ભાગે યુવાન માતાઓ અસંતોષી હોય છે. માતાને બાળક માટે, અઠવાડિયાના લગભગ ૪૦ કલાક જેટલા વધારાના સમયની જરૂર હોય છે—જેમાંના ૬ કલાક સફાઈ કામ, કપડાં ધોવા, અને ખોરાક માટે, તથા ૩૪ કલાક તેઓનાં બાળકના ઉછેરમાં જરૂરી હતા. પિતા માટે, બાળક સાથે ગાળેલા ૧૭ કલાક જ માત્ર તેમની વધારાની પ્રવૃત્તિ હતી. અહેવાલ પ્રમાણે, કૌટુંબિક દબાણ “વિષે એ સવાલ નથી કે કોણ બાળોતિયું બદલાવે, કે કોણ બાળકને દૂધની બોટલ આપવા ઊઠે. પરંતુ સવાલ એ છે કે, ઘરકામની વહેંચણી કઈ રીતે કરવી.”
ગૂઢલિપિ સમજવાનો પ્રયત્ન
_
ઇન્ડિયા ટુડે સામયિક બતાવે છે, “સિંધુ જાતિની લિપિને સમજાવનાર વ્યક્તિને નોબેલ ઇનામ મળી શકે છે. ઇટાલીની એટ્રુસ્કન લિપિ સિવાય આ કાંસા યુગની છેલ્લી લિપિ છે, જેને હજુ સુધી સમજવામાં આવી નથી.” એનું એક કારણ એ છે કે એનો અર્થ સમજવા મદદ મળે એવી કોઈ દ્વિભાષી બાબતો જોવા મળી નથી. મિસરની ચિત્રલિપિ, સામાન્ય મિસર અને ગ્રીકમાં લખવામાં આવી હતી. સૂમરનું ક્યૂનિફોર્મ લખાણ હેનરી રોલેન્સને બેહિસટુન કોતરેલાને શોધી કાઢ્યું ત્યારે સમજાયું હતું, કે જેમાં તેને સમજવા જરૂરી બાબતો હતી. ત્યાં સુધી, સિંધુ લોકોના લખાણ જમણેથી ડાબે લખવામાં આવે છે એ સિવાય કંઈ સમજવામાં આવ્યું નથી—અને લખાણ કદાચ અક્ષરો પર આધારિત હતું. આ લખાણો ઓછામાં ઓછા ૪૧૯ ચિહ્ન છે અને મોટા ભાગના ચિહ્નો છે.
તમારી તંદુરસ્તી
તમારા હાથમાં
_
“કોઈ વ્યક્તિ છીંક ખાય અને મોં પર હાથ રાખે, કે પછી નાક સાફ કરે ત્યાર પછી, ટેલિફોન કે દરવાજાનું હૅન્ડલ અડકે એ પહેલાં, તેણે હાથ ધોવા જ જોઈએ,” કેનેડાનું ધ મેડિકલ પોસ્ટ કહે છે. ધ પોસ્ટ, ચેપ અને રોગચાળો રોકવા માટેના નિષ્ણાતોના યુ.એસ. એસોસિએશનનો ઉલ્લેખ કરે છે, જે કહે છે કે, “૮૦ ટકા જેટલા સામાન્ય રોગો હવામાંના જંતુઓથી નહિ, પરંતુ હાથથી અડકવાથી ફેલાય છે.” ટૉરોંટો યુનિવર્સિટીના ડૉ. ઑડ્રી કાર્લીન્સ્કી ભલામણ કરે છે કે તમારા હાથ વારંવાર ધોવા જોઈએ. તેમ જ, સાબુ લગાડીને “આંગળીઓ વચ્ચે તથા નખ પણ સાફ થાય એમ, દસથી પંદર સેકન્ડ સુધી” હાથ ઘસો. પછી, તે સૂચવે છે કે, તમારા હાથ ગરમ પાણીમાં ધોવા જોઈએ. તેમ જ, નળ અથવા જે વાસણ ઉપયોગમાં લો એ સ્વચ્છ રાખવું જોઈએ. બાળકોને હાથ ચોખ્ખા રાખવા કઈ રીતે મદદ કરી શકાય? ડૉ. કાર્લીન્સ્કી સૂચવે છે કે, તેઓ હાથ ધુએ ત્યારે, આખી બારાખડી બોલી જવા જણાવો.