યહોવાના સેવકો તરીકે આપણું જીવન
અમારા બાળકોને મોટાં કરવાનું યહોવાએ શીખવ્યું
બાળકોને સારી રીતે ઉછેરવા માતા-પિતાને યહોવા પાસેથી શું શીખવા મળે છે? અમારા બાળકોને મોટાં કરવાનું યહોવાએ શીખવ્યું વીડિયો જુઓ. પછી અબિલોભાઈ અને યુલા અમોરીમ બહેન વિશે નીચે આપેલા સવાલોના જવાબ આપો:
તેઓએ બાળપણમાં જે જોયું, અનુભવ્યું એની તેઓના પોતાના બાળકોના ઉછેર પર કેવી અસર પડી?
તેઓનાં બાળકો પાસે બાળપણની કેવી મીઠી યાદો છે?
પુનર્નિયમ ૬:૬, ૭ના શબ્દો અબિલો અને યુલાએ કઈ રીતે જીવનમાં લાગુ પાડ્યા?
બાળકોએ શું કરવું, શું ન કરવું એવા ફક્ત નિયમો બનાવી દેવાને બદલે અબિલો અને યુલાએ શું કર્યું?
તેઓએ કઈ રીતે પોતાનાં બાળકોને સારા નિર્ણયો લેતા શીખવ્યું?
માતા-પિતા જાણતા હતા કે પોતે ઘણું જતું કરવું પડશે. તોય તેઓ કેમ બાળકોને કાયમ પૂરા સમયની સેવાનું ઉત્તેજન આપતા રહ્યા? (bt-E ૧૭૮ ¶૧૯)