-
સપ્ટેમ્બર ૨૮નું અઠવાડિયું૨૦૧૫ રાજ્ય સેવા | સપ્ટેમ્બર
-
-
સપ્ટેમ્બર ૨૮નું અઠવાડિયું
ગીત ૨૪ (200) અને પ્રાર્થના
મંડળમાં બાઇબલ અભ્યાસ:
યહોવાની ઇચ્છા: પાઠ ૧૭-૧૯ (૩૦ મિ.)
દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ૨ રાજાઓ ૨૩-૨૫ (૮ મિ.)
નં. ૧: ૨ રાજાઓ ૨૩:૮-૧૫ (૩ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: ઈસુ, પરમેશ્વરના પુત્ર અને રાજા—td ૪ક (૫ મિ.)
નં. ૩: એલઆઝાર—વિષય: યહોવાની સેવામાં મક્કમ રહો—ગણ. ૧૩:૪-૧૬; ૧૪:૨૬-૩૦; ૨૦:૨૫-૨૮; ૨૭:૧૮-૨૩; ૩૩:૩૭-૩૯ (૫ મિ.)
સેવા સભા:
મહિનાનો ધ્યેય: ‘ખુશખબર વિશે પૂરેપૂરી સાક્ષી આપીએ.’—પ્રે.કૃ. ૨૦:૨૪, NW.
ગીત ૬ (43)
૧૦ મિ: પાઊલ અને તેમના સાથીઓએ ખુશખબર વિશે પૂરેપૂરી સાક્ષી આપી. ચર્ચા. પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૧૧-૧૫ વંચાવો. આ અહેવાલ પ્રચારમાં કઈ રીતે મદદ કરી શકે એની ચર્ચા કરો.
૨૦ મિ: “બીજાઓને શીખવવા ખુશખબર પુસ્તિકાનો ઉપયોગ કરીએ.” સવાલ-જવાબ. ફકરા ૩ની ચર્ચા પછી સારી રીતે તૈયાર કરેલું એક દૃશ્ય બતાવો. એમાં એક પ્રકાશક ખુશખબર પુસ્તિકા ઘરમાલિકને આપે છે અને એક ફકરાની ચર્ચા કરે છે.
ગીત ૭ (46) અને પ્રાર્થના
-
-
બીજાઓને શીખવવા ખુશખબર પુસ્તિકાનો ઉપયોગ કરીએ૨૦૧૫ રાજ્ય સેવા | સપ્ટેમ્બર
-
-
૧. ખુશખબર પુસ્તિકાને કઈ રીતે તૈયાર કરવામાં આવી છે?
૧ જુલાઈ મહિનાની આપણી રાજ્ય સેવામાં આપણે શીખી ગયા કે, બીજાઓને શીખવવા માટે એક મહત્ત્વનું સાહિત્ય ઈશ્વર પાસેથી ખુશખબર! પુસ્તિકા પણ છે. ઉલ્લેખ કરેલી કલમો બાઇબલમાંથી ટાંકવામાં આવી નથી, જેથી ઘરમાલિક એને સીધેસીધી બાઇબલમાંથી વાંચે અને શીખવાનો આનંદ માણે. જોકે, વાંચનાર પોતે જ સમજી શકે એ રીતે આપણું મોટા ભાગનું સાહિત્ય તૈયાર કરવામાં આવ્યું છે. પરંતુ, આ પુસ્તિકાને એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે, સમજવા માટે શીખવનારની જરૂર પડી શકે. એટલે, આ પુસ્તક આપીએ ત્યારે, એમાંથી કઈ રીતે અભ્યાસ થાય છે એ બતાવીએ. એનાથી, ઘરમાલિક જોઈ શકશે કે, બાઇબલમાંથી શીખવું ખૂબ આનંદ આપનારું છે.—માથ. ૧૩:૪૪.
-