પુનર્નિયમ ૩૦:૨૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૦ તમે તમારા ઈશ્વર યહોવાને પ્રેમ કરો,+ તેમનું કહેવું સાંભળો અને તેમને જ વળગી રહો,+ કેમ કે તે તમને જીવન આપે છે અને તેમનાથી જ તમે એ દેશમાં લાંબો સમય ટકી રહેશો, જે આપવાના યહોવાએ તમારા બાપદાદા ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ આગળ સમ ખાધા હતા.”+ ગીતશાસ્ત્ર ૩૭:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ દુષ્ટ લોકોનું નામનિશાન રહેશે નહિ,+પણ યહોવા પર આશા* રાખનારાઓ પૃથ્વીનો વારસો મેળવશે.+ નીતિવચનો ૨:૨૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૧ કેમ કે સાચા માર્ગે ચાલનાર* લોકો પૃથ્વી પર રહેશેઅને પ્રમાણિક* લોકો એમાં કાયમ માટે જીવશે.+ માથ્થી ૫:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ “જેઓ કોમળ સ્વભાવના છે*+ તેઓ સુખી છે, કેમ કે તેઓને પૃથ્વીનો વારસો મળશે.+
૨૦ તમે તમારા ઈશ્વર યહોવાને પ્રેમ કરો,+ તેમનું કહેવું સાંભળો અને તેમને જ વળગી રહો,+ કેમ કે તે તમને જીવન આપે છે અને તેમનાથી જ તમે એ દેશમાં લાંબો સમય ટકી રહેશો, જે આપવાના યહોવાએ તમારા બાપદાદા ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ આગળ સમ ખાધા હતા.”+