યર્મિયા
૧ આ યર્મિયાના* શબ્દો છે. તે બિન્યામીન પ્રદેશના અનાથોથ+ શહેરના એક યાજક* હિલ્કિયાનો દીકરો હતો. ૨ આમોનના+ દીકરા, યહૂદાના રાજા યોશિયાના+ શાસનના ૧૩મા વર્ષે યર્મિયાને યહોવાનો* સંદેશો મળ્યો. ૩ તેને યોશિયાના દીકરા, યહૂદાના રાજા યહોયાકીમના દિવસોમાં+ પણ સંદેશો મળ્યો. યોશિયાના દીકરા, યહૂદાના રાજા સિદકિયાના+ શાસનના ૧૧મા વર્ષના અંત સુધી, પાંચમા મહિનામાં યરૂશાલેમના લોકો ગુલામીમાં* ગયા+ ત્યાં સુધી તેને સંદેશો મળતો રહ્યો.
૪ યહોવાએ મને આ સંદેશો આપ્યો:
બધી પ્રજાઓ માટે મેં તને પ્રબોધક* ઠરાવ્યો હતો.”
૬ પણ મેં કહ્યું: “હે વિશ્વના માલિક* યહોવા!
મને તો બોલતા પણ નથી આવડતું,+ હું તો નાનો છોકરો* છું.”+
૭ યહોવાએ મને કહ્યું:
“એવું ના કહીશ કે ‘હું નાનો છોકરો છું,’
કેમ કે હું તને જેઓ પાસે મોકલું છું, એ બધા પાસે તારે જવાનું છે,
હું તને જે કંઈ કહું છું, એ બધું તારે તેઓને કહેવાનું છે.+
૯ પછી યહોવાએ પોતાનો હાથ લંબાવ્યો અને મારા મોંને અડક્યા.+ યહોવાએ મને કહ્યું: “મેં મારા શબ્દો તારા મોંમાં મૂક્યા છે.+ ૧૦ જો, મેં તને પ્રજાઓ અને રાજ્યો પર અધિકાર આપ્યો છે, જેથી તું તેઓને ઉખેડી નાખે અને પાડી નાખે, નાશ કરે અને તોડી પાડે, બાંધે અને રોપે.”+
૧૧ યહોવાનો સંદેશો ફરી એક વાર મારી પાસે આવ્યો. તેમણે મને પૂછ્યું: “યર્મિયા, તને શું દેખાય છે?” મેં કહ્યું: “મને બદામડીની એક ડાળી* દેખાય છે.”
૧૨ યહોવાએ મને કહ્યું: “તેં બરાબર જોયું, કેમ કે મારું વચન પૂરું કરવા હું પૂરેપૂરો સજાગ છું.”
૧૩ યહોવાનો સંદેશો બીજી વાર મારી પાસે આવ્યો. તેમણે મને પૂછ્યું: “તને શું દેખાય છે?” મેં કહ્યું: “મને ઊકળતું* હાંડલું દેખાય છે. એનું મોં ઉત્તરથી દક્ષિણ તરફ ઢળેલું છે.” ૧૪ યહોવાએ મને કહ્યું:
“દેશના બધા રહેવાસીઓ પર
ઉત્તરથી આફત તૂટી પડશે.+
૧૫ કેમ કે યહોવા કહે છે, ‘હું ઉત્તરનાં રાજ્યોનાં બધાં કુળોને બોલાવું છું.+
તેઓ આવશે અને તેઓના રાજાઓ
યરૂશાલેમના દરવાજા આગળ,+
તેની દીવાલો સામે અને યહૂદાનાં બધાં શહેરો સામે પોતાની રાજગાદી સ્થાપશે.+
૧૬ હું મારા લોકો વિરુદ્ધ મારો ન્યાયચુકાદો જાહેર કરીશ,
કેમ કે તેઓએ દુષ્ટ કામો કર્યાં છે,
તેઓએ મને ત્યજી દીધો છે,+
તેઓ બીજા દેવોને બલિદાનો ચઢાવે છે*+
અને પોતાના હાથે ઘડેલી વસ્તુઓ આગળ નમે છે.’+
૧૭ ઊભો થા, તારી કમર કસ,
હું તને જે કંઈ કહું, એ બધું જઈને તેઓને જણાવ.
તેઓથી ડરીશ નહિ,+
નહિતર તેઓ આગળ હું તને ડરાવી મૂકીશ.
૧૮ આજે મેં તને કોટવાળા શહેર જેવો બનાવ્યો છે,
બધા દેશો સામે લોઢાના સ્તંભ અને તાંબાની દીવાલો જેવો બનાવ્યો છે,+
જેથી તું યહૂદાના રાજાઓ અને તેના આગેવાનો,
તેના યાજકો અને દેશના બધા લોકોનો સામનો કરી શકે.+
૧૯ તેઓ જરૂર તારી સામે લડશે,
પણ તારા પર જીત મેળવી શકશે નહિ,
કેમ કે યહોવા કહે છે, ‘હું તારી સાથે છું,+ હું તને બચાવીશ.’”
૨ યહોવાનો આ સંદેશો મને મળ્યો: ૨ “જા અને યરૂશાલેમના કાનમાં પોકારીને કહે, ‘યહોવા કહે છે:
“મને યાદ છે, યુવાનીમાં તું મને કેટલો પ્રેમ કરતી હતી,*+
આપણી સગાઈ થઈ ત્યારે તું મને કેટલું ચાહતી હતી.+
મને એ પણ યાદ છે, વેરાન પ્રદેશમાં તું મારી પાછળ પાછળ ચાલતી હતી,
એવા પ્રદેશમાં જ્યાં બી વાવવામાં આવતું નથી.+
૩ યહોવા માટે ઇઝરાયેલી પ્રજા પવિત્ર હતી,+ તેમના માટે તે ફસલની પ્રથમ ઊપજ* હતી.”’
યહોવા કહે છે, ‘જે કોઈ તેનો નાશ કરવાની કોશિશ કરતો, તે દોષિત ગણાતો.
તેઓ પર વિનાશ આવી પડતો.’”+
૪ હે યાકૂબના વંશજો અને ઇઝરાયેલનાં બધાં કુટુંબો,
તમે યહોવાનો સંદેશો સાંભળો.
૫ યહોવા કહે છે:
“તમારા બાપદાદાઓને મારામાં એવો તો શો દોષ દેખાયો+ કે તેઓ મારાથી દૂર થઈ ગયા?
તેઓ કેમ નકામી મૂર્તિઓ પાછળ ચાલીને+ પોતે પણ નકામા બની ગયા?+
૬ તેઓએ પૂછ્યું નહિ, ‘અમને ઇજિપ્તમાંથી* બહાર કાઢી લાવનાર,+
વેરાન પ્રદેશમાં, રણપ્રદેશમાં+ અને ખીણોમાં માર્ગ દેખાડનાર,
દુકાળના દેશમાં+ અને ઘોર અંધકારમાં રસ્તો બતાવનાર,
જ્યાં કોઈ મુસાફરી કરતું નથી, જ્યાં કોઈ મનુષ્ય રહેતો નથી,
એવા દેશમાંથી દોરી લાવનાર યહોવા ક્યાં છે?’
પણ તમે આવીને મારા દેશને અશુદ્ધ કરી દીધો.
તમે મારા વારસાને સાવ નકામો બનાવી દીધો.+
૮ યાજકોએ પણ પૂછ્યું નહિ, ‘ક્યાં છે યહોવા?’+
નિયમ* શીખવનારા મને જાણતા ન હતા,
ઘેટાંપાળકોએ મારી વિરુદ્ધ બંડ પોકાર્યું હતું,+
પ્રબોધકોએ બઆલના* નામે ભવિષ્યવાણી કરી હતી,+
તેઓ એવા દેવોની પૂજા કરતા હતા, જેનાથી કોઈ લાભ થતો નથી.
૯ ‘એટલે હું તમારા પર હજી વધારે આરોપ મૂકીશ,+
તમારા દીકરાઓના દીકરાઓ પર પણ આરોપ મૂકીશ,’ એવું યહોવા કહે છે.
૧૦ ‘પેલે પાર કિત્તીમના ટાપુઓ+ પર જઈને જુઓ.
કેદારમાં+ સંદેશો મોકલો અને ધ્યાનથી વિચાર કરો,
જઈને જુઓ કે શું આવું ક્યારેય બન્યું છે?
૧૧ શું કોઈ પ્રજાએ ક્યારેય પોતાના દેવો બદલ્યા છે? શું એવા દેવો પાછળ ગયા છે જેઓ દેવો જ નથી?
પણ મારા લોકોએ મને મહિમા આપવાને બદલે નકામી વસ્તુઓને મહિમા આપ્યો છે.+
૧૨ હે આકાશો, ધારી ધારીને જુઓ અને નવાઈ પામો,
ડરના માર્યા થરથર કાંપો,’ એવું યહોવા કહે છે.
૧૩ ‘મારા લોકોએ બે ખરાબ કામ કર્યાં છે:
તેઓએ મને, જીવનના પાણીના ઝરાને તરછોડી દીધો છે.+
તેઓએ પોતાના માટે એવા ટાંકા બનાવ્યા છે,*
જેમાં કાણાં છે અને પાણી રહી શકતું નથી.’
૧૪ ‘શું ઇઝરાયેલ કોઈ ચાકર છે? શું માલિકના ઘરમાં જન્મેલો દાસ છે?
તો શા માટે તેને લૂંટી લેવામાં આવ્યો છે?
૧૫ તેની સામે જુવાન સિંહો ત્રાડ પાડે છે,+
તેઓ મોટેથી ગર્જના કરે છે.
તેઓએ તેના દેશના એવા હાલ કર્યા છે કે એ જોઈને બધા ધ્રૂજી ઊઠે છે.
તેનાં શહેરોને આગ ચાંપવામાં આવી છે, જેથી ત્યાં એકેય રહેવાસી બચે નહિ.
૧૬ નોફ*+ અને તાહપાન્હેસના+ લોકો તારી ખોપરી ફાડીને ખાય છે.
૧૮ હવે તું શા માટે ઇજિપ્ત જઈને+ શીહોરનું* પાણી પીવા માંગે છે?
શા માટે આશ્શૂર જઈને+ યુફ્રેટિસ* નદીનું પાણી પીવા માંગે છે?
૧૯ તારી દુષ્ટતાએ તને બોધપાઠ આપવો જોઈએ,
તારા વિશ્વાસઘાતે તને ઠપકો આપવો જોઈએ.
તું જાણી લે અને સમજી લે કે તારા ઈશ્વર યહોવાને છોડી દેવાનું પરિણામ
કેટલું ખરાબ અને ભયંકર છે!+
તેં મારો ડર રાખ્યો નહિ,’+ એવું વિશ્વના માલિક, સૈન્યોના ઈશ્વર યહોવા* કહે છે.
પણ તેં કહ્યું: “હું તમને ભજવાની નથી.”
૨૧ મેં તને રોપી ત્યારે તું ઉત્તમ લાલ દ્રાક્ષાવેલા જેવી હતી,+ તારાં બધાં બી શુદ્ધ હતાં,
તો તારી ડાળીઓ કઈ રીતે સડી ગઈ અને તું મારી આગળ જંગલી દ્રાક્ષાવેલા જેવી બની ગઈ?’+
૨૨ ‘ભલે તું પોતાને ખાર* અને સાબુથી* બરાબર ધૂએ,
પણ તારા દોષનો ડાઘ મારી આગળથી જશે નહિ,’+ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.
૨૩ તું કઈ રીતે કહી શકે, ‘મેં પોતાને ભ્રષ્ટ કરી નથી,
મેં બઆલની પૂજા કરી નથી’?
જરા યાદ કર, તું ખીણમાં કઈ રીતે વર્તી હતી.
તેં કેવાં કામો કર્યાં હતાં એનો વિચાર કર.
તું ઝડપથી દોડનાર ઊંટડી જેવી છે,
જે નકામી* આમતેમ ભટકે છે.
૨૪ તું વેરાન પ્રદેશમાં ઊછરેલી જંગલી ગધેડી જેવી છે,
જે કામાતુર થઈને હવા સૂંઘતી ફરે છે.
તેનામાં કામવાસના જાગી હોય ત્યારે તેને કોણ રોકી શકે?
તેને શોધનારાઓએ વધારે મહેનત કરવી પડશે નહિ.
તેની સંવનન ૠતુમાં* તે તેઓને મળી જશે.
૨૫ તારા પગ ઉઘાડા થવા ન દે
અને તારું ગળું સુકાવા ન દે.
પણ તેં કહ્યું, ‘ના, એવું નહિ બને!+
૨૬ જેમ ચોર પકડાય ત્યારે શરમમાં મુકાય છે,
તેમ ઇઝરાયેલીઓને શરમમાં મૂકવામાં આવ્યા છે.
તેઓને, તેઓના રાજાઓને અને અધિકારીઓને,
તેઓના યાજકોને અને પ્રબોધકોને શરમમાં મૂકવામાં આવ્યા છે.+
૨૭ તેઓ ઝાડને કહે છે, ‘તું મારો પિતા છે.’+
પથ્થરને કહે છે, ‘તેં મને જન્મ આપ્યો છે.’
મારી સામે જોવાને બદલે તેઓએ મારાથી પીઠ ફેરવી છે.+
પણ આફતના સમયે તેઓ મને કહેશે,
‘અમને બચાવો! અમને બચાવો!’+
૨૮ તમે બનાવેલા દેવો ક્યાં ગયા?+
આફતના સમયે તેઓ આવે અને તાકાત હોય તો તમને બચાવે,
કેમ કે હે યહૂદા, જેટલાં તારાં શહેરો છે, એટલા તારા દેવો છે.+
૨૯ યહોવા કહે છે, ‘તમે કેમ મારી વિરુદ્ધ વારંવાર ફરિયાદ કરો છો?
તમે કેમ મારી સામે બળવો કર્યો છે?’+
૩૦ મેં તમારા દીકરાઓને શિક્ષા કરી, પણ કંઈ ફાયદો થયો નહિ.+
તેઓ મારી શિસ્ત* સ્વીકારતા નહિ.+
જેમ ખૂંખાર સિંહ પોતાના શિકારને ફાડી ખાય,
તેમ તમારી તલવારે તમારા પ્રબોધકોને મારી નાખ્યા.+
૩૧ હે લોકો,* યહોવાના સંદેશા પર ધ્યાન આપો.
શું હું ઇઝરાયેલ માટે વેરાન પ્રદેશ બની ગયો છું?
શું હું ત્રાસ આપનાર અંધકારનો દેશ બની ગયો છું?
મારા લોકો કેમ કહે છે, ‘અમે તો છૂટથી બધે ફરીએ છીએ.
અમે તમારી પાસે નહિ આવીએ’?+
૩૨ શું કુંવારી યુવતી પોતાનાં ઘરેણાં
અને દુલહન પોતાનો કંદોરો* ભૂલી જઈ શકે?
પણ મારા લોકો કેટલાય દિવસોથી મને ભૂલી ગયા છે.+
૩૩ હે સ્ત્રી, તું પ્રેમ મેળવવા કેટલી ચાલાકીથી તારો માર્ગ શોધી કાઢે છે!
દુષ્ટતાના માર્ગ પર ચાલવાનું તેં પોતાને શીખવી દીધું છે.+
૩૪ તારાં કપડાં નિર્દોષ અને ગરીબોના લોહીથી રંગાયેલાં છે.+
એવું ન હતું કે તેઓ ધાડ પાડતી વખતે પકડાઈ ગયા અને માર્યા ગયા,
છતાં મને તેઓનું લોહી તારાં કપડાં પર મળી આવ્યું છે.+
૩૫ પણ તું કહે છે, ‘હું નિર્દોષ છું.
ઈશ્વરનો કોપ મારા પરથી ઊતરી ગયો છે.’
હવે હું તારો ન્યાય કરીને તને સજા કરીશ,
કેમ કે તું કહે છે, ‘મેં પાપ કર્યું નથી.’
૩૬ તું કેમ તારો માર્ગ બદલ્યા કરે છે? શું તને એ નાનીસૂની વાત લાગે છે?
૩૭ એ કારણે પણ તું માથું નમાવીને* ત્યાંથી નીકળી જઈશ,+
કેમ કે તું જેઓ પર ભરોસો મૂકે છે, તેઓનો યહોવાએ નકાર કર્યો છે.
તેઓ તારી મદદે આવશે નહિ.”
૩ લોકો પૂછે છે: “જો કોઈ પુરુષ પોતાની પત્નીને છૂટાછેડા આપે અને તે બીજા કોઈની પત્ની થાય, તો શું પેલો પુરુષ તે સ્ત્રી પાસે પાછો જશે?”
શું આ દેશ પૂરેપૂરો ભ્રષ્ટ થઈ ગયો નથી?+
યહોવા કહે છે, “તેં ઘણા પુરુષો સાથે વ્યભિચાર કર્યો છે.+
હવે તું મારી પાસે પાછી આવવા માંગે છે?
૨ જરા ડુંગરો પર નજર કર.
શું એવી એકેય જગ્યા બાકી છે, જ્યાં તારા પર બળાત્કાર થયો ન હોય?
વેરાન પ્રદેશમાં રઝળતા વણઝારાની* જેમ
તું રસ્તાની કોરે તેઓ માટે બેસી રહેતી.
તારા વ્યભિચાર અને દુષ્ટ કામોથી
તું દેશને ભ્રષ્ટ કરતી રહે છે.+
વ્યભિચાર કરતી પત્નીની જેમ તું બેશરમ થઈને વર્તે છે.*
તને જરાય લાજ-શરમ નથી.+
૪ પણ હવે તું મને પોકારીને કહે છે,
‘મારા પિતા, મારી યુવાનીથી તમે મારા મિત્ર છો!+
૫ શું તમે કાયમ ગુસ્સે રહેશો?
હંમેશાં મનમાં ખાર ભરી રાખશો?’
તું એવું કહે તો છે,
પણ તારાથી થાય એ બધાં દુષ્ટ કામો તું કરતી રહે છે.”+
૬ યોશિયા+ રાજાના દિવસોમાં યહોવાએ મને કહ્યું: “‘બેવફા ઇઝરાયેલે જે કર્યું એ તેં જોયું? તેણે દરેક ઊંચા પહાડ પર અને દરેક ઘટાદાર વૃક્ષ નીચે વ્યભિચાર કર્યો છે.+ ૭ ભલે તેણે એ બધું કર્યું, છતાં હું તેને મારી પાસે બોલાવતો રહ્યો,+ પણ તે આવી નહિ. યહૂદા પોતાની બંડખોર બહેનને જોતી રહી.+ ૮ મેં જોયું કે બેવફા ઇઝરાયેલે વ્યભિચાર કર્યો છે,+ એટલે મેં તેને છૂટાછેડાનું લખાણ આપીને મોકલી દીધી.+ એ જોયા છતાં તેની બંડખોર બહેન યહૂદા જરાય ગભરાઈ નહિ. તેણે પણ જઈને વ્યભિચાર કર્યો.+ ૯ તેને* વ્યભિચાર કરવામાં કંઈ ખોટું દેખાયું નહિ. તે દેશને ભ્રષ્ટ કરતી રહી. તે પથ્થરો અને વૃક્ષો સાથે વ્યભિચાર કરતી રહી.+ ૧૦ આ બધું થયા છતાં તેની બંડખોર બહેન યહૂદા પૂરા દિલથી મારી પાસે પાછી ફરી નહિ. તે બસ પાછા ફરવાનો ઢોંગ કરતી હતી,’ એવું યહોવા કહે છે.”
૧૧ યહોવાએ મને કહ્યું: “બંડખોર યહૂદા કરતાં બેવફા ઇઝરાયેલના અપરાધ ઓછા છે.+ ૧૨ જા, તું ઉત્તરમાં જઈને આ સંદેશો જાહેર કર:+
“‘યહોવા કહે છે, “હે બળવાખોર ઇઝરાયેલ, પાછી ફર.”’+ ‘“હું તને ગુસ્સે થઈને જોઈશ નહિ,+ કેમ કે હું વફાદાર છું,” એવું યહોવા કહે છે.’ ‘“હું કાયમ ગુસ્સે રહીશ નહિ. ૧૩ તારો અપરાધ કબૂલ કર, કેમ કે તેં તારા ઈશ્વર યહોવા સામે બળવો કર્યો છે. દરેક ઘટાદાર વૃક્ષ નીચે તેં અજાણ્યા પુરુષો* સાથે સંબંધ બાંધ્યો છે. તેં મારું જરાય સાંભળ્યું નહિ,” એવું યહોવા કહે છે.’”
૧૪ યહોવા કહે છે, “હે બળવાખોર દીકરાઓ, પાછા ફરો. હું તમારો ખરો માલિક* બન્યો છું. હું દરેક શહેરમાંથી એકને અને દરેક કુટુંબમાંથી બેને ભેગા કરીશ અને સિયોન લઈ જઈશ.+ ૧૫ હું તમને એવા ઘેટાંપાળકો આપીશ, જે મારી ઇચ્છા* પ્રમાણે કરશે.+ તેઓ જ્ઞાન અને સમજણથી તમારું પાલન-પોષણ કરશે. ૧૬ એ દિવસોમાં તમારી સંખ્યા દેશમાં વધતી ને વધતી જશે,” એવું યહોવા કહે છે.+ “તેઓ ફરી કદી બોલશે નહિ, ‘યહોવાનો કરારકોશ!’* એનો વિચાર પણ તેઓના મનમાં નહિ આવે. તેઓ એને યાદ નહિ કરે કે તેઓને એની ખોટ નહિ સાલે. એને ફરી કદી બનાવવામાં પણ નહિ આવે. ૧૭ એ સમયે તેઓ યરૂશાલેમને યહોવાની રાજગાદી કહેશે.+ યહોવાના નામની સ્તુતિ કરવા બધી પ્રજાઓને યરૂશાલેમમાં ભેગી કરવામાં આવશે.+ તેઓ અક્કડ વલણ છોડી દેશે અને ફરી કદી પોતાનાં દુષ્ટ હૃદય પ્રમાણે ચાલશે નહિ.”
૧૮ “એ દિવસોમાં યહૂદાના લોકો અને ઇઝરાયેલના લોકો એક થશે.+ તેઓ ભેગા મળીને ઉત્તરના દેશમાંથી આવશે અને મેં તમારા બાપદાદાઓને વારસા તરીકે આપેલા દેશમાં જશે.+ ૧૯ મેં વિચાર્યું, ‘મેં તને મારા દીકરાઓમાં ગણી, તને સૌથી ઉત્તમ દેશ આપ્યો. એ સુંદર દેશ તને વારસા તરીકે આપ્યો, જેની ઝંખના પ્રજાઓ* રાખે છે.’+ મને હતું કે તું મને ‘મારા પિતા’ કહીને બોલાવીશ અને મારી પાછળ ચાલવાનું ક્યારેય નહિ છોડે. ૨૦ ‘પણ જેમ એક પત્ની બેવફા બનીને પોતાના પતિને* છોડી દે છે, તેમ હે ઇઝરાયેલ,* તું મને બેવફા બની છે,’+ એવું યહોવા કહે છે.”
૨૧ ડુંગરો પર અવાજ સંભળાય છે,
ઇઝરાયેલના લોકોનો વિલાપ અને કાલાવાલા સંભળાય છે.
તેઓ અવળે માર્ગે ચાલ્યા છે.
તેઓ પોતાના ઈશ્વર યહોવાને ભૂલી ગયા છે.+
૨૨ “હે બંડખોર દીકરાઓ, પાછા ફરો.
હું તમારું બંડખોર વલણ સુધારીશ.”+
તેઓ કહેશે: “જુઓ! અમે તમારી પાસે પાછા આવ્યા છીએ,
કેમ કે હે યહોવા, તમે અમારા ઈશ્વર છો.+
૨૩ અમે ટેકરીઓ અને પર્વતો પર શોરબકોર કરીને પોતાને છેતર્યા છે.+
અમારા ઈશ્વર યહોવા જ ઇઝરાયેલના તારણહાર છે.+
૨૪ નિર્લજ્જ દેવ* અમારી યુવાનીથી અમારા બાપદાદાઓની મહેનતનું ફળ ખાઈ ગયો.+
તે તેઓનાં ઢોરઢાંક, ઘેટાં-બકરાં અને દીકરા-દીકરીઓ પણ ખાઈ ગયો.
૨૫ ચાલો, આપણે શરમમાં પડી રહીએ,
અપમાન આપણને ઢાંકી દે,
કેમ કે યહોવા આપણા ઈશ્વર વિરુદ્ધ આપણે પાપ કર્યું છે,+
યુવાનીથી લઈને આજ સુધી આપણે અને આપણા બાપદાદાઓએ+
યહોવા આપણા ઈશ્વરનું કહ્યું માન્યું નથી.”
૪ યહોવા કહે છે, “હે ઇઝરાયેલ, જો તું પાછી ફરે,
જો તું મારી પાસે પાછી ફરે
અને હું ધિક્કારું છું એવી મૂર્તિઓને મારી આગળથી દૂર કરે,
તો તારે આમતેમ ભટકવું નહિ પડે.+
૨ જો તું સચ્ચાઈ, ન્યાય અને નેકીથી સમ ખાય કે,
‘યહોવાના સમ!’*
તો પ્રજાઓ તેમની પાસેથી આશીર્વાદ મેળવશે
અને તેમના લીધે ગર્વ અનુભવશે.”+
૩ યહૂદાના માણસોને અને યરૂશાલેમને યહોવા કહે છે:
“તમારા માટે પડતર જમીન ખેડો
અને કાંટાઓ વચ્ચે વાવવાનું બંધ કરો.+
૪ હે યહૂદાના માણસો અને યરૂશાલેમના રહેવાસીઓ,
યહોવા માટે તમારી સુન્નત* કરો,
તમારાં હૃદયોની સુન્નત કરો,+
નહિતર તમારાં દુષ્ટ કામોને લીધે
મારો ગુસ્સો આગની જેમ તમારા પર ભડકી ઊઠશે
અને એને હોલવનાર કોઈ નહિ હોય.”+
૫ યહૂદામાં ઢંઢેરો પિટાવો અને યરૂશાલેમમાં જાહેરાત કરો.
આખા દેશમાં પોકાર કરો અને રણશિંગડું વગાડો.+
મોટેથી બૂમ પાડીને કહો: “ભેગા થાઓ
અને કોટવાળાં શહેરોમાં નાસી જાઓ.+
૬ સિયોનનો રસ્તો બતાવતી નિશાની* ઊભી કરો,
મોડું ન કરો, પણ આશરો શોધો,”
તે પોતાની જગ્યાએથી ચઢી આવ્યો છે, તે તમારા દેશના એવા હાલ કરશે કે એ જોઈને લોકો ધ્રૂજી ઊઠશે.
તમારાં શહેરોનો વિનાશ થશે અને એ વસ્તી વગરનાં થઈ જશે.+
૯ યહોવા કહે છે, “એ દિવસે રાજા હિંમત હારી જશે,*+
અધિકારીઓ પણ નાહિંમત થઈ જશે,*
યાજકો થરથર કાંપશે અને પ્રબોધકો દંગ રહી જશે.”+
૧૦ મેં કહ્યું: “હે વિશ્વના માલિક યહોવા, તમે સાચે જ આ લોકોને અને યરૂશાલેમને છેતર્યાં છે.+ તમે કહ્યું હતું: ‘તમે શાંતિમાં જીવશો,’+ પણ અમારા માથે તો તલવાર લટકે છે.”*
૧૧ એ સમયે આ લોકોને અને યરૂશાલેમને કહેવામાં આવશે:
“રણપ્રદેશની ઉજ્જડ ટેકરીઓ પરથી ગરમ પવન ફૂંકાશે,
એ અનાજ સાફ કરવા કે એનાં ફોતરાં ઉડાવવા નહિ,
પણ મારા લોકોની દીકરીને* દઝાડવા ફૂંકાશે.
૧૨ મારા આદેશ પર એ જગ્યાઓથી ભારે આંધી ફૂંકાશે.
હવે હું તેઓ વિરુદ્ધ ન્યાયચુકાદો જાહેર કરીશ.
૧૩ વરસાદનાં વાદળની જેમ દુશ્મન આવશે,
તેના રથો વંટોળિયા જેવા છે.+
તેના ઘોડા ગરુડ કરતાં પણ ઝડપી છે.+
અમને અફસોસ! અમે બરબાદ થઈ ગયા છીએ!
૧૪ હે યરૂશાલેમ, તારે બચવું હોય તો તારા દિલમાંથી દુષ્ટતા કાઢી નાખ.+
તું ક્યાં સુધી તારા મનમાં ખરાબ વિચારો ભરી રાખીશ?
૧૫ દાનથી એક અવાજ ખબર આપે છે,+
એફ્રાઈમના પહાડોથી એ વિપત્તિનો સંદેશો સંભળાવે છે.
૧૬ પ્રજાઓને ખબર આપો,
યરૂશાલેમ વિરુદ્ધ એ જાહેર કરો.”
“દૂર દેશથી ચોકીદારો* આવે છે,
તેઓ યહૂદાનાં શહેરો વિરુદ્ધ મોટેથી યુદ્ધનો પોકાર કરશે.
૧૭ ખેતરના રખેવાળોની જેમ તેઓ યરૂશાલેમને ચારે બાજુથી ઘેરી લેશે,+
કેમ કે તેણે મારી સામે બળવો કર્યો છે,”+ એવું યહોવા કહે છે.
૧૮ “તારાં ખરાબ વર્તન અને કામોની તારે ભારે કિંમત ચૂકવવી પડશે.+
તારો વિનાશ કેટલો ભયંકર છે!
એ તારા દિલને વીંધી નાખે છે!”
૨૦ એક પછી એક આફતની ખબર આવે છે,
આખા દેશનો વિનાશ થયો છે.
અચાનક મારા તંબુઓ પડી ભાંગ્યા છે.
પળભરમાં મારા તંબુઓ ચીંથરેહાલ થઈ ગયા છે.+
૨૧ હું ક્યાં સુધી રસ્તો બતાવતી નિશાની* જોયા કરીશ?
ક્યાં સુધી રણશિંગડાનો અવાજ સાંભળ્યા કરીશ?+
૨૨ ઈશ્વરે કહ્યું: “મારા લોકો બુદ્ધિ વગરના છે,+
તેઓને મારી જરાય પડી નથી.
તેઓ મૂર્ખ દીકરાઓ છે, તેઓમાં અક્કલનો છાંટોય નથી.
ખોટું કરવામાં તેઓની બુદ્ધિ બહુ ચાલે છે,
પણ સારું કરતા તેઓને આવડતું નથી.”
૨૩ મેં દેશ તરફ નજર કરી તો એ ખાલી અને ઉજ્જડ હતો.+
મેં આકાશો તરફ નજર કરી તો ત્યાં જરાય પ્રકાશ ન હતો.+
૨૪ મેં પર્વતો તરફ નજર કરી તો એ ધ્રૂજી રહ્યા હતા
અને ડુંગરો થથરી રહ્યા હતા.+
૨૫ મેં નજર કરી તો ત્યાં એકેય માણસ ન હતો
અને આકાશનાં પક્ષીઓ ઊડી ગયાં હતાં.+
એ બધું યહોવાને લીધે,
હા, તેમના સળગતા ક્રોધને લીધે થયું હતું.
૨૯ ઘોડેસવારો અને તીરંદાજોનો હાહાકાર સાંભળીને
આખું શહેર નાસી છૂટે છે.+
તેઓ ઝાડીઓમાં ભરાઈ જાય છે
અને ખડકો પર ચઢી જાય છે.+
એકેએક શહેર સૂમસામ થઈ ગયું છે,
ત્યાં કોઈ રહેતું નથી.”
૩૦ તું બરબાદ થઈ ગઈ છે, હવે શું કરીશ?
તું લાલ રંગનાં કપડાં પહેરતી હતી,
તું સોનાનાં ઘરેણાંથી પોતાને શણગારતી હતી,
તું આંખોની સુંદરતા વધારવા કાજળ આંજતી હતી
પણ તારો સાજ-શણગાર નકામો છે.+
જે આશિકો વાસના સંતોષવા તારી પાસે આવતા, તેઓએ તને છોડી દીધી છે.
તેઓ તારા લોહીના તરસ્યા બની ગયા છે.+
૩૧ મને એક અવાજ સંભળાય છે,
એ કોઈ સ્ત્રીના કણસવાના અવાજ જેવો છે,
પહેલા બાળકને જન્મ આપતી સ્ત્રીની ચીસો જેવો છે.
એ અવાજ તો સિયોનની દીકરીનો છે, તે શ્વાસ લેવા તરફડિયાં મારે છે.
તે પોતાનો હાથ લંબાવીને કહે છે:+
“અફસોસ છે મને! મારા ખૂનીઓને લીધે હું ત્રાસી ગઈ છું!”
૫ યરૂશાલેમની ગલીઓ ફરી વળો,
ખૂણે ખૂણો ફંફોસી જુઓ,
ચોકમાં શોધ કરો.
૨ તેઓ કહે તો છે, “યહોવાના સમ!”*
પણ તેઓ જૂઠા સમ ખાય છે.+
૩ હે યહોવા, શું તમારી આંખો વફાદાર માણસને શોધતી નથી?+
તમે તમારા લોકોને સજા કરી, પણ તેઓ પર કોઈ અસર થઈ નહિ.*
તમે તેઓને કચડી નાખ્યા, તોપણ તેઓએ તમારી શિસ્ત* સ્વીકારી નહિ.+
૪ મેં વિચાર્યું: “તેઓ નકામા લોકો છે.
તેઓ મૂર્ખાઈ કરે છે, કેમ કે તેઓ યહોવાનો માર્ગ જાણતા નથી,
પોતાના ઈશ્વરનો નિયમ જાણતા નથી.
૫ હું મુખ્ય માણસો પાસે જઈશ અને તેઓ સાથે વાત કરીશ,
કદાચ તેઓ યહોવાનો માર્ગ જાણતા હશે,
પોતાના ઈશ્વરનો નિયમ જાણતા હશે.+
પણ તેઓ બધાએ ઝૂંસરી ભાંગી નાખી હતી
અને બંધનો* તોડી નાખ્યાં હતાં.”
૬ એટલે જંગલનો સિંહ તેઓ પર હુમલો કરે છે,
ઉજ્જડ પ્રદેશનો વરુ તેઓને ફાડી નાખે છે,
દીપડો તેઓનાં શહેરોની બહાર ટાંપીને બેસી રહે છે
અને જે કોઈ બહાર આવે છે તેના ટુકડે-ટુકડા કરી નાખે છે,
કેમ કે તેઓના અપરાધો ઘણા છે
અને તેઓ વારંવાર બેવફા બને છે.+
૭ હું તને કઈ રીતે માફ કરું?
તારા દીકરાઓએ મને છોડી દીધો છે,
જે ઈશ્વર નથી એના નામે તેઓ સમ ખાય છે.+
મેં તેઓની બધી જરૂરિયાતો પૂરી કરી,
છતાં તેઓ વારંવાર વ્યભિચાર કરતા
અને તેઓનાં ટોળેટોળાં વેશ્યાના ઘરે જતાં.
૮ તેઓ વાસનામાં ડૂબેલા બેકાબૂ ઘોડા જેવા છે,
દરેક માણસ બીજાની પત્નીની પાછળ જાય છે.+
૯ યહોવા કહે છે, “શું આ બધા માટે મારે તેઓ પાસે હિસાબ માંગવો ન જોઈએ?
શું આ પ્રજા પાસે બદલો લેવો ન જોઈએ?”+
૧૦ “યરૂશાલેમ જઈને તેની દ્રાક્ષાવાડીઓ પર હુમલો કરો અને એને ખેદાન-મેદાન કરી નાખો,
પણ એનો પૂરેપૂરો નાશ ન કરો.+
એની નવી ડાળીઓને કાપી નાખો,
કેમ કે એ યહોવાની નથી.
૧૧ ઇઝરાયેલની પ્રજા અને યહૂદાની પ્રજા
મારી જોડે ખૂબ કપટથી વર્તી છે,” એવું યહોવા કહે છે.+
અમારા પર કોઈ આફત નહિ આવે,
અમારે યુદ્ધ કે દુકાળ જોવો નહિ પડે.’+
૧૩ પ્રબોધકોની વાતો ખોખલી છે,
તેઓનાં દિલમાં ઈશ્વરનો સંદેશો નથી.
તેઓની વાતોની જેમ તેઓ પણ ધૂળમાં મળી જાય!”
૧૪ સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે:
આ લોકો લાકડાં જેવા છે,
આગ તેઓને ભસ્મ કરી દેશે.”+
૧૫ યહોવા કહે છે, “હે ઇઝરાયેલીઓ, હું દૂર દેશથી તમારા પર એક પ્રજા લાવું છું.+
એ પ્રજા પ્રાચીન સમયથી છે, હા, વર્ષોનાં વર્ષોથી છે.
તેની ભાષા તમે જાણતા નથી,
તે જે બોલે છે એ તમે સમજતા નથી.+
૧૬ તેઓનાં તીરોનો ભાથો ખુલ્લી કબર જેવો છે,
તેઓ બધા યોદ્ધાઓ છે.
૧૭ તેઓ તમારી ફસલ અને તમારી રોટલી ખાઈ જશે.+
તેઓ તમારાં દીકરા-દીકરીઓને મારી નાખશે.
તેઓ તમારાં ઘેટાં-બકરાં અને ઢોરઢાંકનો સંહાર કરશે.
તેઓ તમારી દ્રાક્ષાવાડીઓ અને અંજીરીઓને ભરખી જશે.
તેઓ તમારાં કોટવાળાં શહેરોનો તલવારથી નાશ કરશે, જેના પર તમે ભરોસો રાખો છો.”
૧૮ યહોવા કહે છે, “એ દિવસોમાં પણ હું તમારો પૂરેપૂરો નાશ નહિ કરું.+ ૧૯ જ્યારે તેઓ તને પૂછે, ‘અમારા ઈશ્વર યહોવાએ કેમ અમારા આવા હાલ કર્યા?’ ત્યારે તું કહેજે, ‘જેમ તમે તમારા ઈશ્વરને છોડી દીધા અને તમારા દેશમાં પારકા દેવની સેવા કરી, તેમ તમારે પારકા દેશમાં પરદેશીઓની સેવા કરવી પડશે.’”+
૨૨ યહોવા કહે છે: ‘શું તમારે મારો ડર રાખવો ન જોઈએ?
શું તમારે મારી આગળ થરથર કાંપવું ન જોઈએ?
મેં સમુદ્રને રેતીની પાળ બાંધી આપી છે,
તે હદ ઓળંગે નહિ એટલે મેં તેને કાયમ માટે નિયમ આપ્યો છે.
ભલે તેનાં મોજાં ઊંચે ઊછળે, પણ તે હદ વટાવી શકશે નહિ,
ભલે તે ગર્જના કરે, પણ તે હદ બહાર જઈ શકશે નહિ.+
૨૩ પણ આ લોકોનું દિલ હઠીલું અને બળવાખોર છે.
તેઓ મને છોડીને પોતાને રસ્તે ગયા છે.+
૨૪ તેઓ પોતાના દિલમાં કહેતા નથી:
“ચાલો, આપણા ઈશ્વર યહોવાનો ડર રાખીએ.
૨૫ પણ તમારી ભૂલોને લીધે તમને એનો ફાયદો થયો નથી.
તમારાં પાપોને લીધે તમને સારી વસ્તુઓ મળી નથી.+
૨૬ મારા લોકોમાં દુષ્ટ માણસો છે.
શિકારીની જેમ તેઓ ટાંપીને બેસી રહે છે.
તેઓ જીવલેણ ફાંદો બિછાવે છે,
એમાં તેઓ માણસોને ફસાવે છે.
૨૭ જેમ પિંજરું પક્ષીઓથી ભરેલું હોય છે,
તેમ તેઓનાં ઘરો કપટની કમાણીથી ભરેલાં છે.+
એના લીધે તેઓ શક્તિશાળી અને ધનવાન બન્યા છે.
૨૮ તેઓ તગડા થયા છે અને તેઓની ચામડી ચમકદાર થઈ છે.
તેઓની દુષ્ટતાનો કોઈ પાર નથી.
૨૯ યહોવા કહે છે, “શું આ બધા માટે મારે તેઓ પાસે હિસાબ માંગવો ન જોઈએ?
શું આ પ્રજા પાસે બદલો લેવો ન જોઈએ?
૩૦ આ દેશમાં કંઈક ભયંકર અને દુષ્ટ કામ થયું છે:
૩૧ પ્રબોધકો જૂઠી ભવિષ્યવાણી કરે છે,+
યાજકો પોતાની સત્તાનો દુરુપયોગ કરીને બીજાઓને કચડી નાખે છે.
મારા લોકોને પણ એવું જ ગમે છે.+
પણ અંત આવશે ત્યારે તમે શું કરશો?”
૬ હે બિન્યામીનના દીકરાઓ, યરૂશાલેમથી દૂર જઈને આશરો લો.
બેથ-હાક્કેરેમમાં આગ સળગાવીને સંકેત આપો!
કેમ કે ઉત્તરથી તમારા પર આફત આવી રહી છે, મોટો વિનાશ આવી રહ્યો છે.+
૨ સિયોનની દીકરી સુંદર અને નાજુક-નમણી સ્ત્રી જેવી છે.+
૩ ઘેટાંપાળકો અને તેઓનાં ટોળાં તેની સામે આવશે.
૪ “યરૂશાલેમ સામે યુદ્ધ કરવા તૈયાર થાઓ!*
ચાલો, આપણે ભરબપોરે તેના પર હુમલો કરીએ!”
“અફસોસ છે આપણને, કેમ કે દિવસ ઢળી રહ્યો છે,
ધીરે ધીરે અંધારું છવાઈ રહ્યું છે!”*
૫ “ચાલો, રાતે જઈને તેના પર હુમલો કરીએ,
તેના કિલ્લાઓને તોડી પાડીએ.”+
૬ સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે:
“લાકડાં કાપી લાવો અને યરૂશાલેમ પર હુમલો કરવા ઢોળાવ બાંધો.+
એ નગરી પાસેથી હિસાબ લેવો જ પડશે.
તેનામાં જોરજુલમ સિવાય બીજું કંઈ નજરે પડતું નથી.+
તેનામાં હિંસા અને વિનાશનો અવાજ સંભળાય છે,+
તેનામાં બીમારી અને આફત સિવાય બીજું કંઈ નજરે પડતું નથી.
૮ હે યરૂશાલેમ, ચેતી જા, નહિતર મને તારાથી નફરત થઈ જશે
અને હું તારાથી મારું મોં ફેરવી લઈશ.+
હું તને ઉજ્જડ કરી નાખીશ, તારામાં કોઈ રહેવાસી વસશે નહિ.”+
૯ સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે:
“જેમ દ્રાક્ષાવેલાની બચી ગયેલી દ્રાક્ષો ભેગી* કરવામાં આવે છે, તેમ ઇઝરાયેલના બચી ગયેલા લોકોને તેઓ ભેગા કરશે.
દ્રાક્ષો ભેગી કરનારની જેમ ફરી એક વાર તું ડાળી પર હાથ નાખ.”
૧૦ “હું કોની સાથે વાત કરું, કોને ચેતવણી આપું?
મારું કોણ સાંભળશે?
જુઓ! તેઓના કાન બંધ છે,* એટલે તેઓ ધ્યાન આપી શકતા નથી.+
જુઓ! યહોવાના સંદેશાને તેઓ તુચ્છ ગણે છે,+
તેઓને એ જરાય ગમતો નથી.
૧૧ યહોવાનો ક્રોધ મારી અંદર સળગી રહ્યો છે,
હવે હું એને સમાવી શકતો નથી.”+
“જા, શેરીમાં ફરતા બાળક પર એ રેડી દે,+
ભેગા મળેલા યુવાનો પર એ ઢોળી દે.
૧૨ તેઓનાં ઘરો બીજાઓને સોંપી દેવામાં આવશે,
તેઓનાં ખેતરો અને તેઓની પત્નીઓ પણ બીજાઓને સોંપી દેવામાં આવશે.+
કેમ કે આ દેશના રહેવાસીઓ પર હું મારો હાથ ઉગામીશ,” એવું યહોવા કહે છે.
૧૩ “નાનાથી લઈને મોટા સુધી, બધા બેઈમાની કરીને કમાય છે.+
પ્રબોધકથી લઈને યાજક સુધી, બધા છેતરપિંડી કરે છે.+
૧૪ જરાય શાંતિ નથી,
છતાં તેઓ કહે છે, ‘શાંતિ છે! શાંતિ છે!’
એવું કહીને તેઓ મારા લોકોના ઘા* બસ ઉપર ઉપરથી રૂઝવે છે.+
૧૫ શું મારા લોકોને પોતાનાં નીચ કામો માટે શરમ આવે છે?
ના, તેઓને જરાય શરમ આવતી નથી!
તેઓમાં જરાય લાજ-શરમ નથી!+
પડી ગયેલાઓની જેમ તેઓ પણ પડી જશે.
હું તેઓને સજા કરીશ ત્યારે તેઓ ઠોકર ખાશે,” એવું યહોવા કહે છે.
૧૬ યહોવા તેઓને કહે છે:
“ચાર રસ્તે ઊભા રહો અને જુઓ.
પણ તેઓ કહે છે: “ના, અમે એના પર નહિ ચાલીએ.”+
પણ તેઓએ કહ્યું: “ના, અમે ધ્યાન નહિ આપીએ.”+
૧૮ “હે દેશો, સાંભળો!
હે લોકો, જાણો કે તેઓના કેવા હાલ થશે!
૧૯ હે પૃથ્વીના રહેવાસીઓ, સાંભળો!
હું આ લોકો પર આફત લાવું છું,+
તેઓનાં કાવતરાંનું પરિણામ તેઓએ ભોગવવું જ પડશે.
કેમ કે તેઓએ મારા સંદેશા પર ધ્યાન આપ્યું નથી,
તેઓએ મારા નિયમનો* નકાર કર્યો છે.”
૨૦ “શેબાથી લાવેલા લોબાનની* મને શું જરૂર?
દૂર દેશથી લાવેલા સુગંધીદાર બરુ* મારા શું કામના?
૨૧ એટલે યહોવા કહે છે:
“હું આ લોકો આગળ ઠોકર ખવડાવનાર પથ્થર મૂકું છું.
તેઓ ઠોકર ખાઈને પડી જશે.
૨૨ યહોવા કહે છે:
“જુઓ! ઉત્તર દેશથી એક પ્રજા આવી રહી છે,
પૃથ્વીના છેડેથી એક મોટી પ્રજાને ઊભી કરવામાં આવશે.+
૨૩ તેઓ પોતાના હાથમાં ધનુષ્ય અને ભાલા લેશે.
તેઓ ક્રૂર છે, તેઓમાં જરાય દયા નથી.
તેઓનો અવાજ સમુદ્રની ગર્જના જેવો છે.
તેઓ ઘોડાઓ પર સવારી કરે છે.+
હે સિયોનની દીકરી, એક યોદ્ધાની જેમ તેઓ તારી સામે લડવા તૈયાર થયા છે.”
૨૪ અમને એની ખબર મળી છે.
અમારા હાથ ઢીલા પડી ગયા છે.+
અમે નિરાશામાં ડૂબી ગયા છીએ,
અમને પ્રસૂતિની પીડા જેવી વેદના થાય છે.+
૨૫ ખેતરોમાં જશો નહિ,
રસ્તા પર ચાલશો નહિ,
કેમ કે દુશ્મનના હાથમાં તલવાર છે,
ચારે બાજુ આતંક ફેલાયો છે.
૨૬ હે મારા લોકોની દીકરી,
કંતાન પહેર+ અને રાખમાં આળોટ.
જેમ કોઈ પોતાના એકના એક દીકરા માટે ભારે વિલાપ કરે, તેમ તું વિલાપ કર,+
કેમ કે નાશ કરનાર અચાનક આપણા પર તૂટી પડશે.+
૨૭ “મેં તને* ધાતુ શુદ્ધ કરનાર જેવો બનાવ્યો છે,
કેમ કે તારે મારા લોકોને શુદ્ધ કરવાના છે.
તું મારા લોકોનાં વાણી-વર્તનની સારી રીતે તપાસ કર.
તેઓ તાંબા અને લોઢા જેવા કઠણ છે.
તેઓ બધા ભ્રષ્ટ છે.
૨૯ ધમણ* બળીને ખાખ થઈ ગઈ છે.
આગમાંથી સીસું જ નીકળે છે.
૩૦ લોકો તેઓને નકામી ચાંદી કહેશે,
કેમ કે યહોવાએ તેઓને નકામા ગણીને છોડી દીધા છે.”+
૭ યહોવાનો આ સંદેશો યર્મિયાને મળ્યો: ૨ “યહોવાના મંદિરના દરવાજે ઊભો રહે અને આ સંદેશો જાહેર કર, ‘યહોવાની ભક્તિ કરવા આ દરવાજામાંથી અંદર જનાર યહૂદાના સર્વ લોકો, તમે યહોવાનો સંદેશો સાંભળો. ૩ ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: “જો તમે તમારાં વર્તનમાં અને કામોમાં સુધારો કરશો, તો હું તમને આ જગ્યાએ રહેવા દઈશ.+ ૪ તમે છેતરામણી વાતો પર ભરોસો ન કરો. તમે એવું ન કહો, ‘આ* યહોવાનું મંદિર છે, યહોવાનું મંદિર છે, યહોવાનું મંદિર છે!’+ ૫ જો તમે સાચે જ તમારાં વર્તનમાં અને કામોમાં સુધારો કરો, જો માણસ અને તેના પડોશી વચ્ચે સાચો ન્યાય કરો,+ ૬ જો પરદેશીઓ, અનાથો* અને વિધવાઓ પર જુલમ નહિ કરો,+ જો આ જગ્યાએ નિર્દોષ માણસનું લોહી નહિ વહેવડાવો અને જો બીજા દેવો પાછળ નહિ જાઓ, જેનાથી તમને નુકસાન થાય છે,+ ૭ તો હું આ જગ્યાએ તમને રહેવા દઈશ. એ દેશમાં રહેવા દઈશ જે મેં તમારા બાપદાદાઓને હંમેશ માટે* આપ્યો છે.”’”
૮ “પણ તમે છેતરામણી વાતો પર ભરોસો મૂકો છો,+ એનાથી તમને જરાય ફાયદો નહિ થાય. ૯ તમે ચોરી કરો છો,+ ખૂન કરો છો, વ્યભિચાર કરો છો, જૂઠા સમ ખાઓ છો,+ બઆલને બલિદાનો ચઢાવો છો+ અને પારકા દેવોની પૂજા કરો છો. તમને શું લાગે છે, ૧૦ આવાં કામો કર્યા છતાં તમે મારા નામથી ઓળખાતા મંદિરમાં આવી શકો? મારી આગળ ઊભા રહી શકો? શું આવાં કામો કરીને કહી શકો, ‘અમને બચાવી લેવામાં આવશે’? ૧૧ મારા નામથી ઓળખાતા મંદિરને શું તમે લુટારાઓનો અડ્ડો સમજો છો?+ મેં પોતે તમને એવાં કામો કરતા જોયા છે,” એવું યહોવા કહે છે.
૧૨ “‘હવે શીલોહમાં+ મેં મારા નામનો મહિમા કરવા જે જગ્યા પ્રથમ પસંદ કરી હતી,+ એ પવિત્ર જગ્યાએ* જાઓ. ત્યાં જઈને જુઓ કે મારા ઇઝરાયેલી લોકોનાં દુષ્ટ કામોને લીધે મેં એ જગ્યાના કેવા હાલ કર્યા છે.+ ૧૩ પણ તમે એવાં કામો કરવાનું છોડ્યું નહિ,’ એવું યહોવા કહે છે. ‘મેં તમારી સાથે વારંવાર* વાત કરી, પણ તમે મારું સાંભળ્યું નહિ.+ મેં તમને અનેક વાર બોલાવ્યા, પણ તમે જવાબ આપ્યો નહિ.+ ૧૪ મારા નામથી ઓળખાતા મંદિરના,+ જેના પર તમે ભરોસો રાખો છો+ અને જે જગ્યા મેં તમને અને તમારા બાપદાદાઓને આપી હતી એના હાલ હું શીલોહ જેવા જ કરીશ.+ ૧૫ જેમ મેં તમારા બધા ભાઈઓને, એફ્રાઈમના બધા વંશજોને મારી નજરથી દૂર કર્યા હતા, તેમ તમને પણ દૂર કરી દઈશ.’+
૧૬ “હે યર્મિયા, તું આ લોકો વતી મને પ્રાર્થના ન કર. તું તેઓ માટે વિલાપ કે વિનંતી ન કર. તું તેઓ માટે મને કાલાવાલા ન કર,+ કેમ કે હું એ સાંભળીશ નહિ.+ ૧૭ યહૂદાનાં શહેરોમાં અને યરૂશાલેમની ગલીઓમાં તેઓ જે કરે છે, એ શું તારી નજરે પડતું નથી? ૧૮ દીકરાઓ લાકડાં ભેગાં કરે છે, પિતાઓ આગ ચાંપે છે અને પત્નીઓ લોટ બાંધે છે, જેથી બલિદાનની રોટલી બનાવે અને સ્વર્ગની રાણીને* એ ચઢાવી શકે.+ મને દુઃખી કરવા તેઓ પારકા દેવોને દ્રાક્ષદારૂ-અર્પણ* ચઢાવે છે.+ ૧૯ ‘પણ એવું કરીને શું તેઓ મને દુઃખી* કરે છે? ના, તેઓ પોતાને જ દુઃખી કરે છે, પોતાનું જ અપમાન કરે છે,’ એવું યહોવા કહે છે.+ ૨૦ વિશ્વના માલિક યહોવા કહે છે: ‘હું મારો ગુસ્સો અને ક્રોધ આ જગ્યા પર રેડી દઈશ.+ માણસો પર અને જાનવરો પર, બધાં વૃક્ષો પર અને જમીનની ઊપજ પર હું એ રેડી દઈશ. મારા ગુસ્સાની આગ બળ્યા કરશે, એ કદી હોલવાશે નહિ.’+
૨૧ “ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: ‘જાઓ, બીજાં અર્પણો સાથે તમારાં અગ્નિ-અર્પણો ઉમેરી દો અને તમે જ એનું માંસ ખાઓ.+ ૨૨ કેમ કે હું તમારા બાપદાદાઓને ઇજિપ્તમાંથી કાઢી લાવ્યો એ દિવસે, મેં અગ્નિ-અર્પણો અને બીજાં બલિદાનો વિશે કોઈ વાત કરી ન હતી કે કોઈ આજ્ઞા આપી ન હતી.+ ૨૩ મેં તેઓને ફક્ત આ આજ્ઞા આપી હતી: “તમે મારું સાંભળો અને હું તમારો ઈશ્વર બનીશ ને તમે મારા લોકો બનશો.+ હું તમને જે આજ્ઞાઓ આપું છું એ પ્રમાણે ચાલો, જેથી તમારું ભલું થાય.”’+ ૨૪ પણ તેઓએ મારું સાંભળ્યું નહિ, મારી વાત કાને ધરી નહિ.+ તેઓ પોતાની મરજી* પ્રમાણે ચાલ્યા. અડિયલ બનીને તેઓએ પોતાનાં દુષ્ટ હૃદય પ્રમાણે કર્યું.+ આગળ વધવાને બદલે તેઓ પાછળ ગયા. ૨૫ ઇજિપ્તમાંથી બહાર આવ્યા ત્યારથી લઈને આજ સુધી તમારા બાપદાદાઓએ એવું જ કર્યું છે.+ મેં તેઓ પાસે મારા સેવકો, મારા પ્રબોધકોને મોકલ્યા, દરરોજ મોકલ્યા, વારંવાર* મોકલ્યા.+ ૨૬ છતાં તેઓએ મારું સાંભળ્યું નહિ, મારી વાત કાને ધરી નહિ.+ તેઓ હઠીલા હતા,* તેઓએ તો પોતાના બાપદાદાઓ કરતાં પણ વધારે ખરાબ કામો કર્યાં!
૨૭ “તું તેઓને આ વાતો કહીશ,+ પણ તેઓ તારું સાંભળશે નહિ. તું તેઓને બોલાવીશ, પણ તેઓ જવાબ આપશે નહિ. ૨૮ તું તેઓને કહીશ, ‘આ પ્રજાએ પોતાના ઈશ્વર યહોવાની આજ્ઞા પાળી નથી, તેઓએ તેમની શિસ્ત* સ્વીકારી નથી. તેઓની વફાદારી મરી પરવારી છે. તેઓ વફાદાર બનવા વિશે વાત પણ કરતા નથી.’+
૨૯ “તમારા વાળ* કાપીને ફેંકી દો, ડુંગરો પર જઈને વિલાપગીત* ગાઓ. આ પેઢીએ યહોવાને ગુસ્સે કર્યા છે, એટલે તેમણે એનો નકાર કર્યો છે. તે એને છોડી દેશે. ૩૦ યહોવા કહે છે, ‘યહૂદાના લોકોએ મારી નજરમાં જે ખરાબ છે એ જ કર્યું છે. મારા નામથી ઓળખાતા મંદિરમાં તેઓએ એવી મૂર્તિઓ મૂકી છે, જેને હું ખૂબ ધિક્કારું છું. એવું કરીને તેઓએ મારા મંદિરને અશુદ્ધ કર્યું છે.+ ૩૧ હિન્નોમની ખીણમાં*+ આવેલા તોફેથમાં* તેઓએ ભક્તિ-સ્થળો* બાંધ્યાં છે, જેથી પોતાનાં દીકરા-દીકરીઓને આગમાં હોમી શકે.+ મેં તેઓને એવું કરવાની આજ્ઞા આપી ન હતી, મારા દિલમાં એવો વિચાર પણ આવ્યો ન હતો.’+
૩૨ “યહોવા કહે છે, ‘જો! એવા દિવસો આવી રહ્યા છે, જ્યારે આ જગ્યાને તોફેથ કે હિન્નોમની ખીણ નહિ, પણ કતલની ખીણ કહેવામાં આવશે. તેઓ તોફેથમાં એટલાં બધાં મડદાં દાટશે કે જગ્યા ખૂટી પડશે.+ ૩૩ તેઓનાં મડદાં આકાશનાં પક્ષીઓનો અને પૃથ્વીનાં પ્રાણીઓનો ખોરાક બનશે અને તેઓને ડરાવીને ભગાડી મૂકનાર કોઈ નહિ હોય.+ ૩૪ યહૂદાનાં શહેરો અને યરૂશાલેમની ગલીઓમાંથી હું આનંદ-ઉલ્લાસનો પોકાર બંધ કરી દઈશ. ત્યાંથી વરરાજા અને કન્યાનો અવાજ સંભળાશે નહિ,+ કેમ કે દેશ ખંડેર થઈ જશે.’”+
૮ યહોવા કહે છે, “એ સમયે યહૂદાના રાજાઓનાં હાડકાં, એના અધિકારીઓનાં હાડકાં, યાજકોનાં હાડકાં, પ્રબોધકોનાં હાડકાં અને યરૂશાલેમના રહેવાસીઓનાં હાડકાં તેઓની કબરોમાંથી બહાર કાઢવામાં આવશે. ૨ તેઓને સૂર્ય, ચંદ્ર અને આકાશનાં સૈન્યો સામે વિખેરી નાખવામાં આવશે, જેઓને તેઓ ચાહતા હતા, જેઓની ભક્તિ કરતા હતા, જેઓની પાછળ પાછળ ચાલતા હતા, જેઓની સલાહ લેતા હતા અને જેઓને નમન કરતા હતા.+ તેઓને ભેગા કરવામાં નહિ આવે કે દાટવામાં નહિ આવે. તેઓ જમીન પર ખાતર બની જશે.”+
૩ સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, “આ દુષ્ટ પ્રજાના બાકી રહેલા લોકોને હું જે જગ્યાઓએ વિખેરી નાખીશ, ત્યાં તેઓ જીવવા કરતાં મરવું વધારે પસંદ કરશે.”
૪ “તું તેઓને આમ કહેજે, ‘યહોવા કહે છે:
“જો તેઓ પડી જાય, તો શું ફરી ઊભા નહિ થાય?
જો એક પાછો ફરે, તો શું બીજો પણ પાછો નહિ ફરે?
૫ તો યરૂશાલેમના આ લોકો કેમ વારંવાર મને બેવફા બને છે?
તેઓ કપટ કરવાથી ઊંચા નથી આવતા
અને પાછા ફરવાની ના પાડે છે.+
૬ મેં તેઓ પર ધ્યાન આપ્યું, તેઓનું સાંભળ્યું, પણ તેઓ સાચું બોલ્યા નથી.
એકેય માણસે પોતાની દુષ્ટતા માટે પસ્તાવો કર્યો નથી.
કોઈ વિચારતું નથી, ‘અરે, મેં આ શું કર્યું?’+
જેમ ઘોડો યુદ્ધમાં જવા પૂરઝડપે દોડે છે,
તેમ દરેક જણ વારંવાર બીજાના રસ્તે દોડી જાય છે.
૭ આકાશમાં ઊડતો બગલો બીજી જગ્યાએ જવાની ૠતુ* જાણે છે.
હોલો, અબાબીલ અને કસ્તુરો* પાછા ફરવાનો વખત જાણે છે,
પણ મારા લોકો યહોવાના ન્યાયચુકાદાનો સમય જાણતા નથી.”’+
૮ ‘તમે કઈ રીતે કહી શકો કે, “અમે જ્ઞાની છીએ, અમારી પાસે યહોવાનો નિયમ* છે”?
હકીકતમાં શાસ્ત્રીઓની* જૂઠી કલમ+ જૂઠાણું લખવા જ વપરાઈ છે.
૯ જ્ઞાની માણસોનું માથું શરમથી નમી ગયું છે.+
તેઓ ગભરાઈ જશે. તેઓને પકડી લેવામાં આવશે.
જુઓ! તેઓએ યહોવાના સંદેશાનો નકાર કર્યો છે,
તો તેઓ કઈ રીતે જ્ઞાની કહેવાય?
૧૦ હું તેઓની પત્નીઓ બીજા માણસોને આપી દઈશ,
તેઓનાં ખેતરો બીજાઓના હાથમાં સોંપી દઈશ,+
કેમ કે નાનાથી લઈને મોટા સુધી, બધા બેઈમાની કરીને કમાય છે.+
પ્રબોધકથી લઈને યાજક સુધી, બધા છેતરપિંડી કરે છે.+
૧૧ જરાય શાંતિ નથી,
છતાં તેઓ કહે છે, “શાંતિ છે! શાંતિ છે!”
એવું કહીને તેઓ મારા લોકોની દીકરીના ઘા* બસ ઉપર ઉપરથી રૂઝવે છે.+
૧૨ શું મારા લોકોને પોતાનાં નીચ કામો માટે શરમ આવે છે?
ના, તેઓને જરાય શરમ આવતી નથી!
તેઓમાં જરાય લાજ-શરમ નથી!+
પડી ગયેલાની જેમ તેઓ પણ પડી જશે.
હું તેઓને સજા કરીશ ત્યારે તેઓ ઠોકર ખાશે,’+ એવું યહોવા કહે છે.
૧૩ યહોવા કહે છે, ‘હું તેઓને ભેગા કરીશ ત્યારે હું તેઓનો નાશ કરીશ.
દ્રાક્ષાવેલા પર એકેય દ્રાક્ષ નહિ રહે, અંજીરી પર અંજીર નહિ રહે, બધાં પાંદડાં ચીમળાઈ જશે.
મેં તેઓને જે આપ્યું હતું એ તેઓના હાથમાંથી જતું રહેશે.’”
૧૪ “આપણે કેમ બેસી રહ્યા છીએ?
ચાલો, ભેગા થઈને કોટવાળાં શહેરોમાં જઈએ+ અને ત્યાં મરી જઈએ.
આપણા ઈશ્વર યહોવા આપણો નાશ કરવા માંગે છે,
તે આપણને ઝેરી પાણી પીવા આપે છે,+
કેમ કે આપણે યહોવા વિરુદ્ધ પાપ કર્યું છે.
૧૫ આપણે તો શાંતિની આશા રાખતા હતા, પણ કંઈ સારું થયું નહિ!
સાજા થવાની રાહ જોતા હતા, પણ આતંક છવાઈ ગયો છે!+
૧૬ દાનથી દુશ્મનના ઘોડાઓના નાકના સુસવાટા સંભળાય છે.
બળવાન ઘોડાના હણહણાટથી આખો દેશ ધ્રૂજી ઊઠે છે.
દુશ્મનો આવીને દેશનો અને એમાં જે કંઈ છે એ બધાનો નાશ કરે છે,
શહેર અને એના રહેવાસીઓનો સંહાર કરે છે.”
૧૭ યહોવા કહે છે, “હું તમારામાં સાપ મોકલું છું,
ઝેરી સાપ મોકલું છું, જેને મંત્રથી વશ કરી શકાય નહિ,
તેઓ તમને ચોક્કસ કરડશે.”
૧૮ મારા દુઃખનો કોઈ ઇલાજ નથી,
મારા દિલમાં સખત પીડા થાય છે.
૧૯ દૂર દેશથી મદદનો પોકાર સંભળાય છે,
મારા લોકોની દીકરી કહે છે:
“શું યહોવા સિયોનમાં નથી?
શું તેનો રાજા તેનામાં નથી?”
“તેઓએ કેમ પોતાની કોતરેલી મૂર્તિઓથી
અને નકામા દેવોથી મને દુઃખી કર્યો છે?”
૨૦ “કાપણીની મોસમ વીતી ગઈ છે, ઉનાળો પૂરો થઈ ગયો છે,
પણ અમને બચાવવામાં આવ્યા નથી!”
શું ત્યાં કોઈ વૈદ નથી?+
તો મારા લોકોની દીકરીને કેમ સાજી કરવામાં આવી નથી?+
૯ જો મારું માથું પાણીનો કૂવો હોત,
મારી આંખો આંસુથી ભરેલો ફુવારો હોત,+
તો મારા દેશના માર્યા ગયેલા લોકો માટે
મેં રાત-દિવસ આંસુ વહાવ્યાં હોત.
૨ જો મને ખબર હોત કે વેરાન પ્રદેશમાં મુસાફરો માટે ઉતારો ક્યાં છે,
તો હું મારા લોકોને છોડીને તેઓથી દૂર જતો રહ્યો હોત!
કેમ કે તેઓ બધા વ્યભિચારી છે,+
તેઓ કપટીઓની ટોળી છે.
૩ તેઓ ધનુષ્યની જેમ જીભ વાળે છે અને જૂઠનાં તીર ચલાવવા તૈયાર રહે છે.
આખા દેશમાં જૂઠાણું છે, જરાય વફાદારી નથી.+
“તેઓ એક પછી એક ખરાબ કામ કરે છે,
કોઈ મારું સાંભળતું નથી,”+ એવું યહોવા કહે છે.
૪ “તમે પોતાના પડોશીથી ચેતીને રહો,
તમે પોતાના ભાઈ પર ભરોસો ન રાખો.
૫ દરેક જણ પોતાના પડોશીને છેતરે છે,
કોઈ સાચું બોલતું નથી.
તેઓએ પોતાની જીભને જૂઠું બોલતા શીખવ્યું છે.+
તેઓ થાકી જાય ત્યાં સુધી ખરાબ કામ કરતા રહે છે.
૬ તું કપટથી ઘેરાયેલો છે.
તેઓ જૂઠું બોલે છે અને મને ઓળખવાની ના પાડે છે,” એવું યહોવા કહે છે.
૭ એટલે સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે:
“હું તેઓને ઓગાળીને તેઓની પરખ કરીશ,+
કેમ કે મારા લોકોની દીકરી સાથે હું બીજું શું કરી શકું?
૮ તેઓની જીભ ઝેરી બાણ જેવી છે, જે કપટથી બોલે છે.
દરેક પોતાના પડોશી જોડે શાંતિથી વાત તો કરે છે,
પણ દિલમાં તેને ફસાવવાનું કાવતરું ઘડે છે.”*
૯ યહોવા કહે છે, “શું આ બધા માટે મારે તેઓ પાસે હિસાબ માંગવો ન જોઈએ?
શું આ પ્રજા પાસે બદલો લેવો ન જોઈએ?+
૧૦ હું પર્વતો માટે આંસુ વહાવીશ અને વિલાપ કરીશ,
હું વેરાન પ્રદેશનાં ગૌચરો* માટે વિલાપગીત* ગાઈશ,
કેમ કે તેઓને બાળીને ખાખ કરવામાં આવ્યાં છે,
કોઈ ત્યાંથી પસાર થતું નથી,
ઢોરઢાંકનો અવાજ પણ સંભળાતો નથી.
આકાશનાં પક્ષીઓ ઊડી ગયાં છે અને જંગલનાં પ્રાણીઓ નાસી ગયાં છે.+
૧૧ હું યરૂશાલેમને પથ્થરનો ઢગલો+ અને શિયાળોની બખોલ બનાવી દઈશ.+
હું યહૂદાનાં શહેરોને ઉજ્જડ કરી દઈશ, ત્યાં એકેય રહેવાસી વસશે નહિ.+
૧૨ કોણ એટલું બુદ્ધિશાળી છે કે એ વાતો સમજી શકે?
યહોવાએ કોને કહ્યું છે કે તે જઈને એ વાતો જાહેર કરે?
કેમ એ દેશનો નાશ થયો છે?
કેમ એ બળીને વેરાન પ્રદેશ જેવો થઈ ગયો છે કે ત્યાંથી કોઈ પસાર થતું નથી?”
૧૩ યહોવાએ કહ્યું: “કેમ કે મેં આપેલો નિયમ* તેઓએ પાળ્યો નથી, તેઓ એ પ્રમાણે ચાલ્યા નથી અને મારી વાત માની નથી. ૧૪ અડિયલ બનીને તેઓએ પોતાનાં દુષ્ટ હૃદય પ્રમાણે કર્યું છે.+ તેઓ બઆલની મૂર્તિઓને ભજે છે, જેમ તેઓના પિતાઓએ તેઓને શીખવ્યું હતું.+ ૧૫ એટલે ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘હું આ લોકોને કડવો છોડ* ખવડાવીશ અને ઝેરી પાણી પિવડાવીશ.+ ૧૬ હું તેઓને એ પ્રજાઓમાં વિખેરી નાખીશ, જેને તેઓ કે તેઓના બાપદાદાઓ જાણતા નથી.+ તેઓનો પૂરેપૂરો નાશ ન કરું ત્યાં સુધી હું તેઓની પાછળ તલવાર મોકલીશ.’+
૧૭ સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે,
‘જે બની રહ્યું છે એનો વિચાર કરો.
૧૮ તેઓ ઉતાવળે આવે અને આપણા માટે વિલાપ કરે,
જેથી આપણી આંખોમાંથી આંસુની નદીઓ વહે
અને આપણી પાંપણો ભીંજાઈ જાય.+
૧૯ સિયોનમાંથી વિલાપનો પોકાર સંભળાય છે:+
“આપણો કેવો વિનાશ થયો છે!
આપણે કેવા શરમમાં મુકાયા છીએ!
આપણે દેશ છોડવો પડ્યો છે, દુશ્મનોએ આપણાં ઘરો જમીનદોસ્ત કર્યાં છે.”+
૨૦ હે સ્ત્રીઓ, યહોવાનો સંદેશો સાંભળો.
તે જે કહે છે એને કાન ધરો.
૨૧ મરણ આપણી બારીઓમાંથી અંદર ઘૂસી આવ્યું છે,
તે આપણા કિલ્લાઓમાં આવી ગયું છે,
જેથી શેરીઓમાંથી બાળકોને
અને ચોકમાંથી યુવાનોને ઉપાડી જાય.’+
૨૨ તું કહેજે, ‘યહોવા કહે છે:
“લોકોની લાશો જમીન પર ખાતરની જેમ પડી રહેશે,
કાપણી કરનારે કાપેલાં અનાજનાં ડૂંડાંની જેમ એ પડી રહેશે,
જેને ઉપાડનાર કોઈ નથી.”’”+
૨૩ યહોવા કહે છે:
“જ્ઞાની માણસ પોતાના જ્ઞાન વિશે,+
તાકતવર માણસ પોતાની તાકાત વિશે
અને ધનવાન માણસ પોતાના ધન વિશે અભિમાન ન કરે.”+
૨૪ “પણ જે કોઈ અભિમાન કરે તે આના વિશે અભિમાન કરે કે,
તેની પાસે મારું જ્ઞાન છે અને મારા વિશે ઊંડી સમજણ છે,+
તે જાણે છે કે હું યહોવા છું,
જે આખી પૃથ્વી પર અતૂટ પ્રેમ* રાખે છે, ન્યાય કરે છે અને નેકી બતાવે છે,+
કેમ કે એનાથી હું ખુશ થાઉં છું,”+ એવું યહોવા કહે છે.
૨૫ યહોવા કહે છે, “જો! એવા દિવસો આવી રહ્યા છે, જ્યારે હું એ લોકો પાસેથી હિસાબ માંગીશ જેઓ સુન્નત કર્યા છતાં બેસુન્નત જેવા છે.+ ૨૬ હું ઇજિપ્ત,+ યહૂદા,+ અદોમ,+ આમ્મોનીઓ+ અને મોઆબ+ પાસેથી પણ હિસાબ માંગીશ. વેરાન પ્રદેશમાં રહેનાર એ સર્વ પાસેથી હિસાબ માંગીશ, જેઓની દાઢી બાજુએથી* મૂંડેલી છે.+ કેમ કે એ બધી પ્રજાઓ બેસુન્નત છે અને ઇઝરાયેલના વંશજોનાં હૃદયો બેસુન્નત છે.”+
૧૦ હે ઇઝરાયેલીઓ, યહોવાએ તમારી વિરુદ્ધ જે કહ્યું છે એ સાંભળો. ૨ યહોવા કહે છે:
“બીજી પ્રજાઓના રીતરિવાજો શીખશો નહિ.+
એ પ્રજાઓ આકાશની નિશાનીઓથી ગભરાય છે,
પણ તમે એ નિશાનીઓથી ગભરાશો નહિ.+
૩ લોકોના રીતરિવાજો નકામા* છે.
૪ તેઓ સોના-ચાંદીથી એને શણગારે છે.+
એ ગબડી ન જાય માટે એને હથોડીથી ખીલા ઠોકીને બેસાડે છે.+
૫ કાકડીના ખેતરના ચાડિયાની જેમ એ મૂર્તિઓ બોલી શકતી નથી.+
તેઓને ઊંચકીને લઈ જવી પડે છે, કેમ કે તેઓ ચાલી શકતી નથી.+
તેઓથી ડરશો નહિ, કેમ કે તેઓ કંઈ નુકસાન કરી શકતી નથી
અને કંઈ સારું પણ કરી શકતી નથી.”+
૬ હે યહોવા, તમારા જેવું બીજું કોઈ નથી.+
તમે મહાન છો. તમારું નામ મહાન અને શક્તિશાળી છે.
૭ હે પ્રજાઓના રાજા, તમારાથી કોણ નહિ ડરે?+ તમારો ડર રાખવો યોગ્ય છે,
કેમ કે પ્રજાઓના જ્ઞાની માણસોમાં અને તેઓનાં રાજ્યોમાં તમારા જેવું કોઈ નથી.+
૮ તેઓ બધા મૂર્ખ અને અક્કલ વગરના છે.+
લાકડાની મૂર્તિ* પાસેથી મળતી સલાહ છેતરામણી* છે.+
૯ તાર્શીશથી+ ચાંદીનાં પતરાં અને ઉફાઝથી સોનું લાવવામાં આવે છે.
કારીગર અને સોની એનાથી લાકડું મઢે છે.
તેઓ મૂર્તિઓને ભૂરી દોરી અને જાંબુડિયા રંગના ઊનનાં કપડાં પહેરાવે છે.
તેઓ કુશળ કારીગરના હાથની રચના છે.
૧૦ પણ યહોવા સાચે જ ઈશ્વર છે.
તે જીવતા ઈશ્વર+ અને સનાતન રાજા છે.+
તેમના ગુસ્સાને લીધે પૃથ્વી ધ્રૂજી ઊઠશે.+
કોઈ પણ પ્રજા તેમના ક્રોધ સામે ટકી શકશે નહિ.
૧૧ * તું તેઓને કહેજે:
“જે દેવોએ આકાશો અને પૃથ્વી બનાવ્યાં નથી,
એ દેવોનો પૃથ્વી પરથી અને આકાશો નીચેથી નાશ થઈ જશે.”+
૧૨ તેમણે પોતાની શક્તિથી પૃથ્વી બનાવી,
તેમણે પોતાના ડહાપણથી પડતર જમીન તૈયાર* કરી,+
અને પોતાની સમજણથી આકાશો ફેલાવ્યાં.+
૧૩ તેમના અવાજથી આકાશોનું પાણી ખળભળી ઊઠે છે.+
તે પૃથ્વીને છેડેથી વાદળોને* ઉપર ચઢાવે છે.+
તે વરસાદમાં વીજળી ચમકાવે છે.*
તે પોતાના ભંડારોમાંથી પવન ફૂંકાવે છે.+
૧૪ દરેક માણસની બુદ્ધિ બહેર મારી ગઈ છે, તેનામાં જરાય અક્કલ નથી.
કોતરેલી મૂર્તિને લીધે દરેક સોની શરમમાં મુકાશે,+
કેમ કે તેણે બનાવેલી ધાતુની મૂર્તિ જૂઠી છે.
૧૫ તેઓ નકામી* છે, મજાકને જ લાયક છે.+
ન્યાયના દિવસે તેઓનો નાશ થઈ જશે.
તેમનું નામ સૈન્યોના ઈશ્વર યહોવા છે.+
૧૭ હે સ્ત્રી,* દુશ્મનોએ તને ઘેરી લીધી છે.
તારાં બિસ્તરાં-પોટલાં ઉપાડ.
૧૮ કેમ કે યહોવા કહે છે:
“આ સમયે હું દેશના રહેવાસીઓને હાંકી કાઢું છું,+
હું તેઓને મુસીબતો સહેવા મજબૂર કરીશ.”
૧૯ મારા ઘાને* લીધે મને અફસોસ!+
મારો જખમ રુઝાય એવો નથી.
મેં કહ્યું: “આ મારી બીમારી છે, આ મારે સહેવી જ પડશે!
૨૦ મારા તંબુઓનો નાશ થયો છે, એનાં દોરડાં તૂટી ગયાં છે.+
મારા દીકરાઓએ મને ત્યજી દીધી છે, એકેય દીકરો રહ્યો નથી.+
તંબુ ઊભો કરનાર કે તંબુ તાણનાર કોઈ રહ્યો નથી.
૨૧ ઘેટાંપાળકોએ મૂર્ખાઈ કરી છે,+
તેઓએ યહોવાની સલાહ લીધી નથી.+
એટલે તેઓ સમજણથી વર્ત્યા નથી,
તેઓનાં ટોળાં આમતેમ વિખેરાઈ ગયાં છે.”+
૨૨ સાંભળો! ખબર મળી છે! દુશ્મન આવી રહ્યો છે!
ઉત્તર દેશથી તેનો શોરબકોર સંભળાય છે.+
તે યહૂદાનાં શહેરોને ઉજ્જડ કરવા અને એને શિયાળોની બખોલ બનાવવા આવી રહ્યો છે.+
૨૩ હે યહોવા, હું સારી રીતે જાણું છું કે માણસ પોતાનો જીવનમાર્ગ નક્કી કરી શકતો નથી.
તે પોતાની મેળે એક પગલું પણ ભરી શકતો નથી.*+
૨૫ તમારો ક્રોધ એ પ્રજાઓ પર રેડી દો, જે તમને જાણતી નથી,+
એ કુટુંબો પર રેડી દો, જે તમારા નામે પોકાર કરતાં નથી.
તેઓ યાકૂબને ભરખી ગયાં છે.+
૧૧ યહોવાનો આ સંદેશો યર્મિયાને મળ્યો: ૨ “હે લોકો, તમે કરારના* શબ્દો સાંભળો!
“આ* શબ્દો યહૂદાના માણસોને અને યરૂશાલેમના રહેવાસીઓને જણાવ. ૩ તું તેઓને કહે, ‘ઇઝરાયેલના ઈશ્વર યહોવા કહે છે: “જે માણસ આ કરારના શબ્દો ન પાળે, તેના પર શ્રાપ ઊતરી આવે.+ ૪ જે દિવસે હું તમારા બાપદાદાઓને લોઢું પિગાળતી ભઠ્ઠીમાંથી,+ હા, ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યો હતો,+ એ દિવસે મેં તેઓને આ કરાર પાળવાની આજ્ઞા આપી હતી. મેં તેઓને કહ્યું હતું: ‘તમે મારું સાંભળો. જો તમે મારી આજ્ઞા પાળશો, તો તમે મારા લોકો બનશો અને હું તમારો ઈશ્વર બનીશ.+ ૫ મેં તમારા બાપદાદાઓ આગળ સમ ખાધા હતા કે હું તેઓને દૂધ-મધની રેલમછેલવાળો દેશ આપીશ.+ હું મારું એ વચન પૂરું કરીશ, જે આજે પણ એટલું જ સાચું છે.’”’”
મેં કહ્યું: “હે યહોવા, આમેન.”*
૬ યહોવાએ મને કહ્યું: “યહૂદાનાં શહેરોમાં અને યરૂશાલેમની ગલીઓમાં જાહેર કર: ‘હે લોકો, આ કરારના શબ્દો સાંભળો અને પાળો. ૭ હું તમારા બાપદાદાઓને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યો એ દિવસથી લઈને આજ સુધી મેં તેઓને વારંવાર* ચેતવણી આપી છે, “તમે મારું સાંભળો.”+ ૮ પણ તેઓએ મારું સાંભળ્યું નહિ, મારી વાત કાને ધરી નહિ. અડિયલ બનીને તેઓએ પોતાનાં દુષ્ટ હૃદય પ્રમાણે કર્યું.+ તેઓએ મારો કરાર પાળ્યો નહિ, જે પાળવાની મેં તેઓને આજ્ઞા આપી હતી. એટલે એ કરારમાં જણાવ્યા પ્રમાણે મેં તેઓને સજા કરી.’”
૯ યહોવાએ મને કહ્યું: “યહૂદાના માણસો અને યરૂશાલેમના રહેવાસીઓએ મારી વિરુદ્ધ કાવતરું ઘડ્યું છે. ૧૦ તેઓએ પણ એ જ ભૂલો કરી છે, જે તેઓના બાપદાદાઓ શરૂઆતથી કરતા આવ્યા છે. તેઓના બાપદાદાઓએ મારું સાંભળવાની ના પાડી હતી.+ આ લોકોએ પણ બીજા દેવોની પાછળ ચાલીને તેઓની પૂજા કરી છે.+ ઇઝરાયેલના લોકો અને યહૂદાના લોકોએ મારો કરાર તોડ્યો છે, જે મેં તેઓના બાપદાદાઓ સાથે કર્યો હતો.+ ૧૧ એટલે યહોવા કહે છે, ‘હું તેઓ પર એવી આફત લાવું છું,+ જેમાંથી તેઓ બચી શકશે નહિ. તેઓ મદદ માટે મને પોકાર કરશે, પણ હું તેઓનું સાંભળીશ નહિ.+ ૧૨ પછી યહૂદાનાં શહેરો અને યરૂશાલેમના રહેવાસીઓ મદદ માટે એ દેવો પાસે જશે, જેને તેઓ બલિદાનો ચઢાવે છે. તેઓ પોકાર કરશે,+ પણ આફતના સમયે એ દેવો કોઈ કાળે તેઓને બચાવી શકશે નહિ. ૧૩ હે યહૂદા, જેટલાં તારાં શહેરો છે, એટલા તારા દેવો છે. યરૂશાલેમમાં જેટલી ગલીઓ છે, એટલી તારી વેદીઓ* છે. તેં એ વેદીઓ નિર્લજ્જ દેવ* બઆલ માટે બાંધી છે, જેથી તેને બલિદાનો ચઢાવી શકે.’+
૧૪ “હે યર્મિયા, તું આ લોકો વતી મને પ્રાર્થના ન કર. તું તેઓ માટે વિલાપ કે વિનંતી ન કર.+ આફતના સમયે તેઓ મને પોકાર કરશે, પણ હું તેઓનું સાંભળીશ નહિ.
૧૫ હે મારી વહાલી પ્રજા, તારામાંથી ઘણા લોકોએ કાવતરાં ઘડ્યાં છે,
તો મારા ઘરમાં રહેવાનો તને શો હક?
બલિદાનો* ચઢાવીને શું એ લોકો આવનાર આફત ટાળી શકશે?
શું એ સમયે તેઓ આનંદ કરી શકશે?
૧૬ એક સમયે યહોવાએ તને જૈતૂનનું લીલુંછમ ઝાડ કહ્યું હતું,
સુંદર અને ફળોથી લચી પડેલું ઝાડ કહ્યું હતું.
પણ એક મોટી ગર્જના થઈ અને તેમણે તને આગ લગાડી.
દુશ્મનોએ તારી ડાળીઓ તોડી નાખી.
૧૭ “તને રોપનાર,+ સૈન્યોના ઈશ્વર યહોવાએ જાહેર કર્યું છે કે તારા પર એક મોટી આફત આવશે. કેમ કે યરૂશાલેમના લોકો અને યહૂદાના લોકોએ પાપ કર્યું છે. બઆલને બલિદાનો ચઢાવીને તેઓએ મને દુઃખ પહોંચાડ્યું છે.”+
૧૮ હે યહોવા, તમે મને જણાવ્યું, જેથી મને ખબર પડે.
એ સમયે તમે મને બતાવ્યું કે તેઓ શું કરી રહ્યા હતા.
૧૯ હું એવા લાચાર ઘેટા* જેવો હતો, જેને કતલ કરવા લઈ જવામાં આવે છે.
હું જાણતો ન હતો કે તેઓ મારી વિરુદ્ધ કાવતરું ઘડે છે.+ તેઓ કહે છે:
“ચાલો, ઝાડ અને તેનાં ફળનો નાશ કરીએ.
ચાલો, તેને કાપી નાખીએ,
જેથી તેનું નામ કાયમ માટે ભૂંસાઈ જાય.”
તમે તેઓ પાસેથી જે બદલો લેશો, એ મને જોવા દો,
કેમ કે મેં તમારી આગળ મારો મુકદ્દમો રજૂ કર્યો છે.
૨૧ અનાથોથના+ જે માણસો મને મારી નાખવા માંગતા હતા* અને ધમકી આપતા હતા કે, “તારે યહોવાના નામે ભવિષ્યવાણી કરવી નહિ,+ નહિતર તું અમારા હાથે માર્યો જશે,” તેઓ વિશે યહોવા કહે છે, ૨૨ હા, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: “હું તેઓ પાસેથી હિસાબ માંગીશ. તેઓના યુવાનો તલવારથી માર્યા જશે.+ તેઓનાં દીકરા-દીકરીઓ દુકાળમાં માર્યા જશે.+ ૨૩ તેઓમાંથી કોઈ બચશે નહિ. જે વર્ષે હું અનાથોથના+ માણસો પાસેથી હિસાબ માંગીશ, એ જ વર્ષે હું તેઓ પર આફત લાવીશ.”
૧૨ હે યહોવા, તમે ન્યાયી ઈશ્વર છો.+
હું જ્યારે મારો મુકદ્દમો રજૂ કરું
અને ન્યાયચુકાદા વિશે તમારી સાથે વાત કરું,
ત્યારે તમે અદ્દલ ઇન્સાફ કરો છો.
તો પછી દુષ્ટ માણસો કેમ સફળ થાય છે?+
કપટી લોકો કેમ સુખચેનમાં રહે છે?
૨ તમે તેઓને રોપ્યા અને તેઓનાં મૂળ ઊંડાં ઊતર્યાં.
તેઓ વધ્યા અને તેઓને ફળ લાગ્યાં.
૩ પણ હે યહોવા, તમે મને જુઓ છો, મને સારી રીતે ઓળખો છો.+
તમે મારું દિલ તપાસ્યું છે, તમે જોયું છે કે મારું દિલ તમને વફાદાર છે.+
કતલ માટે લઈ જવાતા ઘેટાની જેમ તેઓને જુદા પાડો,
કતલના દિવસ માટે તેઓને અલગ રાખો.
૪ દેશ ક્યાં સુધી ઉજ્જડ રહેશે?
મેદાનોનાં ઝાડપાન ક્યાં સુધી સુકાયેલાં રહેશે?+
દેશના રહેવાસીઓનાં દુષ્ટ કામોને લીધે,
જાનવરો જતાં રહ્યાં છે અને પક્ષીઓ ઊડી ગયાં છે.
એ રહેવાસીઓ કહે છે, “ઈશ્વરને અમારી કંઈ પડી નથી!”
જો તને શાંતિના દેશમાં નિરાંતે રહેવાની આદત પડી હોય,
તો યર્દનની ગીચ ઝાડીમાં તું શું કરીશ?
૬ તારા પિતાના ઘરના સભ્યોએ, તારા સગા ભાઈઓએ
તારી વિરુદ્ધ કપટ કર્યું છે.+
તેઓએ તને શ્રાપ આપ્યો છે.
ભલે તેઓ મીઠી મીઠી વાતો કરે,
પણ તું તેઓનો ભરોસો ન કરતો.”
૭ “મેં મારું ઘર છોડી દીધું છે,+ મારો વારસો* ત્યજી દીધો છે.+
મેં મારી અતિ વહાલી પ્રજાને દુશ્મનના હાથમાં સોંપી દીધી છે.+
૮ મારો વારસો જંગલના સિંહ જેવો બની ગયો છે.
તેણે મારી સામે ગર્જના કરી છે,
એટલે હું તેને નફરત કરું છું.
૯ મારો વારસો રંગીન* શિકારી પક્ષી જેવો છે,
બીજાં શિકારી પક્ષીઓ એને ઘેરી વળે છે અને એના પર હુમલો કરે છે.+
હે પૃથ્વીનાં પ્રાણીઓ, તમે આવો, ભેગા થાઓ,
તમે બધાં ખાવા માટે આવો.+
૧૦ અનેક ઘેટાંપાળકોએ મારી દ્રાક્ષાવાડીનો નાશ કર્યો છે.+
તેઓએ જમીનના મારા હિસ્સાને પગ નીચે ખૂંદી નાખ્યો છે.+
તેઓએ મારા મનગમતા હિસ્સાને વેરાન કરી દીધો છે.
આખો દેશ ખેદાન-મેદાન થઈ ગયો છે,
છતાં કોઈ દિલ પર લેતું નથી.+
૧૨ વેરાન પ્રદેશના દરેક રસ્તેથી નાશ કરનારાઓ આવે છે,
પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી યહોવાની તલવાર બધાનો નાશ કરે છે.+
કોઈને જરાય શાંતિ નથી.
૧૩ તેઓએ ઘઉં વાવ્યા છે, પણ કાંટા લણ્યા છે.+
તેઓ મહેનત કરી કરીને થાકી ગયા છે, પણ જરાય ફાયદો થયો નથી.
યહોવાનો ગુસ્સો તેઓ પર સળગી ઊઠ્યો છે,
તે તેઓને ફસલ નહિ આપે,
એટલે તેઓ શરમમાં મુકાશે.”
૧૪ યહોવા કહે છે, “મારા દુષ્ટ પડોશીઓ એ વારસાને અડકે છે, જે મેં મારા ઇઝરાયેલી લોકોને આપ્યો હતો.+ જુઓ! એ દુષ્ટ પડોશીઓને હું તેઓના દેશમાંથી ઉખેડી નાખું છું.+ હું યહૂદાના ઘરને પણ તેઓમાંથી ઉખેડી નાખીશ. ૧૫ પણ તેઓને ઉખેડ્યા પછી હું ફરીથી તેઓ પર દયા કરીશ. હું દરેકને તેના વતનમાં પાછો લાવીશ અને દરેકને તેનો વારસો પાછો આપીશ.”
૧૬ “એ પ્રજાઓએ મારા લોકોને બઆલના નામે સમ ખાતાં શીખવ્યું હતું. હવે જો એ પ્રજાઓ મારા નામે સમ ખાતાં શીખે અને કહે, ‘યહોવાના સમ!’* અને જો તેઓ મારા લોકોની રીતભાત શીખે, તો હું તેઓને મારા લોકોમાં રહેવા દઈશ. ૧૭ પણ એ પ્રજાઓમાંથી જે કોઈ મારું નહિ સાંભળે, એને હું ઉખેડી નાખીશ, એનો નાશ કરી દઈશ,” એવું યહોવા કહે છે.+
૧૩ યહોવાએ મને કહ્યું: “જા, જઈને તારા માટે શણનો કમરપટ્ટો ખરીદ. એને તારી કમરે બાંધ, પણ એને પાણીમાં બોળીશ નહિ.” ૨ યહોવાના કહ્યા પ્રમાણે મેં એક પટ્ટો ખરીદ્યો અને એને કમરે બાંધ્યો. ૩ યહોવાનો સંદેશો ફરી એક વાર મારી પાસે આવ્યો: ૪ “ઊભો થા! તેં જે પટ્ટો ખરીદીને કમરે બાંધ્યો છે, એ લઈને યુફ્રેટિસ નદીએ જા. ત્યાં તું એને ખડકની ફાટમાં સંતાડી દે.” ૫ યહોવાની આજ્ઞા માનીને હું યુફ્રેટિસ ગયો અને ત્યાં મેં પટ્ટો સંતાડી દીધો.
૬ ઘણા દિવસો પછી યહોવાએ મને કહ્યું: “ઊભો થા અને યુફ્રેટિસ જા. મેં તને જે પટ્ટો સંતાડવાની આજ્ઞા આપી હતી એ કાઢી લાવ.” ૭ હું યુફ્રેટિસ ગયો અને મેં જ્યાં પટ્ટો સંતાડ્યો હતો ત્યાંથી એને ખોદી કાઢ્યો. મેં જોયું કે એ ચીંથરેહાલ થઈ ગયો હતો, એ સાવ નકામો થઈ ગયો હતો.
૮ યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૯ “યહોવા કહે છે, ‘એવી જ રીતે હું યહૂદાનું ઘમંડ અને યરૂશાલેમનો અહંકાર તોડી પાડીશ.+ ૧૦ એ દુષ્ટ લોકો મારું કહ્યું માનતા નથી,+ અડિયલ બનીને તેઓ પોતાનાં હૃદય પ્રમાણે કરે છે,+ બીજા દેવોની પાછળ જાય છે, તેઓની પૂજા કરે છે અને તેઓ આગળ નમે છે. એ લોકોના હાલ પણ એ પટ્ટા જેવા જ થશે, તેઓ સાવ નકામા બની જશે. ૧૧ જેમ એક માણસ કમરે પટ્ટો બાંધે, તેમ મેં ઇઝરાયેલના અને યહૂદાના લોકોને મારી કમરે બાંધી રાખ્યા, જેથી તેઓ મારા લોકો,+ મારી નામના,+ મારું માન અને મારો મહિમા બને. પણ તેઓએ મારું કહ્યું માન્યું નહિ,’+ એવું યહોવા કહે છે.
૧૨ “તું આ સંદેશો તેઓને જણાવ, ‘ઇઝરાયેલના ઈશ્વર યહોવા કહે છે: “દરેક મોટો કુંજો દ્રાક્ષદારૂથી ભરેલો હોવો જોઈએ.”’ તેઓ તને કહેશે, ‘અમને ખબર છે, દરેક કુંજો દ્રાક્ષદારૂથી ભરેલો હોવો જોઈએ.’ ૧૩ તું તેઓને કહેજે, ‘યહોવા કહે છે: “જુઓ, હું દેશના બધા રહેવાસીઓને, દાઉદની રાજગાદી પર બેસતા રાજાઓને, યાજકોને, પ્રબોધકોને અને યરૂશાલેમના બધા રહેવાસીઓને ખૂબ દ્રાક્ષદારૂ પિવડાવું છું, જેથી તેઓ નશામાં ચકચૂર થઈ જાય.+ ૧૪ હું તેઓને એકબીજા સાથે અથડાવીશ. પિતા હોય કે દીકરો, હું બધા સાથે એક જ રીતે વર્તીશ.+ હું તેઓ પર કરુણા કે દયા નહિ બતાવું. મને તેઓના લીધે જરાય દુઃખ નહિ થાય. હું તેઓનો નાશ કરીશ, મને કોઈ રોકી નહિ શકે,” એવું યહોવા કહે છે.’+
૧૫ સાંભળો અને ધ્યાન આપો.
ઘમંડી બનશો નહિ, કેમ કે એવું યહોવા કહે છે.
૧૬ તે અંધકાર લાવે એ પહેલાં,
પર્વતો પર મોડી સાંજે તમારો પગ ઠોકર ખાય એ પહેલાં,
તમારા ઈશ્વર યહોવાને મહિમા આપો.
૧૭ જો તમે નહિ સાંભળો,
તો તમારા ઘમંડને લીધે હું એકાંતમાં રડીશ.
હું બહુ રડીશ, મારી આંખોમાંથી આંસુની નદીઓ વહેશે,+
કેમ કે યહોવાના ટોળાને+ ગુલામીમાં લઈ જવામાં આવ્યું છે.
૧૮ રાજા અને રાજમાતાને કહે,+ ‘તમે નીચી જગ્યાએ બેસો,
કેમ કે તમારા માથા પરથી સુંદર મુગટ પડી જશે.’
૧૯ દક્ષિણનાં શહેરોના દરવાજા બંધ* છે, એને ખોલનાર કોઈ નથી.
યહૂદાના બધા રહેવાસીઓને ગુલામીમાં લઈ જવામાં આવ્યા છે,
કોઈ છટકી શક્યું નથી.+
૨૦ તારી* નજર ઊંચી કર. જો! ઉત્તરથી તારો દુશ્મન આવી રહ્યો છે.+
તને આપેલું ટોળું ક્યાં છે? તારાં સુંદર ઘેટાં ક્યાં છે?+
૨૧ તું હંમેશાં જેઓને પોતાના નજીકના મિત્રો ગણતી હતી,+
તેઓ તને સજા કરશે ત્યારે તું શું કહેશે?
બાળકને જન્મ આપનાર સ્ત્રીની જેમ શું તને પીડા નહિ થાય?+
૨૨ જ્યારે તું પોતાના દિલમાં કહેશે, ‘આ બધું મારા પર કેમ આવી પડ્યું?’+
ત્યારે તને સમજાશે કે તારા ઘોર અપરાધને લીધે તારો ઘાઘરો ઉતારી લેવામાં આવ્યો છે+
અને તારી એડીઓમાં સખત પીડા ઊપડી છે.
૨૩ શું કૂશી* માણસ પોતાની ચામડીનો રંગ બદલી શકે?+
શું દીપડો પોતાનાં ટપકાં બદલી શકે?
તો તું કઈ રીતે સારું કરી શકે?
કેમ કે તું ખરાબ કામ કરવા ટેવાયેલી છે.
૨૪ રણના પવનથી ઊડતાં સૂકાં ઘાસની જેમ હું તારા લોકોને વિખેરી નાખીશ.+
૨૫ એ તારો હિસ્સો છે, જે મેં તને માપી આપ્યો છે,
કેમ કે તું મને ભૂલી ગઈ છે+ અને તું અસત્ય પર ભરોસો રાખે છે,”+ એવું યહોવા કહે છે.
૨૬ “એટલે હું તારો ઘાઘરો તારા મોં સુધી ઊંચો કરીશ
અને તારી નગ્નતા દેખાડીશ.+
૨૭ તારો વ્યભિચાર,+ તારી બેકાબૂ વાસના
અને તારાં અશ્લીલ કામો હું ઉઘાડાં પાડીશ.
મેં જોયું છે, ટેકરીઓ પર અને મેદાનોમાં
તું કેવાં શરમજનક કામો કરે છે.+
હે યરૂશાલેમ, અફસોસ છે તને!
તું ક્યાં સુધી અશુદ્ધ રહીશ?”+
૧૪ દુકાળ વિશે યહોવાનો આ સંદેશો યર્મિયાને મળ્યો:+
૨ યહૂદા શોક કરે છે,+ એના દરવાજા ભાંગી પડ્યા છે.
નિરાશ થઈને એ જમીન પર ઢળી પડ્યા છે.
યરૂશાલેમથી રડારોળ સંભળાય છે.
૩ માલિકો પોતાના ચાકરોને* પાણી ભરવા મોકલે છે.
ચાકરો ઘડા લઈને પાણીના ટાંકા* પાસે જાય છે,
પણ તેઓને ટીપુંય પાણી મળતું નથી.
તેઓ ખાલી હાથે પાછા ફરે છે.
તેઓ નિરાશ થઈ ગયા છે, શરમમાં મુકાયા છે,
તેઓ પોતાનું માથું ઢાંકે છે.
૪ દેશમાં વરસાદ પડ્યો નથી,+
જમીનમાં તિરાડો પડી ગઈ છે.
ખેડૂતો હતાશ થઈ ગયા છે,
તેઓ પોતાનું માથું ઢાંકે છે.
૫ મેદાનોમાં જરાય ઘાસ નથી,
એટલે હરણી પોતાના તાજા જન્મેલા બચ્ચાને છોડી દે છે.
૬ જંગલી ગધેડાં ડુંગરો પર ઊભાં છે,
તેઓ શિયાળની જેમ શ્વાસ લેવા હાંફે છે.
લીલોતરી માટે ફાંફાં મારીને તેઓની આંખે અંધારાં આવી ગયાં છે.+
૭ અમારા અપરાધો સાક્ષી પૂરે છે કે અમે દોષિત છીએ,
છતાં હે યહોવા, તમારા નામને લીધે કંઈક કરો.+
અમે અનેક વાર તમને બેવફા બન્યા છીએ.+
અમે તમારી વિરુદ્ધ પાપ કર્યું છે.
૮ હે ઇઝરાયેલની આશા, હે સંકટ સમયે છોડાવનાર,+
તમે આ દેશમાં અજાણ્યા માણસ જેવા કેમ થઈ ગયા છો?
એક રાત માટે રોકાયેલા મુસાફર જેવા કેમ થઈ ગયા છો?
૯ તમે મૂંઝાઈ ગયેલા માણસ જેવા કેમ થઈ ગયા છો?
શક્તિશાળી હોવા છતાં તમે અમને કેમ બચાવતા નથી?
૧૦ યહોવા પોતાના લોકો વિશે કહે છે: “તેઓને આમતેમ રખડવું બહુ ગમે છે.+ તેઓએ પોતાના પગોને રોક્યા નથી.+ એટલે હું યહોવા તેઓથી ખુશ નથી.+ હું તેઓના અપરાધો યાદ કરીશ અને તેઓનાં પાપોનો હિસાબ લઈશ.”+
૧૧ યહોવાએ મને કહ્યું: “આ લોકોના ભલા માટે તું મને પ્રાર્થના ન કર.+ ૧૨ તેઓ ઉપવાસ કરીને મને કાલાવાલા કરે છે, પણ હું એ સાંભળતો નથી.+ તેઓ મને અગ્નિ-અર્પણો અને અનાજ-અર્પણો* ચઢાવે છે, પણ હું એનાથી ખુશ થતો નથી.+ હું તલવારથી, દુકાળથી અને રોગચાળાથી* તેઓનો નાશ કરીશ.”+
૧૩ મેં કહ્યું: “હે વિશ્વના માલિક યહોવા, પ્રબોધકો લોકોને કહે છે, ‘તમારા પર તલવાર આવી નહિ પડે. તમારે દુકાળ જોવો નહિ પડે. ઈશ્વર તમને આ જગ્યાએ સાચી શાંતિ આપશે.’”+
૧૪ પણ યહોવાએ મને કહ્યું: “એ પ્રબોધકો મારા નામે જૂઠી ભવિષ્યવાણીઓ કરે છે.+ મેં તેઓને મોકલ્યા નથી, મેં તેઓને કોઈ આજ્ઞા આપી નથી કે તેઓ સાથે કોઈ વાત કરી નથી.+ તેઓ તમને ખોટાં દર્શનો જણાવે છે, જાદુવિદ્યાથી નકામી ભવિષ્યવાણીઓ કરે છે અને પોતે ઉપજાવી કાઢેલી વાતો* સંભળાવે છે.+ ૧૫ જે પ્રબોધકો મારા નામે ભવિષ્યવાણી કરે છે, જેઓને મેં મોકલ્યા નથી અને જેઓ કહે છે, તલવારથી કે દુકાળથી આ દેશનો નાશ નહિ થાય, એ પ્રબોધકો વિશે યહોવા કહે છે: ‘તેઓ તલવાર અને દુકાળથી માર્યા જશે.+ ૧૬ અને જે લોકો તેઓનું સાંભળે છે, તેઓ પણ તલવાર અને દુકાળથી માર્યા જશે. તેઓની લાશો યરૂશાલેમની શેરીઓમાં ફેંકી દેવામાં આવશે. તેઓને, તેઓની પત્નીઓને, તેઓનાં દીકરા-દીકરીઓને દાટવા કોઈ નહિ આવે.+ હું તેઓ પર મોટી આફત લાવીશ, કેમ કે તેઓ એને જ લાયક છે.’+
કેમ કે મારા લોકોની કુંવારી દીકરી કચડાઈ ગઈ છે, તેના ચૂરેચૂરા થઈ ગયા છે.+
તેને મરણતોલ ફટકો પડ્યો છે.
૧૮ હું શહેરની બહાર જાઉં ત્યારે,
મને તલવારથી કતલ થયેલા લોકોની લાશો દેખાય છે!+
હું શહેરની અંદર આવું ત્યારે,
દુકાળથી પીડાતા લોકો નજરે પડે છે!+
કેમ કે પ્રબોધકો અને યાજકો અજાણ્યા દેશમાં ભટકે છે.’”+
૧૯ હે ઈશ્વર, શું તમે યહૂદાને તરછોડી દીધું છે? શું તમે સિયોનને ધિક્કારો છો?+
તમે કેમ અમારા પર ઘા કર્યો છે? જુઓ, અમને સાજા કરનાર કોઈ નથી!+
અમે તો શાંતિની આશા રાખતા હતા, પણ કંઈ સારું થયું નહિ!
સાજા થવાની રાહ જોતા હતા, પણ આતંક છવાઈ ગયો છે!+
૨૦ હે યહોવા, અમે અમારાં દુષ્ટ કામો કબૂલ કરીએ છીએ,
અમારા બાપદાદાઓના અપરાધ સ્વીકારીએ છીએ,
કેમ કે અમે તમારી વિરુદ્ધ પાપ કર્યું છે.+
૨૧ તમારા નામને લીધે અમને ત્યજી દેશો નહિ.+
તમારી ભવ્ય રાજગાદીને ધિક્કારશો નહિ.
તમે અમારી સાથે કરેલો કરાર યાદ રાખો, એને તોડશો નહિ.+
૨૨ શું પ્રજાઓની નકામી મૂર્તિઓ વરસાદ લાવી શકે?
શું આકાશ પોતાની મેળે વરસાદ વરસાવી શકે?
હે અમારા ઈશ્વર યહોવા, ફક્ત તમે જ એ કરી શકો છો!+
અમે તમારા પર આશા રાખીએ છીએ,
કેમ કે તમે એકલા જ એ બધું કરી શકો છો!
૧૫ યહોવાએ મને કહ્યું: “જો મૂસા અને શમુએલ મારી આગળ ઊભા રહે,+ તોપણ હું આ લોકોને દયા નહિ બતાવું. આ લોકોને મારી આગળથી દૂર કર. તેઓને જવા દે. ૨ જો તેઓ તને પૂછે, ‘અમે ક્યાં જઈએ?’ તો તું તેઓને કહેજે, ‘યહોવા કહે છે:
“જેઓ રોગચાળાને લાયક છે, તેઓ રોગચાળા પાસે જાય!
જેઓ તલવારને લાયક છે, તેઓ તલવાર પાસે જાય!+
જેઓ દુકાળને લાયક છે, તેઓ દુકાળ પાસે જાય!
જેઓ ગુલામીને લાયક છે, તેઓ ગુલામીમાં જાય!”’+
૩ “યહોવા કહે છે: ‘હું તેઓ પર ચાર આફતો* લાવીશ.+ તલવાર તેઓને મારી નાખશે. કૂતરાં તેઓની લાશો ખેંચી જશે. આકાશનાં પક્ષીઓ અને પૃથ્વીનાં જાનવરો બાકીનું ખાઈ જશે અને એનો નાશ કરશે.+ ૪ હિઝકિયાના દીકરા, યહૂદાના રાજા મનાશ્શાએ યરૂશાલેમમાં દુષ્ટ કામો કર્યાં છે,+ એટલે હું તેઓને સજા કરીશ. હું તેઓના એવા હાલ કરીશ કે એ જોઈને પૃથ્વીનાં બધાં રાજ્યો ધ્રૂજી ઊઠશે.+
૫ હે યરૂશાલેમ, કોણ તને કરુણા બતાવશે?
કોણ તારી સાથે વિલાપ કરશે?
કોણ રોકાઈને તારા ખબરઅંતર પૂછશે?’
૬ યહોવા કહે છે: ‘તારા લોકોએ મને છોડી દીધો છે.+
તેઓએ મારાથી પીઠ ફેરવી લીધી છે.*+
એટલે હું મારો હાથ ઉગામીને તેઓનો નાશ કરીશ.+
તેઓ પર દયા* કરી કરીને હું થાકી ગયો છું.
૭ હું દેશના દરવાજાઓ પાસે તેઓને અનાજની જેમ ઉછાળીશ અને ફોતરાંની જેમ તેઓને વિખેરી નાખીશ.*
હું તેઓનાં બાળકો છીનવી લઈશ.+
હું મારા લોકોનો નાશ કરી દઈશ,
કેમ કે તેઓ પોતાના માર્ગોથી પાછા ફરવાની ના પાડે છે.+
૮ મારી આગળ તેઓની વિધવાઓ સમુદ્રની રેતી કરતાં પણ વધારે થશે.
હું ધોળે દહાડે નાશ કરનાર મોકલીશ, તે માતાઓ પર અને તેઓના દીકરાઓ પર હુમલો કરશે.
હું તેઓમાં અચાનક ખળભળાટ મચાવી દઈશ અને આતંક ફેલાવી દઈશ.
૯ સાત સાત બાળકોને જન્મ આપનારી સ્ત્રી કમજોર થઈ ગઈ છે.
તે શ્વાસ લેવા તરફડિયાં મારે છે.
દિવસ હોવા છતાં તેનો સૂર્ય આથમી ગયો છે.
તે શરમમાં મુકાઈ છે, તેનું અપમાન થયું છે.’*
‘તેઓમાંથી જે થોડા લોકો બાકી રહ્યા છે,
તેઓને હું દુશ્મનોની તલવારને હવાલે કરીશ,’ એવું યહોવા કહે છે.”+
૧૦ હે મારી મા, મને અફસોસ! તેં મને કેમ જન્મ આપ્યો?+
દેશના બધા લોકો મારી સાથે લડાઈ-ઝઘડો કરે છે.
મેં કંઈ ઉછીનું લીધું નથી કે ઉછીનું આપ્યું પણ નથી,
છતાં બધા લોકો મને શ્રાપ આપે છે.
૧૧ યહોવા કહે છે: “હું જરૂર તારું ભલું કરીશ.
મુશ્કેલીના સમયે, સંકટના સમયે
હું તારા વતી દુશ્મનો સાથે વાત કરીશ.
૧૨ શું કોઈ માણસ લોઢાના ટુકડા કરી શકે?
ઉત્તરથી આવેલા લોઢાને ભાંગી શકે?
તાંબાના ચૂરેચૂરા કરી શકે?
૧૩ તેં તારા વિસ્તારોમાં ઘણાં પાપ કર્યાં છે,
એટલે હું તારી સંપત્તિ અને તારો ખજાનો દુશ્મનોને સોંપી દઈશ.+
હું કોઈ કિંમત લેવા નહિ, પણ તારાં પાપોને લીધે એમ કરીશ.
૧૪ હું એ બધું તારા દુશ્મનોને આપી દઈશ.
તેઓ એને અજાણ્યા દેશમાં લઈ જશે.+
મારા ગુસ્સાની આગ ભભૂકી ઊઠી છે,
એ તમારી વિરુદ્ધ સળગી રહી છે.”+
૧૫ હે યહોવા, તમે મારું દુઃખ જાણો છો!
મને યાદ રાખો, મારા પર ધ્યાન આપો.
મને સતાવનારાઓ પાસેથી બદલો લો.+
તમે ક્રોધ કરવામાં ધીમા છો, પણ ધ્યાન રાખજો કે મારો નાશ ન થઈ જાય.
જુઓ, હું તમારા માટે આ અપમાન સહી રહ્યો છું.+
૧૬ મને તમારો સંદેશો મળ્યો, મેં એ ખાધો.+
એ સંદેશાથી મારું મન ખુશ થયું અને મારું દિલ ઝૂમી ઊઠ્યું.
કેમ કે હે સૈન્યોના ઈશ્વર યહોવા, હું તમારા નામથી ઓળખાઉં છું.
૧૭ હું મોજમજા કરનારાઓ સાથે બેસીને આનંદ કરતો નથી.+
૧૮ મારું દર્દ કેમ મટતું નથી? મારો ઘા કેમ ભરાતો નથી?
એ ઘા રુઝાતો જ નથી.
શું તમે એવું ઝરણું બનશો, જે ખરા સમયે જ પાણી ન આપે?
૧૯ યહોવા કહે છે:
“જો તું* પાછો આવીશ, તો હું તારા પર ફરી કૃપા કરીશ.
તું મારી આગળ ઊભો રહીશ.
જો તું કીમતી વસ્તુઓને નકામી વસ્તુઓથી અલગ કરીશ,
તો તું મારા વતી બોલનાર* બનીશ.
તેઓ તારી પાસે આવશે,
પણ તારે તેઓ પાસે જવું નહિ પડે.”
૨૦ યહોવા કહે છે, “આ લોકો સામે હું તને તાંબાની મજબૂત દીવાલ જેવો બનાવું છું.+
તેઓ તારી સામે લડશે,
પણ તને હરાવી નહિ શકે,+
કેમ કે હું તારી સાથે છું, હું તને બચાવીશ અને છોડાવીશ.
૨૧ હું તને દુષ્ટના હાથમાંથી બચાવીશ
અને જુલમીના પંજામાંથી છોડાવીશ.”
૧૬ યહોવાનો સંદેશો ફરી એક વાર મારી પાસે આવ્યો. તેમણે કહ્યું: ૨ “આ દેશમાં તું લગ્ન કરીશ નહિ કે દીકરા-દીકરીઓ પેદા કરીશ નહિ. ૩ કેમ કે આ દેશમાં જન્મેલાં દીકરા-દીકરીઓ વિશે અને તેઓને જન્મ આપનાર માબાપ વિશે યહોવા કહે છે: ૪ ‘તેઓ જીવલેણ બીમારીથી માર્યાં જશે.+ તેઓ માટે કોઈ શોક કરશે નહિ. તેઓને કોઈ દફનાવશે નહિ. તેઓ જમીન પર ખાતર બની જશે.+ તેઓ તલવારથી અને દુકાળથી માર્યાં જશે.+ તેઓનાં મડદાં પક્ષીઓનો અને પ્રાણીઓનો ખોરાક બની જશે.’
૫ યહોવા કહે છે,
‘તું એવા ઘરમાં ન જતો, જ્યાં શોક કરનારાને જમાડવામાં આવે છે.
તું વિલાપ કરવા કે દિલાસો આપવા પણ ન જતો.’+
યહોવા કહે છે, ‘આ લોકો પાસેથી મેં શાંતિ છીનવી લીધી છે.
મારો પ્રેમ* ખૂંચવી લીધો છે, મારી દયા પણ લઈ લીધી છે.+
૬ નાના-મોટા બધા આ દેશમાં મરી જશે.
તેઓને દાટવામાં નહિ આવે.
તેઓ માટે કોઈ શોક નહિ કરે,
કોઈ પોતાના શરીર પર કાપા નહિ પાડે કે પોતાનું માથું નહિ મૂંડાવે.*
૭ મરણ પ્રસંગે શોક કરનારાઓને દિલાસો આપવા
કોઈ તેઓને ખોરાક નહિ આપે.
માતા કે પિતાના મરણ પર આશ્વાસન આપવા
કોઈ તેઓને દ્રાક્ષદારૂનો પ્યાલો નહિ ધરે.
૮ તું મિજબાનીના ઘરમાં પણ ન જતો.
તેઓ સાથે બેસીને ખાતો-પીતો નહિ.’
૯ “ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘હું આ જગ્યાએ, તમારા દિવસોમાં અને તમારી આંખો સામે આનંદ-ઉલ્લાસનો પોકાર બંધ કરી દઈશ. અહીંથી વરરાજા અને કન્યાનો અવાજ સંભળાશે નહિ.’+
૧૦ “તું આ વાતો લોકોને કહેશે ત્યારે તેઓ તને પૂછશે, ‘યહોવા કેમ અમારા પર આ મોટી આફતો લાવવાનું કહે છે? અમે એવો તો શું ગુનો કર્યો છે? અમારા ઈશ્વર યહોવા વિરુદ્ધ અમે એવું તો શું પાપ કર્યું છે?’+ ૧૧ તું તેઓને કહેજે, ‘યહોવા કહે છે, “તમારા બાપદાદાઓએ મને છોડી દીધો હતો.+ તેઓ બીજા દેવોની પાછળ પાછળ ચાલતા હતા, તેઓની ભક્તિ કરતા હતા અને તેઓને નમન કરતા હતા.+ પણ તેઓએ મને ત્યજી દીધો અને મારા નિયમો પાળ્યા નહિ.+ ૧૨ તમે તો તમારા બાપદાદાઓથી પણ વધારે દુષ્ટ છો.+ મારું સાંભળવાને બદલે તમે અડિયલ બનીને પોતાનાં દુષ્ટ હૃદય પ્રમાણે કરો છો.+ ૧૩ એટલે હું તમને અહીંથી એવા દેશમાં તગેડી મૂકીશ, જેને તમે કે તમારા બાપદાદાઓ જાણતા નથી.+ ત્યાં તમારે રાત-દિવસ જૂઠા દેવોની સેવા કરવી પડશે.+ હું તમને જરાય દયા નહિ બતાવું.”’
૧૪ “યહોવા કહે છે, ‘જુઓ! એવા દિવસો આવે છે, જ્યારે તેઓ એવું નહિ કહે: “ઇઝરાયેલીઓને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવનાર યહોવાના સમ!”*+ ૧૫ પણ તેઓ કહેશે, “ઇઝરાયેલીઓને ઉત્તરના દેશમાંથી અને તેમણે વિખેરી નાખ્યા હતા એ દેશોમાંથી બહાર કાઢી લાવનાર યહોવાના સમ!”* તેઓ એવું કહેશે, કેમ કે હું તેઓને એ દેશમાં પાછા લાવીશ, જે મેં તેઓના બાપદાદાઓને આપ્યો હતો.’+
૧૬ યહોવા કહે છે, ‘હું ઘણા માછીમારો મોકલીશ,
તેઓ મારા લોકોને શોધીને પકડી પાડશે.
પછી હું ઘણા શિકારીઓ મોકલીશ,
તેઓ દરેક પહાડ પરથી અને દરેક ટેકરી પરથી
અને ખડકોની ફાટોમાંથી તેઓને પકડી પાડશે.
૧૭ કેમ કે તેઓના એકેએક કામ* પર મારી નજર છે.
તેઓ મારાથી સંતાઈ શકતા નથી.
તેઓનો એકેય અપરાધ મારાથી છુપાયેલો નથી.
૧૮ પણ પહેલા તો હું તેઓનાં અપરાધો અને પાપોનો હિસાબ લઈશ.+
તેઓએ મૂર્તિઓથી મારો દેશ ભ્રષ્ટ કર્યો છે. એ નિર્જીવ મૂર્તિઓને* હું ધિક્કારું છું.
તેઓએ મારા વારસાની જમીન એવી વસ્તુઓથી ભરી દીધી છે, જેને હું ધિક્કારું છું.’”+
૧૯ હે યહોવા, તમે મારી તાકાત અને મારો મજબૂત કિલ્લો છો.
તમે મારો આશરો છો, જ્યાં આફતના દિવસે હું નાસી જઈ શકું છું.+
પૃથ્વીના ખૂણે ખૂણેથી પ્રજાઓ તમારી પાસે આવશે.
૨૦ શું માણસ પોતાના માટે ઈશ્વર બનાવી શકે?
માણસ જે બનાવે છે એ કંઈ ઈશ્વર નથી.+
૨૧ “હું તેઓને બતાવી આપીશ,
આ સમયે હું તેઓને મારા પરાક્રમ અને મારી શક્તિનો પરચો આપીશ.
તેઓએ સ્વીકારવું પડશે કે મારું નામ યહોવા છે.”
૧૭ “યહૂદાનાં પાપ લોઢાની કલમથી લખેલાં છે.
એ તેઓના દિલ પર અને તેઓની વેદીઓનાં શિંગડાં* પર
હીરાકણીથી કોતરેલાં છે.
૨ પણ તેઓના દીકરાઓ એ વેદીઓ અને ભક્તિ-થાંભલા* યાદ કરે છે,+
જે ઘટાદાર ઝાડ પાસે, ઊંચી ઊંચી ટેકરીઓ પર+
૩ અને શહેરથી દૂર આવેલા પહાડો પર છે.
તેં તારા વિસ્તારોમાં ઘણાં પાપ કર્યાં છે,
એટલે હું તારી સંપત્તિ અને તારો ખજાનો દુશ્મનોને સોંપી દઈશ,+
હું તારાં ભક્તિ-સ્થળો પણ તેઓને આપી દઈશ.+
૪ મેં આપેલો વારસો તું પોતે જ પડતો મૂકીશ.+
હું તને અજાણ્યા દેશમાં મોકલીશ, જ્યાં તારે દુશ્મનોની ગુલામી કરવી પડશે.+
તમારા લીધે મારો ગુસ્સો સળગી ઊઠ્યો છે.*+
મારા ગુસ્સાની આગ હંમેશ માટે સળગતી રહેશે.”
૫ યહોવા કહે છે:
“જે માણસ* બીજા માણસો પર ભરોસો રાખે છે,+
જે માણસોની તાકાત પર આધાર રાખે છે+
અને જેનું દિલ યહોવાથી દૂર જતું રહ્યું છે,
તે માણસ પર શ્રાપ ઊતરી આવે.
૬ તે રણપ્રદેશમાં એકલા-અટૂલા ઝાડ જેવો થશે.
તે સારી વસ્તુઓનો અનુભવ નહિ કરે.
તે વેરાન પ્રદેશોમાં અને ખારવાળા વિસ્તારોમાં રહેશે,
જ્યાં કોઈ રહી શકતું નથી.
૮ તે નદી પાસે રોપાયેલા ઝાડ જેવો થશે,
જેનાં મૂળ વહેતા પાણી સુધી ફેલાય છે.
તેના પર સખત તાપની કંઈ અસર નહિ થાય,
તેનાં પાંદડાં હંમેશાં લીલાંછમ રહેશે.+
દુકાળના વર્ષમાં પણ તેને કંઈ ચિંતા નહિ થાય,
તે કાયમ ફળ આપતો રહેશે.
૧૦ હું યહોવા, દિલને તપાસું છું,+
મનના ઊંડા વિચારોની* પરખ કરું છું,
જેથી દરેકને તેના માર્ગો પ્રમાણે
અને તેનાં કાર્યો પ્રમાણે ફળ આપી શકું.+
૧૧ એક માણસ બેઈમાનીથી દોલત ભેગી કરે છે.+
તે તેતર જેવો છે, જે બીજાનાં ઈંડાં ભેગાં કરીને સેવે છે.
વહેલા-મોડા તેની દોલત તેના હાથમાંથી સરી જશે,
છેવટે તે મૂર્ખ સાબિત થશે.”
૧૨ આપણું મંદિર ભવ્ય રાજગાદી છે,+
જેને શરૂઆતથી જ મહિમા આપવામાં આવ્યો છે.
૧૩ હે યહોવા, તમે ઇઝરાયેલની આશા છો,
તમને છોડી દેનાર બધા લોકો શરમમાં મુકાશે.
તમને* ત્યજી દેનાર* લોકોનાં નામ ધૂળમાં લખાશે,+
કેમ કે તેઓએ યહોવાને છોડી દીધા છે, જે જીવનના પાણીનો ઝરો છે.+
૧૪ હે યહોવા, મને સાજો કરો તો હું સાજો થઈશ.
મને બચાવો તો હું બચી જઈશ,+
કેમ કે હું ફક્ત તમારી સ્તુતિ કરું છું.
૧૫ જુઓ, લોકો પૂછે છે:
“યહોવાનું વચન કેમ હજીયે પૂરું થયું નથી?”+
૧૬ હું ઘેટાંપાળકની જેમ તમારી પાછળ ચાલતો રહ્યો, હું દૂર નાસી ગયો નહિ.
મેં આફતના દિવસની રાહ જોઈ નહિ.
મારા હોઠે નીકળતો એકેએક શબ્દ તમે જાણો છો.
એ બધું તમારી આંખો સામે છે!
૧૭ મને છોડી ન દો, નહિતર હું ખૂબ ડરી જઈશ.
આફતના દિવસે તમે મારો આશરો છો.
૧૮ મારો વિરોધ કરનારાઓને શરમમાં મૂકો,+
પણ મને શરમમાં મૂકતા નહિ.
તેઓને ડરાવી મૂકો,
પણ મને ડરાવતા નહિ.
૧૯ યહોવાએ મને કહ્યું: “જા, લોકોના દીકરાઓના દરવાજે ઊભો રહે, જ્યાંથી યહૂદાના રાજાઓ આવજા કરે છે. તું જઈને યરૂશાલેમના દરેક દરવાજે ઊભો રહે.+ ૨૦ તું તેઓને કહે, ‘આ દરવાજામાંથી અંદર આવનાર યહૂદાના રાજાઓ, યહૂદાના બધા લોકો અને યરૂશાલેમના સર્વ રહેવાસીઓ, તમે યહોવાનો સંદેશો સાંભળો. ૨૧ યહોવા કહે છે: “ધ્યાન રાખો, સાબ્બાથના* દિવસે તમે કોઈ માલ-સામાન ઊંચકશો નહિ કે યરૂશાલેમના દરવાજાથી એને અંદર લાવશો નહિ.+ ૨૨ સાબ્બાથના દિવસે તમારા ઘરમાંથી કોઈ માલ-સામાન બહાર લાવશો નહિ. એ દિવસે કંઈ કામ કરશો નહિ.+ તમે સાબ્બાથના દિવસને પવિત્ર ગણો, જેમ મેં તમારા બાપદાદાઓને આજ્ઞા આપી હતી.+ ૨૩ પણ તેઓએ મારું સાંભળ્યું નહિ, મારી વાત કાને ધરી નહિ. અડિયલ બનીને* તેઓએ મારી આજ્ઞા માની નહિ અને મારી શિસ્ત* સ્વીકારી નહિ.”’+
૨૪ “‘યહોવા કહે છે, “જો તમે મારી આજ્ઞાઓ પ્રમાણે કરો, જો તમે સાબ્બાથના દિવસે શહેરના દરવાજાથી માલ-સામાન અંદર નહિ લાવો, જો એ દિવસે કંઈ કામ નહિ કરો અને એને પવિત્ર ગણો,+ ૨૫ તો દાઉદની રાજગાદી પર બેસનાર રાજાઓ અને આગેવાનો+ આ શહેરના દરવાજાથી અંદર આવશે. તેઓ રથો અને ઘોડાઓ પર સવાર થઈને આવશે. યહૂદાના માણસો અને યરૂશાલેમના રહેવાસીઓ પણ અંદર આવશે+ અને આ શહેર લોકોથી હંમેશ માટે હર્યુંભર્યું રહેશે. ૨૬ લોકો યહૂદાનાં શહેરોથી, યરૂશાલેમની આસપાસના વિસ્તારોથી, બિન્યામીનના પ્રદેશથી,+ શેફેલાહથી,*+ પહાડી વિસ્તારોથી અને નેગેબથી* આવશે. તેઓ અગ્નિ-અર્પણો,+ બલિદાનો,+ અનાજ-અર્પણો,+ લોબાન* અને આભાર-અર્પણો* લઈને યહોવાના મંદિરે આવશે.+
૨૭ “‘“પણ જો તમે મારી આજ્ઞા નહિ માનો અને સાબ્બાથના દિવસને પવિત્ર નહિ ગણો, જો એ દિવસે માલ-સામાન ઊંચકશો કે યરૂશાલેમના દરવાજાથી એને અંદર લાવશો, તો હું દરવાજાઓને આગ લગાવી દઈશ. એ આગ યરૂશાલેમના કિલ્લાઓને ભસ્મ કરી દેશે.+ એ આગ કોઈ હોલવી શકશે નહિ.”’”+
૧૮ યહોવાનો આ સંદેશો યર્મિયાને મળ્યો: ૨ “ઊભો થા અને કુંભારના ઘરે જા.+ ત્યાં હું તને મારો સંદેશો જણાવીશ.”
૩ એટલે હું કુંભારના ઘરે ગયો. તે ચાક પર કામ કરતો હતો. ૪ તે જે વાસણ બનાવતો હતો, એ તેના હાથમાં બગડી ગયું. એટલે કુંભારે માટીને ફરી ઘાટ આપ્યો અને તેને ઠીક લાગ્યું* એ પ્રમાણે બીજું વાસણ બનાવ્યું.
૫ પછી યહોવાનો આ સંદેશો મને મળ્યો: ૬ “યહોવા કહે છે, ‘હે ઇઝરાયેલના લોકો, જેમ કુંભાર માટી સાથે કરે છે, તેમ શું હું તમારી સાથે ન કરી શકું? હે ઇઝરાયેલના લોકો, જેમ કુંભારના હાથમાં માટી છે, તેમ તમે મારા હાથમાં છો.+ ૭ જો હું કોઈ પ્રજા કે રાજ્યને ઉખેડી નાખવાની, તોડી પાડવાની કે નાશ કરવાની ચેતવણી આપું+ ૮ અને જો એ પ્રજા પોતાનાં દુષ્ટ કામો છોડી દે, તો હું મારું મન બદલીશ.* હું એના પર જે આફત લાવવાનો હતો એ નહિ લાવું.+ ૯ જો હું કોઈ પ્રજા કે રાજ્યને બાંધવાનું કે એને સ્થાપવાનું* જાહેર કરું ૧૦ અને જો એ પ્રજા મારી નજરમાં જે ખરાબ છે એ કરે અને મારું ન સાંભળે, તો હું મારું મન બદલીશ.* હું એના પર જે આશીર્વાદ લાવવાનો હતો એ નહિ લાવું.’
૧૧ “યહૂદાના માણસો અને યરૂશાલેમના રહેવાસીઓને કહે, ‘યહોવા કહે છે: “હું આફત લાવવાની તૈયારી કરી રહ્યો છું, તમને સજા કરવાની યોજના ઘડી રહ્યો છું. કૃપા કરીને તમારા ખરાબ માર્ગોથી પાછા ફરો. તમારાં વાણી-વર્તનમાં અને કામોમાં સુધારો કરો.”’”+
૧૨ પણ તેઓએ કહ્યું: “ના, અમે એવું નહિ કરીએ!+ અમે તો મન ફાવે એમ વર્તીશું. અમે અડિયલ બનીને અમારા દુષ્ટ હૃદય પ્રમાણે કરીશું.”+
૧૩ યહોવા કહે છે,
“જરા બીજી પ્રજાઓને પૂછો:
શું કોઈએ આવું કંઈ સાંભળ્યું છે?
ઇઝરાયેલની કુંવારી દીકરીએ ખૂબ ભયંકર કામ કર્યું છે.+
૧૪ શું લબાનોનના ઊંચા ખડકો પરનો બરફ કદી ઓગળી શકે?
શું દૂરથી વહી આવતું ઠંડું પાણી કદી સુકાઈ શકે?
૧૫ પણ મારા લોકો મને ભૂલી ગયા છે.+
તેઓ મૂર્તિઓને બલિદાનો ચઢાવે છે.+
૧૬ એટલે તેઓના દેશના એવા હાલ થશે કે લોકો એ જોઈને ધ્રૂજી ઊઠશે.+
એની મજાક ઉડાવવા લોકો કાયમ સીટી મારશે.+
ત્યાંથી પસાર થનાર એકેએક માણસ ચોંકી જશે
અને માથું ધુણાવીને મશ્કરી કરશે.+
૧૭ જેમ પૂર્વના પવનથી ફોતરાં વિખેરાઈ જાય છે, તેમ હું તેઓને દુશ્મનો સામે વિખેરી નાખીશ.
આફતના દિવસે તેઓની સામે જોવાને બદલે હું તેઓથી મારી પીઠ ફેરવી લઈશ.”+
૧૮ તેઓએ કહ્યું: “યાજકો આપણને હંમેશાં નિયમો* શીખવતા રહેશે, જ્ઞાની માણસો સલાહ આપતા રહેશે અને પ્રબોધકો ઈશ્વરનો સંદેશો જણાવતા રહેશે. કશું બદલાવાનું નથી. ચાલો, આપણે યર્મિયા પર આરોપ મૂકીએ, તેની વિરુદ્ધ કાવતરું ઘડીએ.+ તેની વાત કેમ સાંભળીએ?”
૧૯ હે યહોવા, મારા પર ધ્યાન આપો.
મારા વિરોધીઓ કેવી કેવી વાતો કરે છે, એ સાંભળો.
૨૦ શું સારાનો બદલો ખરાબથી આપવો જોઈએ?
તેઓએ મારો જીવ લેવા ખાડો ખોદ્યો છે.+
યાદ કરો, હું વારંવાર તમારી આગળ આવીને તેઓનું સારું બોલ્યો હતો,
જેથી તમારો ગુસ્સો શાંત પડે.
૨૧ હવે તેઓના દીકરાઓને દુકાળથી મરવા દો,
તેઓને તલવારના હવાલે કરી દો.+
તેઓની પત્નીઓ પાસેથી બાળકો છીનવી લો અને તેઓને વિધવા બનાવી દો.+
તેઓના પુરુષોને ભયંકર બીમારીથી મારી નાખો,
તેઓના યુવાનોને યુદ્ધમાં તલવારથી કાપી નાખો.+
૨૨ લુટારાઓ અચાનક તેઓ પર ધાડ પાડે ત્યારે,
તેઓનાં ઘરોમાં ચીસાચીસ થવા દો.
તેઓએ મને પકડવા ખાડો ખોદ્યો છે
અને મારા પગો માટે ફાંદો મૂક્યો છે.+
૨૩ હે યહોવા, તમે સારી રીતે જાણો છો,
મારો જીવ લેવા તેઓએ કેવાં કેવાં કાવતરાં ઘડ્યાં છે.+
તેઓના અપરાધો ઢાંકશો નહિ.
તેઓનાં પાપો ભૂંસી નાખશો નહિ.
૧૯ યહોવા કહે છે: “કુંભાર પાસે જા અને માટીનો કુંજો ખરીદી લાવ.+ લોકોમાંથી અને યાજકોમાંથી અમુક વડીલોને લઈને ૨ હિન્નોમની ખીણમાં*+ આવેલા કુંભારના દરવાજે જા. હું તને જે સંદેશો જણાવું એ ત્યાં જાહેર કર. ૩ તું તેઓને કહેજે, ‘યહૂદાના રાજાઓ અને યરૂશાલેમના રહેવાસીઓ, યહોવાનો સંદેશો સાંભળો. ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે:
“‘“હું આ શહેર પર આફત લાવવાનો છું. એ વિશે જે કોઈ સાંભળશે તેને આઘાત લાગશે.* ૪ તેઓએ મને છોડી દીધો છે.+ તેઓએ આ જગ્યાને એવી કરી મૂકી છે કે ઓળખાતી નથી.+ તેઓ એવા દેવોને બલિદાનો ચઢાવે છે, જેને તેઓ કે તેઓના બાપદાદાઓ કે યહૂદાના રાજાઓ જાણતા ન હતા. અહીં તેઓએ નિર્દોષ લોકોના લોહીની નદીઓ વહેવડાવી છે.+ ૫ તેઓએ બઆલ માટે ભક્તિ-સ્થળો બાંધ્યાં છે, જેથી પોતાના દીકરાઓને અગ્નિ-અર્પણ તરીકે આગમાં હોમી શકે.+ મેં તેઓને એવું કરવાનું કહ્યું ન હતું કે આજ્ઞા આપી ન હતી, મારા દિલમાં એવો વિચાર પણ આવ્યો ન હતો.”’+
૬ “‘યહોવા કહે છે, “જુઓ, એવા દિવસો આવી રહ્યા છે, જ્યારે આ જગ્યાને તોફેથ* કે હિન્નોમની ખીણ નહિ, પણ કતલની ખીણ કહેવામાં આવશે.+ ૭ હું આ જગ્યાએ યહૂદા અને યરૂશાલેમની બધી યોજનાઓ ઊંધી વાળીશ. હું તેઓને દુશ્મનોની તલવારને હવાલે કરીશ. તેઓનો જીવ લેવા જેઓ તરસે છે, તેઓના હાથમાં સોંપીશ. હું તેઓનાં મડદાં પક્ષીઓને અને પ્રાણીઓને ખોરાક તરીકે આપીશ.+ ૮ હું આ શહેરના એવા હાલ કરીશ કે લોકો જોઈને ધ્રૂજી ઊઠશે. એની મજાક ઉડાવવા લોકો સીટી મારશે. ત્યાંથી પસાર થનાર એકેએક માણસ ચોંકી જશે અને એના પર આવેલી આફતો જોઈને સીટી મારશે.+ ૯ તેઓનો જીવ લેવા માંગતા લોકો અને બીજા દુશ્મનો તેઓને સકંજામાં લેશે, તેઓને ઘેરી લેશે. એ ઘેરો એટલો સખત હશે કે તેઓએ પોતાનાં દીકરા-દીકરીઓનું અને બીજા માણસોનું માંસ ખાવું પડશે.”’+
૧૦ “પછી તારી સાથે આવેલા માણસોના દેખતાં તું એ કુંજો તોડી નાખ. ૧૧ તેઓને કહે, ‘સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: “જેમ કોઈ માણસ માટીનું વાસણ તોડી નાખે અને પછી એ જોડી શકાતું નથી, તેમ હું આ લોકોને અને આ શહેરને તોડી નાખીશ. તેઓ તોફેથમાં એટલાં બધાં મડદાં દાટશે કે જગ્યા ખૂટી પડશે.”’+
૧૨ “યહોવા કહે છે, ‘હું આ જગ્યા અને એના રહેવાસીઓના એવા હાલ કરીશ કે આ શહેર તોફેથ જેવું બની જશે. ૧૩ યરૂશાલેમનાં ઘરો અને યહૂદાના રાજાનાં ઘરો તોફેથ+ જેવા અશુદ્ધ બની જશે. એ બધાં ઘરો અશુદ્ધ થઈ જશે, જેની છત પર તેઓ આકાશનાં સૈન્યોને બલિદાનો ચઢાવતા હતા+ અને બીજા દેવોને દ્રાક્ષદારૂ-અર્પણો ચઢાવતા હતા.’”+
૧૪ યર્મિયા તોફેથથી પાછો આવ્યો, જ્યાં યહોવાએ તેને ભવિષ્યવાણી કરવા મોકલ્યો હતો. તે યહોવાના મંદિરના આંગણામાં ઊભો રહ્યો અને લોકોને કહ્યું: ૧૫ “ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘મેં કહ્યું હતું તેમ હું આ શહેર અને એનાં નગરો પર આફતો લાવું છું, કેમ કે તેઓએ અડિયલ બનીને* મારું સાંભળવાની ના પાડી છે.’”+
૨૦ યર્મિયાએ ભવિષ્યવાણી કરી ત્યારે, ઇમ્મેરનો દીકરો પાશહૂર યાજક એ બધું સાંભળતો હતો. તે યહોવાના મંદિરનો મુખ્ય અધિકારી હતો. ૨ પાશહૂરે યર્મિયા પ્રબોધકને માર માર્યો. તે યર્મિયાને યહોવાના મંદિર પાસે બિન્યામીનના ઉપરના દરવાજે લઈ ગયો અને તેને હેડમાં* નાખ્યો.+ ૩ બીજા દિવસે પાશહૂરે યર્મિયાને હેડમાંથી* બહાર કાઢ્યો. યર્મિયાએ તેને કહ્યું:
“યહોવાએ તારું નામ પાશહૂર* નહિ, પણ ચારે તરફ આતંક* એવું પાડ્યું છે.+ ૪ યહોવા કહે છે, ‘તારી સાથે જે થશે, એ જોઈને તારા પર અને તારા દોસ્તો પર આતંક છવાઈ જશે. તારી નજર સામે તેઓ દુશ્મનોની તલવારે માર્યા જશે.+ હું આખા યહૂદાને બાબેલોનના રાજાના હાથમાં સોંપી દઈશ. તે તેઓને ગુલામ બનાવીને બાબેલોન લઈ જશે અને તલવારથી કાપી નાખશે.+ ૫ હું આ શહેરની બધી ધનદોલત, માલ-મિલકત, કીમતી વસ્તુઓ અને યહૂદાના રાજાઓનો ખજાનો દુશ્મનોને સોંપી દઈશ.+ તેઓ એને લૂંટી લેશે અને કબજે કરીને બાબેલોન લઈ જશે.+ ૬ હે પાશહૂર, તને અને તારા ઘરમાં રહેતા લોકોને ગુલામીમાં લઈ જવામાં આવશે. તને બાબેલોન લઈ જવામાં આવશે અને ત્યાં તું મરી જશે. ત્યાં તને તારા દોસ્તો સાથે દાટવામાં આવશે, કેમ કે તેં તેઓને જૂઠી ભવિષ્યવાણી કહી હતી.’”+
૭ હે યહોવા, તમે મને છેતર્યો છે અને હું છેતરાઈ ગયો છું.
તમે મારા કરતાં બળવાન છો, તમે મને જીતી લીધો છે.+
આખો દિવસ લોકો મારા પર હસે છે.
હું લોકો આગળ મજાક બની ગયો છું.+
૮ હું તમારો સંદેશો જોરશોરથી જાહેર કરું છું,
“મારામારી અને વિનાશ થશે!”
યહોવાના એ સંદેશાને લીધે આખો દિવસ લોકો મારું અપમાન કરે છે અને મારી મજાક ઉડાવે છે.+
પણ તેમનો સંદેશો મારા દિલમાં આગની જેમ બળવા લાગ્યો,
એ મારાં હાડકાંમાં આગની જેમ સળગી ઊઠ્યો.
હું એને મારી અંદર સમાવી શક્યો નહિ.
હું કોશિશ કરી કરીને થાકી ગયો, પણ ચૂપ રહી શક્યો નહિ.+
૧૦ મેં ખોટી અફવાઓ સાંભળી.
મારા પર ડર છવાઈ ગયો.+
તેઓ કહેતા: “ચાલો, તેનું નામ બદનામ કરીએ! તેના પર આરોપ મૂકીએ!”
મારું ભલું ચાહનારા પણ ટાંપીને બેઠા હતા કે હું ક્યારે પડી જાઉં.+
તેઓ કહેતા: “તે કોઈ ભૂલ કરે બસ એટલી વાર,
આપણે તેના પર હાવી થઈ જઈશું અને બદલો લઈશું.”
૧૧ પણ યહોવા એક શક્તિશાળી યોદ્ધાની જેમ મારી પડખે ઊભા છે.+
એટલે મને સતાવનાર માણસો ઠોકર ખાશે અને હારી જશે.+
તેઓ ભારે શરમમાં મુકાશે, તેઓ સફળ થશે નહિ.
તેઓની એવી ફજેતી થશે કે એ ક્યારેય ભુલાશે નહિ.+
૧૨ હે સૈન્યોના ઈશ્વર યહોવા, તમે નેક માણસની પરખ કરો છો.
તમે અંતરના વિચારો* અને દિલને જુઓ છો.+
૧૩ યહોવા માટે ગીત ગાઓ! યહોવાની સ્તુતિ કરો!
કેમ કે તેમણે દુષ્ટના હાથમાંથી લાચારને છોડાવ્યો છે.
૧૪ ધિક્કાર છે એ દિવસને જ્યારે મારો જન્મ થયો!
અફસોસ છે એ દિવસને જ્યારે મારી માએ મને જન્મ આપ્યો!+
૧૫ ધિક્કાર છે એ માણસને જેણે મારા પિતાને આ ખુશખબર આપી હતી:
“તને દીકરો થયો છે, દીકરો!”
એ સાંભળીને તે ઝૂમી ઊઠ્યા હતા.
૧૬ તે માણસ એવા શહેર જેવો થાય, જેને યહોવાએ કોઈ અફસોસ વગર ઊથલાવી પાડ્યું હતું.
તેને સવારે બૂમબરાડા સંભળાય અને ભરબપોરે યુદ્ધનો પોકાર સંભળાય.
૧૭ તેણે મને કૂખમાં જ કેમ મારી ન નાખ્યો?
કાશ, મારી માની કૂખ મારી કબર બની ગઈ હોત!
તેણે મને જન્મ આપ્યો ન હોત* તો સારું થાત!+
૧૮ હું માની કૂખમાંથી કેમ બહાર આવ્યો?
શું મુશ્કેલીઓ અને દુઃખ જોવાં?
શું અપમાન સહીને મરી જવા?+
૨૧ રાજા સિદકિયાએ+ માલ્કિયાના દીકરા પાશહૂરને+ અને માઅસેયાના દીકરા સફાન્યા+ યાજકને યર્મિયા પાસે મોકલ્યા ત્યારે, યર્મિયાને યહોવાનો સંદેશો મળ્યો. પાશહૂરે અને સફાન્યાએ યર્મિયાને કહ્યું: ૨ “બાબેલોનનો રાજા નબૂખાદનેસ્સાર* અમારી સામે ચઢી આવ્યો છે.+ કૃપા કરીને અમારા વતી યહોવાને પૂછો કે અમારું શું થશે. કદાચ યહોવા અમારા માટે શક્તિશાળી કામો કરે અને રાજા પોતાનું સૈન્ય પાછું ખેંચી લે.”+
૩ યર્મિયાએ તેઓને કહ્યું: “રાજા સિદકિયાને જઈને કહો, ૪ ‘ઇઝરાયેલના ઈશ્વર યહોવા કહે છે: “બાબેલોનના રાજા સામે અને તમારા કોટની બહાર ઘેરો નાખનાર ખાલદીઓ* સામે તમે જે હથિયાર ઉપાડ્યાં છે,+ એને હું તમારી જ વિરુદ્ધ વાપરીશ. હું એ બધાને તમારા શહેરની વચ્ચે ભેગા કરીશ. ૫ હું પોતે તમારી સામે લડીશ.+ હું મારો શક્તિશાળી અને બળવાન હાથ ઉગામીશ. હું ગુસ્સે થઈને, ક્રોધે ભરાઈને અને રોષે ચઢીને તમારી સામે લડીશ.+ ૬ હું આ શહેરનાં માણસોનો અને જાનવરોનો નાશ કરીશ. તેઓ ભયંકર રોગચાળાથી* માર્યાં જશે.”’+
૭ “‘યહોવા કહે છે, “એ પછી હું યહૂદાના રાજા સિદકિયાને, તેના સેવકોને તેમજ રોગચાળા, તલવાર અને દુકાળથી બચી ગયેલા આ શહેરના લોકોને બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારના* હાથમાં સોંપી દઈશ. હું તેઓને દુશ્મનોના હાથમાં સોંપી દઈશ અને તેઓનો જીવ લેવા માંગતા લોકોને હવાલે કરી દઈશ.+ નબૂખાદનેસ્સાર તેઓને તલવારે મારી નાખશે. તે કોઈના પર રહેમ નહિ કરે. તે જરાય દયા કે કરુણા નહિ બતાવે.”’+
૮ “તું આ લોકોને કહેજે, ‘યહોવા કહે છે: “હું તમારી આગળ જીવનનો માર્ગ અને મરણનો માર્ગ મૂકું છું. ૯ જેઓ આ શહેરમાં રહેશે તેઓ તલવાર, દુકાળ અને રોગચાળાથી માર્યા જશે. પણ જેઓ બહાર જશે અને ઘેરો નાખનાર ખાલદીઓને શરણે થશે, તેઓ જીવતા રહેશે. તેઓ પોતાનો જીવ બચાવશે.”’*+
૧૦ “‘યહોવા કહે છે: “મેં આ શહેરનું ભલું કરવાનું નહિ, પણ એના પર આફત લાવવાનું નક્કી કર્યું છે.+ હું આ શહેર બાબેલોનના રાજાને સોંપી દઈશ.+ તે એને બાળીને ખાખ કરી દેશે.”+
૧૧ “‘હે યહૂદાના રાજાના ઘરના લોકો, યહોવાનો સંદેશો સાંભળો. ૧૨ દાઉદના રાજવંશને યહોવા કહે છે:
“તમે દરરોજ સાચો ન્યાય કરો,
જુલમીના હાથે લૂંટાઈ રહેલા માણસને છોડાવો,+
નહિતર તમારાં દુષ્ટ કામોને લીધે+
મારો ગુસ્સો આગની જેમ સળગી ઊઠશે+
અને એને હોલવનાર કોઈ નહિ હોય.”’
૧૩ યહોવા કહે છે, ‘હે ખીણના* રહેવાસીઓ,
હે સપાટ જમીનના ખડક, હું તમારી સામે થયો છું.
તમે કહો છો, “કોની હિંમત કે આપણા પર ચઢી આવે?
કોની તાકાત કે આપણાં ઘરો પર હુમલો કરે?”’
૧૪ પણ યહોવા કહે છે,
‘હું તમારી પાસેથી તમારાં કામોનો હિસાબ લઈશ.+
હું તમારા જંગલને આગ લગાવી દઈશ.
એ આગથી આસપાસનું બધું બળીને ખાખ થઈ જશે.’”+
૨૨ યહોવા કહે છે: “તું યહૂદાના રાજાના મહેલમાં જા અને તેને આ સંદેશો જણાવ. ૨ તું તેને કહેજે, ‘હે દાઉદની રાજગાદી પર બેસનાર યહૂદાના રાજા, તું અને આ દરવાજેથી અંદર આવનાર તારા સેવકો અને તારા લોકો, તમે યહોવાનો સંદેશો સાંભળો. ૩ યહોવા કહે છે: “તમે અદ્દલ ઇન્સાફ કરો અને સચ્ચાઈથી વર્તો. જુલમીના હાથે લૂંટાઈ રહેલા માણસને છોડાવો. કોઈ પરદેશી સાથે ખરાબ રીતે વર્તશો નહિ. કોઈ અનાથને* કે વિધવાને સતાવશો નહિ.+ આ શહેરમાં કોઈ નિર્દોષ માણસનું લોહી વહેવડાવશો નહિ.+ ૪ જો તમે એ બધું ધ્યાનથી પાળશો, તો દાઉદની રાજગાદી પર બેસનાર રાજાઓ+ આ મહેલના દરવાજેથી અંદર આવશે. તેઓ રથો અને ઘોડાઓ પર સવાર થઈને આવશે. તેઓના સેવકો અને તેઓના લોકો પણ અંદર આવશે.”’+
૫ “યહોવા કહે છે, ‘જો તમે મારું કહ્યું નહિ માનો, તો હું મારા પોતાના સમ ખાઈને કહું છું કે આ મહેલ ખંડેર થઈ જશે.’+
૬ “યહૂદાના રાજાના મહેલ વિશે યહોવા કહે છે,
‘તું મારા માટે ગિલયાદ જેવો છે,
લબાનોનના શિખર જેવો છે,
પણ હું તને ઉજ્જડ કરી દઈશ.
તારાં શહેરો વસ્તી વગરનાં થઈ જશે.+
તેઓ તારાં ઉત્તમ દેવદાર વૃક્ષોને કાપી નાખશે
અને એને આગમાં હોમી દેશે.+
૮ “‘આ શહેર આગળથી પસાર થનાર પ્રજાઓ એકબીજાને કહેશે: “યહોવાએ આ મહાન શહેરના આવા હાલ કેમ કર્યા?”+ ૯ તેઓ કહેશે: “કેમ કે આ શહેરના લોકોએ પોતાના ઈશ્વર યહોવાનો કરાર તોડ્યો છે. તેઓ બીજા દેવોને પગે પડ્યા છે અને તેઓની ભક્તિ કરી છે.”’+
૧૦ તમે મરેલા માણસ માટે ન રડો,
તેના માટે શોક ન પાળો.
એના બદલે, ગુલામીમાં જઈ રહેલા માણસ માટે રડો,
કેમ કે તે પોતાની જન્મભૂમિ ફરી કદી જોશે નહિ.
૧૧ “પોતાના પિતા યોશિયાની+ જગ્યાએ યહૂદા પર રાજ કરનાર શાલ્લૂમ,*+ જે ગુલામીમાં ગયો છે, તેના વિશે યહોવા કહે છે: ‘તે ક્યારેય પાછો આવશે નહિ. ૧૨ તેઓ તેને ગુલામ બનાવીને જ્યાં લઈ ગયા છે, ત્યાં તે મરી જશે. તે આ દેશ ફરી ક્યારેય જોશે નહિ.’+
૧૩ અફસોસ છે એ માણસને,* જે બેઈમાનીથી પોતાનું ઘર બાંધે છે,
જે અન્યાયથી ઉપરના ઓરડા બાંધે છે,
જે પોતાના સાથી પાસે મફત કામ કરાવે છે
અને તેને મજૂરી આપતો નથી.+
૧૪ તે કહે છે, ‘હું મારા માટે આલીશાન ઘર બાંધીશ,
ઉપરના માળે મોટા મોટા ઓરડા બનાવીશ.
એને બારીઓ બેસાડીશ,
એમાં દેવદારનાં પાટિયાં લગાવીશ અને એને લાલ રંગથી રંગીશ.’
૧૫ તને શું લાગે છે, બીજાઓ કરતાં વધારે દેવદાર વાપરવાથી શું તારું રાજ કાયમ ટકશે?
તારા પિતાએ ખાવા-પીવાનો આનંદ માણ્યો,
પણ તેણે અદ્દલ ઇન્સાફ કર્યો અને તે સચ્ચાઈથી વર્ત્યો,+
એટલે તેનું ભલું થયું.
૧૬ તે લાચાર અને ગરીબને ન્યાય અપાવતો,
એટલે તેના સમયમાં બધું સારું થયું.
યહોવા કહે છે, ‘શું મને ઓળખવાનો એ જ અર્થ નથી?
૧૭ પણ તારી આંખો અને તારું દિલ
હંમેશાં બેઈમાની કરીને લાભ મેળવવા પર,
નિર્દોષનું ખૂન કરવા* પર,
કપટ અને અત્યાચાર કરવા પર રહે છે.’
૧૮ “એટલે યોશિયાના દીકરા, યહૂદાના રાજા યહોયાકીમ+ વિશે યહોવા કહે છે,
‘લોકો શોક પાળવા કહે છે:
“હાય હાય, મારા ભાઈ! હાય હાય, મારી બહેન!”
પણ તેઓ યહોયાકીમ માટે શોક પાળવા નહિ કહે:
“હાય હાય, મારા માલિક! ક્યાં ગયું તમારું ગૌરવ?”
૧૯ તેના મડદાના હાલ ગધેડાના મડદા જેવા થશે.+
તેને ઘસડીને લઈ જવામાં આવશે
અને યરૂશાલેમના દરવાજાની બહાર ફેંકી દેવામાં આવશે.’+
૨૦ તું* લબાનોન જઈને પોકાર કર,
બાશાનમાં ચીસાચીસ કર,
અબારીમથી બૂમાબૂમ કર,+
કેમ કે તારા પ્રેમીઓને કચડી નાખવામાં આવ્યા છે.+
૨૧ તું સુખચેનમાં હતી ત્યારે મેં તને સલાહ આપી હતી,
પણ તેં કહ્યું: ‘હું તમારું નહિ માનું.’+
તું યુવાનીથી જ આમ કરતી આવી છે,
તેં મારું સાંભળ્યું નથી.+
તારા પર આવેલી આફતને લીધે તું શરમમાં મુકાશે અને તારું અપમાન થશે.
૨૩ હે લબાનોનમાં રહેનારી,+
હે દેવદારનાં વૃક્ષો વચ્ચે વસનારી,+
જન્મ આપનાર સ્ત્રીની જેમ તને પીડા ઊપડશે ત્યારે,
તું કેવાં તરફડિયાં મારીશ! તું કેવી ચીસાચીસ કરીશ!”+
૨૪ “યહોવા કહે છે, ‘હું સમ* ખાઈને કહું છું, જો યહોયાકીમનો+ દીકરો, યહૂદાનો રાજા કોન્યા*+ મારા જમણા હાથની વીંટી* હોત, તોપણ મેં તેને કાઢીને ફેંકી દીધો હોત. ૨૫ જેઓ તારો જીવ લેવા માંગે છે અને જેઓથી તું ડરે છે તેઓના હાથમાં હું તને સોંપી દઈશ. હું તને બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારના* હાથમાં અને ખાલદીઓના હાથમાં સોંપી દઈશ.+ ૨૬ હું તને અને તારી માતાને પારકા દેશમાં ધકેલી દઈશ. ત્યાં તમારો જન્મ થયો ન હતો, પણ ત્યાં તમે મરી જશો. ૨૭ તમે આ દેશમાં પાછા આવવા તડપશો, પણ કદી આવી શકશો નહિ.+
૨૮ શું કોન્યા નકામા અને તૂટેલા કુંજા જેવો નથી?
શું એવા વાસણ જેવો નથી જેને કોઈ રાખવા માંગતું નથી?
તેને અને તેના વંશજોને કેમ ફેંકી દેવામાં આવ્યા છે?
કેમ પારકા દેશમાં ધકેલી દેવામાં આવ્યા છે?’+
૨૯ હે પૃથ્વી,* હે પૃથ્વી, હે પૃથ્વી, યહોવાનો સંદેશો સાંભળ.
૩૦ યહોવા કહે છે:
‘આ માણસ વિશે લખ કે તે બાળક વગરનો છે,
તે પોતાના જીવનકાળ* દરમિયાન સફળ થશે નહિ.
કેમ કે તેનો એકેય વંશજ દાઉદની રાજગાદી પર બેસવામાં
અને યહૂદામાં ફરી રાજ કરવામાં સફળ થશે નહિ.’”+
૨૩ યહોવા કહે છે, “અફસોસ છે એ ઘેટાંપાળકોને જેઓ મારા વાડાનાં ઘેટાંનો નાશ કરે છે અને તેઓને વિખેરી નાખે છે.”+
૨ ઇઝરાયેલના ઈશ્વર યહોવા તેમના લોકોને દોરનાર ઘેટાંપાળકોને કહે છે: “તમે મારાં ઘેટાંને વિખેરી નાખ્યાં છે અને તેઓને હાંકી કાઢ્યાં છે. તમે તેઓની સંભાળ રાખી નથી.”+
“એટલે તમારાં દુષ્ટ કામોને લીધે હું તમને સજા કરીશ,” એવું યહોવા કહે છે.
૩ “હું મારાં બાકી રહેલાં ઘેટાંને એ જગ્યાએથી ભેગાં કરીશ, જ્યાં મેં તેઓને વિખેરી નાખ્યાં હતાં.+ હું તેઓને વાડામાં પાછાં લાવીશ.+ તેઓને ઘણાં બચ્ચાં થશે, તેઓ પુષ્કળ વધશે.+ ૪ હું તેઓ માટે એવા ઘેટાંપાળકો ઊભા કરીશ, જેઓ સારી રીતે તેઓની કાળજી લેશે.+ તેઓ ફરી કદી ગભરાશે નહિ કે ડરશે નહિ. તેઓમાંથી એકેય ઘેટું ભૂલું પડશે નહિ,” એવું યહોવા કહે છે.
૫ યહોવા કહે છે, “જુઓ! એવા દિવસો આવી રહ્યા છે, જ્યારે હું દાઉદના વંશમાંથી એક નેક અંકુર* ઊભો કરીશ.+ તે રાજા તરીકે રાજ કરશે+ અને સમજણથી વર્તશે. તે અદ્દલ ઇન્સાફ કરશે અને સચ્ચાઈથી રાજ કરશે.+ ૬ તેના દિવસોમાં યહૂદાને બચાવવામાં આવશે+ અને ઇઝરાયેલ સુખ-શાંતિમાં રહેશે.+ તે આ નામથી ઓળખાશે: અમારી ભલાઈ યહોવા તરફથી છે!”*+
૭ યહોવા કહે છે, “જુઓ! એવા દિવસો આવે છે, જ્યારે તેઓ એવું નહિ કહે: ‘ઇઝરાયેલીઓને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવનાર યહોવાના સમ!’*+ ૮ પણ તેઓ કહેશે, ‘ઇઝરાયેલના વંશજોને ઉત્તરના દેશમાંથી અને તેમણે વિખેરી નાખ્યા હતા એ દેશોમાંથી બહાર કાઢીને પાછા લાવનાર યહોવાના સમ!’* પછી તેઓ પોતાના દેશમાં વસશે.”+
૯ પ્રબોધકો માટે સંદેશો:
મારું દિલ તૂટી ગયું છે.
મારાં હાડકાં ધ્રૂજી રહ્યાં છે.
યહોવા અને તેમના પવિત્ર સંદેશાને લીધે
હું એવા માણસ જેવો થઈ ગયો છું જેણે ખૂબ દારૂ પીધો છે
અને જે દ્રાક્ષદારૂના નશામાં ચકચૂર છે.
વેરાન પ્રદેશનાં ગૌચરો* સુકાઈ ગયાં છે.+
દેશના લોકોનાં વાણી-વર્તન દુષ્ટ છે, તેઓ પોતાની સત્તાનો ખોટો ઉપયોગ કરે છે.
૧૧ “પ્રબોધકો અને યાજકો બંને ભ્રષ્ટ* છે,+
મારા મંદિરમાં મેં તેઓને દુષ્ટ કામો કરતા જોયા છે,”+ એવું યહોવા કહે છે.
૧૨ “તેઓનો રસ્તો લપસણો થશે અને અંધકારથી ભરાઈ જશે,+
તેઓ ઠોકર ખાશે અને પડી જશે.
કેમ કે હું તેઓ પાસે હિસાબ લેવા આવીશ એ વર્ષે
હું તેઓ પર આફત લાવીશ,” એવું યહોવા કહે છે.
૧૩ “મેં સમરૂનના પ્રબોધકોમાં+ દુષ્ટતા જોઈ છે.
તેઓ બઆલને નામે ભવિષ્યવાણી કરે છે,
તેઓ મારા ઇઝરાયેલી લોકોને ખોટા રસ્તે દોરી જાય છે.
૧૪ મેં યરૂશાલેમના પ્રબોધકોને ભયંકર કામો કરતા જોયા છે.
તેઓ વ્યભિચાર કરે છે+ અને જૂઠું બોલે છે.+
તેઓ દુષ્ટોના હાથ મજબૂત કરે છે.*
તેઓ પોતાની દુષ્ટતાથી પાછા ફરતા નથી.
૧૫ એટલે સૈન્યોના ઈશ્વર યહોવા પ્રબોધકો વિરુદ્ધ આ સંદેશો આપે છે:
કેમ કે યરૂશાલેમના પ્રબોધકોને લીધે આખા દેશમાં ઈશ્વર વિરુદ્ધ બળવો* થઈ રહ્યો છે.”
૧૬ સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે:
“તમને ભવિષ્યવાણી કહેનાર પ્રબોધકોનો સંદેશો ન સાંભળો.+
અડિયલ બનીને પોતાનાં હૃદય પ્રમાણે ચાલતા લોકોને તેઓ કહે છે,
‘તમારા પર કોઈ આફત નહિ આવે.’+
૧૮ યહોવાના મિત્રોના ટોળામાં કોણ ઊભું છે,
જેથી તેમનો સંદેશો જોઈ અને સાંભળી શકે?
કોણ તેમના સંદેશાને ધ્યાન આપીને સાંભળે છે?
૧૯ જુઓ! યહોવાના ક્રોધનું વાવાઝોડું જોરથી ફૂંકાશે.
વંટોળિયાની જેમ એ દુષ્ટોના માથા પર ઝઝૂમશે.+
૨૦ જ્યાં સુધી યહોવા પોતાના દિલની ઇચ્છા અમલમાં નહિ લાવે અને એને પૂરી નહિ કરે,
ત્યાં સુધી તેમનો ગુસ્સો શાંત નહિ પડે.
છેલ્લા દિવસોમાં તમે એ વાત સારી રીતે સમજશો.
૨૧ મેં પ્રબોધકોને મોકલ્યા ન હતા, છતાં તેઓ દોડીને ગયા.
મેં તેઓ સાથે વાત કરી ન હતી, છતાં તેઓએ ભવિષ્યવાણી કરી.+
૨૨ જો તેઓ મારા મિત્રોના ટોળામાં ઊભા રહ્યા હોત,
તો તેઓએ મારા લોકોને મારો સંદેશો જણાવ્યો હોત
અને તેઓને ખોટા રસ્તેથી અને દુષ્ટ કામોથી પાછા વાળ્યા હોત.”+
૨૩ યહોવા કહે છે, “શું હું નજીક હોઉં ત્યારે જ ઈશ્વર છું? શું હું દૂર હોઉં ત્યારે પણ ઈશ્વર નથી?”
૨૪ યહોવા કહે છે, “શું કોઈ માણસ એવી જગ્યાએ સંતાઈ શકે, જ્યાં હું તેને જોઈ ન શકું?”+
યહોવા કહે છે, “શું આકાશમાં અને પૃથ્વી પર એવું કંઈક છે, જે મારી નજર બહાર હોય?”+
૨૫ “જે પ્રબોધકો મારા નામે જૂઠી ભવિષ્યવાણી કરે છે, તેઓને મેં આમ કહેતા સાંભળ્યા છે, ‘મને સપનું આવ્યું! મને સપનું આવ્યું!’+ ૨૬ ક્યાં સુધી એ પ્રબોધકોનાં દિલમાંથી જૂઠું બોલવાનો વિચાર નહિ જાય? એ પ્રબોધકો પોતે ઉપજાવી કાઢેલી* વાતો કહે છે.+ ૨૭ તેઓ એકબીજાને પોતાનાં સપનાં જણાવે છે, જેથી મારા લોકો મારું નામ ભૂલી જાય. તેઓના બાપદાદાઓ પણ બઆલની ભક્તિ કરીને મારું નામ ભૂલી ગયા હતા.+ ૨૮ પ્રબોધક ભલે તેનું સપનું જણાવે. પણ જેની પાસે મારો સંદેશો છે, તે સચ્ચાઈથી મારો સંદેશો જણાવે.”
યહોવા કહે છે, “ઘઉંની આગળ ઘાસની શી વિસાત?”
૨૯ યહોવા કહે છે, “શું મારો સંદેશો આગ જેવો નથી?+ શું ખડકોને તોડનાર હથોડા જેવો નથી?”+
૩૦ યહોવા કહે છે, “હું એ પ્રબોધકોને સજા કરીશ, જેઓ બીજા પ્રબોધકો પાસેથી મારો સંદેશો ચોરી લે છે.”+
૩૧ યહોવા કહે છે, “હું એ પ્રબોધકોને સજા કરીશ, જેઓ કહે છે, ‘ઈશ્વર જાહેર કરે છે!’”+
૩૨ યહોવા કહે છે, “હું એ પ્રબોધકોને સજા કરીશ, જેઓ મારા લોકોને પોતાનાં જૂઠાં સપનાં સંભળાવે છે, જૂઠું બોલીને અને અભિમાન કરીને મારા લોકોને ખોટા રસ્તે દોરે છે.”+
યહોવા કહે છે, “મેં તેઓને મોકલ્યા ન હતા કે કોઈ આજ્ઞા આપી ન હતી. એટલે તેઓથી આ લોકોને કંઈ લાભ થશે નહિ.”+
૩૩ “જ્યારે પ્રબોધક કે યાજક કે આ લોકોમાંથી કોઈ તને પૂછે, ‘યહોવાનો બોજ* શું છે?’ ત્યારે તું કહેજે, ‘યહોવા કહે છે, “તમે લોકો બોજ છો! હું તમને ફેંકી દઈશ.”’+ ૩૪ જો પ્રબોધક કે યાજક કે લોકોમાંથી કોઈ માણસ કહે, ‘આ યહોવાનો બોજ* છે,’ તો હું તે માણસને અને તેના ઘરના લોકોને સજા કરીશ. ૩૫ તમે પોતાના સાથીને અને પોતાના ભાઈને કહો છો: ‘યહોવાએ શો જવાબ આપ્યો છે? યહોવાએ શું કહ્યું છે?’ ૩૬ પણ હવે તમારે યહોવાના બોજ* વિશે વાત કરવી નહિ. કેમ કે તમારો જ સંદેશો બોજ* છે. તમે સૈન્યોના ઈશ્વર યહોવાનો, આપણા જીવતા ઈશ્વરનો સંદેશો બદલી નાખ્યો છે.
૩૭ “તું પ્રબોધકને કહેજે, ‘યહોવાએ તને શો જવાબ આપ્યો છે? યહોવાએ શું કહ્યું છે? ૩૮ જો તમે કહેતા રહો, “આ યહોવાનો બોજ* છે!” તો યહોવા કહે છે, “મેં તમને કહ્યું હતું, ‘તમારે આવું કહેવું નહિ: “આ યહોવાનો બોજ* છે!”’ તોપણ તમે કહો છો, ‘આ સંદેશો યહોવાનો બોજ* છે.’ ૩૯ એટલે જુઓ! હું તમને ઊંચકીને મારી નજર આગળથી ફેંકી દઈશ. જે શહેર મેં તમને અને તમારા બાપદાદાઓને આપ્યું હતું એને પણ ફેંકી દઈશ. ૪૦ હું તમને કાયમ માટે શરમમાં મૂકીશ. તમારું એવું અપમાન કરીશ, જે કદી ભુલાશે નહિ.”’”+
૨૪ બાબેલોનનો રાજા નબૂખાદનેસ્સાર* યહોયાકીમના દીકરા,+ યહૂદાના રાજા યખોન્યાને* ગુલામ બનાવીને યરૂશાલેમથી બાબેલોન લઈ ગયો. તેની સાથે યહૂદાના અધિકારીઓને, કારીગરોને અને લુહારોને* પણ લઈ ગયો.+ પછી યહોવાએ મને અંજીર ભરેલી બે ટોપલીઓ બતાવી. એ ટોપલીઓ યહોવાના મંદિર આગળ હતી. ૨ એક ટોપલીમાં સારાં અંજીર હતાં, પહેલી ફસલનાં અંજીર હતાં. બીજી ટોપલીમાં ખરાબ અંજીર હતાં, એટલાં ખરાબ કે ખવાય પણ નહિ.
૩ યહોવાએ મને પૂછ્યું: “યર્મિયા, તને શું દેખાય છે?” મેં કહ્યું: “અંજીર. જે અંજીર સારાં છે, એ ખૂબ સારાં છે. પણ જે ખરાબ છે, એ ખૂબ ખરાબ છે. એટલાં ખરાબ કે ખવાય પણ નહિ.”+
૪ પછી યહોવાએ મને આ સંદેશો આપ્યો: ૫ “ઇઝરાયેલના ઈશ્વર યહોવા કહે છે, ‘યહૂદાના જે લોકોને મેં આ જગ્યાએથી ખાલદીઓના દેશમાં ગુલામ બનાવીને મોકલ્યા છે, તેઓ સારાં અંજીર જેવા છે. હું તેઓનું ભલું કરીશ. ૬ તેઓનું સારું કરવા હું મારી નજર તેઓ પર રાખીશ. હું તેઓને આ દેશમાં પાછા લાવીશ.+ હું તેઓને બાંધીશ, પણ તોડીશ નહિ. હું તેઓને રોપીશ, પણ ઉખેડીશ નહિ.+ ૭ હું તેઓને એવું હૃદય આપીશ, જે મને ઓળખે. તેઓ જાણશે કે હું યહોવા છું.+ તેઓ મારા લોકો થશે અને હું તેઓનો ઈશ્વર થઈશ,+ કેમ કે તેઓ પૂરા દિલથી મારી પાસે પાછા આવશે.+
૮ “‘પણ ખવાય નહિ એવા ખરાબ અંજીર વિશે+ યહોવા કહે છે: “યહૂદાનો રાજા સિદકિયા,+ તેના અધિકારીઓ તેમજ યરૂશાલેમના બાકી રહેલા લોકો, એટલે કે જેઓ આ દેશમાં રહે છે અને જેઓ ઇજિપ્તમાં રહે છે, તેઓ ખરાબ અંજીર જેવા છે.+ ૯ હું તેઓ પર આફત લાવીશ અને તેઓના એવા હાલ કરીશ કે એ જોઈને પૃથ્વીનાં બધાં રાજ્યો ધ્રૂજી ઊઠશે.+ જે જગ્યાઓમાં હું તેઓને વિખેરી નાખીશ,+ ત્યાંના લોકો તેઓની નિંદા કરશે, તેઓ વિશે કહેવતો કહેશે, તેઓની મજાક ઉડાવશે અને તેઓને શ્રાપ આપશે.+ ૧૦ જે દેશ મેં તેઓને અને તેઓના બાપદાદાઓને આપ્યો છે, એમાં તેઓનો નાશ થાય ત્યાં સુધી હું તેઓ પર તલવાર,+ દુકાળ અને ભયંકર રોગચાળો* લાવીશ.”’”+
૨૫ યોશિયાના દીકરા, યહૂદાના રાજા યહોયાકીમના શાસનના ચોથા વર્ષે+ યર્મિયાને યહૂદાના બધા લોકો માટે સંદેશો મળ્યો. એ વખતે બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારના* શાસનનું પહેલું વર્ષ ચાલતું હતું. ૨ યહૂદાના બધા લોકો અને યરૂશાલેમના બધા રહેવાસીઓ વિશે* યર્મિયા પ્રબોધકે આ સંદેશો આપ્યો:
૩ “આમોનના દીકરા, યહૂદાના રાજા યોશિયાના શાસનના ૧૩મા વર્ષથી+ લઈને આજ સુધી, પાછલા ૨૩ વર્ષોથી યહોવાનો સંદેશો મને મળતો રહ્યો છે. મેં તમારી સાથે વારંવાર* વાત કરી, પણ તમે જરાય સાંભળ્યું નહિ.+ ૪ યહોવાએ પોતાના સેવકો, હા, પોતાના પ્રબોધકોને વારંવાર* તમારી પાસે મોકલ્યા. પણ તમે તેઓનું સાંભળ્યું નહિ, તેઓની વાત કાને ધરી નહિ.+ ૫ તેઓ કહેતા: ‘મહેરબાની કરીને તમારા ખોટા માર્ગોથી અને તમારાં ખોટાં કામોથી પાછા ફરો.+ એમ કરશો તો તમે એ દેશમાં લાંબું જીવશો, જે યહોવાએ તમને અને તમારા બાપદાદાઓને વર્ષો પહેલાં આપ્યો હતો. ૬ બીજા દેવો પાછળ જશો નહિ, તેઓની ભક્તિ કરશો નહિ અને તેઓને નમન કરશો નહિ. મૂર્તિઓ બનાવીને ઈશ્વરને ગુસ્સે કરશો નહિ, નહિતર તે તમારા પર આફત લાવશે.’
૭ “યહોવા કહે છે, ‘પણ તમે મારું સાંભળ્યું નહિ. તમે મૂર્તિઓ બનાવીને મને ગુસ્સે કર્યો અને પોતાના પર આફત નોતરી.’+
૮ “સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘“તમે મારું સાંભળ્યું નહિ, ૯ એટલે હું ઉત્તરના બધા દેશોને* અને મારા સેવક, બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારને*+ બોલાવું છું.+ હું તેઓને આ દેશ વિરુદ્ધ,+ એના રહેવાસીઓ વિરુદ્ધ અને આસપાસની પ્રજાઓ વિરુદ્ધ લઈ આવીશ.+ હું તમને અને તમારી આસપાસની પ્રજાઓને વિનાશને લાયક ઠરાવીશ. હું તમારા એવા હાલ કરીશ કે એ જોઈને લોકો ધ્રૂજી ઊઠશે. તમારી મજાક ઉડાવવા તેઓ સીટી મારશે અને તમે કાયમ માટે ઉજ્જડ થઈ જશો,” એવું યહોવા કહે છે. ૧૦ “હું તેઓમાંથી આનંદ-ઉલ્લાસનો પોકાર બંધ કરી દઈશ.+ ત્યાંથી વરરાજા અને કન્યાનો અવાજ સંભળાશે નહિ.+ હું ઘંટીનો અવાજ બંધ કરી દઈશ અને દીવાનો પ્રકાશ હોલવી નાખીશ. ૧૧ આખો દેશ ઉજ્જડ થઈ જશે. એના હાલ જોઈને લોકો ધ્રૂજી ઊઠશે. એ પ્રજાઓએ ૭૦ વર્ષ સુધી બાબેલોનના રાજાની ગુલામી કરવી પડશે.”’+
૧૨ “યહોવા કહે છે, ‘૭૦ વર્ષ પૂરાં થયાં+ પછી હું બાબેલોનના રાજાને અને તેના દેશને તેઓની ભૂલ માટે સજા કરીશ.*+ હું ખાલદીઓના દેશને હંમેશ માટે ઉજ્જડ કરી નાખીશ.+ ૧૩ એ દેશ વિશે મેં જે કંઈ કહ્યું છે, જે બધું આ પુસ્તકમાં લખેલું છે, એટલે કે જે વિશે યર્મિયાએ ભવિષ્યવાણી કરી છે, એ પ્રમાણે હું ચોક્કસ કરીશ. ૧૪ ઘણી પ્રજાઓ અને મોટા મોટા રાજાઓ+ તેઓને ગુલામ બનાવશે.+ હું તેઓ પાસેથી તેઓનાં કામોનો હિસાબ લઈશ.’”+
૧૫ કેમ કે ઇઝરાયેલના ઈશ્વર યહોવાએ મને કહ્યું: “તું મારા હાથમાંથી મારા ક્રોધના દ્રાક્ષદારૂનો પ્યાલો લે અને હું જે પ્રજાઓમાં તને મોકલું તેઓને પિવડાવ. ૧૬ તેઓ પીશે અને લથડિયાં ખાશે. હું તેઓ પર જે તલવાર મોકલું છું એના લીધે તેઓ ગાંડાની જેમ વર્તશે.”+
૧૭ મેં યહોવાના હાથમાંથી પ્યાલો લીધો અને યહોવાએ મને જે પ્રજાઓ પાસે મોકલ્યો હતો તેઓને એ પિવડાવ્યો.+ ૧૮ સૌથી પહેલા મેં યરૂશાલેમને, યહૂદાનાં શહેરોને,+ તેના રાજાઓને અને અધિકારીઓને એ પ્યાલો પિવડાવ્યો, જેથી તેઓ ઉજ્જડ થાય, તેઓના હાલ જોઈને પ્રજાઓ ધ્રૂજી ઊઠે, સીટી મારીને તેઓની મજાક ઉડાવે અને તેઓને શ્રાપ આપે.+ આજે તેઓના એવા જ હાલ થવાના છે. ૧૯ પછી ઇજિપ્તના રાજા ફારુનને,* તેના સેવકોને, તેના અધિકારીઓને, તેના લોકોને+ ૨૦ અને તેઓ વચ્ચે રહેતા પરદેશીઓને; ઉસ દેશના બધા રાજાઓને; પલિસ્તના બધા રાજાઓને,+ એટલે કે આશ્કલોનના+ રાજાને, ગાઝાના રાજાને, એક્રોનના રાજાને અને આશ્દોદના બાકી રહેલા લોકોના રાજાને; ૨૧ અદોમીઓને,+ મોઆબીઓને+ અને આમ્મોનીઓને;+ ૨૨ તૂરના બધા રાજાઓને, સિદોનના બધા રાજાઓને+ અને સમુદ્રના ટાપુના રાજાઓને; ૨૩ દદાન,+ તેમા, બૂઝ અને જેઓની દાઢી બાજુએથી* મૂંડેલી છે એ બધાને;+ ૨૪ અરબીઓના બધા રાજાઓને+ અને વેરાન પ્રદેશમાં રહેતા અલગ અલગ લોકોના રાજાઓને; ૨૫ ઝિમ્રીના બધા રાજાઓને, એલામના બધા રાજાઓને+ અને માદાયના બધા રાજાઓને;+ ૨૬ ઉત્તરના બધા રાજાઓને, દૂરના અને નજીકના રાજાઓને તેમજ પૃથ્વીનાં બીજાં રાજ્યોને વારાફરતી એ પ્યાલો પિવડાવ્યો. તેઓ પછી શેશાખનો* રાજા+ એ પ્યાલો પીશે.
૨૭ “તું તેઓને કહેજે, ‘ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: “તમે પીઓ, નશામાં ચકચૂર થાઓ, ઊલટી કરો અને પડી જાઓ. હું તમારા પર તલવાર મોકલું છું, જેના ઘાને લીધે તમે ઊભા થઈ શકશો નહિ.”’+ ૨૮ જો તેઓ તારા હાથમાંથી પ્યાલો લઈને પીવાની ના પાડે, તો તું તેઓને કહેજે, ‘સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: “તમારે એ પીવો જ પડશે! ૨૯ કેમ કે જો હું મારા જ નામે ઓળખાતા શહેર પર આફત લાવવાનો હોઉં,+ તો તમે કઈ રીતે છટકી શકશો?”’+
“‘તમે સજાથી નહિ છટકી શકો, કેમ કે હું આખી પૃથ્વીના રહેવાસીઓ પર તલવાર લાવું છું,’ એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે.
૩૦ “તું તેઓને આ ભવિષ્યવાણી કહેજે,
‘યહોવા ઊંચી જગ્યાથી ગર્જના કરશે,
તે પોતાના પવિત્ર રહેઠાણમાંથી મોટેથી પોકાર કરશે.
તે પોતાના નિવાસસ્થાનમાંથી જોરથી ગર્જના કરશે.
તે દ્રાક્ષાકુંડ ખૂંદનારની જેમ બૂમ પાડશે,
આખી પૃથ્વીના રહેવાસીઓ પર જીત મેળવીને તે વિજયગીત ગાશે.’
૩૧ યહોવા કહે છે, ‘પૃથ્વીના છેડા સુધી ઘોંઘાટ સંભળાશે,
કેમ કે યહોવાએ પ્રજાઓ પર મુકદ્દમો કર્યો છે.
તે પોતે બધા માણસોનો ન્યાય કરશે+
અને તલવારથી દુષ્ટોનો નાશ કરશે.’
૩૨ સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે:
‘જુઓ! એક દેશથી બીજા દેશ સુધી આફત ફેલાઈ રહી છે.+
પૃથ્વીના છેડેથી ભારે વાવાઝોડું ફૂંકાશે.+
૩૩ “‘એ દિવસે યહોવાથી માર્યા ગયેલા લોકોની લાશો પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી પડી હશે. તેઓ માટે વિલાપ કરવામાં નહિ આવે. તેઓને ભેગા કરવામાં નહિ આવે કે દાટવામાં નહિ આવે. તેઓ જમીન પર ખાતર બની જશે.’
૩૪ હે ઘેટાંપાળકો, તમે વિલાપ કરો અને મોટેથી પોકાર કરો!
હે ટોળાનાં મુખ્ય ઘેટાં, તમે રાખમાં આળોટો,
કેમ કે તમારી કતલ કરવાનો અને તમને વિખેરી નાખવાનો સમય આવી ગયો છે,
માટીના કીમતી વાસણની જેમ તમે પડશો અને તમારા ટુકડે-ટુકડા થઈ જશે.
૩૫ ઘેટાંપાળકોને નાસી જવાની જગ્યા નહિ મળે,
ટોળાનાં મુખ્ય ઘેટાંને બચવાનો રસ્તો નહિ મળે.
૩૬ ઘેટાંપાળકોનો પોકાર સાંભળો,
ટોળાનાં મુખ્ય ઘેટાંનો વિલાપ સાંભળો,
કેમ કે યહોવા તેઓનાં ગૌચરો* ઉજ્જડ કરે છે.
૩૭ યહોવાના સળગતા ક્રોધને લીધે,
તેઓનાં શાંત રહેઠાણો સૂમસામ થઈ ગયાં છે.
૩૮ જેમ ગુસ્સે ભરાયેલો સિંહ પોતાની ગુફામાંથી બહાર નીકળે છે,+
તેમ તે પોતાના રહેઠાણમાંથી બહાર નીકળ્યા છે.
નિર્દય તલવાર અને તેમના સળગતા ક્રોધને લીધે
દેશના એવા હાલ થયા છે કે લોકો જોઈને ધ્રૂજી ઊઠે છે.”
૨૬ યોશિયાના દીકરા, યહૂદાના રાજા યહોયાકીમના શાસનની શરૂઆતમાં યહોવાનો આ સંદેશો યર્મિયાને મળ્યો:+ ૨ “યહોવા કહે છે, ‘તું યહોવાના મંદિરના આંગણામાં ઊભો રહે અને યહૂદાનાં શહેરોના જે લોકો યહોવાના મંદિરમાં ભક્તિ કરવા આવે છે, તેઓને* એ સંદેશો જણાવ. મેં તને જે જે કહ્યું છે, એ બધું તેઓને કહી સંભળાવ. એકેય શબ્દ કહેવાનો બાકી રાખતો નહિ. ૩ કદાચ તેઓ સાંભળે અને પોતાના દુષ્ટ માર્ગોથી પાછા ફરે. એમ થશે તો હું મારું મન બદલીશ* અને તેઓનાં દુષ્ટ કામોને લીધે તેઓ પર જે આફત લાવવાનો હતો એ નહિ લાવું.+ ૪ તું તેઓને કહેજે: “યહોવા કહે છે, ‘જો તમે મારું નહિ સાંભળો, મેં આપેલા નિયમો* નહિ પાળો ૫ અને મારા સેવકો, એટલે કે મારા પ્રબોધકોનો સંદેશો નહિ સાંભળો, જેઓને હું વારંવાર* તમારી પાસે મોકલું છું અને તમે સાંભળતા નથી,+ ૬ તો હું આ મંદિરને* શીલોહ+ જેવું બનાવી દઈશ. હું આ શહેરના એવા હાલ કરીશ કે બધી પ્રજાઓ એનું નામ લઈને શ્રાપ આપશે.’”’”+
૭ યાજકોએ, પ્રબોધકોએ અને બધા લોકોએ યહોવાના મંદિરમાં યર્મિયાને સંદેશો આપતા સાંભળ્યો.+ ૮ યહોવાની આજ્ઞા પ્રમાણે યર્મિયાએ લોકોને બધું જણાવ્યું. એ પછી યાજકોએ, પ્રબોધકોએ અને બધા લોકોએ તેને પકડી લીધો. તેઓએ કહ્યું: “તું નક્કી માર્યો જઈશ! ૯ તું કેમ યહોવાના નામે ભવિષ્યવાણી કરે છે કે, ‘આ મંદિર શીલોહ જેવું બની જશે, આ શહેર ઉજ્જડ અને વસ્તી વગરનું થઈ જશે’?” પછી યહોવાના મંદિરમાં બધા લોકો યર્મિયાને ઘેરી વળ્યા.
૧૦ યહૂદાના અધિકારીઓએ એ વિશે સાંભળ્યું ત્યારે, તેઓ રાજાના મહેલમાંથી યહોવાના મંદિરમાં આવ્યા. તેઓ યહોવાના મંદિરના નવા દરવાજા આગળ બેઠા.+ ૧૧ યાજકોએ અને પ્રબોધકોએ અધિકારીઓને અને બધા લોકોને કહ્યું: “આ માણસને મોતની સજા થવી જોઈએ,+ કેમ કે તેણે આ શહેર વિરુદ્ધ ભવિષ્યવાણી કરી છે. તમે તમારા કાને એ સાંભળી છે.”+
૧૨ પછી યર્મિયાએ બધા અધિકારીઓને અને બધા લોકોને કહ્યું: “આ મંદિર અને આ શહેર વિરુદ્ધ તમે મારા મોંએ જે ભવિષ્યવાણી સાંભળી, એ કહેવા યહોવાએ મને મોકલ્યો છે.+ ૧૩ તમારાં વર્તનમાં અને કામોમાં સુધારો કરો, તમારા ઈશ્વર યહોવાનું કહ્યું માનો. જો તમે એમ કરશો, તો યહોવા પોતાનું મન બદલશે* અને જે આફત તમારા પર લાવવાના છે એ નહિ લાવે.+ ૧૪ પણ મારી વાત છે ત્યાં સુધી, લો, હું તમારા હાથમાં છું. તમને જે સારું અને યોગ્ય લાગે, એ પ્રમાણે કરો. ૧૫ પણ એક વાત જાણી લો, જો તમે મને મારી નાખશો, તો તમે પોતાના પર, આ શહેર પર અને એના રહેવાસીઓ પર નિર્દોષ માણસના લોહીનો દોષ લાવશો. કેમ કે સાચે જ એ બધું કહેવા યહોવાએ મને તમારી પાસે મોકલ્યો છે.”
૧૬ પછી અધિકારીઓએ અને બધા લોકોએ યાજકોને અને પ્રબોધકોને કહ્યું: “આ માણસે એવું કંઈ કર્યું નથી કે તેને મોતની સજા થાય. તેણે તો આપણા ઈશ્વર યહોવાના નામે સંદેશો જણાવ્યો છે.”
૧૭ દેશના અમુક વડીલો ઊભા થયા અને હાજર લોકોને* કહ્યું: ૧૮ “યહૂદાના રાજા હિઝકિયાના+ દિવસોમાં મોરેશેથનો વતની મીખાહ+ ભવિષ્યવાણી કરતો હતો. તેણે યહૂદાના બધા લોકોને કહ્યું હતું, ‘સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે:
“તમારા લીધે સિયોનને ખેતરની જેમ ખેડવામાં આવશે,
યરૂશાલેમ પથ્થરનો ઢગલો થઈ જશે,+
૧૯ “શું યહૂદાના રાજા હિઝકિયાએ અને યહૂદાના લોકોએ તેને મારી નાખ્યો હતો? શું રાજાએ યહોવાનો ડર રાખ્યો ન હતો? શું તેણે યહોવા પાસે દયાની ભીખ માંગી ન હતી, જેથી યહોવા પોતાનું મન બદલે* અને જે આફત લાવવાના હતા એ ન લાવે?+ જો આપણે આ માણસને મારી નાખીશું, તો પોતાના પર આફત નોતરીશું.
૨૦ “બીજો એક માણસ પણ યહોવાના નામે ભવિષ્યવાણી કરતો હતો. તેનું નામ ઉરિયાહ હતું. તે શમાયાનો દીકરો હતો અને કિર્યાથ-યઆરીમનો+ વતની હતો. તેણે પણ યર્મિયાની જેમ આ શહેર અને આ દેશ વિરુદ્ધ ભવિષ્યવાણી કરી હતી. ૨૧ જ્યારે તેનો સંદેશો રાજા યહોયાકીમ,+ તેના યોદ્ધાઓ અને તેના બધા અધિકારીઓના કાને પડ્યો, ત્યારે રાજાએ તેને મારી નાખવાની કોશિશ કરી.+ ઉરિયાહને એની ખબર પડી ત્યારે તે ગભરાઈ ગયો અને ઇજિપ્ત નાસી ગયો. ૨૨ તેને પકડવા રાજા યહોયાકીમે આખ્બોરના દીકરા એલ્નાથાનને+ અને બીજા માણસોને ઇજિપ્ત મોકલ્યા. ૨૩ તેઓ ઉરિયાહને ઇજિપ્તથી પકડી લાવ્યા અને રાજા યહોયાકીમને સોંપી દીધો. રાજાએ ઉરિયાહને તલવારે મારી નાખ્યો+ અને તેની લાશ સામાન્ય લોકોના કબ્રસ્તાનમાં નાખી દીધી.”
૨૪ પણ શાફાનના+ દીકરા અહીકામે+ યર્મિયાને સાથ આપ્યો, એટલે તેને લોકોના હાથમાં સોંપવામાં ન આવ્યો અને તે માર્યો ન ગયો.+
૨૭ યોશિયાના દીકરા, યહૂદાના રાજા યહોયાકીમના શાસનની શરૂઆતમાં યહોવાનો આ સંદેશો યર્મિયાને મળ્યો: ૨ “યહોવાએ મને કહ્યું, ‘તું તારા માટે બંધનો* અને ઝૂંસરીઓ બનાવ. એને તારી ગરદન પર મૂક. ૩ પછી યરૂશાલેમમાં યહૂદાના રાજા સિદકિયા પાસે આવેલા સંદેશવાહકોને તું એ ઝૂંસરીઓ આપ. તેઓના હાથે એ ઝૂંસરીઓ અદોમના+ રાજાને, મોઆબના+ રાજાને, આમ્મોનીઓના+ રાજાને, તૂરના+ રાજાને અને સિદોનના+ રાજાને મોકલ. ૪ એ સંદેશવાહકો દ્વારા તેઓના માલિકોને હુકમ આપ. તેઓને કહે:
“‘“જાઓ, તમારા માલિકોને કહો, ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ૫ ‘મેં પોતે મારી પ્રચંડ શક્તિથી અને મારા બળવાન હાથથી આ પૃથ્વી, માણસો અને બધાં જાનવરો બનાવ્યાં છે. હું ચાહું* તેના હાથમાં એ સોંપું છું.+ ૬ હવે મેં મારા સેવક, બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારના+ હાથમાં આ દેશો સોંપ્યા છે. પૃથ્વી પરનાં બધાં જાનવરો પણ મેં તેની સેવામાં આપ્યાં છે. ૭ તેના રાજનો અંત આવે ત્યાં સુધી બધી પ્રજાઓ તેની, તેના દીકરાની અને તેના પૌત્રની સેવા કરશે.+ પછી ઘણી પ્રજાઓ અને મોટા મોટા રાજાઓ તેને પોતાનો ગુલામ બનાવશે.’+
૮ “‘“યહોવા કહે છે, ‘જો કોઈ દેશ કે રાજ્ય બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારની સેવા કરવાની કે પોતાની ગરદન પર તેની ઝૂંસરી મૂકવાની ના પાડશે, તો હું એ દેશને સજા કરીશ. રાજાના હાથે એ દેશનો નાશ થાય ત્યાં સુધી હું એને તલવાર, દુકાળ અને ભયંકર રોગચાળાથી* સજા કરીશ.’+
૯ “‘“‘તમારા પ્રબોધકો, શુકન જોનારાઓ, સપનાંનો ખુલાસો કરનારાઓ, જાદુગરો અને ભૂવાઓની વાત ન સાંભળો. તેઓ તમને કહે છે: “તમારે બાબેલોનના રાજાની સેવા કરવી નહિ પડે.” ૧૦ તેઓ તમને જૂઠી ભવિષ્યવાણી કહે છે. જો તમે તેઓનું સાંભળશો, તો તમને પોતાના દેશથી દૂર લઈ જવામાં આવશે. હું તમને વિખેરી નાખીશ અને તમારો નાશ થઈ જશે.
૧૧ “‘“‘પણ જે દેશના લોકો પોતાની ગરદન પર બાબેલોનના રાજાની ઝૂંસરી મૂકશે અને તેની સેવા કરશે, તેઓને હું પોતાના દેશમાં રહેવા* દઈશ. તેઓ એને ખેડશે અને એમાં વસશે,’ એવું યહોવા કહે છે.”’”
૧૨ યહૂદાના રાજા સિદકિયાને+ પણ મેં કહ્યું હતું: “જો તમે લોકો પોતાની ગરદનો પર બાબેલોનના રાજાની ઝૂંસરી મૂકશો, તેની અને તેના લોકોની સેવા કરશો, તો તમે જીવતા રહેશો.+ ૧૩ તું અને તારા લોકો કેમ તલવારથી,+ દુકાળથી+ અને ભયંકર રોગચાળાથી+ મરવા માંગો છો? યહોવાએ કહ્યું છે, જે દેશ બાબેલોનના રાજાની સેવા નહિ કરે તેના એવા જ હાલ થશે. ૧૪ જે પ્રબોધકો કહે છે, ‘તમારે બાબેલોનના રાજાની સેવા નહિ કરવી પડે,’+ તેઓનું સાંભળશો નહિ. તેઓ હળહળતું જૂઠું બોલે છે.+
૧૫ “યહોવા કહે છે, ‘મેં તેઓને મોકલ્યા નથી, છતાં તેઓ મારા નામે જૂઠી ભવિષ્યવાણી કરે છે. જો તમે તેઓનું સાંભળશો, તો હું તમને વિખેરી નાખીશ અને તમારો નાશ થઈ જશે. તમને ભવિષ્યવાણી કહેનાર પ્રબોધકોનો પણ નાશ થઈ જશે.’”+
૧૬ યાજકોને અને બધા લોકોને મેં કહ્યું: “યહોવા કહે છે, ‘તમને ભવિષ્યવાણી કહેનાર પ્રબોધકોનું સાંભળશો નહિ. તેઓ તમને કહે છે: “જુઓ! યહોવાના મંદિરનાં વાસણો બહુ જલદી બાબેલોનથી પાછાં લાવવામાં આવશે.”+ તેઓની એ ભવિષ્યવાણી જૂઠી છે.+ ૧૭ તેઓનું સાંભળશો નહિ. બાબેલોનના રાજાની સેવા કરો અને જીવતા રહો,+ નહિતર આ શહેર ઉજ્જડ થઈ જશે. ૧૮ પણ જો તેઓ પ્રબોધકો હોય અને તેઓને યહોવાનો સંદેશો મળ્યો હોય, તો તેઓને સૈન્યોના ઈશ્વર યહોવાને વિનંતી કરવા દો કે યહોવાના મંદિરમાં, યહૂદાના રાજાના મહેલમાં અને યરૂશાલેમમાં બચી ગયેલાં વાસણો બાબેલોન લઈ જવામાં ન આવે.’
૧૯ “સૈન્યોના ઈશ્વર યહોવાએ સ્તંભો,+ હોજ,*+ લારીઓ*+ અને શહેરમાં બચી ગયેલાં વાસણો વિશે સંદેશો આપ્યો છે. ૨૦ બાબેલોનનો રાજા નબૂખાદનેસ્સાર જ્યારે યહોયાકીમના દીકરા, એટલે કે યહૂદાના રાજા યખોન્યાને તેમજ યહૂદા અને યરૂશાલેમના આગેવાનોને ગુલામ બનાવીને યરૂશાલેમથી બાબેલોન લઈ ગયો, ત્યારે એ વાસણો લઈ ગયો ન હતો.+ ૨૧ યહોવાના મંદિરમાં, યહૂદાના રાજાના મહેલમાં અને યરૂશાલેમમાં બચી ગયેલાં વાસણો વિશે ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: ૨૨ ‘“એ વાસણો બાબેલોન લઈ જવામાં આવશે.+ હું એના* પર ફરી ધ્યાન આપીશ ત્યાં સુધી એ ત્યાં જ રહેશે. પછી હું એને પાછાં લાવીશ અને એની જગ્યાએ પાછાં મૂકીશ,”+ એવું યહોવા કહે છે.’”
૨૮ એ જ વર્ષે, યહૂદાના રાજા સિદકિયાના શાસનની શરૂઆતમાં,+ તેના શાસનના ચોથા વર્ષના પાંચમા મહિનામાં પ્રબોધક હનાન્યાએ મારી સાથે વાત કરી. તે ગિબયોનના+ વતની આઝ્ઝુરનો દીકરો હતો. તેણે યહોવાના મંદિરમાં યાજકો અને બધા લોકોની હાજરીમાં મને કહ્યું: ૨ “ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘હું બાબેલોનના રાજાની ઝૂંસરી ભાંગી નાખીશ.+ ૩ બાબેલોનનો રાજા નબૂખાદનેસ્સાર યહોવાના મંદિરમાંથી જે વાસણો બાબેલોન લઈ ગયો હતો, એને હું બે જ વર્ષમાં* આ જગ્યાએ પાછાં લઈ આવીશ.’”+ ૪ “યહોવા કહે છે, ‘હું બાબેલોનના રાજાની ઝૂંસરી ભાંગી નાખીશ. હું યહોયાકીમના દીકરા,+ યહૂદાના રાજા યખોન્યાને+ અને યહૂદાના ગુલામોને બાબેલોનથી આ જગ્યાએ પાછા લઈ આવીશ.’”+
૫ યર્મિયા પ્રબોધકે યાજકો અને યહોવાના મંદિરમાં ઊભેલા લોકોની હાજરીમાં હનાન્યા પ્રબોધક સાથે વાત કરી. ૬ યર્મિયા પ્રબોધકે કહ્યું: “આમેન!* યહોવા એવું જ કરે! યહોવા તારી ભવિષ્યવાણી પૂરી કરે! તારા કહ્યા પ્રમાણે યહોવાના મંદિરનાં વાસણોને અને ગુલામોને તે બાબેલોનથી આ જગ્યાએ પાછાં લાવે. ૭ હું તને અને આ લોકોને જે સંદેશો આપું છું એ કાન દઈને સાંભળ. ૮ મારી અને તારી પહેલાં થઈ ગયેલા પ્રબોધકોએ વર્ષો અગાઉ ભવિષ્યવાણી કરી હતી. તેઓએ ઘણાં દેશો અને શક્તિશાળી રાજ્યો પર આવનાર યુદ્ધ, આફત અને ભયંકર રોગચાળા* વિશે ભાખ્યું હતું. ૯ પણ જો કોઈ પ્રબોધક શાંતિ વિશે ભવિષ્યવાણી કરે અને એ સાચી પડે, તો સાબિત થશે કે એ પ્રબોધકને યહોવાએ જ મોકલ્યો છે.”
૧૦ ત્યારે હનાન્યા પ્રબોધકે યર્મિયા પ્રબોધકની ગરદન પરથી ઝૂંસરી ઉતારી અને એને ભાંગી નાખી.+ ૧૧ હનાન્યાએ બધા લોકોની હાજરીમાં કહ્યું: “યહોવા કહે છે, ‘આ જ રીતે, હું બે જ વર્ષમાં બધા દેશોની ગરદન પરથી બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારની ઝૂંસરી ભાંગી નાખીશ.’”+ પછી યર્મિયા પ્રબોધક પોતાને રસ્તે ગયો.
૧૨ હનાન્યા પ્રબોધકે યર્મિયા પ્રબોધકની ગરદન પરની ઝૂંસરી ભાંગી નાખી એ પછી, યહોવાનો આ સંદેશો યર્મિયાને મળ્યો: ૧૩ “જઈને હનાન્યાને કહે, ‘યહોવા કહે છે, “તેં લાકડાની ઝૂંસરીઓ ભાંગી નાખી છે,+ પણ હવે તું લોઢાની ઝૂંસરીઓ બનાવીશ.” ૧૪ કેમ કે ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: “હું બધા દેશોની ગરદન પર લોઢાની ઝૂંસરી મૂકીશ, જેથી તેઓ બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારની સેવા કરે. તેઓએ તેની સેવા કરવી જ પડશે.+ પૃથ્વી પરનાં બધાં જાનવરો પણ હું તેની સેવામાં આપીશ.”’”+
૧૫ પછી યર્મિયા પ્રબોધકે હનાન્યા+ પ્રબોધકને કહ્યું: “હે હનાન્યા, સાંભળ! યહોવાએ તને નથી મોકલ્યો, પણ તેં આ લોકોને જૂઠી વાત કહી છે અને તેઓએ એના પર ભરોસો કર્યો છે.+ ૧૬ એટલે યહોવા કહે છે, ‘હું તારો નાશ કરી નાખીશ, આ વર્ષે તું મરી જશે, કેમ કે તેં યહોવા વિરુદ્ધ બળવો કરવા લોકોને ઉશ્કેર્યા છે.’”+
૧૭ એ જ વર્ષે, સાતમા મહિનામાં હનાન્યા પ્રબોધકનું મરણ થયું.
૨૯ યર્મિયા પ્રબોધકે ગુલામીમાં ગયેલા લોકોમાંના વડીલોને, યાજકોને, પ્રબોધકોને અને બધા લોકોને યરૂશાલેમથી પત્ર લખીને સંદેશો મોકલ્યો. એ બધાને નબૂખાદનેસ્સાર ગુલામ બનાવીને યરૂશાલેમથી બાબેલોન લઈ ગયો હતો. ૨ રાજા યખોન્યા,+ રાજમાતા,+ દરબારના પ્રધાનો, યહૂદા અને યરૂશાલેમના અધિકારીઓ, કારીગરો અને લુહારો* યરૂશાલેમથી ગુલામીમાં ગયા એ પછી,+ યર્મિયાએ એ પત્ર લખ્યો હતો. ૩ યહૂદાના રાજા સિદકિયાએ+ શાફાનના+ દીકરા એલઆસાહને અને હિલ્કિયાના દીકરા ગમાર્યાને બાબેલોનના રાજા નબૂખાદનેસ્સાર પાસે મોકલ્યા હતા. યર્મિયાએ તેઓના હાથે એ પત્ર બાબેલોન મોકલ્યો હતો. પત્રમાં લખ્યું હતું:
૪ “ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવાએ જેઓને ગુલામ બનાવીને યરૂશાલેમથી બાબેલોન મોકલ્યા છે, તેઓને તે કહે છે, ૫ ‘ઘરો બાંધો અને એમાં રહો. વાડીઓ રોપો અને એનાં ફળ ખાઓ. ૬ લગ્ન કરો અને દીકરા-દીકરીઓ પેદા કરો. તમારાં દીકરા-દીકરીઓને પરણાવો, જેથી તેઓને પણ દીકરા-દીકરીઓ થાય. ત્યાં તમારી વસ્તી વધે, પણ ઘટે નહિ. ૭ મેં તમને ગુલામ બનાવીને જે શહેરમાં મોકલ્યા છે, એમાં શાંતિ જાળવી રાખો. એ શહેર માટે યહોવાને પ્રાર્થના કરો, કેમ કે જો એ શહેરમાં શાંતિ હશે, તો તમને શાંતિ મળશે.+ ૮ ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: “તમારા પ્રબોધકોથી અને શુકન જોનારાઓથી છેતરાશો નહિ.+ તેઓ તમને પોતાનું સપનું જણાવે તો એ સાંભળશો નહિ. ૯ યહોવા કહે છે, ‘તેઓ મારા નામે જૂઠી ભવિષ્યવાણી કરે છે. મેં તેઓને મોકલ્યા નથી.’”’”+
૧૦ “યહોવા કહે છે, ‘તમને બાબેલોનમાં ૭૦ વર્ષ પૂરાં થશે પછી, હું તમારા પર ધ્યાન આપીશ.+ હું તમને તમારા વતનમાં પાછા લાવીને મારું વચન પૂરું કરીશ.’+
૧૧ “યહોવા કહે છે, ‘મને ખબર છે કે હું તમારા માટે શું કરવાનો છું. હું તમારા પર આફતો નહિ લાવું,+ પણ તમને શાંતિ આપીશ. હું તમને ઉજ્જવળ ભાવિ અને આશા આપીશ.+ ૧૨ તમે મને પોકાર કરશો, મારી પાસે આવીને મને પ્રાર્થના કરશો અને હું તમારું સાંભળીશ.’+
૧૩ “‘તમે પૂરા દિલથી મારું માર્ગદર્શન શોધશો,+ એટલે તમે મારી પાસે પાછા ફરશો અને મારી ભક્તિ કરશો+ ૧૪ અને હું તમારી ભક્તિ સ્વીકારીશ,’+ એવું યહોવા કહે છે. ‘હું તમારા ગુલામોને ભેગા કરીશ. મેં તમને જે દેશો અને જગ્યાઓમાં વિખેરી નાખ્યા છે, ત્યાંથી હું તમને એકઠા કરીશ.+ મેં તમને જે જગ્યાએથી ગુલામીમાં મોકલ્યા હતા, ત્યાં હું તમને પાછા લાવીશ,’ એવું યહોવા કહે છે.+
૧૫ “પણ તમે કહો છો, ‘યહોવાએ અમારા માટે બાબેલોનમાં પ્રબોધકો ઊભા કર્યા છે.’
૧૬ “દાઉદની રાજગાદી પર બેસનાર રાજા વિશે+ અને આ શહેરમાં* રહેતા લોકો વિશે, એટલે કે તમારી સાથે ગુલામીમાં ન આવેલા તમારા ભાઈઓ વિશે યહોવા કહે છે, ૧૭ ‘“હું તેઓ પર તલવાર, દુકાળ અને ભયંકર રોગચાળો* મોકલીશ.+ હું તેઓને ખવાય પણ નહિ એવાં સડેલાં* અંજીર જેવા બનાવીશ,”+ એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે.’
૧૮ “‘હું તેઓનો પીછો કરીશ. હું તલવાર,+ દુકાળ અને ભયંકર રોગચાળાથી તેઓને સજા કરીશ. હું તેઓના એવા હાલ કરીશ કે એ જોઈને પૃથ્વીનાં બધાં રાજ્યો ધ્રૂજી ઊઠશે.+ હું તેઓને જે દેશોમાં વિખેરી નાખીશ,+ ત્યાંના લોકો તેઓને જોઈને ચોંકી જશે, તેઓને શ્રાપ આપશે, તેઓની મજાક ઉડાવવા સીટી મારશે+ અને તેઓની નિંદા કરશે. ૧૯ કેમ કે મારા સેવકો, હા, મારા પ્રબોધકો દ્વારા આપેલો મારો સંદેશો તેઓએ સાંભળ્યો નથી. એ પ્રબોધકોને મેં વારંવાર* મોકલ્યા,’+ એવું યહોવા કહે છે.
“‘પણ તમે મારું સાંભળ્યું નથી,’+ એવું યહોવા કહે છે.
૨૦ “યરૂશાલેમથી જેઓને મેં બાબેલોનની ગુલામીમાં મોકલ્યા છે, તેઓ સર્વ યહોવાનો સંદેશો સાંભળો. ૨૧ કોલાયાનો દીકરો આહાબ અને માઅસેયાનો દીકરો સિદકિયા મારા નામે જૂઠી ભવિષ્યવાણી કરે છે.+ તેઓ વિશે ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘હું તેઓને બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારના* હાથમાં સોંપીશ. તે તમારી આંખો સામે તેઓને મારી નાખશે. ૨૨ તેઓના એવા હાલ થશે કે એનો ઉલ્લેખ કરીને બાબેલોનમાં રહેતા યહૂદાના ગુલામો બીજાઓને શ્રાપ આપશે અને કહેશે: “યહોવા તારા હાલ સિદકિયા અને આહાબ જેવા કરે, જેઓને બાબેલોનના રાજાએ આગમાં બાળી* નાખ્યા હતા!” ૨૩ તેઓએ ઇઝરાયેલમાં શરમજનક કામો કર્યાં છે.+ તેઓએ પોતાના પડોશીઓની પત્નીઓ સાથે વ્યભિચાર કર્યો છે. તેઓએ મારા નામે જૂઠા સંદેશા આપ્યા છે, જે મેં તેઓને જણાવ્યા ન હતા.+
“‘“હું એ બધું જાણું છું, હું એનો સાક્ષી છું,”+ એવું યહોવા કહે છે.’”
૨૪ “નેહેલામના શમાયાને+ તું કહેજે, ૨૫ ‘ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: “તેં યરૂશાલેમમાં રહેતા બધા લોકોને, માઅસેયાના દીકરા સફાન્યા+ યાજકને અને બીજા બધા યાજકોને તારા નામે પત્રો મોકલ્યા હતા. એમાં લખ્યું હતું, ૨૬ ‘યહોયાદા યાજકની જગ્યાએ યહોવાએ તને* યાજક બનાવ્યો છે, જેથી તું યહોવાના મંદિરનો ઉપરી બને. એ તારી જવાબદારી છે કે તું એવા દરેક પાગલને પકડીને હેડમાં* નાખે, જે યાજકની જેમ વર્તે છે.+ ૨૭ તો પછી અનાથોથના યર્મિયાને+ તેં કેમ ઠપકો આપ્યો નથી, જે તારી આગળ પ્રબોધકની જેમ વર્તે છે?+ ૨૮ તેણે અમને પણ બાબેલોનમાં સંદેશો મોકલ્યો છે, “ગુલામી લાંબો સમય ચાલશે! એટલે ઘરો બાંધો અને એમાં રહો. વાડીઓ રોપો અને એનાં ફળ ખાઓ,+ . . .”’”’”
૨૯ સફાન્યા+ યાજકે યર્મિયા પ્રબોધકના સાંભળતાં એ પત્ર વાંચ્યો ત્યારે, ૩૦ યહોવાનો આ સંદેશો યર્મિયાને મળ્યો: ૩૧ “ગુલામીમાં ગયેલા લોકોને આ સંદેશો મોકલ, ‘નેહેલામના શમાયા વિશે યહોવા કહે છે: “મેં શમાયાને મોકલ્યો નથી, છતાં તેણે તમને ભવિષ્યવાણી કહી છે. તમે તેની જૂઠી વાત પર ભરોસો કરો એ માટે તેણે કોશિશ કરી છે.+ ૩૨ એટલે યહોવા કહે છે, ‘હું નેહેલામના શમાયાને અને તેના વંશજોને સજા કરીશ. આ લોકોમાં તેનો એકેય વંશજ બચશે નહિ. હું મારા લોકોનું જે ભલું કરવાનો છું, એ જોવા તે જીવતો રહેશે નહિ, કેમ કે તેણે યહોવા વિરુદ્ધ બળવો કરવા લોકોને ઉશ્કેર્યા છે,’ એવું યહોવા કહે છે.”’”
૩૦ યહોવાનો આ સંદેશો યર્મિયાને મળ્યો: ૨ “ઇઝરાયેલના ઈશ્વર યહોવા કહે છે, ‘હું તને જે સંદેશો આપું, એનો એકેએક શબ્દ તું પુસ્તકમાં લખી લે. ૩ યહોવા કહે છે, “જો! એવા દિવસો આવી રહ્યા છે, જ્યારે હું ઇઝરાયેલ અને યહૂદાના મારા લોકોને ભેગા કરીશ, જેઓ ગુલામીમાં ગયા છે.”+ યહોવા કહે છે, “હું તેઓને એ દેશમાં પાછા લાવીશ, જે મેં તેઓના બાપદાદાઓને આપ્યો હતો. તેઓ ફરીથી એ દેશનો કબજો મેળવશે.”’”+
૪ યહોવાએ ઇઝરાયેલ અને યહૂદાને આ સંદેશો આપ્યો:
૫ યહોવા કહે છે,
“લોકોની ભયાનક ચીસો સંભળાય છે,
ચારે બાજુ આતંક છે, ક્યાંય શાંતિ નથી.
૬ જઈને પૂછો, શું કોઈ પુરુષ બાળકને જન્મ આપી શકે?
તો પછી બાળકને જન્મ આપનાર સ્ત્રીની જેમ,+
દરેક બળવાન પુરુષ કેમ પેટ પકડીને ઊભો છે?
દરેકનો ચહેરો કેમ ફિક્કો પડી ગયો છે?
૭ અફસોસ! એ દિવસ ખૂબ ભયંકર છે.+
આજ સુધી એવો દિવસ આવ્યો નથી.
યાકૂબ માટે એ આફતનો સમય છે,
પણ તેને બચાવવામાં આવશે.”
૮ સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, “એ દિવસે હું તેઓની ગરદન પરથી ઝૂંસરી ભાંગી નાખીશ. હું તેઓનાં બંધનોના* બે ટુકડા કરી નાખીશ. પરદેશીઓ* ફરી કદી તેઓને* પોતાના ગુલામ નહિ બનાવે. ૯ તેઓ પોતાના ઈશ્વર યહોવાની ભક્તિ કરશે. તેઓ પોતાના રાજા દાઉદની સેવા કરશે, જેને હું તેઓ માટે ઊભો કરીશ.”+
૧૦ યહોવા કહે છે, “મારા સેવક યાકૂબ, તું ગભરાઈશ નહિ.
ઇઝરાયેલ, તું જરાય ડરીશ નહિ.+
હું તને દૂર દેશમાંથી છોડાવીશ,
હું તારા વંશજને ગુલામીના દેશમાંથી બચાવીશ.+
યાકૂબ પાછો આવશે અને સુખ-શાંતિમાં રહેશે,
તેને કોઈ હેરાન કરશે નહિ, તેને કોઈ ડરાવશે નહિ.”+
૧૧ યહોવા કહે છે, “હું તારી સાથે છું, હું તને બચાવીશ.
તારો જખમ રુઝાય એવો નથી.
૧૩ તારો પક્ષ લેનાર કોઈ નથી,
તારું ગૂમડું મટે એવું નથી.
એની કોઈ દવા નથી.
૧૪ તારા પ્રેમીઓ તને ભૂલી ગયા છે.+
તેઓ તને શોધવા આવતા નથી.
તારા મોટા અપરાધ અને ઘણાં પાપને લીધે+
મેં દુશ્મનની જેમ તારા પર પ્રહાર કર્યો છે,+
ક્રૂર માણસની જેમ તને સજા કરી છે.
૧૫ તારા ઘાને લીધે તું કેમ બૂમો પાડે છે?
તારી પીડાનો કોઈ ઇલાજ નથી!
તારા મોટા અપરાધ અને ઘણાં પાપને લીધે+
મેં તારા એવા હાલ કર્યા છે.
જેઓ તને લૂંટે છે, તેઓને લૂંટી લેવામાં આવશે,
જેઓ તારી મિલકત છીનવે છે, તેઓની મિલકત છીનવી લેવામાં આવશે.”+
૧૭ યહોવા કહે છે,
“ભલે તેઓ કહે તું ત્યજી દેવાઈ છે અને
‘ઓ સિયોન, તને પૂછનાર કોઈ નથી,’+
પણ હું તને સાજી કરીશ અને તારા જખમ રુઝાવીશ.”+
શહેર એની ટેકરી પર ફરી બાંધવામાં આવશે,+
કિલ્લો એની જગ્યાએ ફરી ઊભો કરવામાં આવશે.
૧૯ તેઓમાં આભાર-સ્તુતિનાં ગીતોનો અને હસવાનો અવાજ સંભળાશે.+
૨૦ તેના દીકરાઓ અગાઉની જેમ સમૃદ્ધ થશે,
મારી આગળ તેઓ બળવાન પ્રજા બનશે.+
તેના પર જુલમ કરનારને હું સજા કરીશ.+
૨૧ તેના જ લોકોમાંથી તેનો આગેવાન આવશે,
તેનામાંથી જ તેનો શાસક આવશે.
હું તેને મારી પાસે બોલાવીશ અને તે મારી પાસે આવશે.”
“નહિતર મારી પાસે આવવાની હિંમત કોણ કરી શકે?” એવું યહોવા કહે છે.
૨૨ “તમે મારા લોકો બનશો+ અને હું તમારો ઈશ્વર બનીશ.”+
૨૩ જુઓ! યહોવાના ક્રોધનું વાવાઝોડું જોરથી ફૂંકાશે.+
વિનાશક વંટોળિયાની જેમ એ દુષ્ટોના માથા પર ઝઝૂમશે.
૨૪ જ્યાં સુધી યહોવા પોતાના દિલની ઇચ્છા અમલમાં નહિ લાવે અને એને પૂરી નહિ કરે,+
ત્યાં સુધી તેમનો ભયંકર ગુસ્સો શાંત નહિ પડે.
છેલ્લા દિવસોમાં તમે એ વાત સમજશો.+
૩૧ યહોવા કહે છે, “એ સમયે હું ઇઝરાયેલનાં બધાં કુટુંબોનો ઈશ્વર બનીશ અને તેઓ મારા લોકો બનશે.”+
૨ યહોવા કહે છે:
“ઇઝરાયેલ પોતાની આરામ કરવાની જગ્યાએ જતો હતો ત્યારે,
તલવારથી બચી ગયેલા લોકોને વેરાન પ્રદેશમાં ઈશ્વરની કૃપા મળી.”
૩ યહોવા દૂરથી મારી પાસે આવ્યા અને મને કહ્યું:
“મેં તને* હંમેશાં પ્રેમ કર્યો છે.
એટલે મારા અતૂટ પ્રેમથી* હું તને મારી પાસે ખેંચી લાવ્યો.*+
૪ હું તને ફરી બાંધીશ અને તું ફરી બંધાઈશ.+
૫ સમરૂનના પર્વતો પર તું ફરી દ્રાક્ષાવાડીઓ રોપીશ.+
રોપનારાઓ રોપશે અને એનાં ફળ ખાશે.+
૬ એવો દિવસ આવશે જ્યારે એફ્રાઈમના પર્વતો પર ચોકીદારો પોકાર કરશે:
‘ઊઠો, આપણા ઈશ્વર યહોવા પાસે સિયોન પર્વત પર જઈએ, જ્યાં તે રહે છે.’”+
૭ યહોવા કહે છે:
“ગીતો ગાઈને યાકૂબ સાથે આનંદ કરો.
ખુશીથી પોકાર કરો, કેમ કે તમે બધી પ્રજાઓની ઉપર છો.+
સંદેશો જાહેર કરો, ઈશ્વરની સ્તુતિ કરો અને કહો,
‘હે યહોવા, તમારા લોકોને, ઇઝરાયેલના બાકી રહેલા લોકોને બચાવો.’+
૮ હું તેઓને ઉત્તરના દેશમાંથી પાછા લાવીશ.+
હું તેઓને પૃથ્વીના છેડાથી ભેગા કરીશ.+
તેઓમાં આંધળા અને લંગડા લોકો હશે,+
ગર્ભવતી સ્ત્રીઓ અને જન્મ આપતી સ્ત્રીઓ પણ હશે.
એક મોટું ટોળું બનીને તેઓ અહીં પાછાં આવશે.+
૯ તેઓ રડતાં રડતાં આવશે.+
તેઓ દયાની ભીખ માંગશે ત્યારે હું તેઓને દોરી લાવીશ.
હું તેઓને પાણીનાં ઝરણાં પાસે લઈ જઈશ.+
હું તેઓને સપાટ રસ્તે ચલાવીશ, જેથી તેઓ ઠોકર ન ખાય.
કેમ કે હું ઇઝરાયેલનો પિતા છું અને એફ્રાઈમ મારો પ્રથમ જન્મેલો* દીકરો છે.”+
૧૦ હે પ્રજાઓ, યહોવાનો સંદેશો સાંભળો,
દૂરના ટાપુઓ પર એ જાહેર કરો:+
“જેમણે ઇઝરાયેલીઓને વિખેરી નાખ્યા છે, તે જ તેઓને ભેગા કરશે.
તે ઘેટાંપાળકની જેમ પોતાના ટોળાની સંભાળ રાખશે.+
૧૨ તેઓ સિયોનની ટોચ પર જઈને ખુશીનો પોકાર કરશે.+
યહોવાની ભલાઈને* લીધે,
અનાજ, નવા દ્રાક્ષદારૂ+ અને તેલને લીધે,
ઘેટાં-બકરાં અને ઢોરઢાંકનાં બચ્ચાંને લીધે+
તેઓનો ચહેરો ખીલી ઊઠશે.
તેઓ પાણી સિંચેલા લીલાછમ બાગ જેવા બનશે.+
તેઓ ફરી ક્યારેય કમજોર થશે નહિ.”+
૧૩ “એ સમયે કુંવારી છોકરી ખુશીથી નાચી ઊઠશે,
યુવાન અને વૃદ્ધ માણસો પણ ખુશીથી ઝૂમી ઊઠશે.+
હું તેઓના વિલાપને આનંદમાં ફેરવી દઈશ.+
હું તેઓનું દુઃખ લઈ લઈશ,
તેઓને દિલાસો અને આનંદ આપીશ.+
૧૪ હું યાજકોને ભરપૂર ખોરાક* આપીને ખુશ કરીશ,
હું મારા લોકોને ઉત્તમ વસ્તુઓ આપીને તૃપ્ત કરીશ,”+ એવું યહોવા કહે છે.
રાહેલ પોતાના દીકરાઓ* માટે રડી રહી છે.+
તે દિલાસો લેવા માંગતી નથી,
કેમ કે તેઓ હવે રહ્યા નથી.’”+
૧૬ યહોવા કહે છે:
“‘તું રડીશ નહિ, તારાં આંસુ લૂછી નાખ,
કેમ કે તારાં કામોનું તને ઇનામ મળશે,
તારા દીકરાઓ દુશ્મનના દેશથી પાછા ફરશે,’+ એવું યહોવા કહે છે.
૧૮ “એફ્રાઈમના નિસાસા મારા કાને પડ્યા છે,
‘હું એવા વાછરડા જેવો હતો, જેને હળ ચલાવવાનું શીખવ્યું ન હોય,
પણ તમે મને સુધાર્યો અને મેં સુધારો કર્યો.
તમે મને પાછો બોલાવો અને હું તરત પાછો આવીશ,
કેમ કે તમે મારા ઈશ્વર યહોવા છો.
૧૯ તમારાથી દૂર જઈને મને પસ્તાવો થયો.+
મને મારી ભૂલ સમજાઈ ત્યારે મેં પોતાની જાંઘ પર થપાટ મારી.
યુવાનીમાં કરેલાં કામોને લીધે
મને અફસોસ થયો, મને ખૂબ શરમ આવી.’”+
૨૦ “શું એફ્રાઈમ મારો વહાલો અને લાડકો દીકરો નથી?+
જેટલી વાર હું તેને ઠપકો આપું છું, એટલી વાર હું તેને યાદ પણ કરું છું.
તેના માટે મારી આંતરડી કકળી ઊઠી છે.+
હું તેને જરૂર દયા બતાવીશ,” એવું યહોવા કહે છે.+
૨૧ “તારા માટે રસ્તા પર નિશાની ઊભી કર અને ચિહ્નો લગાવ.+
જે માર્ગ પર તારે જવાનું છે, એ રાજમાર્ગ* પર ધ્યાન આપ.+
હે ઇઝરાયેલની કુંવારી દીકરી, પાછી આવ, તારાં શહેરોમાં પાછી આવ.
૨૨ હે બેવફા દીકરી, તું ક્યાં સુધી આમતેમ ભટક્યા કરીશ?
યહોવાએ પૃથ્વી પર કંઈક નવું રચ્યું છે:
સ્ત્રી આતુરતાથી પુરુષ પાછળ જશે.”
૨૩ ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: “હું જ્યારે યહૂદાના ગુલામોને ભેગા કરીશ, ત્યારે તેઓ યહૂદામાં અને એનાં શહેરોમાં ફરી કહેશે: ‘હે નેકીના ઘર,+ હે પવિત્ર પર્વત,+ યહોવા તને આશીર્વાદ આપે.’ ૨૪ શહેરોના લોકો, ખેડૂતો અને ઘેટાંપાળકો યહૂદામાં ભેગા રહેશે.+ ૨૫ હું થાકી ગયેલા લોકોને તાજગી આપીશ અને ભૂખથી કમજોર થયેલા લોકોને તૃપ્ત કરીશ.”+
૨૬ ત્યારે હું જાગી ગયો. મેં મારી આંખો ઉઘાડી. મને મારી ઊંઘ મીઠી લાગી.
૨૭ યહોવા કહે છે, “જુઓ! એવા દિવસો આવી રહ્યા છે, જ્યારે હું ઇઝરાયેલના ઘરને અને યહૂદાના ઘરને માણસો અને ઢોરઢાંકથી ભરી દઈશ.”+
૨૮ યહોવા કહે છે, “અગાઉ હું તેઓને ઉખેડી નાખવા, પાડી નાખવા, તોડી પાડવા, તેઓનો નાશ કરવા અને તેઓનું નુકસાન કરવા તેઓ પર નજર રાખતો હતો.+ પણ હવે હું તેઓને બાંધવા અને રોપવા તેઓ પર નજર રાખીશ.+ ૨૯ એ દિવસોમાં કોઈ એમ નહિ કહે, ‘પિતાઓએ ખાટી દ્રાક્ષ ખાધી અને દીકરાઓના દાંત ખટાઈ ગયા.’*+ ૩૦ દરેક માણસ પોતાના ગુનાને લીધે મરશે. જે માણસ ખાટી દ્રાક્ષ ખાશે, તેના જ દાંત ખટાઈ જશે.”
૩૧ યહોવા કહે છે, “જુઓ! એવા દિવસો આવી રહ્યા છે, જ્યારે હું ઇઝરાયેલના લોકો સાથે અને યહૂદાના લોકો સાથે નવો કરાર કરીશ.+ ૩૨ ઇજિપ્તમાંથી મેં તેઓના બાપદાદાઓને હાથ પકડીને બહાર કાઢ્યા હતા, એ દિવસે મેં તેઓ સાથે જે કરાર કર્યો હતો એના જેવો આ કરાર નહિ હોય.+ ‘હું તેઓનો ખરો માલિક* હતો, છતાં તેઓએ મારો કરાર તોડ્યો,’+ એવું યહોવા કહે છે.”
૩૩ યહોવા કહે છે, “એ દિવસો પછી હું ઇઝરાયેલના લોકો સાથે આ કરાર કરીશ. હું મારો નિયમ તેઓમાં મૂકીશ+ અને તેઓનાં દિલ પર એ લખીશ.+ હું તેઓનો ઈશ્વર બનીશ અને તેઓ મારા લોકો બનશે.”+
૩૪ યહોવા કહે છે, “કોઈ પોતાના પડોશીને કે પોતાના ભાઈને હવેથી આવું શીખવશે નહિ, ‘યહોવાને ઓળખો!’+ કેમ કે નાનાથી લઈને મોટા સુધી બધા મને ઓળખશે.+ હું તેઓના ગુના માફ કરીશ. હું તેઓનાં પાપ ક્યારેય યાદ નહિ કરું.”+
૩૫ જેમણે દિવસે પ્રકાશ આપવા સૂર્ય બનાવ્યો છે,
જેમણે રાતે પ્રકાશ આપવા ચંદ્રને અને તારાઓને નિયમો આપ્યા છે,
જે દરિયાને તોફાને ચઢાવે છે અને એનાં મોજાં ઉછાળે છે,
જેમનું નામ સૈન્યોના ઈશ્વર યહોવા છે,+ તે યહોવા કહે છે:
૩૬ “‘જેમ આ નિયમો કાયમ ટકી રહે છે,
તેમ ઇઝરાયેલ પણ મારી આગળ એક પ્રજા તરીકે કાયમ ટકી રહેશે,’+ એવું યહોવા કહે છે.”
૩૭ યહોવા કહે છે: “‘જો કોઈ ઉપર આકાશોને માપી શકે અને નીચે પૃથ્વીના પાયાઓ શોધી શકે, તો જ હું ઇઝરાયેલના વંશજોને તેઓનાં કામોને લીધે ત્યજી દઈશ,’ એવું યહોવા કહે છે.”+
૩૮ યહોવા કહે છે, “જુઓ! એવા દિવસો આવી રહ્યા છે, જ્યારે યહોવા માટે હનાનએલના મિનારાથી+ લઈને ખૂણાના દરવાજા+ સુધી શહેર ફરીથી બાંધવામાં આવશે.+ ૩૯ માપવાની દોરી+ સીધી ગારેબની ટેકરી સુધી જશે. પછી ત્યાંથી વળીને ગોઆહ જશે. ૪૦ મડદાં અને રાખની* બધી ખીણોથી* લઈને કિદ્રોન ખીણ+ સુધીનાં બધાં ખેતરો અને ત્યાંથી લઈને પૂર્વ તરફ ઘોડા દરવાજાના+ ખૂણા સુધી બધું જ યહોવા માટે પવિત્ર થશે.+ એને ફરી ઉખેડવામાં કે તોડી પાડવામાં નહિ આવે.”
૩૨ યહૂદાના રાજા સિદકિયાના શાસનના ૧૦મા વર્ષે, એટલે કે નબૂખાદનેસ્સારના* શાસનના ૧૮મા વર્ષે યહોવાનો સંદેશો યર્મિયાને મળ્યો.+ ૨ એ સમયે બાબેલોનના રાજાની સેનાએ યરૂશાલેમ પર ઘેરો નાખ્યો હતો. યહૂદાના રાજાના મહેલના ચોકીદારના આંગણામાં+ યર્મિયા પ્રબોધકને કેદમાં રાખ્યો હતો.* ૩ યહૂદાના રાજા સિદકિયાએ આવું કહીને તેને કેદમાં રાખ્યો હતો:+ “તું કેમ આવી ભવિષ્યવાણી કરે છે? તું જાહેર કરે છે, ‘યહોવા કહે છે: “હું આ શહેરને બાબેલોનના રાજાના હાથમાં સોંપીશ. તે એને કબજે કરી લેશે.+ ૪ યહૂદાનો રાજા સિદકિયા ખાલદીઓના હાથમાંથી બચી નહિ શકે. તેને ચોક્કસ બાબેલોનના રાજાના હાથમાં સોંપવામાં આવશે. તે તેને નજરોનજર જોશે અને તેની સાથે મોઢામોઢ વાત કરશે.”’+ ૫ યહોવા કહે છે, ‘તે સિદકિયાને બાબેલોન લઈ જશે. હું જ્યાં સુધી તેના પર ધ્યાન નહિ આપું, ત્યાં સુધી તે ત્યાં રહેશે. ભલે તમે ખાલદીઓની સામે લડશો, પણ તમે જીતી નહિ શકો.’”+
૬ યર્મિયાએ કહ્યું: “યહોવાએ મને આ સંદેશો આપ્યો, ૭ ‘તારા કાકા શાલ્લૂમનો દીકરો હનામએલ તારી પાસે આવશે અને તને કહેશે: “અનાથોથ શહેરમાં આવેલું મારું ખેતર તું ખરીદી લે.+ એને ખરીદવાનો* પહેલો હક તારો છે.”’”+
૮ યહોવાએ કહ્યું હતું એ પ્રમાણે મારા કાકાનો દીકરો હનામએલ ચોકીદારના આંગણામાં મારી પાસે આવ્યો. તેણે મને કહ્યું: “બિન્યામીન પ્રદેશના અનાથોથનું મારું ખેતર તું ખરીદી લે. એનો કબજો મેળવવાનો અને એને ખરીદવાનો હક તારો છે. તું એને પોતાના માટે ખરીદી લે.” ત્યારે મને જાણ થઈ કે એ યહોવાની ઇચ્છાથી થયું હતું.
૯ એટલે મેં મારા કાકાના દીકરા હનામએલ પાસેથી અનાથોથનું તેનું ખેતર ખરીદી લીધું. મેં તેને સાત શેકેલ* અને ચાંદીના દસ ટુકડા તોળી આપ્યા.+ ૧૦ પછી મેં એ ખેતરનો દસ્તાવેજ બનાવ્યો+ અને એના પર મહોર* મારી. મેં સાક્ષીઓને બોલાવ્યા+ અને એની કિંમત ત્રાજવામાં તોળી આપી. ૧૧ પછી મેં કાયદા અને નિયમ પ્રમાણે મહોર કરેલો એ દસ્તાવેજ લીધો. એની સાથે મહોર ન કરેલો દસ્તાવેજ પણ લીધો. ૧૨ મેં મહોર કરેલો દસ્તાવેજ મારા કાકાના દીકરા હનામએલની હાજરીમાં, દસ્તાવેજ પર સહી કરનાર સાક્ષીઓની હાજરીમાં અને ચોકીદારના આંગણામાં બેઠેલા યહૂદીઓની હાજરીમાં બારૂખને+ આપ્યો.+ બારૂખ માહસેયાના દીકરા નેરીયાનો દીકરો+ હતો.
૧૩ તેઓની હાજરીમાં મેં બારૂખને સૂચના આપી: ૧૪ “ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘મહોર કરેલો અને મહોર ન કરેલો દસ્તાવેજ તું લે. એ બંને દસ્તાવેજો તું માટીના વાસણમાં મૂક, જેથી એ લાંબો સમય સચવાઈ રહે.’ ૧૫ ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘આ દેશમાં ઘરો, ખેતરો અને દ્રાક્ષાવાડીઓ ફરી ખરીદવામાં આવશે.’”+
૧૬ મેં નેરીયાના દીકરા બારૂખને મહોર કરેલો દસ્તાવેજ આપ્યો એ પછી મેં યહોવાને પ્રાર્થના કરી: ૧૭ “હે વિશ્વના માલિક યહોવા, જુઓ! તમે તમારી પ્રચંડ શક્તિથી અને તમારા બળવાન હાથથી આકાશો અને પૃથ્વી બનાવ્યાં છે.+ તમારા માટે કશું જ અશક્ય નથી. ૧૮ તમે હજારો પેઢીઓને અતૂટ પ્રેમ* બતાવો છો. પણ પિતાનાં પાપોની સજા તેઓના દીકરાઓ પર લાવો છો.*+ તમે સાચા ઈશ્વર* છો, મહાન અને શક્તિશાળી ઈશ્વર છો, જેમનું નામ સૈન્યોના ઈશ્વર યહોવા છે. ૧૯ તમારા ઇરાદા* મહાન છે, તમારાં કામો શક્તિશાળી છે.+ માણસોના બધા માર્ગો પર તમારી નજર છે,+ જેથી તમે દરેકને તેના માર્ગો પ્રમાણે અને તેનાં કાર્યો પ્રમાણે ફળ આપી શકો.+ ૨૦ ઇજિપ્ત દેશમાં તમે જે નિશાનીઓ અને ચમત્કારો બતાવ્યાં, એ આજે પણ જાણીતાં છે. તમે ઇઝરાયેલમાં અને માણસોમાં પોતાના માટે મોટું નામ બનાવ્યું,+ જે આજે પણ જગજાહેર છે. ૨૧ તમે ભયાનક કામો કરીને, નિશાનીઓ અને ચમત્કારો બતાવીને તેમજ પોતાના શક્તિશાળી અને બળવાન હાથથી તમારા ઇઝરાયેલી લોકોને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા.+
૨૨ “સમય જતાં તમે તેઓને દૂધ-મધની રેલમછેલવાળો આ દેશ આપ્યો.+ એ દેશ આપવાના તમે તેઓના બાપદાદાઓ આગળ સમ ખાધા હતા.+ ૨૩ તેઓએ આવીને એ દેશ કબજે કર્યો, પણ તેઓએ તમારું સાંભળ્યું નહિ કે તમારા નિયમ પ્રમાણે ચાલ્યા નહિ. તમે તેઓને જે આજ્ઞાઓ આપી હતી, એમાંની એકેય તેઓએ માની નહિ. એટલે તમે તેઓ પર આ બધી આફતો લઈ આવ્યા.+ ૨૪ જુઓ! આ શહેરને કબજે કરવા માણસોએ ઘેરો નાખ્યો છે.+ તલવાર,+ દુકાળ અને ભયંકર રોગચાળાને*+ લીધે આ શહેર ખાલદીઓના હાથમાં જશે, જેઓ આ શહેર વિરુદ્ધ લડી રહ્યા છે. જુઓ! તમારો એકેએક શબ્દ સાચો પડ્યો છે. ૨૫ પણ હે વિશ્વના માલિક યહોવા, આ શહેર તો ખાલદીઓના હાથમાં સોંપવામાં આવ્યું છે. તો પછી તમે કેમ કહો છો, ‘કિંમત ચૂકવીને તારા માટે ખેતર ખરીદ અને સાક્ષીઓને બોલાવ’?”
૨૬ ત્યારે યહોવાનો આ સંદેશો યર્મિયાને મળ્યો: ૨૭ “હું યહોવા છું, હું આખી માણસજાતનો ઈશ્વર છું. શું મારા માટે કંઈ પણ અશક્ય છે? ૨૮ એટલે યહોવા કહે છે, ‘હું આ શહેરને ખાલદીઓના હાથમાં અને બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારના* હાથમાં સોંપું છું. તે એને કબજે કરી લેશે.+ ૨૯ આ શહેર વિરુદ્ધ લડનાર ખાલદીઓ અંદર ઘૂસી આવશે. તેઓ આ શહેરને આગ લગાવશે અને એને ફૂંકી મારશે.+ તેઓ એ ઘરોને પણ બાળી નાખશે, જેની છત પર લોકોએ બઆલને બલિદાનો ચઢાવીને અને બીજા દેવોને દ્રાક્ષદારૂ-અર્પણો ચઢાવીને મને ગુસ્સે કર્યો હતો.’+
૩૦ “યહોવા કહે છે, ‘ઇઝરાયેલ અને યહૂદાના લોકોએ પોતાની યુવાનીથી મારી નજરમાં જે ખરાબ છે એ જ કર્યું છે.+ ઇઝરાયેલના લોકોએ પોતાનાં કામોથી મને ગુસ્સે કર્યો છે. ૩૧ આ શહેર બંધાયું ત્યારથી લઈને આજ સુધી તેઓએ મને ગુસ્સે કર્યો છે અને મારો ક્રોધ ભડકાવ્યો છે.+ એટલે હું એને મારી નજર આગળથી દૂર કરી દઈશ.+ ૩૨ કેમ કે ઇઝરાયેલ અને યહૂદાના લોકોએ દુષ્ટ કામો કરીને મને ગુસ્સે કર્યો છે. તેઓએ, તેઓના રાજાઓએ,+ અધિકારીઓએ,+ યાજકોએ, પ્રબોધકોએ,+ યહૂદાના માણસોએ અને યરૂશાલેમના રહેવાસીઓએ એવું કર્યું છે. ૩૩ મારી સામે જોવાને બદલે તેઓએ અનેક વાર મારાથી પીઠ ફેરવી છે.+ મેં તેઓને વારંવાર* શીખવવાની કોશિશ કરી, પણ તેઓએ મારું સાંભળ્યું નહિ કે મારી શિસ્ત* સ્વીકારી નહિ.+ ૩૪ મારા નામે ઓળખાતા ઘરમાં તેઓએ ધિક્કારપાત્ર મૂર્તિઓ મૂકી છે. આમ તેઓએ મારા મંદિરને અપવિત્ર કર્યું છે.+ ૩૫ તેઓએ બઆલ માટે હિન્નોમની ખીણમાં*+ ભક્તિ-સ્થળો બાંધ્યાં, જેથી મોલેખ* આગળ પોતાનાં દીકરા-દીકરીઓને આગમાં બલિ ચઢાવી શકે.+ મેં તેઓને એવું કરવાની આજ્ઞા આપી ન હતી,+ મારા દિલમાં એવો વિચાર પણ આવ્યો ન હતો કે એવાં કામોથી તેઓ યહૂદા પાસે પાપ કરાવે.’
૩૬ “તમે લોકો કહો છો, ‘તલવાર, દુકાળ અને ભયંકર રોગચાળાને લીધે આ શહેરને બાબેલોનના રાજાના હાથમાં સોંપી દેવામાં આવશે.’ પણ ઇઝરાયેલના ઈશ્વર યહોવા એ શહેર વિશે કહે છે, ૩૭ ‘મેં ગુસ્સે થઈને, ક્રોધે ભરાઈને અને રોષે ચઢીને તેઓને જે દેશોમાં વિખેરી નાખ્યા હતા, ત્યાંથી હું તેઓને ભેગા કરીશ.+ હું તેઓને આ જગ્યાએ પાછા લાવીશ અને તેઓ સુખ-શાંતિમાં રહેશે.+ ૩૮ તેઓ મારા લોકો બનશે અને હું તેઓનો ઈશ્વર બનીશ.+ ૩૯ હું તેઓને એક દિલ આપીશ+ અને એક રસ્તે ચલાવીશ, જેથી તેઓ હંમેશાં મારો ડર રાખે. જો તેઓ એમ કરશે, તો તેઓનું અને તેઓનાં બાળકોનું ભલું થશે.+ ૪૦ હું તેઓ સાથે એક કરાર કરીશ, જે કાયમ ટકશે.+ એ કરાર પ્રમાણે હું હંમેશાં તેઓનું ભલું કરીશ.+ હું તેઓનાં હૃદયોમાં મારો ડર મૂકીશ, જેથી તેઓ મારાથી દૂર ન જાય.+ ૪૧ તેઓનું ભલું કરવામાં મને ખુશી થશે.+ હું તેઓને મારા પૂરા દિલથી અને પૂરા જીવથી* આ દેશમાં વસાવીશ.’”*+
૪૨ “યહોવા કહે છે, ‘હું આ લોકો પર આફતો લાવ્યો હતો. પણ હવે હું મારા વચન પ્રમાણે તેઓને સારી સારી વસ્તુઓ આપીશ.+ ૪૩ તમે કહો છો, “આ દેશ ઉજ્જડ થઈ ગયો છે. એમાં ન માણસો વસે છે, ન પ્રાણીઓ. એ ખાલદીઓના હાથમાં સોંપી દેવામાં આવ્યો છે.” પણ આ દેશમાં ખેતરો ફરી ખરીદવામાં આવશે.’+
૪૪ “યહોવા કહે છે, ‘કિંમત ચૂકવીને ખેતરો ખરીદવામાં આવશે, વેચાણના દસ્તાવેજોની નોંધ કરવામાં આવશે, એના પર મહોર મારવામાં આવશે અને સાક્ષીઓ બોલાવવામાં આવશે. એ બધું બિન્યામીનના પ્રદેશમાં,+ યરૂશાલેમની આસપાસના પ્રદેશમાં, યહૂદાનાં શહેરોમાં,+ પહાડી વિસ્તારોનાં શહેરોમાં, શેફેલાહનાં* શહેરોમાં+ અને દક્ષિણનાં શહેરોમાં થશે. કેમ કે હું તેઓના ગુલામોને પાછા લાવીશ.’”+
૩૩ ચોકીદારના આંગણામાં યર્મિયા કેદ* હતો ત્યારે,+ તેને યહોવાનો સંદેશો બીજી વાર મળ્યો. તેમણે યર્મિયાને કહ્યું: ૨ “પૃથ્વીને બનાવનાર યહોવા, જેમણે એને રચી છે અને એને સ્થિર કરી છે, જેમનું નામ યહોવા છે, તે યહોવા કહે છે, ૩ ‘મને બોલાવ અને હું તને જવાબ આપીશ. જે અદ્ભુત વાતો તારી સમજ બહાર છે અને જે તું જાણતો નથી, એ હું તને જણાવીશ.’”+
૪ “ઇઝરાયેલના ઈશ્વર યહોવાનો સંદેશો આ નગરીનાં ઘરો અને યહૂદાના રાજાઓનાં ઘરો વિશે છે, જેઓને દુશ્મનના હુમલા અને તલવારને લીધે તોડી પાડવામાં આવ્યાં છે.+ ૫ આ સંદેશો એ લોકો વિશે પણ છે જેઓ ખાલદીઓ સામે લડે છે અને પોતાની લાશોથી આ જગ્યાઓ ભરી દે છે. મેં ગુસ્સે થઈને અને ક્રોધે ભરાઈને તેઓનો નાશ કર્યો છે. તેઓનાં દુષ્ટ કામોને લીધે મેં આ નગરીથી મોં ફેરવી લીધું છે. ૬ હું જાહેર કરું છું: ‘હું તેને* સાજી કરીશ અને સારી તંદુરસ્તી આપીશ.+ હું લોકોના ઘા રુઝાવીશ અને તેઓને પુષ્કળ શાંતિ અને સલામતી* આપીશ.+ ૭ હું યહૂદાના અને ઇઝરાયેલના ગુલામોને પાછા લાવીશ.+ અગાઉની જેમ હું ફરીથી તેઓને મજબૂત કરીશ.*+ ૮ હું તેઓનાં પાપનો દોષ દૂર કરીને તેઓને શુદ્ધ કરીશ.+ મારી વિરુદ્ધ તેઓએ જે પાપ અને અપરાધ કર્યાં છે એના દોષને હું માફ કરીશ.+ ૯ હું તેને જે ભલાઈ બતાવું છું એના વિશે પૃથ્વી પરની બધી પ્રજાઓ સાંભળશે.+ એ પ્રજાઓ આગળ આ નગરી મારી નામના, મારું માન અને મારો મહિમા બનશે. હું તેને જે સારી વસ્તુઓ અને શાંતિ આપીશ+ એ જોઈને પૃથ્વી પરની બધી પ્રજાઓ ગભરાશે અને થરથર કાંપશે.’”+
૧૦ “યહોવા કહે છે: ‘આ જગ્યા વિશે તમે કહેશો કે એ ઉજ્જડ છે, અહીં કોઈ માણસ કે પ્રાણી રહેતું નથી. યહૂદાનાં શહેરો અને યરૂશાલેમની ગલીઓ ખંડેર થઈ ગઈ છે. અહીં કોઈ રહેતું નથી, ન કોઈ માણસ રહે છે, ન કોઈ પ્રાણી. પણ અહીં ફરીથી શોરબકોર સંભળાશે. ૧૧ અહીં આનંદ-ઉલ્લાસનો પોકાર સંભળાશે,+ વરરાજા અને કન્યાનો અવાજ સંભળાશે. લોકોનો આવો પોકાર સંભળાશે: “સૈન્યોના ઈશ્વર યહોવાનો આભાર માનો, કેમ કે યહોવા ભલા છે.+ તેમનો અતૂટ પ્રેમ* કાયમ ટકે છે.”’+
“‘તેઓ યહોવાના મંદિરમાં આભાર-અર્પણો લાવશે.+ કેમ કે હું દેશના ગુલામોને પાછા લાવીશ અને તેઓને અગાઉની જેમ આબાદ કરીશ,’ એવું યહોવા કહે છે.”
૧૨ “સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘માણસો અને પ્રાણીઓ વગરની આ ઉજ્જડ જગ્યામાં અને એનાં બધાં શહેરોમાં ફરી ગૌચરો* જોવા મળશે, જેથી ઘેટાંપાળકો પોતાનાં ટોળાંને ત્યાં આરામ કરાવી શકે.’+
૧૩ “‘પહાડી વિસ્તારનાં શહેરોમાં, શેફેલાહનાં* શહેરોમાં, દક્ષિણનાં શહેરોમાં, બિન્યામીનના પ્રદેશમાં, યરૂશાલેમની આસપાસના વિસ્તારોમાં+ અને યહૂદાનાં શહેરોમાં+ ઘેટાંપાળકના હાથ નીચેથી ટોળાં ફરી પસાર થશે અને તે તેઓની ગણતરી કરશે,’ એવું યહોવા કહે છે.”
૧૪ “યહોવા કહે છે, ‘જો! એવા દિવસો આવી રહ્યા છે જ્યારે હું ઇઝરાયેલના ઘર અને યહૂદાના ઘર વિશેનું મારું વચન પૂરું કરીશ.+ ૧૫ એ દિવસોમાં અને એ સમયે હું દાઉદ માટે એક નેક* અંકુર* ઊભો કરીશ.+ તે દેશમાં અદ્દલ ઇન્સાફ કરશે અને સચ્ચાઈથી રાજ કરશે.+ ૧૬ એ દિવસોમાં યહૂદાને બચાવવામાં આવશે+ અને ઇઝરાયેલ સુખ-શાંતિમાં રહેશે.+ તે આ નામથી ઓળખાશે: અમારી ભલાઈ યહોવા તરફથી છે.’”*+
૧૭ “યહોવા કહે છે, ‘દાઉદના વંશમાંથી ઇઝરાયેલની રાજગાદીએ બેસનાર માણસની કદી ખોટ પડશે નહિ.+ ૧૮ મારી આગળ સેવા કરવા અને અગ્નિ-અર્પણો ચઢાવવા, અનાજ-અર્પણો બાળવા અને બીજાં બલિદાનો ચઢાવવા લેવી યાજકોની પણ કદી ખોટ પડશે નહિ.’”
૧૯ યહોવાનો આ સંદેશો ફરી એક વાર યર્મિયાને મળ્યો: ૨૦ “યહોવા કહે છે, ‘મેં દિવસ અને રાત સાથે કરાર કર્યો છે. દિવસ અને રાત પોતાના નક્કી કરેલા સમયે જ થાય છે.+ એ કરાર કદી તૂટી શકતો નથી. ૨૧ એવી જ રીતે, મેં મારા સેવક દાઉદ સાથે કરાર કર્યો છે કે તેની રાજગાદી પર હંમેશાં તેનો વંશજ રાજ કરશે.+ મેં મારા સેવકો, એટલે કે લેવી યાજકો સાથે પણ કરાર કર્યો છે.+ આ કરાર પણ તૂટી શકતો નથી.+ ૨૨ જેમ આ વાત પાકી છે કે આકાશના તારાઓને* ગણી ન શકાય અને સમુદ્રની રેતીને માપી ન શકાય, તેમ આ વાત પણ પાકી છે કે હું મારા સેવક દાઉદના વંશજની અને મારી સેવા કરતા લેવીઓની સંખ્યા વધારીશ.’”
૨૩ યહોવાનો આ સંદેશો ફરી એક વાર યર્મિયાને મળ્યો: ૨૪ “આ લોકો શું કહે છે એ તેં સાંભળ્યું? તેઓ કહે છે, ‘યહોવાએ જે બે કુટુંબો પસંદ કર્યાં છે, એનો તે પોતે નકાર કરશે.’ તેઓ મારા લોકોનું અપમાન કરે છે અને તેઓને પ્રજા ગણતા નથી.
૨૫ “યહોવા કહે છે, ‘જેમ દિવસ અને રાત સાથેનો મારો કરાર પાકો છે,+ જેમ આકાશ અને પૃથ્વી માટે મેં ઠરાવેલા નિયમો પાકા છે,+ ૨૬ તેમ આ વાત પણ પાકી છે કે હું યાકૂબના અને મારા સેવક દાઉદના વંશજનો કદી નકાર નહિ કરું. હું ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબના વંશજ પર રાજ કરવા દાઉદના વંશજમાંથી રાજા પસંદ કરીશ. હું તેઓના ગુલામોને ભેગા કરીશ+ અને તેઓને દયા બતાવીશ.’”+
૩૪ બાબેલોનનો રાજા નબૂખાદનેસ્સાર,* તેની સેના અને તેની સત્તા નીચેનાં બધાં રાજ્યો અને લોકો જ્યારે યરૂશાલેમ અને તેનાં શહેરો સામે લડી રહ્યાં હતાં, ત્યારે યહોવાનો આ સંદેશો યર્મિયાને મળ્યો:+
૨ “ઇઝરાયેલના ઈશ્વર યહોવા કહે છે, ‘જઈને યહૂદાના રાજા સિદકિયા+ સાથે વાત કર. તેને કહે: “યહોવા કહે છે, ‘હું આ શહેરને બાબેલોનના રાજાના હાથમાં સોંપી દઈશ. તે એને આગથી બાળી નાખશે.+ ૩ તું તેના હાથમાંથી બચી શકશે નહિ. તને પકડીને લઈ જવામાં આવશે અને તેના હાથમાં સોંપવામાં આવશે.+ તું બાબેલોનના રાજાને નજરોનજર જોશે અને તે તારી સાથે મોઢામોઢ વાત કરશે. તને બાબેલોન લઈ જવામાં આવશે.’+ ૪ પણ હે યહૂદાના રાજા સિદકિયા, તું યહોવાનો સંદેશો સાંભળ, ‘તારા વિશે યહોવા કહે છે: “તું તલવારથી મરીશ નહિ. ૫ તું શાંતિએ મરીશ.+ જેમ તારી અગાઉના રાજાઓ, એટલે કે તારા બાપદાદાઓ માટે તેઓએ ધૂપ બાળ્યો હતો, તેમ તારા માટે પણ તેઓ ધૂપ બાળશે. તેઓ વિલાપ કરતા કહેશે, ‘અરેરે, અમારા માલિક!’ એ પ્રમાણે ચોક્કસ થશે, કેમ કે યહોવા કહે છે, ‘એ મેં કહ્યું છે.’”’”’”
૬ યર્મિયા પ્રબોધકે એ બધું યરૂશાલેમમાં યહૂદાના રાજા સિદકિયાને જણાવ્યું. ૭ એ વખતે બાબેલોનના રાજાની સેનાઓ યરૂશાલેમ સામે અને યહૂદાનાં બચી ગયેલાં શહેરો,+ એટલે કે લાખીશ+ અને અઝેકાહ+ સામે લડી રહી હતી. કેમ કે યહૂદાનાં એ બે કોટવાળાં શહેરો હજી કબજે થયાં ન હતાં.
૮ યહોવાનો સંદેશો યર્મિયાને આ ઘટના પછી મળ્યો: રાજા સિદકિયાએ યરૂશાલેમના લોકો સાથે કરાર કર્યો હતો કે તેઓ પોતાના દાસોને આઝાદ કરે.+ ૯ દરેક માણસ પોતાનાં હિબ્રૂ દાસ-દાસીને આઝાદ કરે, જેથી કોઈ પણ યહૂદી બીજા યહૂદીને દાસ ન બનાવે. ૧૦ બધા અધિકારીઓ અને બધા લોકોએ એ આજ્ઞા પાળી. તેઓએ કરાર કર્યો કે તેઓ પોતાનાં દાસ-દાસીઓને આઝાદ કરશે અને ફરી કદી તેઓને દાસ બનાવશે નહિ. એ કરાર પાળીને તેઓએ પોતાનાં દાસ-દાસીઓને જવા દીધાં. ૧૧ પણ થોડા સમય પછી જે દાસ-દાસીઓને તેઓએ આઝાદ કર્યાં હતાં, તેઓને પાછાં લઈ આવ્યાં અને તેઓ પાસે જબરજસ્તી મજૂરી કરાવી. ૧૨ એટલે યહોવાનો સંદેશો યર્મિયાને મળ્યો. યહોવાએ કહ્યું:
૧૩ “ઇઝરાયેલના ઈશ્વર યહોવા કહે છે, ‘જે દિવસે હું તમારા બાપદાદાઓને ઇજિપ્તમાંથી, હા, ગુલામીના ઘરમાંથી બહાર કાઢી લાવ્યો હતો,+ એ દિવસે મેં તેઓ સાથે એક કરાર કર્યો હતો.+ મેં તેઓને કહ્યું હતું: ૧૪ “જો તમારા હિબ્રૂ ભાઈઓમાંથી કોઈ માણસ તમારે ત્યાં વેચાયો હોય અને તેણે છ વર્ષ તમારી ચાકરી કરી હોય, તો સાતમા વર્ષના અંતે તમે તેને આઝાદ કરો.”+ પણ તમારા બાપદાદાઓએ મારું સાંભળ્યું નહિ કે મારી વાત કાને ધરી નહિ. ૧૫ પણ થોડા સમય પહેલાં* તમે પોતાનું મન બદલ્યું અને પોતાના સાથી ભાઈને આઝાદ કરીને મારી નજરમાં જે ખરું છે એ કર્યું. મારા નામે ઓળખાતા ઘરમાં તમે મારી આગળ કરાર કર્યો. ૧૬ પણ તમે ફરી પોતાનું મન બદલ્યું અને મારા નામનું અપમાન કર્યું.+ તમે એ દાસ-દાસીઓને પાછાં લઈ આવ્યા, જેઓને તમે તેઓની મરજી પ્રમાણે આઝાદ કર્યાં હતાં. તમે તેઓ પાસે જબરજસ્તી મજૂરી કરાવી.’
૧૭ “યહોવા કહે છે: ‘તમારા ભાઈઓને આઝાદ કરવાની મારી આજ્ઞા તમે પાળી નથી.’+ એટલે યહોવા કહે છે, ‘હવે હું તમને આઝાદ કરીશ અને તમે તલવારથી, ભયંકર રોગચાળાથી* અને દુકાળથી+ માર્યા જશો. હું તમારા એવા હાલ કરીશ કે એ જોઈને પૃથ્વીનાં બધાં રાજ્યો ધ્રૂજી ઊઠશે.+ ૧૮ જે માણસોએ વાછરડાના બે ભાગ કર્યા અને એની વચ્ચેથી પસાર થઈને મારી આગળ કરાર કર્યો,+ પણ એ કરાર પ્રમાણે ન ચાલ્યા અને એને તોડ્યો, તેઓના હું ભયંકર હાલ કરીશ. ૧૯ એ માણસો, એટલે કે યહૂદાના અધિકારીઓ, યરૂશાલેમના અધિકારીઓ, દરબારના પ્રધાનો, યાજકો અને બધા લોકો, જેઓ વાછરડાના બે ભાગ વચ્ચેથી પસાર થયા હતા તેઓના હું ભયંકર હાલ કરીશ. ૨૦ હું તેઓને દુશ્મનોના હાથમાં સોંપી દઈશ. જે લોકો તેઓનો જીવ લેવા તરસે છે, તેઓના હાથમાં સોંપી દઈશ. હું તેઓનાં મડદાં પક્ષીઓને અને પ્રાણીઓને ખોરાક તરીકે આપી દઈશ.+ ૨૧ હું યહૂદાના રાજા સિદકિયાને અને તેના અધિકારીઓને દુશ્મનોના હાથમાં અને તેઓનો જીવ લેવા તરસે છે, તેઓના હાથમાં સોંપી દઈશ. હું તેઓને બાબેલોનના રાજાની સેનાઓના હાથમાં સોંપી દઈશ,+ જે તમારી સામેથી ઘેરો ઉઠાવી રહી છે.’+
૨૨ “યહોવા કહે છે, ‘હું એ સેનાઓને હુકમ આપીશ. તેઓ આ શહેર પર ચઢી આવશે, એની વિરુદ્ધ લડશે, એને કબજે કરશે અને બાળી નાખશે.+ હું યહૂદાનાં શહેરોને ઉજ્જડ કરી દઈશ, એ વસ્તી વગરનાં થઈ જશે.’”+
૩૫ યોશિયાના દીકરા, યહૂદાના રાજા યહોયાકીમના દિવસોમાં+ યહોવાનો આ સંદેશો યર્મિયાને મળ્યો: ૨ “રેખાબીઓના+ કુટુંબ પાસે જા અને તેઓ સાથે વાત કર. તેઓને યહોવાના મંદિરમાં બોલાવ અને એક ભોજનખંડમાં* ભેગા કર. તેઓને દ્રાક્ષદારૂ પીવા આપ.”
૩ એટલે હું હબાસીન્યાના દીકરા યર્મિયાના દીકરા યાઅઝાન્યાને, તેના ભાઈઓને, તેના દીકરાઓને અને રેખાબીઓના કુટુંબને લઈને ૪ યહોવાના મંદિરમાં ગયો. હું તેઓને યિગદાલ્યાના દીકરા હાનાનના દીકરાઓના ભોજનખંડમાં લઈ ગયો. (હાનાન સાચા ઈશ્વરનો ભક્ત હતો.) એ ભોજનખંડ અધિકારીઓના ભોજનખંડની બાજુમાં હતો. અધિકારીઓનો ભોજનખંડ શાલ્લૂમના દીકરા માઅસેયાના ભોજનખંડની ઉપર હતો. શાલ્લૂમ એક દરવાન હતો. ૫ પછી મેં રેખાબીઓના કુટુંબના માણસો આગળ દ્રાક્ષદારૂ ભરેલા પ્યાલા અને વાટકા મૂક્યા. મેં તેઓને કહ્યું: “લો, આ દ્રાક્ષદારૂ પીઓ.”
૬ તેઓએ કહ્યું: “ના, અમે દ્રાક્ષદારૂ નહિ પીએ, કેમ કે રેખાબના દીકરા યહોનાદાબે,*+ એટલે કે અમારા પૂર્વજે અમને આજ્ઞા આપી હતી, ‘તમે કે તમારા દીકરાઓ ક્યારેય દ્રાક્ષદારૂ પીશો નહિ. ૭ તમે ઘર બાંધશો નહિ, બી વાવશો નહિ, દ્રાક્ષાવાડી રોપશો કે ખરીદશો નહિ. પણ તમે તંબુઓમાં રહો, જેથી જે દેશમાં તમે પરદેશીઓ તરીકે રહો છો, ત્યાં તમે લાંબો સમય રહી શકો.’ ૮ અમે અમારા પૂર્વજ રેખાબના દીકરા યહોનાદાબની આજ્ઞા હંમેશાં પાળીએ છીએ. અમે, અમારી પત્નીઓ અને અમારાં દીકરા-દીકરીઓ કદી દ્રાક્ષદારૂ પીતાં નથી. ૯ અમે રહેવા માટે ઘરો બાંધતા નથી. અમારી પાસે દ્રાક્ષાવાડીઓ કે ખેતરો કે અનાજનાં બી નથી. ૧૦ અમે તંબુઓમાં રહીએ છીએ અને અમારા પૂર્વજ યહોનાદાબની* બધી આજ્ઞાઓ પાળીએ છીએ. ૧૧ પણ જ્યારે બાબેલોનનો રાજા નબૂખાદનેસ્સાર* દેશ પર ચઢી આવ્યો,+ ત્યારે અમે કહ્યું: ‘ચાલો, યરૂશાલેમ નાસી જઈએ, જેથી ખાલદીઓની અને સિરિયાની* સેનાથી બચી શકીએ.’ એટલે હમણાં અમે યરૂશાલેમમાં રહીએ છીએ.”
૧૨ યહોવાએ યર્મિયાને આ સંદેશો આપ્યો: ૧૩ “ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘તું જઈને યહૂદાના માણસોને અને યરૂશાલેમના રહેવાસીઓને કહે: “શું મેં તમને વારંવાર અરજ કરી ન હતી કે તમે મારી આજ્ઞાઓ પાળો?”+ એવું યહોવા કહે છે. ૧૪ “રેખાબના દીકરા યહોનાદાબે પોતાના વંશજોને દ્રાક્ષદારૂ ન પીવાની આજ્ઞા આપી હતી. તેઓ આજ દિન સુધી દ્રાક્ષદારૂ ન પીને તેની આજ્ઞા પાળે છે. તેઓ પોતાના પૂર્વજનું કહ્યું માને છે.+ જ્યારે કે મેં તમને વારંવાર* આજ્ઞા આપી, પણ તમે મારું માન્યું નહિ.+ ૧૫ મેં મારા સેવકો, એટલે કે મારા પ્રબોધકોને વારંવાર* તમારી પાસે મોકલ્યા.+ તેઓ તમને કહેતા, ‘મહેરબાની કરીને તમારા ખોટા માર્ગોથી પાછા ફરો+ અને જે ખરું છે એ કરો. બીજા દેવો પાછળ જશો નહિ કે તેઓની સેવા કરશો નહિ. જો એમ કરશો તો તમે એ દેશમાં લાંબું જીવશો, જે મેં તમારા બાપદાદાઓને આપ્યો હતો.’+ પણ તમે મારું સાંભળ્યું નહિ કે મારી વાત કાને ધરી નહિ. ૧૬ રેખાબના દીકરા યહોનાદાબના વંશજોએ પોતાના પૂર્વજની આજ્ઞા પાળી છે,+ પણ આ લોકોએ મારું સાંભળ્યું નથી.”’”
૧૭ “એટલે ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: ‘હું યહૂદા પર અને યરૂશાલેમના રહેવાસીઓ પર એ બધી આફતો લાવીશ, જે વિશે મેં તેઓને ચેતવણી આપી હતી.+ મેં તેઓને કહ્યું હતું, પણ તેઓએ મારું સાંભળ્યું નહિ. હું તેઓને બોલાવતો રહ્યો, પણ તેઓએ મને જવાબ આપ્યો નહિ.’”+
૧૮ યર્મિયાએ રેખાબીઓના કુટુંબને કહ્યું: “ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘તમે તમારા પૂર્વજ યહોનાદાબનું સાંભળ્યું છે. તમે તેની એકેએક આજ્ઞા પાળી છે, તેણે જે કહ્યું એમ જ કર્યું છે, ૧૯ એટલે ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: “રેખાબના દીકરા યહોનાદાબના* વંશજોમાંથી મારી આગળ ઊભા રહીને સેવા કરનાર માણસની કદી ખોટ પડશે નહિ.”’”
૩૬ યોશિયાના દીકરા, યહૂદાના રાજા યહોયાકીમના શાસનના ચોથા વર્ષે+ યહોવાનો આ સંદેશો યર્મિયાને મળ્યો: ૨ “એક વીંટો* લે અને ઇઝરાયેલ, યહૂદા અને બધી પ્રજાઓ+ વિરુદ્ધ મેં તને જે જે કહ્યું છે, એ બધું એમાં લખ.+ યોશિયાના દિવસોથી લઈને આજ સુધી મેં તને જે જણાવ્યું છે,+ એ બધું એમાં લખ. ૩ યહૂદાના લોકો પર જે આફત લાવવાનું મેં નક્કી કર્યું છે, એ વિશે તેઓ સાંભળે અને કદાચ પોતાના દુષ્ટ માર્ગોથી પાછા ફરે. જો તેઓ એમ કરશે, તો હું તેઓનાં અપરાધ અને પાપ માફ કરીશ.”+
૪ પછી યર્મિયાએ નેરીયાના દીકરા બારૂખને બોલાવ્યો.+ યહોવાએ જે કંઈ કહ્યું હતું એ યર્મિયા બોલ્યો અને બારૂખે વીંટામાં લખ્યું.+ ૫ યર્મિયાએ બારૂખને આજ્ઞા આપી: “હું કેદમાં* છું અને યહોવાના મંદિરમાં જઈ શકતો નથી. ૬ એટલે તું ત્યાં જા અને યહોવાના જે શબ્દો મેં તને વીંટામાં લખાવ્યા છે એ મોટેથી વાંચ. ઉપવાસના દિવસે તું યહોવાના મંદિરમાં લોકોને એ વાંચી સંભળાવ, જેથી પોતપોતાનાં શહેરોથી આવેલા યહૂદાના બધા લોકો એ સાંભળી શકે. ૭ કદાચ તેઓ યહોવા પાસે દયાની ભીખ માંગે અને પોતાના દુષ્ટ માર્ગોથી પાછા ફરે, કેમ કે યહોવા આ લોકો પર ખૂબ ગુસ્સે થયા છે અને રોષે ભરાયા છે.”
૮ યર્મિયા પ્રબોધકે જે કંઈ કહ્યું હતું એ બધું નેરીયાના દીકરા બારૂખે કર્યું. તેણે યહોવાના મંદિરમાં જઈને વીંટામાં* લખેલા યહોવાના શબ્દો લોકો આગળ મોટેથી વાંચી સંભળાવ્યા.+
૯ હવે યોશિયાના દીકરા, યહૂદાના રાજા યહોયાકીમના શાસનનું+ પાંચમું વર્ષ ચાલતું હતું. એના નવમા મહિનામાં યરૂશાલેમના લોકોએ અને યહૂદાનાં શહેરોથી યરૂશાલેમ આવેલા લોકોએ યહોવા આગળ ઉપવાસ કરવાનું જાહેર કર્યું.+ ૧૦ બારૂખે વીંટામાં લખેલા યર્મિયાના શબ્દો યહોવાના મંદિરમાં બધા લોકો આગળ વાંચી સંભળાવ્યા. તેણે એ શબ્દો શાસ્ત્રી* શાફાનના+ દીકરા ગમાર્યાના+ ઓરડામાં* વાંચી સંભળાવ્યા. એ ઓરડો ઉપરના આંગણામાં હતો અને યહોવાના મંદિરના નવા દરવાજાની નજીક હતો.+
૧૧ જ્યારે શાફાનના દીકરા ગમાર્યાના દીકરા મીખાયાએ વીંટામાં* લખેલા યહોવાના શબ્દો સાંભળ્યા, ૧૨ ત્યારે તે રાજાના મહેલમાં મંત્રીના* ઓરડામાં ગયો. ત્યાં અલિશામા+ મંત્રી, શમાયાનો દીકરો દલાયા, આખ્બોરનો+ દીકરો એલ્નાથાન,+ શાફાનનો દીકરો ગમાર્યા, હનાન્યાનો દીકરો સિદકિયા અને બીજા બધા અધિકારીઓ બેઠા હતા. ૧૩ જ્યારે બારૂખ લોકોને વીંટામાંથી* વાંચી સંભળાવતો હતો, ત્યારે મીખાયાએ જે કંઈ સાંભળ્યું એ બધું તેણે અધિકારીઓને જણાવ્યું.
૧૪ પછી બધા અધિકારીઓએ યેહૂદીને બારૂખ પાસે મોકલ્યો. યેહૂદી તો કૂશીના દીકરા શેલેમ્યાના દીકરા નથાન્યાનો દીકરો હતો. તેઓએ યેહૂદી દ્વારા બારૂખને આ સંદેશો મોકલ્યો: “તું અહીં આવ અને તારી જોડે એ વીંટો પણ લેતો આવ, જેમાંથી તું લોકોને વાંચી સંભળાવતો હતો.” એટલે નેરીયાનો દીકરો બારૂખ એ વીંટો લઈને તેઓની પાસે ગયો. ૧૫ તેઓએ કહ્યું: “અહીં બેસ. અમને એમાંથી વાંચી સંભળાવ.” બારૂખે તેઓને વાંચી સંભળાવ્યું.
૧૬ એ બધું સાંભળીને તેઓ ડરી ગયા. તેઓએ એકબીજા સામે જોયું અને બારૂખને કહ્યું: “અમારે આ બધું રાજાને કહેવું જ પડશે.” ૧૭ તેઓએ બારૂખને પૂછ્યું: “આ સંદેશો તને ક્યાંથી મળ્યો? શું આ બધું તને યર્મિયાએ લખાવ્યું છે?” ૧૮ બારૂખે તેઓને કહ્યું: “યર્મિયાએ એ શબ્દો કહ્યા અને મેં શાહીથી વીંટામાં* લખ્યા.” ૧૯ અધિકારીઓએ બારૂખને કહ્યું: “તું અને યર્મિયા જઈને સંતાઈ જાઓ. કોઈને કહેતા નહિ કે તમે ક્યાં સંતાયા છો.”+
૨૦ એ અધિકારીઓએ વીંટાને અલિશામા મંત્રીના ઓરડામાં મૂક્યો અને તેઓ રાજા પાસે આંગણામાં ગયા. તેઓએ જે કંઈ સાંભળ્યું હતું, એ બધું રાજાને જણાવ્યું.
૨૧ રાજાએ એ વીંટો લાવવા યેહૂદીને+ મોકલ્યો. તે અલિશામા મંત્રીના ઓરડામાંથી એ વીંટો લઈ આવ્યો. તેણે રાજા અને રાજા પાસે ઊભેલા અધિકારીઓ આગળ એ વીંટામાંથી વાંચ્યું. ૨૨ એ નવમો મહિનો* હતો અને રાજા શિયાળા માટેના ઘરમાં બેઠો હતો. તેની આગળ સગડી સળગતી હતી. ૨૩ યેહૂદી ત્રણ કે ચાર પાનાં* વાંચતો પછી મંત્રીની છરીથી રાજા એટલો ભાગ કાપી નાખતો. પછી એને સગડીમાં નાખી દેતો. આમ આખો વીંટો સગડીમાં બાળી નાખવામાં આવ્યો. ૨૪ વીંટાના શબ્દો સાંભળીને રાજાને કે તેના સેવકોને ડર લાગ્યો નહિ કે તેઓએ પોતાનાં કપડાં ફાડ્યાં* નહિ. ૨૫ એલ્નાથાન,+ દલાયા+ અને ગમાર્યાએ+ રાજાને વીંટો ન બાળવા વિનંતી કરી, પણ તેણે તેઓનું સાંભળ્યું નહિ. ૨૬ એટલું જ નહિ, રાજાએ બારૂખ મદદનીશને* અને યર્મિયા પ્રબોધકને પકડી લાવવા રાજાના દીકરા* યરાહમએલને, આઝ્રીએલના દીકરા સરાયાને અને આબ્દએલના દીકરા શેલેમ્યાને હુકમ આપ્યો. પણ યહોવાએ એ બંનેને સંતાડી રાખ્યા.+
૨૭ યર્મિયાના લખાવ્યા પ્રમાણે બારૂખે જે વીંટો લખ્યો હતો,+ એ વીંટો રાજાએ બાળી નાખ્યો પછી, યહોવાનો આ સંદેશો યર્મિયાને મળ્યો: ૨૮ “તું બીજો એક વીંટો લે. પહેલા વીંટામાં જે લખ્યું હતું અને જેને યહૂદાના રાજા યહોયાકીમે બાળી નાખ્યો હતો,+ એ વીંટાના શબ્દો આ વીંટામાં ફરી લખ. ૨૯ તું યહૂદાના રાજા યહોયાકીમને કહેજે, ‘યહોવા કહે છે: “તેં આ વીંટો બાળી નાખ્યો અને કહ્યું, ‘તેં કેમ આ વીંટામાં આવું લખ્યું કે બાબેલોનનો રાજા આવીને દેશનો નાશ કરશે, માણસો અને પ્રાણીઓનો સંહાર કરીને એને ઉજ્જડ કરશે?’+ ૩૦ એટલે યહૂદાના રાજા યહોયાકીમ વિરુદ્ધ યહોવા કહે છે, ‘તેના વંશમાંથી કોઈ માણસ દાઉદની રાજગાદી પર બેસશે નહિ.+ તેની લાશ દિવસે ગરમીમાં અને રાતે ઠંડીમાં* બહાર પડી રહેશે.+ ૩૧ હું તેની પાસેથી, તેના વંશજો પાસેથી અને તેના સેવકો પાસેથી તેઓની ભૂલોનો હિસાબ માંગીશ. હું તેઓ પર, યરૂશાલેમના રહેવાસીઓ પર અને યહૂદાના બધા માણસો પર એ આફતો લાવીશ, જેના વિશે મેં તેઓને ચેતવણી આપી હતી,+ પણ તેઓએ સાંભળી નહિ.’”’”+
૩૨ પછી યર્મિયાએ બીજો એક વીંટો લીધો અને નેરીયાના દીકરા બારૂખ મદદનીશને એ આપ્યો.+ બારૂખે યર્મિયાએ કહેલા બધા શબ્દો એમાં લખ્યા. યહૂદાના રાજા યહોયાકીમે બાળી નાખેલા વીંટામાં* જે શબ્દો હતા એ એમાં લખ્યા.+ એ વીંટામાં એના જેવી બીજી વાતો પણ ઉમેરવામાં આવી.
૩૭ યહોયાકીમના દીકરા કોન્યાની*+ જગ્યાએ યોશિયાનો દીકરો રાજા સિદકિયા+ રાજ કરવા લાગ્યો. બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારે* સિદકિયાને યહૂદાનો રાજા બનાવ્યો હતો.+ ૨ પણ રાજા સિદકિયાએ, તેના સેવકોએ અને દેશના લોકોએ યહોવાનો સંદેશો ન સાંભળ્યો, જે તેમણે યર્મિયા પ્રબોધક દ્વારા આપ્યો હતો.
૩ રાજા સિદકિયાએ શેલેમ્યાના દીકરા યહૂકાલને+ અને માઅસેયા યાજકના દીકરા સફાન્યાને+ યર્મિયા પ્રબોધક પાસે મોકલ્યા. તેણે તેઓ જોડે આ સંદેશો મોકલ્યો: “કૃપા કરીને આપણા વતી યહોવા આપણા ઈશ્વરને પ્રાર્થના કર.” ૪ યર્મિયા લોકોમાં છૂટથી ફરી શકતો હતો, કેમ કે હજી તેને કેદખાનામાં નાખવામાં આવ્યો ન હતો.+ ૫ એ વખતે ખાલદીઓએ યરૂશાલેમ વિરુદ્ધ ઘેરો નાખ્યો હતો. પણ જ્યારે તેઓએ સાંભળ્યું કે ઇજિપ્તના રાજાની* સેના ઇજિપ્તથી નીકળીને આવી રહી છે,+ ત્યારે તેઓએ તરત જ ઘેરો ઉઠાવી લીધો.+ ૬ પછી યહોવાનો આ સંદેશો યર્મિયા પ્રબોધકને મળ્યો: ૭ “ઇઝરાયેલના ઈશ્વર યહોવા કહે છે, ‘યહૂદાના રાજાએ મારી સલાહ લેવા તમને મારી પાસે મોકલ્યા છે. તમે તેને કહેજો: “જુઓ! તમને લોકોને મદદ કરવા ઇજિપ્તના રાજાની સેના આવી રહી છે. પણ એ સેનાએ પોતાના દેશ ઇજિપ્ત પાછા જવું પડશે.+ ૮ ખાલદીઓ પાછા આવશે અને આ શહેર વિરુદ્ધ લડશે. તેઓ એને કબજે કરશે અને આગથી બાળી નાખશે.”+ ૯ યહોવા કહે છે, “તમે પોતાને આવું કહીને છેતરશો નહિ કે, ‘ખાલદીઓ કદી પાછા નહિ આવે.’ કેમ કે તેઓ જરૂર પાછા આવશે. ૧૦ જો તમે તમારી સામે લડનાર ખાલદીઓની આખી સેનાને હરાવી દો, તોપણ તેઓમાંથી બચી ગયેલા ઘાયલ માણસો પોતાના તંબુઓમાંથી ઊઠીને આવશે અને આ શહેરને બાળી નાખશે.”’”+
૧૧ ઇજિપ્તના રાજાની સેનાને લીધે જ્યારે ખાલદીઓએ યરૂશાલેમ ફરતેથી ઘેરો ઉઠાવી લીધો,+ ૧૨ ત્યારે યર્મિયા યરૂશાલેમ છોડીને બિન્યામીન પ્રદેશ+ જવા નીકળ્યો. તે પોતાના લોકોમાં પોતાનો હિસ્સો લેવા ત્યાં ગયો. ૧૩ તે બિન્યામીનના દરવાજે પહોંચ્યો ત્યારે, ચોકીદારોના ઉપરી ઇરિયાએ તેને પકડી લીધો. ઇરિયા હનાન્યાના દીકરા શેલેમ્યાનો દીકરો હતો. તેણે યર્મિયા પ્રબોધકને કહ્યું: “તું ખાલદીઓ પાસે જઈ રહ્યો છે!” ૧૪ યર્મિયાએ કહ્યું: “ના, ના, એવું નથી, હું ખાલદીઓ પાસે નથી જઈ રહ્યો.” પણ તેણે યર્મિયાનું માન્યું નહિ. તે યર્મિયાને પકડીને અધિકારીઓ પાસે લઈ ગયો. ૧૫ અધિકારીઓ યર્મિયા પર ગુસ્સે ભરાયા.+ તેઓએ તેને માર્યો અને યહોનાથાન મંત્રીના ઘરમાં* કેદ કર્યો.+ એ ઘરને તેઓએ કેદખાનું બનાવ્યું હતું. ૧૬ યર્મિયાને ત્યાં ભોંયરામાં* નાખી દેવામાં આવ્યો. ત્યાં અનેક અંધારી કોટડીઓ હતી, જેમાં તેને પૂરી દેવામાં આવ્યો. તે ઘણા દિવસ સુધી ત્યાં રહ્યો.
૧૭ રાજા સિદકિયાએ યર્મિયાને પોતાના મહેલમાં બોલાવ્યો અને ખાનગીમાં સવાલો પૂછ્યા.+ રાજાએ પૂછ્યું, “શું યહોવા પાસેથી કોઈ સંદેશો છે?” યર્મિયાએ કહ્યું, “હા, એક સંદેશો છે. તમને બાબેલોનના રાજાના હાથમાં સોંપવામાં આવશે!”+
૧૮ પછી યર્મિયાએ રાજા સિદકિયાને પૂછ્યું: “મેં તમારી વિરુદ્ધ, તમારા સેવકો વિરુદ્ધ કે આ લોકો વિરુદ્ધ એવું તો શું પાપ કર્યું છે કે તમે મને કેદખાનામાં નાખ્યો છે? ૧૯ તમારા પ્રબોધકો ક્યાં ગયા, જેઓ કહેતા હતા કે, ‘બાબેલોનનો રાજા તમારી વિરુદ્ધ અને આ દેશ વિરુદ્ધ નહિ આવે’?+ ૨૦ મારા માલિક, મારા રાજા, કૃપા કરીને મારું સાંભળો. મારી આ નમ્ર વિનંતી કાને ધરો. મને યહોનાથાન મંત્રીના ઘરે પાછો ન મોકલશો,+ નહિતર હું ત્યાં મરી જઈશ.”+ ૨૧ રાજા સિદકિયાએ હુકમ કર્યો કે યર્મિયાને ચોકીદારના આંગણામાં કેદ* કરવામાં આવે.+ તેને દરરોજ એક રોટલી આપવામાં આવતી, જે ભઠિયારાની ગલીમાંથી લાવવામાં આવતી.+ જ્યાં સુધી શહેરમાં બધી રોટલી ખલાસ ન થઈ ગઈ, ત્યાં સુધી તેને દરરોજ રોટલી આપવામાં આવી.+ યર્મિયા ચોકીદારના આંગણામાં રહ્યો.
૩૮ માત્તાનના દીકરા શફાટિયાએ, પાશહૂરના દીકરા ગદાલ્યાએ, શેલેમ્યાના દીકરા યુકાલે+ અને માલ્કિયાના દીકરા પાશહૂરે+ સાંભળ્યું કે યર્મિયા લોકોને આવું કહી રહ્યો છે: ૨ “યહોવા કહે છે, ‘જે કોઈ આ શહેરમાં રહેશે તે તલવારથી, દુકાળથી અને ભયંકર રોગચાળાથી* માર્યો જશે.+ પણ જે કોઈ ખાલદીઓને શરણે થશે, તે જીવતો રહેશે. તે પોતાનો જીવ બચાવશે.’*+ ૩ યહોવા કહે છે, ‘આ શહેરને ચોક્કસ બાબેલોનના રાજાની સેનાના હાથમાં સોંપી દેવામાં આવશે. તે એને કબજે કરશે.’”+
૪ અધિકારીઓએ રાજાને કહ્યું: “આ માણસને મારી નંખાવો.+ કેમ કે આવી વાતો કહીને તે આ શહેરમાં બચી ગયેલા સૈનિકોની અને બધા લોકોની હિંમત તોડી રહ્યો છે.* આ માણસ લોકોનું ભલું નહિ, પણ નુકસાન ચાહે છે.” ૫ રાજા સિદકિયાએ કહ્યું: “જુઓ! તે તમારા હાથમાં છે, તમારે જે કરવું હોય એ કરો. રાજા તમને રોકી શકતો નથી.”
૬ એટલે તેઓએ યર્મિયાને પકડીને રાજાના દીકરા* માલ્કિયાના ટાંકામાં ફેંકી દીધો. એ ટાંકો ચોકીદારના આંગણામાં હતો.+ તેઓએ યર્મિયાને દોરડાથી નીચે ઉતાર્યો. હવે એ ટાંકામાં જરાય પાણી ન હતું. ત્યાં ફક્ત કાદવ હતો. યર્મિયા એ કાદવમાં ખૂંપવા લાગ્યો.
૭ હવે રાજાના મહેલમાં એબેદ-મેલેખ+ નામનો ઇથિયોપિયાનો એક દરબારી* હતો. તેણે સાંભળ્યું કે યર્મિયાને ટાંકામાં નાખવામાં આવ્યો છે. રાજા એ વખતે બિન્યામીનના દરવાજે બેઠો હતો.+ ૮ એબેદ-મેલેખ મહેલમાંથી નીકળીને રાજા પાસે ગયો. તેણે કહ્યું: ૯ “હે મારા માલિક, મારા રાજા, આ માણસોએ યર્મિયા પ્રબોધક સાથે બહુ ખોટું કર્યું છે! તેઓએ તેને ટાંકામાં નાખ્યો છે. તે ભૂખે મરી જશે, કેમ કે દુકાળને લીધે શહેરમાં એકેય રોટલી બચી નથી.”+
૧૦ રાજાએ ઇથિયોપિયાના એબેદ-મેલેખને કહ્યું: “અહીંથી ૩૦ માણસોને તારી સાથે લઈ જા અને યર્મિયા પ્રબોધક મરી જાય એ પહેલાં તેને ટાંકામાંથી બહાર કાઢ.” ૧૧ એબેદ-મેલેખ પોતાની સાથે માણસો લઈને રાજાના મહેલમાં ભંડારની નીચે એક ઓરડામાં ગયો.+ તેઓએ ત્યાંથી ચીંથરાં અને ફાટેલાં-તૂટેલાં કપડાં લીધાં. એ બધું તેઓએ દોરડાથી બાંધીને યર્મિયા પાસે ટાંકામાં ઉતાર્યું. ૧૨ ઇથિયોપિયાના એબેદ-મેલેખે યર્મિયાને કહ્યું: “આ ચીંથરાં અને કપડાં તારી બગલમાં મૂક, જેથી દોરડાથી તું છોલાઈ ન જાય.” યર્મિયાએ એ પ્રમાણે કર્યું ૧૩ અને તેઓએ યર્મિયાને દોરડાથી ઉપર ખેંચીને ટાંકામાંથી બહાર કાઢ્યો. પછી યર્મિયા ચોકીદારના આંગણામાં રહ્યો.+
૧૪ રાજા સિદકિયાએ યર્મિયા પ્રબોધકને યહોવાના મંદિરના ત્રીજા દરવાજે બોલાવ્યો. રાજાએ યર્મિયાને કહ્યું: “મારે તને કંઈક પૂછવું છે. મારાથી કંઈ છુપાવીશ નહિ.” ૧૫ યર્મિયાએ સિદકિયાને કહ્યું: “જો હું તમને કંઈક કહીશ, તો તમે મને ચોક્કસ મારી નાખશો. જો હું તમને સલાહ આપીશ, તો તમે મારું નહિ સાંભળો.” ૧૬ રાજા સિદકિયાએ ખાનગીમાં યર્મિયાને વચન આપ્યું: “આપણને જીવન આપનાર યહોવાના સમ* કે હું તને મારી નહિ નાખું. હું તને આ માણસોના હાથમાં નહિ સોંપું, જેઓ તારો જીવ લેવા માંગે છે.”
૧૭ યર્મિયાએ સિદકિયાને કહ્યું: “ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘જો તું બાબેલોનના રાજાના અધિકારીઓના શરણે થઈશ, તો તારો જીવ બચશે,* આ શહેરને બાળી નાખવામાં નહિ આવે અને તારો અને તારા કુટુંબનો જીવ બચશે.+ ૧૮ પણ જો તું બાબેલોનના રાજાના અધિકારીઓના શરણે નહિ થાય, તો આ શહેર ખાલદીઓને સોંપી દેવામાં આવશે. તેઓ એને બાળી નાખશે.+ તું તેઓના હાથમાંથી બચી નહિ શકે.’”+
૧૯ રાજા સિદકિયાએ યર્મિયાને કહ્યું: “મને એ યહૂદીઓનો ડર લાગે છે, જેઓ ખાલદીઓ પાસે જતા રહ્યા છે. જો મને એ યહૂદીઓના હાથમાં સોંપવામાં આવશે, તો તેઓ મારી સાથે ક્રૂર રીતે વર્તશે.” ૨૦ યર્મિયાએ કહ્યું: “તમને તેઓના હાથમાં સોંપવામાં નહિ આવે. કૃપા કરીને યહોવાની વાત માનો, જે હું તમને કહું છું. જો તમે એમ કરશો, તો તમારું ભલું થશે અને તમે જીવતા રહેશો. ૨૧ પણ જો તમે શરણે નહિ થાઓ, તો જે થવાનું છે એ યહોવાએ મને બતાવ્યું છે: ૨૨ જુઓ! યહૂદાના રાજાના મહેલમાં બાકી રહેલી સ્ત્રીઓને બાબેલોનના રાજાના અધિકારીઓ પાસે લઈ જવામાં આવી રહી છે.+ એ સ્ત્રીઓ કહે છે,
‘જે માણસો પર તમે* ભરોસો રાખ્યો, તેઓએ* તમને દગો આપ્યો,
તેઓ તમારા પર હાવી થઈ ગયા.+
તેઓએ તમારો પગ કાદવમાં ખૂંપી દીધો.
હવે તેઓ તમને છોડીને જતા રહ્યા છે.’
૨૩ તમારી પત્નીઓને અને દીકરાઓને ખાલદીઓ પાસે લઈ જવામાં આવી રહ્યાં છે. તમે તેઓના હાથમાંથી બચી નહિ શકો. બાબેલોનનો રાજા તમને પકડી લેશે+ અને તમારા લીધે આ શહેરને બાળી નાખવામાં આવશે.”+
૨૪ સિદકિયાએ યર્મિયાને કહ્યું: “આ વાતો કોઈને કહીશ નહિ, નહિતર તું માર્યો જઈશ. ૨૫ જો અધિકારીઓને ખબર પડે કે મેં તારી સાથે વાત કરી છે અને તેઓ તારી પાસે આવીને પૂછે, ‘અમને કહે, રાજાએ તને શું કહ્યું. અમારાથી કંઈ છુપાવીશ નહિ. અમે તને મારી નહિ નાખીએ.+ બોલ, રાજાએ શું કહ્યું,’ ૨૬ તો તું તેઓને કહેજે, ‘હું તો રાજાને વિનંતી કરતો હતો કે મને યહોનાથાનના ઘરે પાછો ન મોકલે, નહિતર હું ત્યાં મરી જઈશ.’”+
૨૭ થોડા સમય પછી બધા અધિકારીઓ યર્મિયા પાસે આવ્યા. તેઓએ તેને સવાલો પૂછ્યા. રાજાના હુકમ પ્રમાણે જ યર્મિયાએ તેઓને જવાબ આપ્યો. એટલે તેઓએ તેને વધારે કંઈ પૂછ્યું નહિ. કેમ કે રાજા અને યર્મિયાની વાતચીત કોઈએ સાંભળી ન હતી. ૨૮ યરૂશાલેમને કબજે કરવામાં આવ્યું ત્યાં સુધી યર્મિયા ચોકીદારના આંગણામાં+ રહ્યો. યરૂશાલેમને જીતી લેવામાં આવ્યું ત્યારે તે ત્યાં જ હતો.+
૩૯ યહૂદાના રાજા સિદકિયાના શાસનનું નવમું વર્ષ ચાલતું હતું. એના દસમા મહિનામાં બાબેલોનનો રાજા નબૂખાદનેસ્સાર* પોતાના આખા સૈન્ય સાથે યરૂશાલેમ પર ચઢી આવ્યો અને એને ઘેરી લીધું.+
૨ સિદકિયાના શાસનના ૧૧મા વર્ષના ચોથા મહિનાના નવમા દિવસે તેઓએ શહેરના કોટમાં બાકોરું પાડ્યું.+ ૩ બાબેલોનના રાજાના અધિકારીઓ અંદર આવ્યા અને વચલા દરવાજે બેઠા.+ એ અધિકારીઓ આ હતા: નેર્ગાલ-શારએસેર જે સામ્ગાર* હતો, નબૂ-સાર્સખીમ જે રાબસારીસ હતો,* નેર્ગાલ-શારએસેર જે રાબ-માગ* હતો અને બાબેલોનના રાજાના બાકીના બધા અધિકારીઓ.
૪ યહૂદાના રાજા સિદકિયાએ અને બધા સૈનિકોએ તેઓને જોયા ત્યારે તેઓ શહેરમાંથી ભાગી ગયા.+ તેઓ રાજાના બગીચાને રસ્તે, બે દીવાલો વચ્ચેના દરવાજેથી રાતોરાત નાસી છૂટ્યા. તેઓ અરાબાહને રસ્તે ભાગી નીકળ્યા.+ ૫ પણ ખાલદીઓનું સૈન્ય તેઓની પાછળ પડ્યું. તેઓએ યરીખોના ઉજ્જડ પ્રદેશમાં+ સિદકિયાને પકડી પાડ્યો. તેઓ તેને પકડીને હમાથ દેશના+ રિબ્લાહમાં+ બાબેલોનના રાજા નબૂખાદનેસ્સાર* પાસે લઈ ગયા. ત્યાં તેણે સિદકિયાને સજા ફટકારી. ૬ બાબેલોનના રાજાએ રિબ્લાહમાં સિદકિયાની નજર સામે તેના દીકરાઓને મારી નાખ્યા. તેણે યહૂદાના બધા આગેવાનોને પણ મારી નાખ્યા.+ ૭ તેણે સિદકિયાની આંખો ફોડી નાખી અને તેને તાંબાની બેડીઓ પહેરાવીને બાબેલોન લઈ ગયો.+
૮ ખાલદીઓએ રાજાનો મહેલ અને લોકોનાં ઘરો બાળી નાખ્યાં.+ તેઓએ યરૂશાલેમનો કોટ તોડી પાડ્યો.+ ૯ શહેરમાં બચેલા લોકો, તેના* પક્ષમાં ભળી ગયેલા લોકો અને એ સિવાયના લોકોને રક્ષકોનો ઉપરી નબૂઝારઅદાન+ ગુલામ બનાવીને બાબેલોન લઈ ગયો.
૧૦ પણ રક્ષકોનો ઉપરી નબૂઝારઅદાન એકદમ ગરીબ લોકોમાંથી અમુકને, જેઓ પાસે કંઈ જ ન હતું, તેઓને યહૂદા દેશમાં મૂકી ગયો. એ દિવસે તેણે તેઓને દ્રાક્ષાવાડીઓ અને ખેતરો આપ્યાં, જેથી તેઓ એમાં કામ કરે.*+
૧૧ બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારે* રક્ષકોના ઉપરી નબૂઝારઅદાનને યર્મિયા વિશે આ હુકમ આપ્યો: ૧૨ “તેને લઈ જા અને તેની સંભાળ રાખ. તેને કંઈ નુકસાન કરીશ નહિ. તે જે કંઈ માંગે એ તેને આપ.”+
૧૩ રક્ષકોના ઉપરી નબૂઝારઅદાને, નબૂશાઝબાને જે રાબસારીસ* હતો, નેર્ગાલ-શારએસેરે જે રાબ-માગ* હતો અને બાબેલોનના રાજાના મુખ્ય અધિકારીઓએ માણસોને મોકલ્યા. ૧૪ તેઓ યર્મિયાને ચોકીદારના આંગણામાંથી+ બહાર કાઢી લાવ્યા. તેઓએ તેને શાફાનના+ દીકરા અહીકામના દીકરા+ ગદાલ્યાને+ સોંપ્યો. તે યર્મિયાને પોતાના ઘરે લઈ આવ્યો. આમ યર્મિયા લોકો સાથે રહ્યો.
૧૫ યર્મિયા ચોકીદારના આંગણામાં કેદ* હતો+ ત્યારે તેને યહોવાનો આ સંદેશો મળ્યો: ૧૬ “જઈને ઇથિયોપિયાના એબેદ-મેલેખને+ કહે, ‘ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: “મેં કહ્યું હતું કે હું આ શહેર પર આફત લાવીશ, હું એનું ભલું નહિ કરું. હવે હું એ વચન પૂરું કરવાનો છું. જે દિવસે હું એવું કરીશ, એ દિવસે તું એ જોઈશ.”’
૧૭ “‘પણ એ દિવસે હું તને બચાવીશ. હું તને એ માણસોના હાથમાં નહિ સોંપું, જેઓનો તને ડર લાગે છે,’ એવું યહોવા કહે છે.
૧૮ “‘હું તને ચોક્કસ બચાવીશ. તું તલવારે માર્યો નહિ જાય. તું પોતાનો જીવ બચાવીશ,*+ કેમ કે તેં મારા પર ભરોસો રાખ્યો છે,’+ એવું યહોવા કહે છે.”
૪૦ રક્ષકોના ઉપરી નબૂઝારઅદાને+ યર્મિયાને રામાથી+ આઝાદ કર્યો એ પછી યહોવાનો સંદેશો યર્મિયાને મળ્યો. રક્ષકોના ઉપરીએ યર્મિયાના હાથ સાંકળોથી બાંધ્યા અને તેને લઈ ગયો. યર્મિયા યરૂશાલેમ અને યહૂદાના એ ગુલામો સાથે હતો જેઓને બાબેલોન લઈ જવામાં આવી રહ્યા હતા. ૨ પછી રક્ષકોના ઉપરીએ યર્મિયાને એક બાજુએ લઈ જઈને કહ્યું: “તારા ઈશ્વર યહોવાએ આ જગ્યા પર આફત લાવવાની ભવિષ્યવાણી કરી હતી. ૩ યહોવા પોતાના કહ્યા પ્રમાણે આ જગ્યા પર આફત લાવ્યા છે. તમે લોકોએ યહોવા વિરુદ્ધ પાપ કર્યું છે અને તેમનું સાંભળ્યું નથી. એટલે જ આ બધું તમારા પર આવી પડ્યું છે.+ ૪ તારા હાથની સાંકળો છોડીને હું તને આઝાદ કરું છું. જો તને ઠીક લાગે અને તારે મારી સાથે બાબેલોન આવવું હોય, તો ચાલ. હું તારી સંભાળ રાખીશ. પણ જો તારે મારી સાથે બાબેલોન ના આવવું હોય, તો ના આવતો. આખો દેશ તારી આગળ છે. તારે જ્યાં જવું હોય ત્યાં તું જા.”+
૫ યર્મિયા પાછો જવા અચકાતો હતો એટલે નબૂઝારઅદાને કહ્યું: “તું શાફાનના+ દીકરા અહીકામના દીકરા+ ગદાલ્યા પાસે જા.+ બાબેલોનના રાજાએ તેને યહૂદાનાં શહેરો પર અધિકારી ઠરાવ્યો છે. તું તેની સાથે લોકો વચ્ચે રહે અથવા તને ઠીક લાગે ત્યાં જા.”
પછી રક્ષકોના ઉપરીએ તેને થોડો ખોરાક અને ભેટ આપીને જવા દીધો. ૬ યર્મિયા અહીકામના દીકરા ગદાલ્યા પાસે મિસ્પાહમાં ગયો.+ તે તેની સાથે એ લોકો વચ્ચે રહ્યો, જેઓ યહૂદામાં બાકી રહ્યા હતા.
૭ થોડા સમય પછી મેદાનમાં રહેતા સેનાપતિઓ અને તેઓના માણસોને જાણવા મળ્યું કે બાબેલોનના રાજાએ અહીકામના દીકરા ગદાલ્યાને દેશ પર અધિકારી ઠરાવ્યો છે. રાજાએ ગદાલ્યાને એ ગરીબ સ્ત્રી-પુરુષો અને બાળકો પર પણ અધિકારી ઠરાવ્યો છે, જેઓને બાબેલોન લઈ જવામાં આવ્યાં નથી.+ ૮ એ સેનાપતિઓ અને માણસો ગદાલ્યાને મળવા મિસ્પાહ આવ્યા.+ તેઓમાં નથાન્યાનો દીકરો ઇશ્માએલ,+ કારેઆહના દીકરાઓ યોહાનાન+ અને યોનાથાન, તાન્હુમેથનો દીકરો સરાયા, નટોફાહના એફાયના દીકરાઓ, માઅખાથના એક માણસનો દીકરો યઝાન્યા+ અને તેઓના માણસો હતા. ૯ શાફાનના દીકરા અહીકામના દીકરા ગદાલ્યાએ તેઓ સામે અને તેઓના માણસો સામે સમ ખાઈને કહ્યું: “ખાલદીઓની સેવા કરવાથી ગભરાશો નહિ. આ દેશમાં રહો અને બાબેલોનના રાજાને તાબે થાઓ. એનાથી તમારું જ ભલું થશે.+ ૧૦ પણ હું મિસ્પાહમાં રહીશ, જેથી આપણી પાસે આવનાર ખાલદીઓ આગળ તમારા વતી વાત કરી શકું. તમે દ્રાક્ષદારૂ, ઉનાળાનાં ફળ અને તેલ ભેગાં કરો અને એને વાસણોમાં ભરો અને જે શહેરો તમે કબજે કર્યાં છે એમાં રહો.”+
૧૧ મોઆબ, આમ્મોન, અદોમ અને બીજા દેશોમાં રહેતા યહૂદીઓએ સાંભળ્યું કે બાબેલોનના રાજાએ અમુક લોકોને યહૂદામાં રહેવા દીધા છે. તેઓએ એ પણ સાંભળ્યું કે રાજાએ શાફાનના દીકરા અહીકામના દીકરા ગદાલ્યાને તેઓ પર અધિકારી ઠરાવ્યો છે. ૧૨ એટલે બીજા દેશોમાં વિખેરાઈ ગયેલા બધા યહૂદીઓ યહૂદામાં પાછા આવ્યા અને મિસ્પાહમાં ગદાલ્યા પાસે ગયા. તેઓએ પુષ્કળ દ્રાક્ષદારૂ અને ઉનાળાનાં ફળ ભેગાં કર્યાં.
૧૩ કારેઆહનો દીકરો યોહાનાન અને મેદાનમાં રહેતા બધા સેનાપતિઓ મિસ્પાહમાં ગદાલ્યા પાસે આવ્યા. ૧૪ તેઓએ તેને કહ્યું: “શું તમને ખબર છે, આમ્મોનના રાજા+ બાઅલીસે તમને મારી નાખવા નથાન્યાના દીકરા ઇશ્માએલને મોકલ્યો છે?”+ પણ અહીકામના દીકરા ગદાલ્યાએ તેઓનું માન્યું નહિ.
૧૫ પછી કારેઆહના દીકરા યોહાનાને મિસ્પાહમાં ગદાલ્યાને ખાનગીમાં કહ્યું: “મને જવા દો અને નથાન્યાના દીકરા ઇશ્માએલને મારી નાખવા દો. કોઈને એની જાણ નહિ થાય. તે કેમ તમને મારી નાખે? એમ થશે તો, તમારી પાસે ભેગા થયેલા યહૂદાના લોકો પાછા વિખેરાઈ જશે અને યહૂદામાં બાકી રહેલા લોકોનો નાશ થશે.” ૧૬ પણ અહીકામના દીકરા ગદાલ્યાએ+ કારેઆહના દીકરા યોહાનાનને કહ્યું: “એવું કંઈ કરતો નહિ, કેમ કે ઇશ્માએલ વિશે તું જે કહે છે એ સાચું નથી.”
૪૧ સાતમા મહિનામાં અલિશામાના દીકરા નથાન્યાનો દીકરો ઇશ્માએલ+ પોતાના દસ માણસોને લઈને મિસ્પાહ આવ્યો.+ તે રાજવંશમાંથી હતો અને રાજાનો મુખ્ય અધિકારી હતો. તે અહીકામના દીકરા ગદાલ્યાને મળવા આવ્યો. તેઓ સાથે મળીને મિસ્પાહમાં જમતા હતા એવામાં, ૨ નથાન્યાનો દીકરો ઇશ્માએલ અને તેની સાથેના દસ માણસો ઊઠ્યા અને શાફાનના દીકરા અહીકામના દીકરા ગદાલ્યાને તલવારથી મારી નાખ્યો. બાબેલોનના રાજાએ જેને દેશ પર અધિકારી ઠરાવ્યો હતો, તેને ઇશ્માએલે મારી નાખ્યો. ૩ ઇશ્માએલે એ યહૂદીઓને પણ મારી નાખ્યા જેઓ મિસ્પાહમાં ગદાલ્યાની સાથે હતા. તેણે ત્યાં હાજર ખાલદી સૈનિકોને પણ મારી નાખ્યા.
૪ ગદાલ્યાની હત્યાના બીજા દિવસે, કોઈને એની જાણ થાય એ પહેલાં, ૫ શખેમ,+ શીલોહ+ અને સમરૂનથી+ ૮૦ માણસો આવ્યા. તેઓએ પોતાની દાઢી મૂંડાવી હતી, પોતાનાં કપડાં ફાડ્યાં હતાં અને પોતાના શરીર પર કાપા પાડ્યા હતા.+ તેઓ પોતાના હાથમાં અનાજ-અર્પણો અને લોબાન* લઈને આવ્યા હતા,+ જેથી યહોવાના મંદિરમાં એ ચઢાવી શકે. ૬ નથાન્યાનો દીકરો ઇશ્માએલ મિસ્પાહથી નીકળ્યો અને રડતાં રડતાં તેઓને મળવા ગયો. તે તેઓને મળ્યો ત્યારે તેણે કહ્યું: “અહીકામના દીકરા ગદાલ્યા પાસે આવો.” ૭ તેઓ શહેરમાં આવ્યા ત્યારે, નથાન્યાના દીકરા ઇશ્માએલે અને તેના માણસોએ તેઓને મારી નાખ્યા અને ટાંકામાં ફેંકી દીધા.
૮ તેઓમાંના દસ માણસોએ ઇશ્માએલને કહ્યું: “અમને મારી ન નાખો. અમારી પાસે ઘઉં, જવ, તેલ અને મધનો મોટો ભંડાર છે, જે અમે ખેતરોમાં સંતાડ્યો છે.” એટલે ઇશ્માએલે તેઓને જીવતા રહેવા દીધા અને તેઓના ભાઈઓ સાથે મારી ન નાખ્યા. ૯ ઇશ્માએલે મારી નાખ્યા હતા એ માણસોનાં શબ તેણે એક મોટા ટાંકામાં નાખ્યા. એ ટાંકો રાજા આસાએ ઇઝરાયેલના રાજા બાશા વિરુદ્ધની લડાઈ વખતે ખોદાવ્યો હતો.+ નથાન્યાના દીકરા ઇશ્માએલે એ માણસોનાં શબથી ટાંકો ભરી દીધો.
૧૦ ઇશ્માએલે મિસ્પાહમાં બચી ગયેલા બધા લોકોને ગુલામ બનાવ્યા.+ તેઓમાં રાજાની દીકરીઓ અને મિસ્પાહમાં બચી ગયેલા લોકો પણ હતાં, જેઓને રક્ષકોના ઉપરી નબૂઝારઅદાને અહીકામના દીકરા ગદાલ્યાના હાથમાં સોંપ્યાં હતાં.+ નથાન્યાનો દીકરો ઇશ્માએલ તેઓને ગુલામ બનાવીને પેલે પાર આમ્મોનીઓ પાસે લઈ જવા નીકળી પડ્યો.+
૧૧ નથાન્યાના દીકરા ઇશ્માએલના દુષ્ટ કામ વિશે કારેઆહના દીકરા યોહાનાને+ અને તેની સાથેના સેનાપતિઓએ સાંભળ્યું. ૧૨ તેઓ પોતાના બધા માણસોને લઈને નથાન્યાના દીકરા ઇશ્માએલ સામે લડવા ગયા. તેઓને ઇશ્માએલ ગિબયોનમાં મળ્યો, જ્યાં ખૂબ પાણી* હતું.
૧૩ ઇશ્માએલે જેઓને ગુલામ બનાવ્યા હતા, એ લોકોએ કારેઆહના દીકરા યોહાનાનને અને તેની સાથેના સેનાપતિઓને જોયા ત્યારે, તેઓ ખુશ થઈ ગયા. ૧૪ ઇશ્માએલે મિસ્પાહથી જે લોકોને ગુલામ બનાવ્યા હતા,+ તેઓ તેને છોડીને કારેઆહના દીકરા યોહાનાન પાસે જતા રહ્યા. ૧૫ નથાન્યાનો દીકરો ઇશ્માએલ અને તેના આઠ માણસો યોહાનાનથી બચીને આમ્મોનીઓ પાસે નાસી ગયા.
૧૬ નથાન્યાના દીકરા ઇશ્માએલે અહીકામના દીકરા ગદાલ્યાને મારી નાખ્યો,+ એ પછી કારેઆહનો દીકરો યોહાનાન અને તેની સાથેના સેનાપતિઓ મિસ્પાહમાં બચી ગયેલા લોકોને પોતાની સાથે લઈ આવ્યા. તેઓએ એ લોકોને ઇશ્માએલના હાથમાંથી છોડાવ્યા હતા. તેઓ ગિબયોનથી સ્ત્રી-પુરુષો, સૈનિકો, બાળકો અને દરબારના પ્રધાનોને પાછાં લઈ આવ્યાં. ૧૭ તેઓએ બેથલેહેમ+ નજીક કિમ્હામમાં ઉતારો કર્યો. તેઓનો ઇરાદો ઇજિપ્ત જવાનો હતો,+ ૧૮ કેમ કે તેઓ ખાલદીઓથી ડરતા હતા. બાબેલોનના રાજાએ અહીકામના દીકરા ગદાલ્યાને દેશ પર અધિકારી ઠરાવ્યો હતો અને નથાન્યાના દીકરા ઇશ્માએલે તેને મારી નાખ્યો હતો, એટલે તેઓ ડરતા હતા.+
૪૨ કારેઆહનો દીકરો યોહાનાન,+ હોશાયાહનો દીકરો યઝાન્યા, બીજા બધા સેનાપતિ અને નાનાથી લઈને મોટા સુધી બધા લોકો આવ્યા ૨ અને યર્મિયા પ્રબોધકને કહ્યું: “કૃપા કરીને અમારી વિનંતી સાંભળો. અમારા વતી અને આ બચી ગયેલા લોકો વતી તમારા ઈશ્વર યહોવાને પ્રાર્થના કરો. કેમ કે તમે જુઓ છો, અમે આટલા જ લોકો બાકી રહ્યા છીએ.+ ૩ તમારા ઈશ્વર યહોવા અમને જણાવે કે અમારે કયા રસ્તે ચાલવું અને શું કરવું.”
૪ યર્મિયા પ્રબોધકે તેઓને કહ્યું: “સારું, તમારી વિનંતી પ્રમાણે હું તમારા ઈશ્વર યહોવાને પ્રાર્થના કરીશ. યહોવા જે કંઈ જણાવશે, એ બધું હું તમને જણાવીશ. હું તમારાથી એકેય શબ્દ છુપાવીશ નહિ.”
૫ તેઓએ યર્મિયાને કહ્યું: “તમારા ઈશ્વર યહોવા તમારા દ્વારા અમને જે કંઈ કહેશે, એ પ્રમાણે અમે ચોક્કસ કરીશું. જો અમે એવું ન કરીએ તો યહોવા અમારી વિરુદ્ધ સાચા અને વફાદાર સાક્ષી બને અને અમને સજા કરે. ૬ અમે તમને અમારા ઈશ્વર યહોવા પાસે મોકલીએ છીએ. તેમની સલાહ અમને ગમે કે ન ગમે, પણ અમે એ પાળીશું. જો અમે અમારા ઈશ્વર યહોવાનું કહ્યું માનીશું, તો અમારું ભલું થશે.”
૭ દસ દિવસ પછી યર્મિયાને યહોવાનો સંદેશો મળ્યો. ૮ તેણે કારેઆહના દીકરા યોહાનાનને, તેની સાથેના બધા સેનાપતિઓને અને નાનાથી લઈને મોટા સુધી બધા લોકોને બોલાવ્યા.+ ૯ યર્મિયાએ તેઓને કહ્યું: “તમારા વતી વિનંતી કરવા તમે મને જેમની પાસે મોકલ્યો હતો, એ ઇઝરાયેલના ઈશ્વર યહોવા કહે છે: ૧૦ ‘જો તમે આ દેશમાં રહેશો, તો હું તમને બાંધીશ, પણ તોડીશ નહિ અને હું તમને રોપીશ, પણ ઉખેડીશ નહિ. કેમ કે હું તમારા પર જે આફત લાવ્યો છું એના લીધે મને દુઃખ* થશે.+ ૧૧ તમે બાબેલોનના રાજાથી ડરો છો, પણ તેનાથી ડરશો નહિ.’+
“યહોવા કહે છે, ‘તેનાથી ગભરાશો નહિ, કેમ કે હું તમારી સાથે છું. હું તમને બચાવીશ, હું તમને તેના હાથમાંથી છોડાવીશ. ૧૨ હું તમને દયા બતાવીશ.+ રાજા પણ તમને દયા બતાવશે અને તમને તમારા વતનમાં પાછા જવા દેશે.
૧૩ “‘પણ જો તમે કહો, “ના, અમે આ દેશમાં નહિ રહીએ!” અને જો તમારા ઈશ્વર યહોવાનું કહ્યું નહિ માનો ૧૪ અને કહો, “ના, અમે તો ઇજિપ્ત જઈશું+ અને ત્યાં રહીશું. ત્યાં અમારે યુદ્ધ જોવું નહિ પડે, રણશિંગડાનો અવાજ સાંભળવો નહિ પડે અને ભૂખે મરવું નહિ પડે,” ૧૫ તો હે યહૂદાના બાકી રહેલા લોકો, તમે યહોવાનો સંદેશો સાંભળો. ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: “જો તમે ઇજિપ્ત જવાનો પાકો નિર્ણય લઈ લીધો હોય અને જો તમે ત્યાં જઈને રહેશો,* ૧૬ તો જે તલવારથી તમે ડરો છો, એ તલવાર ઇજિપ્તમાં તમારા પર આવી પડશે અને જે દુકાળથી તમે ડરો છો, એ દુકાળ છેક ઇજિપ્ત સુધી તમારો પીછો કરશે અને ત્યાં તમે મરી જશો.+ ૧૭ જે માણસોએ ઇજિપ્તમાં વસવાનો પાકો નિર્ણય લીધો છે, તેઓ ત્યાં તલવાર, દુકાળ અને ભયંકર રોગચાળાથી* માર્યા જશે. હું તેઓ પર જે આફત લાવીશ, એનાથી કોઈ છટકી શકશે નહિ કે બચી શકશે નહિ.”’
૧૮ “ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: ‘જો તમે ઇજિપ્ત જશો, તો જેમ યરૂશાલેમના રહેવાસીઓ પર મેં મારો ગુસ્સો અને ક્રોધ રેડ્યો હતો,+ તેમ તમારા પર મારો ક્રોધ રેડી દઈશ. લોકો તમારા હાલ જોઈને ધ્રૂજી ઊઠશે, તેઓ તમને શ્રાપ આપશે, તમારું અપમાન કરશે અને તમારી નિંદા કરશે.+ તમે આ દેશ ફરી ક્યારેય જોઈ નહિ શકો.’
૧૯ “હે યહૂદાના બાકી રહેલા લોકો, યહોવા તમારી વિરુદ્ધ બોલ્યા છે. ઇજિપ્ત જશો નહિ. ભૂલતા નહિ, આજે મેં તમને ચેતવણી આપી છે, ૨૦ જો તમે ત્યાં જશો, તો તમારે ભારે કિંમત ચૂકવવી પડશે, તમારે પોતાનો જીવ ગુમાવવો પડશે. તમે મને તમારા ઈશ્વર યહોવા પાસે મોકલ્યો અને કહ્યું, ‘અમારા વતી અમારા ઈશ્વર યહોવાને પ્રાર્થના કરો. અમારા ઈશ્વર યહોવા જે કંઈ કહે એ અમને જણાવો અને અમે એ બધું કરીશું.’+ ૨૧ આજે મેં તમને એ બધું જણાવ્યું છે. પણ મને ખાતરી છે કે તમે તમારા ઈશ્વર યહોવાનું કહ્યું નહિ માનો. મારા દ્વારા તેમણે જે જણાવ્યું છે એમાંનું કશું નહિ કરો.+ ૨૨ એટલે જાણી લો કે જે દેશમાં જઈને તમે રહેવા ચાહો છો, ત્યાં તમે તલવાર, દુકાળ અને ભયંકર રોગચાળાથી ચોક્કસ માર્યા જશો.”+
૪૩ યર્મિયાએ બધા લોકોને તેઓના ઈશ્વર યહોવાએ કહેલી વાતો જણાવી. એવી એકેએક વાત જણાવી, જે કહેવા તેઓના ઈશ્વર યહોવાએ તેને મોકલ્યો હતો. તે કહી રહ્યો ત્યારે, ૨ હોશાયાહના દીકરા અઝાર્યાએ, કારેઆહના દીકરા યોહાનાને+ અને બધા ઘમંડી માણસોએ યર્મિયાને કહ્યું: “તું જૂઠું બોલે છે! અમારા ઈશ્વર યહોવાએ તને આવું કહેવા નથી મોકલ્યો કે, ‘તમે ઇજિપ્ત જશો નહિ, ત્યાં રહેવા જશો નહિ.’ ૩ તને તો નેરીયાના દીકરા બારૂખે+ અમારી વિરુદ્ધ ઉશ્કેર્યો છે, જેથી અમને ખાલદીઓના હાથમાં સોંપવામાં આવે, અમને મારી નાખવામાં આવે કે ગુલામ બનાવીને બાબેલોન લઈ જવામાં આવે.”+
૪ કારેઆહના દીકરા યોહાનાને, બધા સેનાપતિઓએ અને બધા લોકોએ યહોવાની આજ્ઞા માની નહિ અને યહૂદામાં રહેવાની ના પાડી. ૫ કારેઆહનો દીકરો યોહાનાન અને બધા સેનાપતિઓ યહૂદામાં બાકી રહેલા લોકોને પોતાની સાથે લઈ ગયા, જેઓ બીજા દેશોમાં વિખેરાઈ ગયા હતા, પણ હવે યહૂદામાં રહેવા પાછા આવ્યા હતા.+ ૬ તેઓ પોતાની સાથે સ્ત્રી-પુરુષો, બાળકો, રાજાની દીકરીઓ અને એ બધા માણસોને લઈ ગયા, જેઓને રક્ષકોના ઉપરી નબૂઝારઅદાને+ શાફાનના+ દીકરા અહીકામના દીકરા+ ગદાલ્યાના હાથમાં સોંપ્યા હતા.+ તેઓ પોતાની સાથે યર્મિયા પ્રબોધક અને નેરીયાના દીકરા બારૂખને પણ લઈ ગયા. ૭ તેઓએ યહોવાની આજ્ઞા માની નહિ. તેઓ ઇજિપ્ત ગયા, છેક તાહપાન્હેસ સુધી ગયા.+
૮ તાહપાન્હેસમાં યર્મિયાને યહોવાનો આ સંદેશો મળ્યો: ૯ “તારા હાથમાં મોટા પથ્થરો લે. તાહપાન્હેસમાં ઇજિપ્તના રાજાના* મહેલના દરવાજે ફરસ પર એ પથ્થરો મૂક. પછી યહૂદી માણસોના દેખતાં એને માટીના ગારાથી ઢાંકી દે. ૧૦ પછી તેઓને કહે, ‘ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: “હું મારા સેવક, બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારને* મોકલું છું.+ મેં સંતાડેલા પથ્થરો પર તે પોતાની રાજગાદી સ્થાપશે. એ પથ્થરો પર તે પોતાનો રાજવી તંબુ ઊભો કરશે.+ ૧૧ તે આવશે અને ઇજિપ્ત પર હુમલો કરશે.+ જેઓ રોગચાળાને લાયક છે, તેઓ રોગચાળાથી મરશે, જેઓ ગુલામીને લાયક છે, તેઓ ગુલામીમાં જશે અને જેઓ તલવારને લાયક છે, તેઓ તલવારને હવાલે થશે.+ ૧૨ હું ઇજિપ્તના દેવોનાં મંદિરોને આગ લગાડીશ.+ બાબેલોનનો રાજા તેઓને બાળી નાખશે અને ગુલામ બનાવીને લઈ જશે. જેમ એક ઘેટાંપાળક પોતાના શરીરે કપડું ઓઢે છે, તેમ તે ઇજિપ્તને ઓઢી લેશે. તે ત્યાંથી સહીસલામત* પાછો જશે. ૧૩ તે ઇજિપ્તના બેથ-શેમેશના* સ્તંભોના ચૂરેચૂરા કરી નાખશે. તે ઇજિપ્તના દેવોનાં મંદિરોને બાળીને ખાખ કરી નાખશે.”’”
૪૪ ઇજિપ્તમાં+ મિગ્દોલ,+ તાહપાન્હેસ,+ નોફ*+ અને પાથ્રોસના વિસ્તારમાં+ રહેતા બધા યહૂદીઓ માટે યર્મિયાને આ સંદેશો મળ્યો: ૨ “ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘હું યરૂશાલેમ+ પર અને યહૂદાનાં શહેરો પર જે આફત લાવ્યો છું, એ તમે જોઈ છે. આજે એ બધું ખંડેર થઈ ગયું છે, વસ્તી વગરનું થઈ ગયું છે.+ ૩ તમારાં દુષ્ટ કામોને લીધે એવું થયું છે. તમે એવા દેવો પાછળ ગયા જેઓને તમે કે તમારા બાપદાદાઓ જાણતા ન હતા.+ તમે તેઓને બલિદાનો ચઢાવ્યાં+ અને તેઓની સેવા કરી. ૪ મેં મારા સેવકો, એટલે કે મારા પ્રબોધકોને વારંવાર* તમારી પાસે મોકલ્યા અને તમને વિનંતી કરી: “મહેરબાની કરીને આવાં દુષ્ટ કામો ન કરો. એવાં કામોને હું ધિક્કારું છું.”+ ૫ પણ તમે મારું સાંભળ્યું નહિ કે મારી વાત કાને ધરી નહિ. તમે તો બીજા દેવોને બલિદાનો ચઢાવતા રહ્યા અને દુષ્ટ કામોથી પાછા ફર્યા નહિ.+ ૬ એટલે મારો ગુસ્સો અને કોપ સળગી ઊઠ્યો. મારા ક્રોધને લીધે યહૂદાનાં શહેરો અને યરૂશાલેમની ગલીઓ બળીને ખાખ થઈ ગયાં. તેઓ ખંડેર અને ઉજ્જડ થઈ ગયાં, જેમ આજે પણ છે.’+
૭ “ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘તમે કેમ પોતાના પર મોટી આફત લાવવા માંગો છો? તમે કેમ તમારાં સ્ત્રી-પુરુષો, બાળકો અને ધાવણાં બાળકોનો યહૂદામાંથી સર્વનાશ કરવા માંગો છો? ૮ તમે જે ઇજિપ્ત દેશમાં રહેવા ગયા છો, ત્યાં પોતાના હાથે બીજા દેવોને બલિદાનો ચઢાવીને મને કેમ ગુસ્સે કરો છો? તમારો નાશ થશે. પૃથ્વી પરની બધી પ્રજાઓ તમને શ્રાપ આપશે અને તમારી નિંદા કરશે.+ ૯ શું તમે ભૂલી ગયા કે યહૂદા દેશમાં અને યરૂશાલેમની ગલીઓમાં તમારા બાપદાદાઓએ, યહૂદાના રાજાઓએ+ અને તેઓની પત્નીઓએ+ કેવાં દુષ્ટ કામો કર્યાં હતાં? શું તમે ભૂલી ગયા કે તમે અને તમારી પત્નીઓએ કેવાં દુષ્ટ કામો કર્યાં હતાં?+ ૧૦ આજ સુધી તમે પોતાને નમ્ર કર્યા નથી.* તમે મારો ડર રાખ્યો નથી.+ મેં તમને અને તમારા બાપદાદાઓને જે નિયમો અને કાયદા-કાનૂન આપ્યા હતા, એ પ્રમાણે તમે ચાલ્યા નથી.’+
૧૧ “એટલે ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘મેં તમારા પર આફત લાવવાનું નક્કી કર્યું છે. હું આખા યહૂદાનો નાશ કરીશ. ૧૨ યહૂદાના બાકી રહેલા લોકો, જેઓએ ઇજિપ્ત જઈને વસવાનો પાકો નિર્ણય કર્યો છે, તેઓનો હું ઇજિપ્ત દેશમાં નાશ કરીશ.+ તેઓ તલવાર અને દુકાળથી માર્યા જશે. નાનાથી લઈને મોટા સુધી બધા લોકોનો તલવાર અને દુકાળથી સંહાર થશે. લોકો તેઓના હાલ જોઈને ધ્રૂજી ઊઠશે, તેઓને શ્રાપ આપશે, તેઓનું અપમાન કરશે અને તેઓની નિંદા કરશે.+ ૧૩ જેમ મેં યરૂશાલેમને સજા કરી હતી, તેમ હું ઇજિપ્તમાં રહેતા લોકોને તલવાર, દુકાળ અને ભયંકર રોગચાળાથી* સજા કરીશ.+ ૧૪ યહૂદાના બાકી રહેલા લોકો, જેઓ ઇજિપ્ત રહેવા ગયા છે, તેઓમાંથી કોઈ બચશે નહિ, યહૂદા પાછા આવવા કોઈ જીવતો રહેશે નહિ. તેઓ યહૂદા પાછા આવવા અને ત્યાં રહેવા તરસશે, પણ પાછા આવી નહિ શકે. બસ ગણ્યા-ગાંઠ્યા લોકો જ પાછા આવશે.’”
૧૫ હવે ત્યાં ઘણા પુરુષો હતા, જેઓ જાણતા હતા કે તેઓની પત્નીઓ બીજા દેવોને બલિદાનો ચઢાવે છે. એ પુરુષો અને ત્યાં ઊભેલી તેઓની પત્નીઓના ટોળાએ તેમજ ઇજિપ્તના+ પાથ્રોસમાં+ રહેતા લોકોએ યર્મિયાને કહ્યું: ૧૬ “યહોવાના નામે તેં અમને જે કંઈ કહ્યું છે, એ અમે માનીશું નહિ. ૧૭ અમે તો એ જ કરીશું, જે અમે કહ્યું છે. અમે સ્વર્ગની રાણીને* બલિદાનો અને દ્રાક્ષદારૂ-અર્પણો ચઢાવીશું.+ યહૂદાનાં શહેરોમાં અને યરૂશાલેમની ગલીઓમાં અમે, અમારા બાપદાદાઓ, અમારા રાજાઓ અને અધિકારીઓ એવું જ કરતા હતા. એ વખતે અમને ભરપેટ રોટલી મળતી હતી, અમે સુખચેનમાં રહેતા હતા અને અમારા પર કોઈ આફત આવતી ન હતી. ૧૮ પણ જ્યારથી અમે સ્વર્ગની રાણીને બલિદાનો અને દ્રાક્ષદારૂ-અર્પણો ચઢાવવાનું બંધ કર્યું છે, ત્યારથી અમે તંગી સહી રહ્યા છીએ. તલવાર અને દુકાળથી અમારો નાશ થઈ રહ્યો છે.”
૧૯ એ સ્ત્રીઓએ કહ્યું: “શું અમે અમારા પતિઓની મંજૂરી વગર સ્વર્ગની રાણીને બલિદાનો અને દ્રાક્ષદારૂ-અર્પણો ચઢાવતાં હતાં? શું તેઓને પૂછ્યા વગર તેની મૂર્તિના આકારની રોટલીઓ બનાવીને તેને ચઢાવી હતી?”
૨૦ પછી યર્મિયાએ એ પુરુષોને, તેઓની પત્નીઓને અને તેની સાથે વાત કરતા લોકોને કહ્યું: ૨૧ “તમે, તમારા બાપદાદાઓએ, તમારા રાજાઓએ, તમારા અધિકારીઓએ અને આ દેશના લોકોએ યહૂદાનાં શહેરોમાં અને યરૂશાલેમની ગલીઓમાં જે બલિદાનો ચઢાવ્યાં છે,+ એ યહોવાએ યાદ કર્યાં છે. તે એને ભૂલ્યા નથી!* ૨૨ પણ તમે તો એવાં દુષ્ટ કામોમાં ડૂબેલા રહ્યા, જેને ઈશ્વર ધિક્કારે છે. છેવટે યહોવા એ સહન કરી શક્યા નહિ. એટલે તમારો દેશ ઉજ્જડ થઈ ગયો. એના હાલ જોઈને લોકો ધ્રૂજી ઊઠે છે. લોકો એના નામે શ્રાપ આપે છે અને એ વસ્તી વગરનો થઈ ગયો છે. આજે પણ એ દેશના હાલ એવા જ છે.+ ૨૩ તમે બીજા દેવોને બલિદાનો ચઢાવ્યાં છે અને યહોવા વિરુદ્ધ પાપ કર્યું છે. તમે યહોવાનું કહ્યું માન્યું નથી, તેમના નિયમો, કાયદા-કાનૂન અને સૂચનો* પાળ્યાં નથી, એટલે આજે તમારા પર આ આફત આવી પડી છે.”+
૨૪ ત્યાં હાજર લોકોને અને બધી સ્ત્રીઓને યર્મિયાએ કહ્યું: “ઇજિપ્તમાં રહેતા યહૂદાના લોકો, તમે યહોવાનો સંદેશો સાંભળો. ૨૫ ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: ‘તમે અને તમારી પત્નીઓએ જે કંઈ કહ્યું હતું, એ પ્રમાણે જ કર્યું છે. તમે કહ્યું હતું: “અમે સ્વર્ગની રાણીને જે બલિદાનો અને દ્રાક્ષદારૂ-અર્પણો ચઢાવવાની માનતા લીધી છે, એ અમે ચોક્કસ પૂરી કરીશું.”+ આ સ્ત્રીઓએ જે માનતા લીધી છે, એ તેઓ પૂરી કરીને જ રહેશે.’
૨૬ “હે ઇજિપ્તમાં રહેતા યહૂદાના લોકો, તમે યહોવાનો સંદેશો સાંભળો: ‘યહોવા કહે છે, “હું મારા મહાન નામના સમ ખાઈને કહું છું, ઇજિપ્તમાં રહેતો યહૂદાનો કોઈ પણ માણસ મારું નામ લઈને ક્યારેય સમ નહિ ખાય કે, ‘વિશ્વના માલિક યહોવાના સમ!’*+ ૨૭ હું તેઓનું ભલું કરવા નહિ, પણ તેઓ પર આફત લાવવા નજર રાખું છું.+ ઇજિપ્તમાં રહેતા યહૂદાના બધા માણસો તલવાર અને દુકાળથી માર્યા જશે, તેઓનું નામનિશાન ભૂંસાઈ જશે.+ ૨૮ બહુ થોડા લોકો તલવારથી બચશે અને ઇજિપ્તથી યહૂદા પાછા આવશે.+ ત્યારે ઇજિપ્તમાં રહેતા યહૂદાના બાકી રહેલા લોકો જાણશે કે કોના શબ્દો સાચા પડે છે, તેઓના કે મારા!”’”
૨૯ “યહોવા કહે છે, ‘હું તમને આ દેશમાં સજા કરીશ, જેથી તમે જાણો કે તમારા પર આફત લાવવાનું મેં આપેલું વચન ચોક્કસ પૂરું થશે. એ માટે હું તમને એક નિશાની આપું છું. ૩૦ યહોવા કહે છે: “જેમ મેં યહૂદાના રાજા સિદકિયાને બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારને* સોંપી દીધો હતો, જે તેનો દુશ્મન અને તેના જીવનો તરસ્યો હતો, તેમ હું ઇજિપ્તના રાજા ફારુન* હોફ્રાને તેના દુશ્મનોના હાથમાં અને તેનો જીવ લેવા માંગતા લોકોના હાથમાં સોંપી દઈશ.”’”+
૪૫ યોશિયાના દીકરા, યહૂદાના રાજા યહોયાકીમના શાસનના ચોથા વર્ષે+ યર્મિયા પ્રબોધકે નેરીયાના દીકરા બારૂખને+ એક પુસ્તકમાં ઈશ્વરનો સંદેશો લખાવ્યો. એ વખતે યર્મિયાએ બારૂખને કહ્યું:+
૨ “હે બારૂખ, ઇઝરાયેલના ઈશ્વર યહોવા તારા વિશે કહે છે, ૩ ‘તું કહે છે: “અફસોસ છે મને, કેમ કે યહોવાએ મારું દુઃખ વધાર્યું છે! નિસાસા નાખી નાખીને હું થાકી ગયો છું. મને જરાય ચેન પડતું નથી.”’*
૪ “તું બારૂખને કહેજે, ‘યહોવા કહે છે: “જો! મેં જે બાંધ્યું છે, એ હું તોડી નાખું છું. મેં જે રોપ્યું છે, એ હું ઉખેડી નાખું છું. હું આખા દેશમાં એવું કરીશ.+ ૫ તું મોટી મોટી વસ્તુઓ મેળવવાની ઇચ્છા રાખે છે,* પણ એવી ઇચ્છા ન રાખ.”’
“‘હું બધા લોકો પર આફત લાવું છું.+ પણ તું જ્યાં જઈશ ત્યાં હું તારો જીવ બચાવીશ,’*+ એવું યહોવા કહે છે.”
૪૬ દેશો વિરુદ્ધ યહોવાનો સંદેશો યર્મિયા પ્રબોધકને મળ્યો.+ ૨ આ સંદેશો ઇજિપ્ત+ દેશ માટે છે. યોશિયાના દીકરા, યહૂદાના રાજા યહોયાકીમના શાસનના ચોથા વર્ષે+ ઇજિપ્તના રાજા ફારુન* નકોહની+ સેના યુફ્રેટિસ નદીને કિનારે આવી હતી. એ વખતે બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારે* કાર્કમીશમાં એને હરાવી દીધી. આ સંદેશો એ સેના વિશે છે:
૩ “તમારી નાની ઢાલ* અને મોટી ઢાલ તૈયાર કરો,
તમે યુદ્ધ માટે આગળ વધો.
૪ હે ઘોડેસવારો, તમારા ઘોડાઓ તૈયાર કરો અને એના પર ચઢી જાઓ.
ટોપ પહેરો અને તમારી જગ્યા લો.
તમારી બરછીની ધાર કાઢો અને બખ્તર પહેરો.
૫ યહોવા કહે છે, ‘તેઓ મને કેમ ગભરાયેલા દેખાય છે?
તેઓ પીછેહઠ કરે છે, તેઓના યોદ્ધાઓ કચડાઈ ગયા છે.
તેઓ ડરીને ભાગી ગયા છે, તેઓના યોદ્ધાઓએ પાછું વળીને જોયું પણ નથી.
ચારે બાજુ આતંક છવાયો છે.
૬ ઝડપથી દોડનાર નાસી નહિ શકે, યોદ્ધાઓ બચી નહિ શકે.
ઉત્તરમાં યુફ્રેટિસ નદીને કિનારે
તેઓ ઠોકર ખાઈને પડી ગયા છે.’+
૭ નાઈલ નદીની જેમ આ કોણ ચઢી આવે છે?
ધસમસતા પાણીની જેમ આ કોણ ધસી આવે છે?
૮ નાઈલ નદીની જેમ અને ધસમસતા પાણીની જેમ
ઇજિપ્ત ધસી આવે છે.+
તે કહે છે, ‘હું આવીશ અને આખી પૃથ્વી પર ફરી વળીશ.
હું શહેર અને એના રહેવાસીઓને તાણી જઈશ.’
૯ હે ઘોડાઓ, તમે દોડી આવો!
હે રથો, તમે આડેધડ નાસભાગ કરો!
૧૦ “એ દિવસ વિશ્વના માલિક, સૈન્યોના ઈશ્વર યહોવાનો દિવસ છે. એ દુશ્મનો પાસેથી બદલો લેવાનો દિવસ છે. તલવાર ધરાય ત્યાં સુધી તેઓને ખાશે અને તૃપ્ત થાય ત્યાં સુધી તેઓનું લોહી પીશે. કેમ કે ઉત્તરમાં યુફ્રેટિસ નદી+ પાસે વિશ્વના માલિક, સૈન્યોના ઈશ્વર યહોવાએ બલિદાન તૈયાર કર્યું છે.*
૧૧ હે ઇજિપ્તની કુંવારી દીકરી,
ગિલયાદ જા અને સુગંધી દ્રવ્ય લઈ આવ.+
તું નકામી આટલી દવા કરે છે,
કેમ કે તારા ઘા રુઝાય એવા નથી.+
૧૨ તારા અપમાન વિશે દેશોએ સાંભળ્યું છે,+
તારો પોકાર આખા દેશમાં ગુંજી ઊઠ્યો છે.
એક શૂરવીર બીજા શૂરવીર સાથે અથડાય છે
અને બંને પડી જાય છે.”
૧૩ બાબેલોનનો રાજા નબૂખાદનેસ્સાર* ઇજિપ્તને જીતવા આવશે, એ વિશે યહોવાએ આ સંદેશો યર્મિયા પ્રબોધકને આપ્યો:+
૧૪ “ઇજિપ્તમાં ખબર આપો, મિગ્દોલમાં એલાન કરો.+
નોફ* અને તાહપાન્હેસમાં ઢંઢેરો પિટાવો.+
જાહેર કરો, ‘તારી જગ્યા લે અને તૈયાર થા,
કેમ કે તલવાર તારી આસપાસના લોકોનો સંહાર કરશે.
૧૫ તારા શૂરવીર માણસોનો કેમ નાશ થયો છે?
તેઓ પોતાની જગ્યાએ ટકી શક્યા નથી,
કેમ કે યહોવાએ તેઓને ધક્કો મારીને પાડી નાખ્યા છે.
૧૬ લોકોનાં ટોળેટોળાં ઠોકર ખાઈને પડે છે.
તેઓ એકબીજાને કહે છે:
“ઊભા થાઓ! ચાલો, આપણા લોકો પાસે પોતાના વતનમાં પાછા જઈએ,
કેમ કે આ તલવાર ખૂબ ભયંકર છે.”’
૧૭ શૂરવીર માણસોએ ત્યાં જાહેર કર્યું છે,
‘ઇજિપ્તનો રાજા ફારુન* બડાઈ હાંકે છે, પણ તેની વાતમાં કંઈ દમ નથી.
તેણે હાથમાં આવેલી તક* જવા દીધી છે.’+
૧૮ જેમનું નામ સૈન્યોના ઈશ્વર યહોવા છે, તે રાજા કહે છે,
‘હું મારા સમ* ખાઈને કહું છું,
પર્વતો વચ્ચેના તાબોરની જેમ+
૧૯ હે ઇજિપ્તમાં રહેતી દીકરી,
ગુલામીમાં જવા તારો સામાન બાંધી લે.
કેમ કે નોફના* એવા હાલ થશે કે લોકો એ જોઈને ધ્રૂજી ઊઠશે.
એને બાળી નાખવામાં આવશે* અને એ વસ્તી વગરનું થઈ જશે.+
૨૦ ઇજિપ્ત સુંદર ગાય* જેવો છે,
પણ ઉત્તરથી તેની વિરુદ્ધ કરડતી માખીઓ ધસી આવશે.
૨૧ તેના ભાડૂતી સૈનિકો જાડા-પાડા આળસુ વાછરડા જેવા છે,
તેઓ પીઠ બતાવીને ભાગી ગયા છે.
તેઓ પોતાની જગ્યાએ ટકી શક્યા નથી,+
કેમ કે તેઓ પર આફતનો દિવસ આવી પડ્યો છે,
તેઓ પાસેથી હિસાબ લેવાનો સમય પાકી ચૂક્યો છે.’
૨૨ ‘તેનો અવાજ સરકતા સાપના અવાજ જેવો છે,
કેમ કે ઝાડ કાપનાર* માણસોની જેમ
દુશ્મનો કુહાડા લઈને પૂરી તાકાતથી તેની સામે આવે છે.
૨૩ ભલે તેનું જંગલ ઘનઘોર લાગે, પણ તેઓ એને કાપી નાખશે,
તેઓની સંખ્યા તીડો કરતાં પણ વધારે છે, તેઓ અગણિત છે,’ એવું યહોવા કહે છે.
૨૪ ‘ઇજિપ્તની દીકરીને શરમમાં મૂકવામાં આવશે,
તેને ઉત્તરના લોકોના હાથમાં સોંપવામાં આવશે.’+
૨૫ “ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: ‘હવે મારી નજર નો* શહેરના+ આમોન દેવ,+ ઇજિપ્તના રાજા ફારુન,* ઇજિપ્ત, તેના દેવો+ અને તેના રાજાઓ પર છે. હું તેઓને સજા કરીશ. હું ઇજિપ્તના રાજા ફારુન અને તેના પર ભરોસો રાખનાર બધાને સજા કરીશ.’+
૨૬ “યહોવા કહે છે, ‘હું તેઓને બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારના* અને તેના સેવકોના હાથમાં સોંપીશ,+ જેઓ તેનો જીવ લેવા માંગે છે. પણ સમય જતાં તે* અગાઉની જેમ આબાદ થશે.+
૨૭ મારા સેવક યાકૂબ, તું ગભરાઈશ નહિ.
ઇઝરાયેલ, તું જરાય ડરીશ નહિ.+
હું તને દૂર દેશમાંથી છોડાવીશ,
હું તારા વંશજને ગુલામીના દેશમાંથી બચાવીશ.+
યાકૂબ પાછો આવશે અને સુખ-શાંતિમાં રહેશે,
તેને કોઈ હેરાન કરશે નહિ, તેને કોઈ ડરાવશે નહિ.’+
૨૮ યહોવા કહે છે, ‘મારા સેવક યાકૂબ, તું ગભરાઈશ નહિ, કેમ કે હું તારી સાથે છું.
૪૭ ઇજિપ્તના રાજાએ* ગાઝાને જીતી લીધું એ પહેલાં પલિસ્તીઓ વિશે+ યહોવાનો આ સંદેશો યર્મિયા પ્રબોધકને મળ્યો: ૨ યહોવા કહે છે:
“જો! ઉત્તરથી પાણી આવી રહ્યું છે,
એ ધસમસતા પૂરની જેમ ધસી આવશે.
એ પૂર આખા દેશને અને એમાંના સર્વને,
શહેરને અને એના રહેવાસીઓને તાણી લઈ જશે.
માણસો રડારોળ કરશે,
દેશનો એકેએક રહેવાસી વિલાપ કરશે.
૩ જ્યારે દુશ્મનના બળવાન ઘોડાનો દોડવાનો અવાજ સંભળાશે,
યુદ્ધના રથોનો ધમધમાટ સંભળાશે,
પૈડાંનો ગડગડાટ સંભળાશે,
ત્યારે પિતાઓ પોતાના દીકરાઓ તરફ પાછું વળીને જોશે પણ નહિ,
કેમ કે તેઓના હાથ ઢીલા પડી ગયા હશે.
૪ એવો દિવસ આવશે, જ્યારે બધા પલિસ્તીઓનો નાશ થશે,+
૫ ગાઝા ટાલિયો થઈ જશે.*
આશ્કલોનને ચૂપ કરી દેવામાં આવશે.+
૬ ઓ યહોવાની તલવાર!+
તું ક્યારે શાંત થઈશ?
તારી મ્યાનમાં પાછી જા.
આરામ કર અને ચૂપ થઈ જા.
૭ યહોવાએ એને હુકમ આપ્યો છે,
તો એ કઈ રીતે ચૂપ રહી શકે?
તેમણે એને આશ્કલોન અને દરિયા કિનારા પર+
હુમલો કરવાનો આદેશ આપ્યો છે.”
૪૮ મોઆબ+ વિશે ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે:
“નબોને+ અફસોસ, કેમ કે તેનો નાશ થયો છે!
કિર્યાથાઈમ+ શરમમાં મુકાયું છે અને તેને કબજે કરવામાં આવ્યું છે.
સલામત આશરો* શરમમાં મુકાયો છે, તેના ચૂરેચૂરા થઈ ગયા છે.+
૨ હવે કોઈ મોઆબના વખાણ કરશે નહિ.
દુશ્મનોએ તેને* પાડી નાખવા હેશ્બોનમાં+ કાવતરું ઘડ્યું છે.
તેઓ કહે છે: ‘ચાલો, તેને પ્રજાઓમાંથી ભૂંસી નાખીએ.’
હે માદમેન, તું પણ ચૂપ રહે,
કેમ કે તલવાર તારી પાછળ પાછળ આવે છે.
૩ હોરોનાયિમ+ પ્રદેશથી મોટો પોકાર સંભળાય છે,
કેમ કે તેનો વિનાશ થયો છે, એ પડી ભાંગ્યું છે.
૪ મોઆબ બરબાદ થઈ છે,
તેનાં બાળકો રડારોળ કરે છે.
૫ તેઓ રડતાં રડતાં લૂહીથના ચઢાણ પર ચઢે છે.
હોરોનાયિમના ઢોળાવ પરથી ઊતરતી વખતે વિનાશનો હાહાકાર તેઓના કાને પડે છે.+
૬ ભાગો, તમારો જીવ બચાવીને ભાગો!
વેરાન પ્રદેશમાં ગંધતરુના* ઝાડ જેવા થાઓ.
૭ હે મોઆબ, તું તારાં કામો અને તારા ખજાના પર ભરોસો રાખે છે,
એટલે તને પણ કબજે કરવામાં આવશે.
૮ દરેક શહેર પર વિનાશ કરનાર ચઢી આવશે,
એકેય શહેર બચશે નહિ.+
યહોવાએ કહ્યું છે તેમ, ખીણનો* નાશ થશે
અને સપાટ જમીન નષ્ટ થઈ જશે.
૯ મોઆબ માટે રસ્તા પર નિશાની ઊભી કરો,
કેમ કે તેનાં શહેરો ઉજ્જડ થશે ત્યારે તેના લોકો નાસી જશે.
એ શહેરોના એવા હાલ થશે કે લોકો એને જોઈને ધ્રૂજી ઊઠશે,
એમાં એકેય રહેવાસી બચશે નહિ.+
૧૦ જે માણસ યહોવાનું કામ અધૂરા મને કરે છે, તેના પર શ્રાપ ઊતરી આવે!
જે માણસ કતલ કરવાથી પોતાની તલવાર પાછી રાખે છે, તેના પર શ્રાપ ઊતરી આવે!
૧૧ મોઆબીઓ પોતાના બાળપણથી નિરાંતે રહ્યા છે.
તેઓ તળિયે ઠરી ગયેલા દ્રાક્ષદારૂના રગડા જેવા છે.
તેઓને એક વાસણમાંથી બીજા વાસણમાં રેડવામાં આવ્યા નથી
અને તેઓ ક્યારેય ગુલામીમાં ગયા નથી.
એટલે જ તેઓનો સ્વાદ એવો ને એવો છે
અને તેઓની સુગંધ બદલાઈ નથી.
૧૨ “યહોવા કહે છે, ‘જો! એવા દિવસો આવી રહ્યા છે, જ્યારે તેઓને ઉલટાવી નાખવા હું માણસો મોકલીશ. એ માણસો તેઓને ઉલટાવી નાખશે, તેઓનાં વાસણો ખાલી કરી દેશે અને તેઓની મોટી મોટી બરણીઓના ચૂરેચૂરા કરી નાખશે. ૧૩ જેમ બેથેલ પર ભરોસો કરીને ઇઝરાયેલીઓ શરમમાં મુકાયા હતા, તેમ મોઆબીઓ કમોશને લીધે શરમમાં મુકાશે.+
૧૪ તમે કહો છો, “અમે શૂરવીર યોદ્ધાઓ છીએ, અમે યુદ્ધ માટે તૈયાર છીએ.” આવું કહેવાની તમારી હિંમત કેવી રીતે થઈ?’+
૧૫ જેમનું નામ સૈન્યોના ઈશ્વર યહોવા છે, એ રાજા કહે છે:+
‘મોઆબનો નાશ થયો છે.
દુશ્મનો તેનાં શહેરોમાં ઘૂસી ગયા છે.+
તેના શક્તિશાળી માણસોની કતલ થઈ છે.’+
૧૬ બહુ જલદી મોઆબીઓ પર આફત આવી રહી છે.
તેઓની બરબાદી હાથવેંતમાં છે.+
૧૭ તેઓની આસપાસના લોકો અને તેઓનું નામ જાણનારાઓ
તેઓને જરૂર સાંત્વના આપશે.
તેઓને કહો: ‘હાય હાય! બળવાન લાકડી અને સુંદરતાની છડી તૂટી ગઈ!’
૧૮ હે દીબોનમાં+ રહેતી દીકરી,
તું મહિમાના શિખરથી નીચે ઊતર અને તરસી* બેસી રહે,
કેમ કે મોઆબનો નાશ કરનાર તારા પર ચઢી આવ્યો છે,
તે તારી કોટવાળી જગ્યાઓને ઉજ્જડ કરી દેશે.+
૧૯ અરોએરમાં+ રહેનારી, તું રસ્તાને કિનારે ઊભી રહે અને નજર કર.
નાસી જનાર પુરુષ અને છટકી જનાર સ્ત્રીને પૂછ, ‘શું થયું છે?’
૨૦ મોઆબ શરમમાં મુકાઈ છે, તેના પર ડર છવાઈ ગયો છે.
વિલાપ કરો અને મોટેથી રડો.
આર્નોનમાં+ જાહેર કરો કે મોઆબનો નાશ થયો છે.
૨૧ “સપાટ વિસ્તારની આ જગ્યાઓ વિરુદ્ધ ન્યાયચુકાદો જાહેર થયો છે:+ હોલોન, યાહાસ,+ મેફાઆથ,+ ૨૨ દીબોન,+ નબો,+ બેથ-દિબ્લાથાઈમ, ૨૩ કિર્યાથાઈમ,+ બેથ-ગામૂલ, બેથ-મેઓન,+ ૨૪ કરીયોથ,+ બોસરાહ અને મોઆબનાં બધાં શહેરો વિરુદ્ધ, પછી ભલે એ દૂર હોય કે નજીક.
૨૫ યહોવા કહે છે, ‘મોઆબની તાકાત* તોડી નાખવામાં આવી છે,
તેનો હાથ ભાંગી નાખવામાં આવ્યો છે.
૨૬ તેને દારૂ પિવડાવીને ચકચૂર કરો,+ કેમ કે તેણે યહોવા વિરુદ્ધ બડાઈ મારી છે.+
મોઆબ પોતાની ઊલટીમાં આળોટે છે,
તેની મજાક ઉડાવવામાં આવે છે.
૨૭ શું તેં ઇઝરાયેલની મજાક ઉડાવી ન હતી?+
શું ઇઝરાયેલ ચોરો સાથે પકડાયો હતો?
તો તેં કેમ માથું હલાવ્યું અને તેની નિંદા કરી?
૨૮ મોઆબના રહેવાસીઓ, શહેરો છોડી દો અને ખડક પર રહેવા જાઓ.
સાંકડી ખીણને કિનારે પોતાનો માળો બાંધતા કબૂતર જેવા થાઓ.’”
૨૯ “અમે મોઆબના ઘમંડ વિશે સાંભળ્યું છે, તે બહુ માથાભારે છે.
અમે તેના અહંકાર, ગર્વ, અભિમાન અને તેના હૃદયની ઉદ્ધતાઈ વિશે સાંભળ્યું છે.”+
૩૦ “યહોવા કહે છે, ‘હું તેનો ગુસ્સો જાણું છું.
તેની બધી ડંફાસો ખોટી છે.
તેઓ કંઈ કરી નહિ શકે.
૩૧ એટલે જ હું મોઆબ માટે વિલાપ કરીશ.
હું આખા મોઆબ માટે પોક મૂકીને રડીશ.
હું કીર-હેરેસના માણસો માટે શોક કરીશ.+
તારી ઘટાદાર ડાળીઓ સમુદ્રને પેલે પાર સુધી ફેલાઈ છે.
સમુદ્ર સુધી, હા, યાઝેર સુધી એ પહોંચી છે.
તારાં ઉનાળાનાં ફળ પર અને દ્રાક્ષોની ફસલ પર
વિનાશ કરનાર તૂટી પડ્યો છે.+
૩૩ વાડીમાંથી અને મોઆબ દેશમાંથી
આનંદ-ઉલ્લાસ દૂર કરવામાં આવ્યો છે.+
મેં દ્રાક્ષાકુંડમાંથી દ્રાક્ષદારૂને વહેતો બંધ કર્યો છે.
હવે કોઈ આનંદના પોકાર સાથે દ્રાક્ષો ખૂંદશે નહિ,
પોકાર તો થશે, પણ એ આનંદનો નહિ હોય.’”+
૩૪ “‘હેશ્બોનથી+ એલઆલેહ+ સુધી ચીસો સંભળાય છે.
નિમ્રીમનું પાણી પણ સુકાઈ ગયું છે.’+
૩૫ યહોવા કહે છે, ‘ભક્તિ-સ્થળ પર અર્પણ ચઢાવનારનો
અને પોતાના દેવને બલિદાન ચઢાવનારનો
હું મોઆબમાંથી નાશ કરીશ.
૩૬ વાંસળીની* જેમ મારું દિલ મોઆબ માટે વિલાપ કરશે,+
વાંસળીની* જેમ મારું દિલ કીર-હેરેસના માણસો માટે વિલાપ કરશે.
કેમ કે તેણે મેળવેલી સંપત્તિનો નાશ થશે.
૩૭ દરેકનું માથું મૂંડાયેલું છે.+
દરેકની દાઢી બાજુએથી* મૂંડેલી છે.
૩૮ “‘મોઆબનાં બધાં ધાબાં પર
અને તેના બધા ચોકમાં
વિલાપ સિવાય બીજું કંઈ સંભળાતું નથી.
કેમ કે નકામી બરણીની જેમ
મેં મોઆબને તોડી નાખ્યો છે,’ એવું યહોવા કહે છે.
૩૯ ‘તે કેવો ડરી ગયો છે! વિલાપ કરો!
મોઆબે શરમમાં પોતાની પીઠ ફેરવી છે.
મોઆબની મજાક ઉડાવવામાં આવે છે.
તેના હાલ જોઈને આજુબાજુના લોકોમાં ડર છવાઈ ગયો છે.’”
૪૦ “યહોવા કહે છે:
‘જુઓ! જેમ ગરુડ પોતાના શિકાર પર તરાપ મારે છે,+
તેમ દુશ્મન પોતાની પાંખો ફેલાવીને મોઆબ પર તરાપ મારશે.+
૪૧ નગરો જીતી લેવામાં આવશે
તેના કિલ્લાઓ કબજે કરવામાં આવશે.
જેમ બાળકને જન્મ આપતી સ્ત્રીનું દિલ ડરથી ધ્રૂજી ઊઠે છે,
તેમ એ દિવસે મોઆબના યોદ્ધાઓનું દિલ ધ્રૂજી ઊઠશે.’”
૪૩ હે મોઆબના રહેવાસી,
તારી આગળ ડર, ખાડો અને ફાંદો છે,’ એવું યહોવા કહે છે.
૪૪ ‘જે કોઈ ડરથી નાસી જશે, તે ખાડામાં પડશે,
જે કોઈ ખાડામાંથી નીકળશે તે ફાંદામાં ફસાશે.’
‘કેમ કે હું ઠરાવેલા વર્ષે મોઆબને સજા કરીશ,’ એવું યહોવા કહે છે.
૪૫ ‘નાસી જનારાઓ હેશ્બોનના પડછાયામાં લાચાર ઊભા છે.
હેશ્બોનથી અગ્નિ આવશે
અને સીહોનથી જ્વાળાઓ નીકળશે.+
એ મોઆબના કપાળને
અને હિંસાના દીકરાઓની ખોપરીઓને બાળી નાખશે.’+
૪૬ ‘હે મોઆબ, અફસોસ છે તને!
કમોશના લોકોનો નાશ થયો છે.+
તારા દીકરાઓને ગુલામ બનાવીને લઈ જવામાં આવ્યા છે
અને તારી દીકરીઓ ગુલામીમાં ગઈ છે.+
૪૭ પણ છેલ્લા દિવસોમાં હું મોઆબના ગુલામોને ભેગા કરીશ,’ એવું યહોવા કહે છે.
‘અહીં મોઆબ વિશેનો ન્યાયચુકાદો પૂરો થાય છે.’”+
૪૯ આમ્મોનીઓ+ માટે સંદેશો. યહોવા કહે છે:
“શું ઇઝરાયેલને દીકરાઓ નથી?
શું તેનો કોઈ વારસદાર નથી?
તો પછી માલ્કામે*+ કેમ ગાદ પર કબજો કર્યો છે?+
તેના ભક્તો કેમ ઇઝરાયેલનાં શહેરોમાં રહે છે?”
૨ “યહોવા કહે છે, ‘જુઓ! એવા દિવસો આવી રહ્યા છે,
જ્યારે હું આમ્મોનીઓની+ નગરી રાબ્બાહમાં+ યુદ્ધના ભણકારા* સંભળાવીશ.
તે ઉજ્જડ ટેકરી બની જશે.
તેની આસપાસનાં* નગરોને આગ લગાડવામાં આવશે.’
યહોવા કહે છે, ‘ઇઝરાયેલ એ લોકોના દેશને કબજે કરશે, જેઓએ તેનો દેશ કબજે કર્યો હતો.+
૩ ઓ હેશ્બોન, વિલાપ કર, કેમ કે આય શહેરનો નાશ થયો છે!
ઓ રાબ્બાહની આસપાસનાં નગરો, પોક મૂકીને રડો.
કંતાન પહેરો અને વિલાપ કરો.
તેની સાથે તેના યાજકો અને અધિકારીઓ પણ જશે.+
૪ ઓ બેવફા દીકરી, તું ખીણો* વિશે
અને તારી ફળદ્રુપ જમીન વિશે કેમ બડાઈ હાંકે છે?
તું તારી સંપત્તિ પર ભરોસો રાખે છે
અને કહે છે: “મારી સામે કોણ થશે?”’”
૫ “વિશ્વના માલિક, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે,
‘હું તારી આસપાસના લોકોને મોકલીને તારા પર ભયંકર આફત લાવીશ.
તને દરેક દિશામાં વિખેરી નાખવામાં આવશે.
નાસી જનારાઓને કોઈ ભેગા કરશે નહિ.’”
૬ “‘પણ પછીથી હું આમ્મોનીઓના ગુલામોને ભેગા કરીશ,’ એવું યહોવા કહે છે.”
૭ અદોમ માટે સંદેશો. સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે:
“શું તેમાનમાં+ બુદ્ધિનો દુકાળ પડ્યો છે?
શું સમજુ માણસો પાસે સલાહ ખૂટી ગઈ છે?
શું તેઓની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે?
૮ હે દદાનના+ રહેવાસીઓ, પાછા ફરો અને નાસી જાઓ!
જઈને ખીણોમાં સંતાઈ જાઓ!
કેમ કે એસાવને સજા કરવાનો સમય આવશે ત્યારે,
હું તેના પર આફત લાવીશ.
૯ જો રાતે તારે ત્યાં ચોર આવે,
તો શું તેઓ થોડું-ઘણું રહેવા નહિ દે?
જો દ્રાક્ષ વીણનારા તારી પાસે આવે,
તો શું તેઓ થોડી-ઘણી દ્રાક્ષ પડતી નહિ મૂકે?+
૧૦ પણ હું એસાવને ખંખેરીને ખાલી કરી નાખીશ.
હું તેની સંતાવાની જગ્યા ખુલ્લી પાડીશ,
જેથી તે સંતાઈ ન શકે.
તેનાં બાળકો, તેના ભાઈઓ અને તેના પડોશીઓનો સંહાર થશે.+
તેનું નામનિશાન ભૂંસાઈ જશે.+
૧૧ તારાં અનાથ* બાળકોને મારી પાસે મૂકી જા,
હું તેઓને જીવતાં રાખીશ.
તારી વિધવાઓ મારા પર ભરોસો રાખશે.”
૧૨ યહોવા કહે છે: “જો! જેઓને મારા કોપનો પ્યાલો પીવાની સજા નથી થઈ, તેઓ પણ એ પ્યાલો પીશે. તો તું કઈ રીતે બચી શકીશ? હું તને સજા કર્યા વગર નહિ છોડું. તારે એ પ્યાલો પીવો જ પડશે.”+
૧૩ યહોવા કહે છે, “હું મારા સમ ખાઈને કહું છું, બોસરાહના એવા હાલ થશે કે એ જોઈને લોકો ધ્રૂજી ઊઠશે.+ તે ખંડેર થઈ જશે. લોકો તેની નિંદા કરશે અને તેને શ્રાપ આપશે. તેનાં બધાં શહેરો કાયમ માટે ઉજ્જડ થઈ જશે.”+
૧૪ મને યહોવા પાસેથી ખબર મળી છે,
પ્રજાઓમાં સંદેશવાહક મોકલવામાં આવ્યો છે, જે કહે છે:
“એકઠા થાઓ અને અદોમ સામે જાઓ.
તેની સામે લડવા તૈયાર થાઓ.”+
૧૫ “જો! મેં તને પ્રજાઓમાં સાવ નકામો બનાવી દીધો છે,
લોકોમાં તને એકદમ તુચ્છ ગણવામાં આવે છે.+
૧૬ ઓ ખડકોની બખોલમાં રહેનાર,
સૌથી ઊંચી ટેકરી પર વસનાર,
તારા ઘમંડી દિલે તને છેતર્યો છે,
તારા ફેલાવેલા ડરથી તું છેતરાઈ ગયો છે.
ભલે તું ગરુડની જેમ તારો માળો ઊંચે બાંધે,
તોપણ હું તને ત્યાંથી નીચે પાડી દઈશ,” એવું યહોવા કહે છે.
૧૭ “અદોમના હાલ જોઈને લોકો ધ્રૂજી ઊઠશે.+ ત્યાંથી પસાર થનાર એકેએક માણસ ચોંકી જશે અને તેના પર આવેલી આફતો જોઈને સીટી મારશે. ૧૮ સદોમ અને ગમોરાહ અને તેઓની આસપાસનાં નગરોની જેમ અદોમનો પણ નાશ થશે.+ ત્યાં કોઈ રહેશે નહિ, ત્યાં કોઈ વસશે નહિ,”+ એવું યહોવા કહે છે.
૧૯ “જો! જેમ યર્દનની ગીચ ઝાડીમાંથી સિંહ આવે છે,+ તેમ કોઈક આવીને સલામત ગૌચરો* પર હુમલો કરશે. પણ હું પળભરમાં તેઓને* એમાંથી ભગાડી મૂકીશ. હું તેના* પર એક આગેવાન ઠરાવીશ, જેને મેં પસંદ કર્યો છે. કેમ કે મારા જેવો કોણ છે? કોણ મને રોકી શકે? કયો ઘેટાંપાળક મારી સામે ઊભો રહી શકે?+ ૨૦ હે લોકો, યહોવાએ અદોમ વિરુદ્ધ કેવો નિર્ણય લીધો છે એ સાંભળો, તેમાનના+ રહેવાસીઓ વિશે શું નક્કી કર્યું છે એ સાંભળો:
તેઓના લીધે ઘેટાંનાં ગૌચરો ઉજ્જડ થઈ જશે.
ટોળાનાં નાનાં ઘેટાંને ઘસડીને લઈ જવામાં આવશે.+
૨૧ તેઓના પડવાના અવાજથી પૃથ્વી કાંપી ઊઠી.
લોકોની ચીસાચીસ સંભળાઈ!
એના પડઘા છેક લાલ સમુદ્ર સુધી સંભળાયા.+
૨૨ જો! જેમ ગરુડ પોતાના શિકાર પર તરાપ મારે છે,+
તેમ દુશ્મન પોતાની પાંખો ફેલાવીને બોસરાહ પર તરાપ મારશે.+
જેમ બાળકને જન્મ આપતી સ્ત્રીનું દિલ ડરથી ધ્રૂજી ઊઠે છે,
તેમ એ દિવસે અદોમના યોદ્ધાઓનું દિલ ધ્રૂજી ઊઠશે.”
૨૩ દમસ્ક માટે સંદેશો:+
“હમાથ+ અને આર્પાદ શરમમાં મુકાયા છે,
કેમ કે તેઓએ ખરાબ સમાચાર સાંભળ્યા છે.
ડરને લીધે તેઓની હિંમત તૂટી ગઈ છે.
સમુદ્રમાં એવો ખળભળાટ મચ્યો છે કે એ શાંત થઈ શકતો નથી.
૨૪ દમસ્ક હિંમત હારી ગઈ છે.
નાસી જવા તે પાછી ફરી છે, પણ ડરને લીધે તે થીજી ગઈ છે.
બાળકને જન્મ આપતી સ્ત્રીની જેમ
તે દુઃખ અને પીડામાં સપડાઈ ગઈ છે.
૨૫ પ્રશંસાની નગરીને, આનંદની નગરીને
કેમ હજી સુધી તરછોડી દેવામાં નથી આવી?
૨૬ એ દિવસે તેના યુવાનો ચોકમાં માર્યા જશે
અને તેના બધા સૈનિકોનો નાશ થશે,” એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે.
૨૭ “હું દમસ્કના કોટને આગ લગાડી દઈશ,
એ આગ બેન-હદાદના કિલ્લાઓને ભસ્મ કરી દેશે.”+
૨૮ બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારે* જીતી લીધાં હતાં, એ કેદાર+ વિશે અને હાસોરનાં રાજ્યો વિશે યહોવા કહે છે:
“ઊભા થાઓ અને કેદાર જાઓ,
પૂર્વના દીકરાઓનો નાશ કરો.
૨૯ તેઓનાં તંબુઓ અને ઢોરઢાંક લઈ લેવામાં આવશે.
તેઓના તંબુઓના પડદા અને તેઓનો બધો માલ-સામાન છીનવી લેવામાં આવશે.
તેઓનાં ઊંટો પડાવી લેવામાં આવશે,
તેઓને કહેવામાં આવશે, ‘ચારે બાજુ આતંક છે!’”
૩૦ “હે હાસોરના રહેવાસીઓ, જાઓ, દૂર નાસી જાઓ!
જઈને ખીણોમાં સંતાઈ જાઓ!
કેમ કે બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારે* તમારી વિરુદ્ધ કાવતરું ઘડ્યું છે,
તેણે તમારી વિરુદ્ધ એક યોજના રચી છે,” એવું યહોવા કહે છે.
૩૧ “ઊભા થાઓ અને એ દેશ પર ચઢાઈ કરો જે શાંતિમાં રહે છે,
જે નિરાંતે જીવે છે!” એવું યહોવા કહે છે.
“તેને દરવાજા કે ભૂંગળો નથી. તેઓ એકલા-અટૂલા રહે છે.
૩૨ તેઓનાં ઊંટો છીનવી લેવામાં આવશે,
તેઓનાં પુષ્કળ ઢોરઢાંક લૂંટી લેવામાં આવશે.
હું તેઓ પર ચારે બાજુથી આફત લાવીશ,” એવું યહોવા કહે છે.
૩૩ “હાસોર શિયાળોની બખોલ થઈ જશે,
એ કાયમ માટે ઉજ્જડ થઈ જશે.
ત્યાં કોઈ રહેશે નહિ, ત્યાં કોઈ વસશે નહિ.”
૩૪ યહૂદાના રાજા સિદકિયાના શાસનની શરૂઆતમાં+ એલામ વિશે યહોવાનો આ સંદેશો યર્મિયા પ્રબોધકને મળ્યો:+ ૩૫ “સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘હું એલામનું ધનુષ્ય ભાંગી નાખું છું,+ જે તેઓના બળનો આધાર* છે. ૩૬ હું આકાશના ચાર ખૂણેથી એલામ પર ચાર પવન મોકલીશ. હું તેઓને એમાં વિખેરી નાખીશ. એવો એક પણ દેશ નહિ હોય, જ્યાં એલામના વિખેરાઈ ગયેલા લોકોએ આશરો લીધો નહિ હોય.’”
૩૭ યહોવા કહે છે, “હું એલામીઓને તેઓના દુશ્મનોથી અને તેઓનો જીવ લેવા માંગતા લોકોથી ડરાવીશ. હું તેઓ પર આફત લાવીશ અને મારો ક્રોધ રેડી દઈશ. હું તેઓનો પૂરેપૂરો નાશ ન કરું ત્યાં સુધી તેઓની પાછળ તલવાર મોકલીશ.”
૩૮ યહોવા કહે છે, “હું એલામમાં મારી રાજગાદી સ્થાપીશ.+ હું તેના રાજા અને તેના અધિકારીઓનો સંહાર કરીશ.”
૩૯ “પણ છેલ્લા દિવસોમાં હું એલામના ગુલામોને ભેગા કરીશ,” એવું યહોવા કહે છે.
૫૦ યહોવાએ બાબેલોન વિશે,+ ખાલદીઓના દેશ વિશે આ સંદેશો યર્મિયા પ્રબોધક દ્વારા આપ્યો:
૨ “પ્રજાઓમાં જાહેર કરો, એની ખબર આપો.
વિજયની નિશાની* ઊભી કરો, એની જાહેરાત કરો.
કંઈ જ સંતાડશો નહિ!
કહો, ‘બાબેલોન નગરીને કબજે કરવામાં આવી છે.+
બેલ દેવ શરમમાં મુકાયો છે.+
મેરોદાખ દેવ ડરી ગયો છે.
તેની મૂર્તિઓનું અપમાન થયું છે,
ધિક્કારપાત્ર મૂર્તિઓ* ગભરાઈ ગઈ છે.’
૩ કેમ કે ઉત્તરથી બાબેલોન પર એક પ્રજા ચઢી આવી છે.+
તે તેના દેશના એવા હાલ કરે છે કે લોકો એ જોઈને ધ્રૂજી ઊઠે છે.
તેનામાં કોઈ રહેતું નથી.
માણસો અને પ્રાણીઓ નાસી ગયાં છે,
તેઓ જતાં રહ્યાં છે.”
૪ યહોવા કહે છે, “એ દિવસોમાં અને એ સમયે ઇઝરાયેલના લોકો અને યહૂદાના લોકો ભેગા થશે.+ તેઓ રડતાં રડતાં આવશે+ અને ભેગા મળીને તેઓના ઈશ્વર યહોવાને પોકાર કરશે.+ ૫ તેઓ સિયોન તરફ પોતાનું મોં રાખીને ત્યાં જવાનો રસ્તો પૂછશે.+ તેઓ કહેશે, ‘ચાલો, યહોવા સાથે કાયમી કરારમાં જોડાઈએ, એવો કરાર કરીએ જે કદી ભુલાય નહિ.’+ ૬ મારા લોકો ભૂલાં પડેલાં ઘેટાં જેવા છે.+ ઘેટાંપાળકોએ તેઓને ભટકાવી દીધા છે,+ તેઓને પહાડો પર રઝળતા મૂકી દીધા છે. તેઓ પહાડો અને ટેકરીઓ પર રખડતા ફરે છે. તેઓ પોતાની આરામ કરવાની જગ્યા ભૂલી ગયા છે. ૭ જેઓને પણ એ ઘેટાં મળ્યાં, તેઓએ એને ફાડી ખાધાં.+ તેઓના દુશ્મનોએ કહ્યું: ‘એમાં અમારો કોઈ વાંક નથી. તેઓએ યહોવા વિરુદ્ધ પાપ કર્યું છે, જેમનામાં નેકી* વસે છે. હા, તેઓએ યહોવા વિરુદ્ધ પાપ કર્યું છે, જે તેઓના બાપદાદાઓની આશા છે.’”
૯ હું ઉત્તરના દેશમાંથી મોટી પ્રજાઓના ટોળાને ઉશ્કેરું છું
અને તેને બાબેલોન વિરુદ્ધ લાવું છું.
તેઓ ટુકડીઓ બનાવીને યુદ્ધ માટે તેની સામે આવશે.+
ત્યાંથી તેને પકડી લેવામાં આવશે.
તેઓનાં તીર યોદ્ધાનાં તીર જેવાં છે,
જે બાળકોને નિર્દય રીતે માબાપથી છીનવી લે છે.+
તેઓમાંથી કોઈ નિષ્ફળ જતું નથી.
૧૦ ખાલદીઓના દેશને લૂંટી લેવામાં આવશે.+
જેઓ તેને લૂંટશે, તેઓ મન ભરાય ત્યાં સુધી તેને લૂંટશે,”+ એવું યહોવા કહે છે.
૧૨ તમારી મા શરમમાં મુકાઈ છે.+
તમને જન્મ આપનાર મા નિરાશ થઈ છે.
જુઓ! તે પ્રજાઓમાં સૌથી ઊતરતી છે,
તે પાણી વગરની સૂકી જમીન અને રણપ્રદેશ જેવી છે.+
ત્યાંથી પસાર થનાર એકેએક માણસ તેને જોઈને ચોંકી જશે
અને તેના પર આવેલી આફત જોઈને સીટી મારશે.+
૧૪ ઓ તીરંદાજો, તમે ટુકડીઓ બનાવો,
બાબેલોનને ચારે બાજુથી ઘેરી લો.
૧૫ ચારે બાજુથી તેની વિરુદ્ધ યુદ્ધનો પોકાર કરો.
તેણે ઘૂંટણ ટેકવી દીધાં છે.*
તમે તેની પાસેથી બદલો લો.
તેણે જે કર્યું છે, એવું જ તેની સાથે કરો.+
૧૬ બાબેલોનમાંથી બી વાવનારને
અને કાપણીના સમયે દાતરડું ચલાવનારને કાપી નાખો.+
કેમ કે નિર્દય તલવારને લીધે દરેક માણસ પોતાના લોકો પાસે પાછો જશે,
તે પોતાના વતનમાં નાસી જશે.+
૧૭ “ઇઝરાયેલના લોકો ભૂલાં પડેલાં ઘેટાં જેવા છે.+ સિંહોએ તેઓને વિખેરી નાખ્યા છે.+ પહેલા તો આશ્શૂરનો રાજા તેઓને ખાઈ ગયો+ અને પછી બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારે* તેઓનાં હાડકાં ચાવી નાખ્યાં.+ ૧૮ એટલે ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: ‘જેમ મેં આશ્શૂરના રાજાને સજા કરી હતી, તેમ હું બાબેલોનના રાજાને અને તેના દેશને પણ સજા કરીશ.+ ૧૯ હું ઇઝરાયેલને તેનાં ગૌચરોમાં* પાછો લાવીશ.+ તે કાર્મેલ અને બાશાન પર ચરશે.+ તે એફ્રાઈમ+ અને ગિલયાદનાં+ પહાડો પર પેટ ભરીને ખાશે.’”
૨૦ યહોવા કહે છે, “એ દિવસોમાં અને એ સમયે
લોકો ઇઝરાયેલમાં દોષ શોધશે, પણ કોઈ દોષ મળશે નહિ.
તેઓને યહૂદામાં કોઈ પાપ જડશે નહિ,
કેમ કે જેઓને મેં જીવતા રાખ્યા છે, તેઓનાં પાપ હું માફ કરીશ.”+
૨૧ યહોવા કહે છે, “મેરાથાઈમ* દેશ પર અને પેકોદના રહેવાસીઓ પર ચઢાઈ કર.+
તેઓની કત્લેઆમ કર અને પૂરેપૂરો સંહાર કર.*
મેં તને જે જે આજ્ઞાઓ આપી છે, એ પ્રમાણે કર.
૨૨ દેશમાં યુદ્ધનો પોકાર સંભળાય છે,
ભયંકર આફતના ભણકારા સંભળાય છે.
૨૩ પૃથ્વીના ચૂરેચૂરા કરનાર હથોડાને કાપીને તોડી નાખવામાં આવ્યો છે!+
બાબેલોનના એવા હાલ થયા છે કે એને જોઈને બધી પ્રજાઓ ધ્રૂજી ઊઠી છે!+
૨૪ હે બાબેલોન, મેં તારા માટે ફાંદો નાખ્યો અને તું એમાં ફસાઈ ગઈ.
તને એની જાણ પણ ન થઈ.
તને શોધીને પકડી લેવામાં આવી છે,+
કેમ કે તેં યહોવાનો વિરોધ કર્યો છે.
૨૫ યહોવાએ પોતાનાં હથિયારોનો ભંડાર ખોલી નાખ્યો છે.
તે પોતાના કોપનાં હથિયારો બહાર કાઢે છે.+
કેમ કે વિશ્વના માલિક, સૈન્યોના ઈશ્વર યહોવા
ખાલદીઓના દેશમાં એક કામ હાથ ધરવાના છે.
૨૬ દૂર દૂરની જગ્યાએથી તેના પર ચઢી આવો.+
તેના કોઠારો ખુલ્લા કરો.+
અનાજના ઢગલાની જેમ તેની લૂંટનો ઢગલો કરો.
તેનામાં કશું જ બચવા ન દો.
૨૭ તેના આખલાઓને મારી નાખો,+
તેઓની કતલ કરી નાખો.
તેઓને અફસોસ, કેમ કે તેઓનો દિવસ પાસે આવ્યો છે.
તેઓ પાસેથી હિસાબ લેવાનો સમય પાકી ચૂક્યો છે.
૨૮ નાસી જનારાઓનો અવાજ સંભળાય છે,
બાબેલોનથી ભાગી જનારાઓનો પોકાર સંભળાય છે.
તેઓ સિયોનમાં જઈને જાહેર કરે છે કે આપણા ઈશ્વર યહોવાએ બદલો લીધો છે,
તેમણે પોતાના મંદિર માટે બદલો લીધો છે.+
૨૯ બાબેલોન વિરુદ્ધ તીરંદાજો ભેગા કરો,
કમાન ખેંચનાર માણસોને એકઠા કરો.+
તેની ચારે બાજુ છાવણી નાખો, કોઈને નાસી જવા ન દો.
તેના કામ પ્રમાણે તેને બદલો આપો.+
તેણે જેવું કર્યું છે, એવું જ તેની સાથે કરો.+
કેમ કે તેણે ઘમંડી બનીને યહોવા વિરુદ્ધ કામ કર્યું છે,
હા, ઇઝરાયેલના પવિત્ર ઈશ્વર વિરુદ્ધ કામ કર્યું છે.+
૩૦ એ દિવસે તેના યુવાનો ચોકમાં માર્યા જશે+
અને તેના બધા સૈનિકોનો નાશ થશે,”* એવું યહોવા કહે છે.
તારી પાસેથી હિસાબ લેવાનો દિવસ જરૂર આવશે,
તને સજા કરવાનો સમય ચોક્કસ આવશે.
૩૨ હે ઘમંડી બાબેલોન, તું ઠોકર ખાઈને પડીશ.
તને ઉઠાવનાર કોઈ નહિ હોય.+
હું તારાં શહેરોને આગ લગાડીશ,
એ આગ તારી આસપાસનું બધું ભસ્મ કરી દેશે.”
૩૩ સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે:
“ઇઝરાયેલના અને યહૂદાના લોકોને સતાવવામાં આવ્યા છે.
૩૪ પણ તેઓને છોડાવનાર શક્તિશાળી છે.+
તેમનું નામ સૈન્યોના ઈશ્વર યહોવા છે.+
૩૫ યહોવા કહે છે, “ખાલદીઓ પર તલવાર આવી પડી છે.
બાબેલોનના રહેવાસીઓ, તેના અધિકારીઓ અને તેના જ્ઞાની પુરુષો પર તલવાર આવી પડી છે.+
૩૬ જૂઠા પ્રબોધકો* પર તલવાર આવી પડી છે, તેઓ મૂર્ખાઈ કરશે.
તેના યોદ્ધાઓ પર તલવાર આવી પડી છે, તેઓ ગભરાઈ જશે.+
૩૭ તેઓના ઘોડાઓ અને યુદ્ધના રથો પર તલવાર આવી પડી છે.
તેની વચ્ચે રહેતા પરદેશીઓ પર તલવાર આવી પડી છે,
તેઓ સ્ત્રીની જેમ કમજોર થઈ જશે.+
તેના ખજાના પર તલવાર આવી પડી છે, એને લૂંટી લેવામાં આવશે.+
૩૮ તેના પાણીને અફસોસ! એ સુકાઈ જશે!+
કેમ કે તે કોતરેલી મૂર્તિઓનો દેશ છે,+
તેઓનાં ડરામણાં સપનાંને લીધે તેઓ ગાંડાની જેમ વર્તે છે.
તેનામાં ફરી કદી વસ્તી નહિ થાય,
પેઢી દર પેઢી તેનામાં કોઈ વસવાટ નહિ કરે.”+
૪૦ યહોવા કહે છે, “સદોમ અને ગમોરાહ+ અને તેઓની આસપાસનાં નગરોની+ જેમ બાબેલોનનો પણ નાશ થશે. ત્યાં કોઈ રહેશે નહિ, ત્યાં કોઈ વસશે નહિ.+
૪૧ જો! ઉત્તરથી એક પ્રજા આવે છે.
પૃથ્વીના છેડાથી+ એક મહાન દેશ અને મોટા મોટા રાજાઓને+ ઊભા કરવામાં આવશે.
૪૨ તેઓ ધનુષ્ય અને ભાલાથી સજ્જ છે.+
તેઓ બહુ ક્રૂર છે, તેઓ જરાય દયા નહિ બતાવે.+
તેઓ ઘોડા પર સવારી કરે છે ત્યારે,
સમુદ્રની ગર્જના જેવો અવાજ આવે છે.+
હે બાબેલોનની દીકરી, તેઓ એક થઈને અને ટુકડી બનાવીને તારી સામે ઊભા છે.+
તેના પર ડર છવાઈ ગયો છે,
તેને પ્રસૂતિની પીડા જેવી વેદના ઊપડી છે.
૪૪ “જો! જેમ યર્દનની ગીચ ઝાડીઓમાંથી સિંહ આવે છે, તેમ કોઈક આવીને સલામત ગૌચરો પર હુમલો કરશે. પણ હું પળભરમાં તેઓને* એમાંથી ભગાડી મૂકીશ. હું તેના* પર એક આગેવાન ઠરાવીશ, જેને મેં પસંદ કર્યો છે.+ કેમ કે મારા જેવો કોણ છે? કોણ મને રોકી શકે? કયો ઘેટાંપાળક મારી સામે ઊભો રહી શકે?+ ૪૫ હે લોકો, યહોવાએ બાબેલોન વિરુદ્ધ કેવો નિર્ણય લીધો છે+ એ સાંભળો, ખાલદીઓના દેશ વિશે શું નક્કી કર્યું છે એ સાંભળો:
તેઓના લીધે ઘેટાંનાં ગૌચરો ઉજ્જડ થઈ જશે.
ટોળાનાં નાનાં ઘેટાંને ઘસડીને લઈ જવામાં આવશે.+
૪૬ બાબેલોનને કબજે કરવામાં આવશે ત્યારે, તેના પડવાના અવાજથી પૃથ્વી કાંપી ઊઠશે.
તેની ચીસાચીસ બધી પ્રજાઓમાં સંભળાશે.”+
૫૧ યહોવા કહે છે:
૨ જેમ પવન ફોતરાંને વિખેરી નાખે છે,
તેમ હું માણસો મોકલીને બાબેલોન નગરીને વિખેરી નાખીશ.
તેઓ તેનો સફાયો કરશે, તેને ખાલી કરી નાખશે.
આફતના દિવસે તેઓ ચારે બાજુથી તેના પર ચઢી આવશે.+
૩ બાબેલોનના તીરંદાજો ધનુષ્ય વાપરશે નહિ.
તેના સૈનિકો બખ્તર પહેરીને ઊભા રહેશે નહિ.
તમે તેના યુવાનોને જરાય દયા બતાવશો નહિ.+
તેની સેનામાંથી કોઈને જીવતા રહેવા દેશો નહિ.
૪ ખાલદીઓના દેશમાં તેઓ માર્યા જશે,
તેની ગલીઓમાં વીંધાઈને નીચે પડશે.+
૫ સૈન્યોના ઈશ્વર યહોવાએ ઇઝરાયેલ અને યહૂદાનો ત્યાગ કર્યો નથી, તેઓ વિધવા નથી.+
પણ ઇઝરાયેલના પવિત્ર ઈશ્વરની નજરમાં ખાલદીઓનો દેશ* દોષિત ઠર્યો છે.
તેના ગુનાને લીધે તમારો નાશ થવા ન દો.
કેમ કે એ સમય યહોવાનો બદલો લેવાનો સમય છે.
તે તેનાં કામોની તેને સજા આપે છે.+
૭ બાબેલોન તો યહોવાના હાથમાં સોનાના પ્યાલા જેવી હતી.
બાબેલોને આખી પૃથ્વીને એમાંથી પિવડાવીને ચકચૂર કરી.
બધી પ્રજાઓએ તેનો દ્રાક્ષદારૂ પીધો,+
એટલે એ પ્રજાઓ પાગલ થઈ ગઈ.+
૮ અચાનક બાબેલોન પડી ગઈ છે અને તૂટી ગઈ છે.+
તેના માટે વિલાપ કરો!+
તેની પીડા દૂર કરવા સુગંધી દ્રવ્ય લાવો, કદાચ તે સાજી થાય.”
૯ “અમે બાબેલોનને સાજી કરવાની ઘણી કોશિશ કરી, પણ તે સાજી થઈ નહિ.
તેને છોડી દો, ચાલો આપણે પોતપોતાનાં વતન પાછા જઈએ,+
કેમ કે તે સજાને લાયક છે, તેનો અપરાધ આકાશ સુધી પહોંચ્યો છે,
છેક વાદળો સુધી પહોંચ્યો છે.+
૧૦ યહોવાએ આપણા માટે ન્યાય કર્યો છે.+
ચાલો, સિયોનમાં આપણા ઈશ્વર યહોવાનાં કામો જાહેર કરીએ.”+
૧૧ “તીરોની ધાર કાઢો,+ ગોળ ઢાલ હાથમાં લો.*
યહોવાએ માદાયના રાજાઓના દિલમાં એક વિચાર મૂક્યો છે,+
કેમ કે તેમણે બાબેલોનનો વિનાશ કરવાનો નિર્ણય લીધો છે.
એ યહોવાનો બદલો છે, તેમના મંદિરનો બદલો છે.
૧૨ બાબેલોનના કોટ પર હુમલો કરવા નિશાની* ઊભી કરો.+
પહેરો મજબૂત કરો અને ચોકીદારને પહેરા પર ગોઠવો.
સંતાઈને હુમલો કરનાર માણસોને તૈયાર કરો.
કેમ કે યહોવાએ એક યોજના ઘડી છે
અને બાબેલોનના રહેવાસીઓ વિરુદ્ધ તેમણે જે વચન આપ્યું છે, એ તે જરૂર પૂરું કરશે.”+
નફો કમાવામાં તેં હદ વટાવી છે, પણ તારો અંત નજીક આવ્યો છે.+
૧૪ સૈન્યોના ઈશ્વર યહોવાએ પોતાના સમ ખાઈને કહ્યું છે,
‘હું તારા પર તીડોની જેમ અગણિત માણસો મોકલીશ,
તેઓ તારી સામે વિજયનો પોકાર કરશે.’+
૧૫ તેમણે પોતાની શક્તિથી પૃથ્વી બનાવી,
તેમણે પોતાના ડહાપણથી પડતર જમીન તૈયાર* કરી,+
અને પોતાની સમજણથી આકાશો ફેલાવ્યાં.+
૧૬ તેમના અવાજથી આકાશોનું પાણી ખળભળી ઊઠે છે.
તે પૃથ્વીને છેડેથી વાદળોને* ઉપર ચઢાવે છે.
તે વરસાદમાં વીજળી ચમકાવે છે.*
તે પોતાના ભંડારોમાંથી પવન ફૂંકાવે છે.+
૧૭ દરેક માણસની બુદ્ધિ બહેર મારી ગઈ છે, તેનામાં જરાય અક્કલ નથી.
કોતરેલી મૂર્તિને લીધે દરેક સોની શરમમાં મુકાશે,+
કેમ કે તેણે બનાવેલી ધાતુની મૂર્તિ જૂઠી છે.
૧૮ તેઓ નકામી* છે,+ મજાકને જ લાયક છે.
ન્યાયના દિવસે તેઓનો નાશ થઈ જશે.
તેમનું નામ સૈન્યોના ઈશ્વર યહોવા છે.”+
૨૦ “તું મારા માટે યુદ્ધમાં વપરાતો દંડો છે, યુદ્ધનું હથિયાર છે.
હું તારા દ્વારા પ્રજાઓના ચૂરેચૂરા કરી નાખીશ,
અને રાજ્યોના ભૂકા બોલાવી દઈશ.
૨૧ હું તારા દ્વારા ઘોડાને અને ઘોડેસવારને કચડી નાખીશ,
યુદ્ધના રથને અને એના સારથિને કચડી નાખીશ.
૨૨ હું તારા દ્વારા પુરુષને અને સ્ત્રીને મારી નાખીશ,
વૃદ્ધ માણસને અને નાના છોકરાને મારી નાખીશ,
યુવકને અને યુવતીને મારી નાખીશ.
૨૩ હું તારા દ્વારા ઘેટાંપાળકનો અને તેના ટોળાનો નાશ કરીશ,
ખેડૂતનો અને ખેતીનાં જાનવરોનો નાશ કરીશ,
રાજ્યપાલોનો અને ઉપઅધિકારીઓનો નાશ કરીશ.
૨૪ તમારી નજર સામે બાબેલોને અને ખાલદીના રહેવાસીઓએ
સિયોનમાં જે દુષ્ટ કામો કર્યાં છે એનો હું બદલો લઈશ,”+ એવું યહોવા કહે છે.
હું મારો હાથ ઉગામીશ અને તને ખડકો પરથી નીચે ધકેલી દઈશ.
હું તને બળી ગયેલા પર્વત જેવો કરી દઈશ.”
૨૬ “લોકો તારામાંથી પથ્થર લેશે નહિ,
ન ખૂણાનો પથ્થર* લેશે, ન પાયો નાખવા પથ્થર લેશે,
કેમ કે તું કાયમ માટે ઉજ્જડ થઈ જશે,”+ એવું યહોવા કહે છે.
૨૭ “હુમલો કરવા દેશમાં નિશાની* ઊભી કરો.+
પ્રજાઓમાં રણશિંગડું વગાડો.
તેની વિરુદ્ધ લડવા પ્રજાઓ તૈયાર કરો,*
અરારાટ,+ મિન્ની અને આશ્કેનાઝનાં+ રાજ્યોને ભેગાં કરો,
સૈનિકોની ભરતી કરવા અધિકારી ઠરાવો.
તેના પર તીડોનાં* ઝુંડની જેમ ઘોડાઓ મોકલો.
૨૮ તેની વિરુદ્ધ લડવા પ્રજાઓ તૈયાર કરો.*
માદાયના રાજાઓ,+ રાજ્યપાલો, ઉપઅધિકારીઓ
અને તેની સત્તા નીચેના દેશોને ભેગા કરો.
૨૯ પૃથ્વી ધ્રૂજશે અને ડરથી કાંપી ઊઠશે,
કેમ કે યહોવા બાબેલોન વિરુદ્ધ પોતાની યોજના જરૂર પાર પાડશે.
તે તેને વસ્તી વગરની બનાવી દેશે,
તે તેના એવા હાલ કરશે કે લોકો તેને જોઈને ધ્રૂજી ઊઠશે.+
૩૦ બાબેલોનના યોદ્ધાઓએ લડવાનું બંધ કર્યું છે.
તેઓ પોતાના મજબૂત ગઢમાં ભરાઈ ગયા છે.
તેઓ નાહિંમત થઈ ગયા છે.+
તેઓ સ્ત્રી જેવા કમજોર બની ગયા છે.+
તેના ઘરને આગ લગાડવામાં આવી છે.
તેની ભૂંગળો તોડી પાડવામાં આવી છે.+
૩૧ એક ખબરી દોડીને બીજા ખબરીને મળે છે,
એક સંદેશવાહક બીજા સંદેશવાહકને મળે છે.
તેઓ બાબેલોનના રાજાને ખબર આપે છે કે તેની નગરી ચારે બાજુથી ઘેરાઈ ગઈ છે,+
૩૨ નદી પાર કરવાના રસ્તા કબજે થયા છે,+
નેતરની હોડીઓ બળીને ખાખ થઈ ગઈ છે
અને સૈનિકો ગભરાઈ ગયા છે.”
૩૩ ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે,
“બાબેલોનની દીકરી અનાજની ખળી* જેવી છે.
તેને દાબી દાબીને કઠણ બનાવવાનો સમય પાકી ગયો છે.
બહુ જલદી તેની કાપણીનો સમય આવશે.”
તેણે મને ખાલી વાસણ જેવો બનાવ્યો છે.
મોટા સાપની જેમ તે મને ગળી ગયો છે.+
મારી ઉત્તમ વસ્તુઓથી તેણે પોતાનું પેટ ભર્યું છે.
તેણે મને પાણીથી ધોઈ નાખ્યો છે.
૩૫ સિયોનનો રહેવાસી કહે છે, ‘મારા પર અને મારા શરીર પર જે જુલમ ગુજારવામાં આવ્યો છે, એ બાબેલોન પર આવી પડે!’+
યરૂશાલેમ નગરી કહે છે, ‘મારા લોહીનો દોષ ખાલદીના રહેવાસીઓને માથે આવી પડે!’”
૩૬ યહોવા કહે છે:
હું તારા વતી બદલો લઈશ.+
હું તેની નદીને* અને તેના કૂવાઓને સૂકવી નાખીશ.+
તેના હાલ જોઈને લોકો ધ્રૂજી ઊઠશે, તેની મજાક ઉડાવવા લોકો સીટી મારશે.
ત્યાં એકેય રહેવાસી વસશે નહિ.+
૩૮ તેઓ* ભેગા મળીને જુવાન સિંહની જેમ ગર્જના કરશે.
તેઓ સિંહના બચ્ચાની જેમ ઘૂરકશે.”
૩૯ યહોવા કહે છે, “તેઓની લાલસા તીવ્ર બનશે ત્યારે,
હું તેઓ માટે મિજબાની ગોઠવીશ, તેઓને દારૂ પિવડાવીને ચકચૂર કરીશ,
જેથી તેઓ આનંદ-ઉલ્લાસ કરે.+
પછી તેઓ કાયમ માટે ઊંઘી જશે
અને ફરી કદી જાગશે નહિ.+
૪૦ હું તેઓને ઘેટાના બચ્ચાની જેમ,
હા, ઘેટા અને બકરાની જેમ કતલ માટે લઈ જઈશ.”
બાબેલોનના ભયંકર હાલ જોઈને પ્રજાઓ હચમચી ગઈ છે!
૪૨ બાબેલોન પર સમુદ્ર ફરી વળ્યો છે.
એનાં મોજાઓ નીચે તે ડૂબી ગઈ છે.
૪૩ તેનાં શહેરોના હાલ જોઈને લોકો ધ્રૂજી ગયા છે.
તે પાણી વગરની સૂકી જમીન અને રણપ્રદેશ બની ગઈ છે.
તે એવી જગ્યા બની ગઈ છે, જ્યાં કોઈ રહેશે નહિ કે જ્યાંથી કોઈ પસાર થશે નહિ.+
પ્રજાઓ તેની પાસે ફરી કદી જશે નહિ
અને બાબેલોનનો કોટ તોડી પાડવામાં આવશે.+
૪૫ ઓ મારા લોકો, તેનામાંથી બહાર નીકળી જાઓ!+
યહોવાના સળગતા કોપથી+ પોતાનો જીવ બચાવીને નાસી જાઓ!+
૪૬ હિંમત હારશો નહિ, દેશમાં ફેલાતી અફવાથી ગભરાશો નહિ.
એક વર્ષે એક અફવા ને બીજા વર્ષે બીજી અફવા સંભળાશે.
દેશમાં લડાઈ-ઝઘડાની અફવા સંભળાશે,
એક અધિકારી બીજા અધિકારી સામે થયો છે, એવી અફવા સંભળાશે.
૪૭ જુઓ! એવા દિવસો આવી રહ્યા છે,
જ્યારે હું બાબેલોનની કોતરેલી મૂર્તિઓને સજા કરીશ.
તેનો આખો દેશ શરમમાં મુકાશે
અને તેનામાં લોકોની લાશો પડશે.+
૪૮ બાબેલોન પડશે ત્યારે,
આકાશો, પૃથ્વી અને એમાંનું બધું ખુશીથી ઝૂમી ઊઠશે.+
કેમ કે ઉત્તરથી નાશ કરનારાઓ તેના પર ચઢી આવશે,”+ એવું યહોવા કહે છે.
૪૯ “બાબેલોને ઇઝરાયેલના લોકોની લાશો પાડી છે,+
બાબેલોનમાં પણ આખી પૃથ્વીના લોકોની લાશો પડી છે.
૫૦ હે તલવારથી બચી ગયેલા લોકો, ઊભા રહેશો નહિ, આગળ વધો!+
જેઓ દૂર દેશમાં છે, તેઓ યહોવાને યાદ કરો,
તમારા મનમાં યરૂશાલેમની યાદ તાજી રાખો.”+
૫૧ “અમારું અપમાન થયું છે, અમે મહેણાં સાંભળ્યાં છે.
૫૨ “એટલે જુઓ! એવા દિવસો આવી રહ્યા છે,
જ્યારે હું તેની કોતરેલી મૂર્તિઓને સજા કરીશ.
ઘાયલ થયેલા લોકોની ચીસો આખા દેશમાં સંભળાશે,”+ એવું યહોવા કહે છે.
૫૩ “ભલે બાબેલોન આકાશોમાં ચઢી જાય,+
ભલે તે પોતાના કિલ્લા મજબૂત કરે,
તોપણ હું તેના પર નાશ કરનારાઓને મોકલીશ,”+ એવું યહોવા કહે છે.
૫૫ કેમ કે યહોવા બાબેલોનનો નાશ કરી રહ્યા છે,
તે તેના કોલાહલને દાબી દેશે.
નાશ કરનારાઓ સમુદ્રનાં મોજાંની જેમ ગર્જના કરશે
અને તેઓનો અવાજ ગુંજી ઊઠશે.
કેમ કે યહોવા અદ્દલ ન્યાય કરનાર ઈશ્વર છે, તે યોગ્ય સજા આપે છે.+
તે ચોક્કસ બદલો લેશે.+
૫૭ હું તેના અધિકારીઓને અને જ્ઞાની પુરુષોને દારૂ પિવડાવીને ચકચૂર કરીશ.+
હું તેના રાજ્યપાલોને, ઉપઅધિકારીઓને અને યોદ્ધાઓને મદમસ્ત કરીશ.
પછી તેઓ કાયમ માટે ઊંઘી જશે
અને ફરી કદી જાગશે નહિ,”+ એવું એ રાજા કહે છે, જેમનું નામ સૈન્યોના ઈશ્વર યહોવા છે.
૫૮ સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે:
“બાબેલોનનો કોટ ભલે પહોળો છે, એને જમીનદોસ્ત કરવામાં આવશે.+
તેના દરવાજા ભલે ઊંચા છે, એને બાળી નાખવામાં આવશે.
લોકોની બધી મહેનત ધૂળમાં મળી જશે.
પ્રજાઓ જેના માટે તનતોડ મહેનત કરે છે, એને અગ્નિ ભરખી જશે.”+
૫૯ માહસેયાના દીકરા નેરીયાનો દીકરો+ સરાયા, સિદકિયા રાજાનો અંગત અમલદાર* હતો. યહૂદાના રાજા સિદકિયાના શાસનના ચોથા વર્ષે તે રાજાની સાથે બાબેલોન ગયો હતો. એ વખતે યર્મિયા પ્રબોધકે તેને એક આજ્ઞા આપી હતી. ૬૦ બાબેલોન પર આવનાર બધી આફતો વિશે યર્મિયાએ એક પુસ્તકમાં લખ્યું હતું. તેણે એ બધા શબ્દો લખ્યા, જે બાબેલોન વિરુદ્ધ જાહેર કરવામાં આવ્યા હતા. ૬૧ યર્મિયાએ સરાયાને આજ્ઞા આપી: “જ્યારે તું બાબેલોન પહોંચે અને તેને જુએ, ત્યારે તું આ શબ્દો મોટેથી વાંચજે. ૬૨ તું કહેજે, ‘હે યહોવા, તમે આ નગરી વિરુદ્ધ કહ્યું છે કે તેનો નાશ થઈ જશે. તે વસ્તી વગરની થઈ જશે, તેમાં ન માણસો રહેશે, ન પ્રાણીઓ. તે કાયમ માટે ઉજ્જડ થઈ જશે.’+ ૬૩ તું આ પુસ્તકમાંથી વાંચી રહે ત્યારે એને પથ્થર બાંધજે અને યુફ્રેટિસ નદીમાં ફેંકી દેજે. ૬૪ પછી તું કહેજે, ‘આવી જ રીતે બાબેલોન ડૂબી જશે અને ફરી કદી ઉપર નહિ આવે,+ કેમ કે હું તેના પર આફત લાવું છું અને તેના રહેવાસીઓ કંટાળી જશે.’”+
અહીં યર્મિયાનો સંદેશો પૂરો થાય છે.
૫૨ સિદકિયા+ રાજા બન્યો ત્યારે ૨૧ વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં ૧૧ વર્ષ રાજ કર્યું. તેની માતાનું નામ હમૂટાલ+ હતું. તે લિબ્નાહના વતની યર્મિયાની દીકરી હતી. ૨ યહોવાની નજરમાં જે ખરાબ હતું એ સિદકિયા કરતો રહ્યો. તેણે યહોયાકીમની જેમ જ કર્યું.+ ૩ યહોવાના કોપને લીધે યરૂશાલેમ અને યહૂદાની આવી દશા થઈ. આખરે તેમણે પોતાની નજર આગળથી તેઓને કાઢી મૂક્યા.+ પછી સિદકિયાએ બાબેલોનના રાજા સામે બળવો પોકાર્યો.+ ૪ સિદકિયા રાજાના શાસનનું નવમું વર્ષ ચાલતું હતું. એના દસમા મહિનાના દસમા દિવસે બાબેલોનનો રાજા નબૂખાદનેસ્સાર* પોતાના આખા સૈન્ય સાથે યરૂશાલેમ પર ચઢી આવ્યો. તેઓએ એની સામે છાવણી નાખી અને એને ઘેરી લેવા શહેર ફરતે દીવાલ ઊભી કરી.+ ૫ તેણે સિદકિયા રાજાના શાસનના ૧૧મા વર્ષ સુધી શહેરને ઘેરી રાખ્યું.
૬ એ વર્ષના ચોથા મહિનાના નવમા દિવસે+ શહેરમાં દુકાળ એટલો આકરો હતો કે લોકો માટે કંઈ જ ખાવાનું ન હતું.+ ૭ છેવટે દીવાલમાં બાકોરું પાડવામાં આવ્યું. રાજાના બગીચા પાસે બે દીવાલો વચ્ચે દરવાજો હતો. રાજા પોતાના બધા સૈનિકો સાથે રાતોરાત શહેરમાંથી નાસી છૂટ્યો. ખાલદીઓએ શહેરને ઘેરી રાખ્યું હોવા છતાં, તેઓ અરાબાહને રસ્તે ભાગી નીકળ્યા.+ ૮ પણ ખાલદીઓના લશ્કરે રાજાનો પીછો કર્યો. તેઓએ યરીખોના ઉજ્જડ પ્રદેશમાં સિદકિયાને પકડી પાડ્યો.+ તેનું આખું સૈન્ય તેની પાસેથી વિખેરાઈ ગયું. ૯ તેઓએ સિદકિયાને પકડી લીધો. તેઓ તેને હમાથ દેશના રિબ્લાહમાં બાબેલોનના રાજા પાસે લઈ ગયા અને રાજાએ તેને સજા ફટકારી. ૧૦ બાબેલોનના રાજાએ સિદકિયાની નજર આગળ તેના દીકરાઓને રહેંસી નાખ્યા. તેણે રિબ્લાહમાં યહૂદાના બધા અધિકારીઓને પણ મારી નાખ્યા. ૧૧ પછી બાબેલોનના રાજાએ સિદકિયાની આંખો ફોડી નાખી,+ તેને તાંબાની બેડીઓ પહેરાવી અને બાબેલોન લઈ ગયો. સિદકિયા મરી ગયો ત્યાં સુધી તેને કેદમાં રાખ્યો.
૧૨ બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારના* શાસનનું ૧૯મું વર્ષ ચાલતું હતું. એના પાંચમા મહિનાના દસમા દિવસે બાબેલોનના રાજાનો સેવક, રક્ષકોનો ઉપરી નબૂઝારઅદાન યરૂશાલેમમાં આવ્યો.+ ૧૩ તેણે યહોવાનું મંદિર, રાજાનો મહેલ અને યરૂશાલેમનાં બધાં ઘરો બાળી નાખ્યાં.+ તેણે મોટાં મોટાં ઘરો પણ બાળી નાખ્યાં. ૧૪ રક્ષકોના ઉપરી સાથે આવેલા ખાલદીઓના આખા લશ્કરે યરૂશાલેમ ફરતેની દીવાલો જમીનદોસ્ત કરી નાખી.+
૧૫ અમુક ગરીબ લોકો, શહેરમાં બચેલા લોકો, બાબેલોનના રાજાના પક્ષમાં ભળી ગયેલા લોકો અને બાકી રહેલા કુશળ કારીગરોને રક્ષકોનો ઉપરી નબૂઝારઅદાન ગુલામ બનાવીને લઈ ગયો.+ ૧૬ રક્ષકોનો ઉપરી નબૂઝારઅદાન ત્યાંના એકદમ ગરીબ લોકોમાંથી અમુકને દ્રાક્ષાવાડીમાં કામ કરવા અને કાળી મજૂરી કરવા મૂકી ગયો.+
૧૭ યહોવાના મંદિરમાં* તાંબાના જે સ્તંભો હતા, એના ખાલદીઓએ ટુકડે-ટુકડા કરી નાખ્યા.+ તેઓએ યહોવાના મંદિરની લારીઓ*+ અને તાંબાના હોજના+ પણ ટુકડે-ટુકડા કરી નાખ્યા. એનું બધું તાંબું તેઓ બાબેલોન ઉપાડી ગયા.+ ૧૮ તેઓ ડોલ, પાવડા, કાતરો,* વાટકા,+ પ્યાલાઓ+ અને મંદિરમાં વપરાતી તાંબાની બધી વસ્તુઓ પણ લઈ ગયા. ૧૯ રક્ષકોનો ઉપરી ચોખ્ખાં સોના-ચાંદીનાં કુંડ,+ અગ્નિપાત્રો,* વાટકા, ડોલ, દીવીઓ,+ પ્યાલા અને બીજા વાટકા લઈ ગયો.+ ૨૦ યહોવાના મંદિર માટે સુલેમાન રાજાએ બનાવેલાં બે સ્તંભો, હોજ, હોજ નીચેના તાંબાના ૧૨ આખલાઓ+ અને લારીઓમાં* પણ ઘણું તાંબું વપરાયું હતું. એમાં એટલું તાંબું વપરાયું હતું કે એના વજનનો કોઈ હિસાબ ન હતો.
૨૧ દરેક સ્તંભની ઊંચાઈ ૧૮ હાથ* હતી અને એનો ઘેરાવો ૧૨ હાથ હતો.+ સ્તંભ પર મઢેલા તાંબાની પહોળાઈ ચાર આંગળ* હતી. દરેક સ્તંભ અંદરથી પોલો હતો. ૨૨ એના પર તાંબાનો કળશ* હતો, જેની ઊંચાઈ પાંચ હાથ હતી.+ કળશ ફરતેની જાળી અને દાડમો તાંબાનાં હતાં. બીજો સ્તંભ અને દાડમો પણ એવાં જ હતાં. ૨૩ કળશ ફરતે ૯૬ દાડમો હતાં.* કુલ મળીને જાળી ફરતે ૧૦૦ દાડમો હતાં.+
૨૪ રક્ષકોનો ઉપરી પોતાની સાથે મુખ્ય યાજક* સરાયાને,+ સહાયક યાજક સફાન્યાને+ અને ત્રણ દરવાનોને પણ લઈ ગયો.+ ૨૫ તે શહેરમાંથી એક રાજદરબારીને લઈ ગયો, જે સૈનિકોનો ઉપરી હતો. તેને શહેરમાંથી રાજાના સાત સલાહકારો મળી આવ્યા અને સેનાપતિનો મંત્રી પણ મળી આવ્યો, જે દેશના લોકોને લશ્કરમાં ભરતી કરતો હતો. તેઓને અને શહેરમાંથી મળી આવેલા બીજા ૬૦ લોકોને પણ તે પકડીને લઈ ગયો. ૨૬ રક્ષકોનો ઉપરી નબૂઝારઅદાન તેઓને પકડીને રિબ્લાહમાં બાબેલોનના રાજા પાસે લઈ ગયો. ૨૭ બાબેલોનના રાજાએ તેઓને હમાથ દેશના રિબ્લાહમાં મારી નાખ્યા.+ આ રીતે યહૂદાએ પોતાનું વતન છોડીને પારકા દેશમાં ગુલામ થવું પડ્યું.+
૨૮ નબૂખાદનેસ્સાર* પોતાના શાસનના સાતમા વર્ષે ૩,૦૨૩ યહૂદીઓને ગુલામ બનાવીને લઈ ગયો.+
૨૯ નબૂખાદનેસ્સારના* શાસનના ૧૮મા વર્ષે+ ૮૩૨ લોકોને યરૂશાલેમથી ગુલામ બનાવીને લઈ જવામાં આવ્યા.
૩૦ નબૂખાદનેસ્સારના* શાસનના ૨૩મા વર્ષે રક્ષકોનો ઉપરી નબૂઝારઅદાન ૭૪૫ યહૂદીઓને ગુલામ બનાવીને લઈ ગયો.+
કુલ મળીને ૪,૬૦૦ લોકોને ગુલામ બનાવીને લઈ જવામાં આવ્યા.
૩૧ યહૂદાનો રાજા યહોયાખીન ગુલામીમાં ગયો એને ૩૭મું વર્ષ ચાલતું હતું.+ એ સમયે એવીલ-મરોદાખ બાબેલોનનો રાજા બન્યો. એ જ વર્ષના ૧૨મા મહિનાના ૨૫મા દિવસે તેણે યહૂદાના રાજા યહોયાખીનને કેદમાંથી આઝાદ કર્યો.+ ૩૨ તેણે યહોયાખીન સાથે પ્રેમથી વાત કરી. તેણે પોતાની સાથેના બાબેલોનના બીજા રાજાઓ કરતાં તેને વધારે સન્માન આપ્યું.* ૩૩ યહોયાખીનને કેદખાનાનાં કપડાંને બદલે નવાં કપડાં આપવામાં આવ્યાં. તેણે જિંદગીભર બાબેલોનના રાજા આગળ ભોજન લીધું. ૩૪ યહોયાખીનને આખી જિંદગી, તે મરી ગયો ત્યાં સુધી બાબેલોનના રાજા પાસેથી દરરોજ ભોજન પૂરું પાડવામાં આવ્યું.
કદાચ એનો અર્થ, “યહોવા ઊંચો કરે છે.”
શબ્દસૂચિ જુઓ.
વધારે માહિતી ક-૪ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
અથવા, “મેં તને પસંદ કર્યો હતો.”
અથવા, “અલગ.”
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
અથવા, “યુવાન.”
મૂળ, “મને એક જાગનાર.”
મૂળ, “ઊભરાતું,” જે બતાવે છે કે એની નીચે ધગધગતી આગ છે.
અથવા, “બલિદાનોનો ધુમાડો ચઢાવે છે.”
અથવા, “કેટલી વફાદાર હતી.”
મૂળ, “પ્રથમ ફળ.” શબ્દસૂચિમાં “પ્રથમ ફળ” જુઓ.
અથવા, “મિસરમાંથી.”
અથવા, “વાડીવાળા દેશમાં.”
અથવા, “નિયમશાસ્ત્ર.” શબ્દસૂચિમાં “નિયમશાસ્ત્ર” જુઓ.
શબ્દસૂચિ જુઓ.
અથવા, “કાપ્યા છે,” કદાચ ખડકોમાંથી.
અથવા, “મેમ્ફિસ.”
એટલે કે, નાઈલ નદીનો ફાંટો.
અથવા, “ફ્રાત.”
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
અથવા, “ધોવાના સોડા.”
અથવા, “ક્ષારથી.” રાખથી બનાવેલો એક પ્રકારનો સાબુ.
અથવા, “કોઈ હેતુ વગર.”
મૂળ, “તેના મહિનામાં.”
અથવા, “પારકા દેવોના.”
શબ્દસૂચિ જુઓ.
મૂળ, “હે પેઢી.”
અથવા, “લગ્નનો કમરપટ્ટો.”
મૂળ, “માથે હાથ મૂકીને.”
મૂળ, “અરબી માણસની.”
વધારે માહિતી ખ-૧૫ જુઓ.
મૂળ, “વ્યભિચાર કરતી પત્નીના કપાળ જેવી તું છે.”
કદાચ ઇઝરાયેલને રજૂ કરે છે.
અથવા, “પારકા દેવો.”
અથવા કદાચ, “તમારો પતિ.”
મૂળ, “મારા દિલ.”
શબ્દસૂચિ જુઓ.
મૂળ, “પ્રજાઓનાં સૈન્યો.”
મૂળ, “સાથીને.”
અથવા, “હે ઇઝરાયેલના ઘર.”
અથવા, “વસ્તુ.” એ જૂઠા દેવ બઆલને બતાવે છે.
મૂળ, “યહોવાના જીવના સમ.”
શબ્દસૂચિ જુઓ.
અથવા, “નિશાનીનો થાંભલો.”
એટલે કે, ઈશ્વર.
અથવા, “છાતી કૂટો.”
અથવા, “દિલ બેસી જશે.”
અથવા, “દિલ બેસી જશે.”
અથવા, “તલવાર અમારા જીવ સુધી આવી પહોંચી છે.”
આ કાવ્યાત્મક વર્ણન છે, જે કદાચ લાચારી અથવા સહાનુભૂતિ બતાવે છે.
એવા ચોકીદારો, જેઓ શહેર પર નજર રાખીને નક્કી કરતા કે ક્યારે એના પર હુમલો કરવો.
અથવા કદાચ, “યુદ્ધનો પોકાર.”
અથવા, “નિશાનીનો થાંભલો.”
અથવા, “વાડીવાળો પ્રદેશ.”
અથવા, “પસ્તાવો કરીશ નહિ.”
મૂળ, “યહોવાના જીવના સમ!”
મૂળ, “પણ તેઓ ઢીલા પડ્યા નહિ.”
શબ્દસૂચિ જુઓ.
મૂળ, “પોતાનો ચહેરો.”
મૂળ, “જોતરો.”
અથવા કદાચ, “તેમનું અસ્તિત્વ નથી.”
એટલે કે, યર્મિયા.
મૂળ, “દિલ વગરના.”
વધારે માહિતી ખ-૧૫ જુઓ.
વધારે માહિતી ખ-૧૫ જુઓ.
મૂળ, “ઠરાવેલાં અઠવાડિયાં.”
અથવા, “પિતા વગરના બાળકનો.”
મૂળ, “યુદ્ધને પવિત્ર ઠરાવો.”
અથવા, “સાંજનો પડછાયો લાંબો થઈ રહ્યો છે.”
અથવા, “તાજું.”
અથવા, “તાજી.”
શબ્દસૂચિમાં “વીણવું” જુઓ.
મૂળ, “કાન સુન્નત વગરના છે.”
મૂળ, “જેના દિવસો ભરાઈ ગયા છે એની.”
અથવા, “તૂટેલા હાડકાને.”
અથવા, “સૂચનનો.”
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
એટલે કે, યર્મિયા.
એક એવું સાધન જેનાથી ભઠ્ઠીમાં પવન ફૂંકવામાં આવે છે, જેથી ભઠ્ઠીની આગ વધારે ભડકે.
મૂળ, “તેઓ,” જે મંદિરની બધી ઇમારતોને બતાવે છે.
અથવા, “પિતા વગરનાં બાળકો.”
અથવા, “અનાદિકાળથી તે અનંતકાળ સુધી.”
શબ્દસૂચિ જુઓ.
મૂળ, “વહેલા ઊઠીને.”
શબ્દસૂચિ જુઓ.
અથવા, “પેયાર્પણ.” શબ્દસૂચિ જુઓ.
અથવા, “નારાજ; ગુસ્સે.”
અથવા, “નિર્ણય; સલાહ.”
મૂળ, “વહેલા ઊઠીને.”
મૂળ, “તેઓએ ગરદન અક્કડ કરી.”
શબ્દસૂચિ જુઓ.
અથવા, “સમર્પિત વાળ.”
અથવા, “શોકગીત.”
મૂળ, “હિન્નોમના દીકરાની ખીણમાં.” શબ્દસૂચિમાં “ગેહેન્ના” જુઓ.
યરૂશાલેમ બહારની એક જગ્યા, જ્યાં ઈશ્વર-વિરોધી ઇઝરાયેલીઓ બાળકનું બલિદાન ચઢાવતા.
મૂળ, “ઉચ્ચ સ્થાન.” શબ્દસૂચિ જુઓ.
અથવા, “ઠરાવેલો સમય.”
અથવા કદાચ, “સારસ.”
અથવા, “સૂચન.”
અથવા, “મંત્રીઓની.” શબ્દસૂચિ જુઓ.
અથવા, “તૂટેલા હાડકાને.”
અથવા, “સુગંધી દ્રવ્ય.” શબ્દસૂચિમાં “સુગંધી દ્રવ્ય” જુઓ.
મૂળ, “પણ અંદર તે ટાંપીને બેસી રહે છે.”
અથવા, “ચરાવવાની જગ્યા.”
અથવા, “શોકગીત.”
અથવા, “સૂચન.”
શબ્દસૂચિ જુઓ.
અથવા, “શોકગીતો.”
અથવા, “શોકગીત.”
શબ્દસૂચિ જુઓ.
અથવા, “દાઢીની કલમ; થોભિયા.”
અથવા, “છેતરામણા.”
અથવા, “ધારિયાથી.”
અથવા, “ઝાડ.”
અથવા, “નકામી.”
મૂળ લખાણમાં આ કલમ અરામિક ભાષામાં છે.
અથવા, “સ્થિર.”
અથવા, “વરાળને.”
અથવા કદાચ, “તે વરસાદ માટે દ્વાર બનાવે છે.”
અથવા, “એ મૂર્તિઓમાં શ્વાસ નથી.”
અથવા, “છેતરામણી.”
મૂળ, “યાકૂબનો હિસ્સો.”
એ યરૂશાલેમ નગરીને બતાવે છે.
અથવા, “તૂટેલા હાડકાને.”
અથવા, “તેને એક પગલું ભરવાનો પણ અધિકાર નથી.”
શબ્દસૂચિ જુઓ.
દેખીતું છે, આ વાત યર્મિયાને કહેવામાં આવી છે.
અથવા, “એમ થાઓ.” શબ્દસૂચિ જુઓ.
મૂળ, “વહેલા ઊઠીને.”
શબ્દસૂચિ જુઓ.
અથવા, “વસ્તુ.”
અથવા, “પવિત્ર માંસ.”
અથવા, “ઘેટાના બચ્ચા.”
અથવા, “ઊંડી લાગણીઓ.” મૂળ, “મૂત્રપિંડો.”
મૂળ, “તારો જીવ લેવા માંગતા હતા.”
અથવા, “ઊંડી લાગણીઓમાં.” મૂળ, “મૂત્રપિંડોમાં.”
“વારસા” માટે વપરાયેલો હિબ્રૂ શબ્દ સ્ત્રીલિંગ છે.
અથવા, “કાબરચીતરા.”
અથવા કદાચ, “વિલાપ કરે છે.”
મૂળ, “યહોવાના જીવના સમ!”
અથવા, “ઘેરાયેલા.”
કદાચ એ યરૂશાલેમ નગરીને બતાવે છે.
અથવા, “ઇથિયોપિયાનો.”
અથવા, “મામૂલી લોકોને.”
અથવા, “ખાડા.”
શબ્દસૂચિ જુઓ.
અથવા, “બીમારીથી.”
મૂળ, “પોતાનાં હૃદયની કપટી વાતો.”
અથવા કદાચ, “ચાર પ્રકારના ન્યાયચુકાદા.” મૂળ, “ચાર કુટુંબો.”
અથવા કદાચ, “તેઓ ઊંધી દિશામાં ચાલે છે.”
અથવા, “પસ્તાવો.”
મૂળ, “પંજેટીથી ઊપણીશ.”
અથવા કદાચ, “એ શરમમાં મુકાયો છે, તેનું અપમાન થયું છે.”
અથવા, “કોપના સંદેશાથી.”
એટલે કે, યર્મિયા.
મૂળ, “તું મારું મુખ.”
અથવા, “અતૂટ પ્રેમ.” શબ્દસૂચિમાં “અતૂટ પ્રેમ” જુઓ.
દેખીતું છે, ઈશ્વર-વિરોધી ઇઝરાયેલીઓ શોક મનાવવા જૂઠા ધર્મના રીતરિવાજો પાળતા હતા.
મૂળ, “યહોવાના જીવના સમ.”
મૂળ, “યહોવાના જીવના સમ.”
મૂળ, “માર્ગ.”
મૂળ, “એ મૂર્તિઓની લાશોને.”
અથવા, “જૂઠાણું મળ્યું હતું.”
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
અથવા કદાચ, “મારા ગુસ્સાને લીધે તમને બધાને આગની જેમ સળગાવવામાં આવ્યા છે.”
અથવા, “તાકતવર માણસ.”
અથવા, “તાકતવર માણસ.”
અથવા, “છેતરામણું.”
અથવા કદાચ, “એનો કોઈ ઇલાજ નથી.”
અથવા, “ઊંડી લાગણીઓની.” મૂળ, “મૂત્રપિંડોની.”
મૂળ, “મને.” દેખીતું છે, એ યહોવાને બતાવે છે.
અથવા, “તમારો વિરોધ કરનાર.” શબ્દસૂચિમાં “ઈશ્વર-વિરોધી” જુઓ.
અથવા, “બે વાર.”
શબ્દસૂચિ જુઓ.
મૂળ, “ગરદન અક્કડ કરીને.”
શબ્દસૂચિ જુઓ.
અથવા, “નીચાણ પ્રદેશથી.”
અથવા, “દક્ષિણથી.”
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
મૂળ, “કુંભારની નજરે યોગ્ય હતું.”
અથવા, “પસ્તાવો કરીશ.”
મૂળ, “રોપવાનું.”
અથવા, “પસ્તાવો કરીશ.”
અથવા, “ખાડા-ટેકરાવાળા રસ્તે.”
અથવા, “સૂચનો.”
મૂળ, “હિન્નોમના દીકરાની ખીણમાં.” શબ્દસૂચિમાં “ગેહેન્ના” જુઓ.
મૂળ, “તેના કાન ઝણઝણશે.”
યરૂશાલેમ બહારની એક જગ્યા, જ્યાં ઈશ્વર-વિરોધી ઇઝરાયેલીઓ બાળકનું બલિદાન ચઢાવતા.
મૂળ, “ગરદન અક્કડ કરીને.”
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
કદાચ એનો અર્થ, “ચારે તરફ બાકી રહેલું.”
અથવા, “માગોર-મિસ્સાબીબ.”
અથવા, “ઊંડી લાગણીઓ.” મૂળ, “મૂત્રપિંડો.”
મૂળ, “તેની કૂખમાં હંમેશાં ગર્ભ રહ્યો હોત.”
મૂળ, “નબૂખાદરેસ્સાર,” અલગ જોડણી છે.
શબ્દસૂચિ જુઓ.
અથવા, “બીમારીથી.”
મૂળ, “નબૂખાદરેસ્સારના,” અલગ જોડણી છે.
મૂળ, “તેઓને લૂંટ તરીકે પોતાનું જીવન મળશે.”
અથવા, “નીચાણ પ્રદેશના.”
અથવા, “પિતા વગરના બાળકને.”
મૂળ, “પવિત્ર ઠરાવીશ.”
યહોઆહાઝ પણ કહેવાતો.
યર્મિ ૨૨:૧૩-૧૭ યહૂદાના રાજા યહોયાકીમ વિશે છે.
મૂળ, “લોહી વહેવડાવવા.”
દેખીતું છે, આ આદેશ યરૂશાલેમ નગરી માટે છે.
મૂળ, “તોફાન તારા ઘેટાંપાળકોને દોરશે.”
મૂળ, “મારા જીવના સમ.”
યહોયાખીન અને યખોન્યા પણ કહેવાતો.
શબ્દસૂચિમાં “મહોર વીંટી” જુઓ.
મૂળ, “નબૂખાદરેસ્સારના,” અલગ જોડણી છે.
અથવા, “દેશ.”
મૂળ, “દિવસો.”
અથવા, “વારસદાર.”
અથવા, “યહોવા અમારી નેકી છે.”
મૂળ, “યહોવાના જીવના સમ!”
મૂળ, “યહોવાના જીવના સમ!”
અથવા, “ચરાવવાની જગ્યા.”
અથવા, “ઈશ્વર-વિરોધી.”
અથવા, “તેઓ દુષ્ટોને ખોટું કામ કરવા ઉત્તેજન આપે છે.”
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિમાં “ઈશ્વર-વિરોધી” જુઓ.
અથવા, “ખોટી આશા આપે છે.”
મૂળ, “પોતાનાં હૃદયની કપટી વાતો.”
અથવા, “બોજરૂપ સંદેશો.” હિબ્રૂ શબ્દના બે અર્થ થાય છે: “ઈશ્વર તરફથી ભારે સંદેશો” અથવા “કંઈક બોજરૂપ વસ્તુ.”
અથવા, “બોજરૂપ સંદેશો.”
અથવા, “બોજરૂપ સંદેશો.”
અથવા, “બોજરૂપ સંદેશો.”
અથવા, “બોજરૂપ સંદેશો.”
અથવા, “બોજરૂપ સંદેશો.”
અથવા, “બોજરૂપ સંદેશો.”
મૂળ, “નબૂખાદરેસ્સાર,” અલગ જોડણી છે.
યહોયાખીન અને કોન્યા પણ કહેવાતો.
અથવા કદાચ, “કોટ બાંધનારાઓને.”
અથવા, “બીમારી.”
મૂળ, “નબૂખાદરેસ્સારના,” અલગ જોડણી છે.
અથવા, “રહેવાસીઓને.”
મૂળ, “વહેલા ઊઠીને.”
મૂળ, “વહેલા ઊઠીને.”
મૂળ, “કુટુંબોને.”
મૂળ, “નબૂખાદરેસ્સારને,” અલગ જોડણી છે.
અથવા, “હિસાબ માંગીશ.”
ઇજિપ્તના રાજાઓને અપાયેલો ખિતાબ.
અથવા, “દાઢીની કલમ; થોભિયા.”
એવું લાગે છે કે એ બાબિલનું (બાબેલોનનું) ગુપ્ત નામ છે.
અથવા, “ચરાવવાની જગ્યા.”
અથવા, “તેઓ વિશે.”
અથવા, “પસ્તાવો કરીશ.”
અથવા, “સૂચનો.”
મૂળ, “વહેલા ઊઠીને.”
અથવા, “ઘરને.”
અથવા, “પસ્તાવો કરશે.”
મૂળ, “મંડળને.” શબ્દસૂચિમાં “મંડળ” જુઓ.
અથવા, “અને ઘરનો પર્વત.”
અથવા, “પસ્તાવો કરે.”
અથવા, “જોતરો.”
મૂળ, “મારી નજરે યોગ્ય હોય.”
અથવા, “બીમારીથી.”
મૂળ, “આરામ કરવા.”
મૂળ, “સમુદ્ર.” એટલે કે, મંદિરનો તાંબાનો હોજ.
અથવા, “જળગાડીઓ.”
અથવા કદાચ, “ઇઝરાયેલીઓ.”
મૂળ, “દિવસોનાં વર્ષોમાં.”
અથવા, “એમ થાઓ!”
અથવા, “બીમારી.”
અથવા કદાચ, “કોટ બાંધનારાઓ.”
એટલે કે, યરૂશાલેમ.
અથવા, “બીમારી.”
અથવા કદાચ, “ફાટી ગયેલાં.”
મૂળ, “વહેલા ઊઠીને.”
મૂળ, “નબૂખાદરેસ્સારના,” અલગ જોડણી છે.
અથવા, “ભૂંજી; શેકી.”
એટલે કે, સફાન્યા.
મૂળ લખાણમાં બે શબ્દો વપરાયા છે. લાગે છે કે એમાંનો એક શબ્દ “પગ માટેના હેડને” અને બીજો શબ્દ “હાથ અને માથા માટેના હેડને” બતાવે છે. શબ્દસૂચિ જુઓ.
અથવા, “જોતરોના.”
અથવા, “અજાણ્યાઓ.”
અથવા, “તેને.”
અથવા, “સુધારીશ; શિસ્ત આપીશ.”
એ સિયોન નગરીને બતાવે છે.
શબ્દસૂચિ જુઓ.
અથવા કદાચ, “હું તેઓને મહિમાવંત કરીશ.”
યર્મિ ૩૧:૪માં જણાવેલ “કુંવારી દીકરી”ને બતાવે છે.
શબ્દસૂચિ જુઓ.
અથવા, “એટલે હું તને અતૂટ પ્રેમ બતાવતો રહ્યો છું.”
અથવા, “હસનારાઓની જેમ નાચતી નાચતી જઈશ.”
શબ્દસૂચિ જુઓ.
અથવા, “પાછો મેળવશે.”
અથવા, “આપેલી સારી વસ્તુઓને.”
મૂળ, “ચરબીવાળો ખોરાક.”
અથવા, “બાળકો.”
અથવા, “મુખ્ય રસ્તા.”
મૂળ, “દાંત બુઠ્ઠા થઈ ગયા.”
અથવા કદાચ, “તેઓનો પતિ.”
અથવા, “ચરબીવાળી રાખની.” એટલે કે, બલિદાનોની ચરબીથી પલળેલી રાખ.
અથવા, “નીચાણ પ્રદેશોથી.”
મૂળ, “નબૂખાદરેસ્સારના,” અલગ જોડણી છે.
અથવા, “નજરકેદ કર્યો હતો.”
શબ્દસૂચિમાં “છોડાવનાર” જુઓ.
એક શેકેલ એટલે ૧૧.૪ ગ્રા. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
મૂળ, “તેઓના દીકરાઓના ખોળામાં ભરી આપો છો.”
શબ્દસૂચિ જુઓ.
અથવા, “તમારી સલાહ.”
અથવા, “બીમારીને.”
મૂળ, “નબૂખાદરેસ્સારના,” અલગ જોડણી છે.
મૂળ, “વહેલા ઊઠીને.”
શબ્દસૂચિ જુઓ.
મૂળ, “હિન્નોમના દીકરાની ખીણમાં.” શબ્દસૂચિમાં “ગેહેન્ના” જુઓ.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.
અથવા, “રોપીશ.”
અથવા, “નીચાણ પ્રદેશનાં.”
અથવા, “નજરકેદ.”
એટલે કે, યરૂશાલેમ નગરી.
મૂળ, “સત્ય.”
અથવા, “બાંધીશ.”
શબ્દસૂચિ જુઓ.
અથવા, “ચરાવવાની જગ્યા.”
અથવા, “નીચાણ પ્રદેશનાં.”
અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.
અથવા, “વારસદાર.”
અથવા, “યહોવા અમારી નેકી છે.”
મૂળ, “આકાશોના સૈન્યને.”
મૂળ, “નબૂખાદરેસ્સાર,” અલગ જોડણી છે.
મૂળ, “આજે.”
અથવા, “બીમારીથી.”
અથવા, “ઓરડામાં.”
મૂળ, “યોનાદાબે,” યહોનાદાબનું ટૂંકું રૂપ છે.
મૂળ, “યોનાદાબની,” યહોનાદાબનું ટૂંકું રૂપ છે.
મૂળ, “નબૂખાદરેસ્સાર,” અલગ જોડણી છે.
અથવા, “અરામીઓની.”
મૂળ, “વહેલા ઊઠીને.”
મૂળ, “વહેલા ઊઠીને.”
મૂળ, “યોનાદાબના,” યહોનાદાબનું ટૂંકું રૂપ છે.
શબ્દસૂચિ જુઓ.
અથવા, “નજરકેદ”
અથવા, “પુસ્તકમાં.”
અથવા, “લખાણની નકલ ઉતારનાર.”
અથવા, “ભોજનખંડમાં.”
અથવા, “પુસ્તકમાં.”
શબ્દસૂચિ જુઓ.
અથવા, “પુસ્તકમાંથી.”
અથવા, “પુસ્તકમાં.”
મધ્ય નવેમ્બરથી લઈને મધ્ય ડિસેમ્બર સુધીનો સમયગાળો. વધારે માહિતી ખ-૧૫ જુઓ.
અથવા, “વીંટાના લખાણનો ઊભો ભાગ; કૉલમ.”
શબ્દસૂચિમાં “શોક” જુઓ.
અથવા, “મંત્રીને.”
કદાચ રાજવી પરિવારનો એક સભ્ય.
અથવા, “બરફમાં.”
અથવા, “પુસ્તકમાં.”
યહોયાખીન અને યખોન્યા પણ કહેવાતો.
મૂળ, “નબૂખાદરેસ્સારે,” અલગ જોડણી છે.
અથવા, “ફારુનની.” શબ્દસૂચિમાં “ફારુન” જુઓ.
મૂળ, “બેડીઓના ઘરમાં.”
મૂળ, “ટાંકાના ઘરમાં.”
અથવા, “નજરકેદ.”
અથવા, “બીમારીથી.”
મૂળ, “તેને લૂંટ તરીકે પોતાનું જીવન મળશે.”
મૂળ, “હાથ કમજોર કરી રહ્યો છે.”
કદાચ રાજવી પરિવારનો એક સભ્ય.
મૂળ, “ખોજો.” શબ્દસૂચિમાં “નપુંસક” જુઓ.
મૂળ, “યહોવાના જીવના સમ.”
અથવા, “તું જીવતો રહીશ.”
એટલે કે, સિદકિયા.
મૂળ, “તમારી જોડે શાંતિમાં રહેનાર માણસોએ.”
મૂળ, “નબૂખાદરેસ્સાર,” અલગ જોડણી છે.
દેખીતું છે, એ ખિતાબ છે.
અથવા, હિબ્રૂ લખાણોમાં આ શબ્દોને આવી રીતે પણ અલગ કરવામાં આવ્યા છે: “નેર્ગાલ-શારએસેર, સામ્ગાર-નબૂ, સાર્સખીમ, રાબસારીસ.”
અથવા, “મુખ્ય જાદુગર (જ્યોતિષ).”
મૂળ, “નબૂખાદરેસ્સાર,” અલગ જોડણી છે.
એટલે કે, નબૂઝારઅદાન.
અથવા કદાચ, “કાળી મજૂરી કરે.”
મૂળ, “નબૂખાદરેસ્સારે,” અલગ જોડણી છે.
અથવા, “દરબારીઓનો ઉપરી.”
અથવા, “મુખ્ય જાદુગર (જ્યોતિષ).”
અથવા, “નજરકેદ.”
મૂળ, “તને લૂંટ તરીકે પોતાનું જીવન મળશે.”
શબ્દસૂચિ જુઓ.
અથવા કદાચ, “મોટું તળાવ.”
અથવા, “પસ્તાવો.”
અથવા, “થોડી વાર રહેશો.”
અથવા, “બીમારીથી.”
અથવા, “ફારુનના.”
મૂળ, “નબૂખાદરેસ્સારને,” અલગ જોડણી છે.
મૂળ, “શાંતિથી.”
અથવા, “સૂર્યના ઘરના (મંદિરના).” એટલે કે, હેલીઓપોલીસ.
અથવા, “મેમ્ફિસ.”
મૂળ, “વહેલા ઊઠીને.”
અથવા, “પસ્તાવો કર્યો નથી; કચડાયેલા મહેસૂસ કર્યા નથી.”
અથવા, “બીમારીથી.”
શબ્દસૂચિ જુઓ.
મૂળ, “તેમના દિલમાં એ આવ્યાં છે!”
મૂળ, “યાદ કરાવવા આપેલાં સૂચનો.”
મૂળ, “વિશ્વના માલિક યહોવાના જીવના સમ!”
મૂળ, “નબૂખાદરેસ્સારને,” અલગ જોડણી છે.
ઇજિપ્તના રાજાઓને અપાયેલો ખિતાબ.
મૂળ, “મને આરામ કરવાની જગ્યા મળી નથી.”
અથવા, “તું મોટી મોટી બાબતો શોધે છે.”
મૂળ, “હું તને લૂંટ તરીકે તારું જીવન આપીશ.”
ઇજિપ્તના રાજાઓને અપાયેલો ખિતાબ.
મૂળ, “નબૂખાદરેસ્સારે,” અલગ જોડણી છે.
એ મોટા ભાગે તીરંદાજો વાપરતા હતા.
અથવા, “ઇથિયોપિયા.”
અથવા, “કત્લેઆમ મચાવી છે.”
મૂળ, “નબૂખાદરેસ્સાર,” અલગ જોડણી છે.
અથવા, “મેમ્ફિસ.”
ઇજિપ્તના રાજાઓને અપાયેલો ખિતાબ.
મૂળ, “તેણે નક્કી કરેલો સમય.”
મૂળ, “મારા જીવના સમ.”
એટલે કે, ઇજિપ્તને જીતી લેનાર.
અથવા, “મેમ્ફિસના.”
અથવા કદાચ, “એ ઉજ્જડ થઈ જશે.”
બચ્ચાને જન્મ ન આપ્યો હોય એવી ગાય.
અથવા, “લાકડાં ભેગાં કરનાર.”
એટલે કે, થેબ્સ.
ઇજિપ્તના રાજાઓને અપાયેલો ખિતાબ.
મૂળ, “નબૂખાદરેસ્સારના,” અલગ જોડણી છે.
એટલે કે, ઇજિપ્ત.
અથવા, “સુધારીશ; શિસ્ત આપીશ.”
અથવા, “ફારુને.”
એટલે કે, ક્રીત.
એટલે કે, તેઓ શોક અને શરમને લીધે પોતાનું માથું મૂંડાવશે.
અથવા, “નીચાણ પ્રદેશના.”
અથવા, “ગઢ.”
હિબ્રૂ લખાણમાં મોઆબ માટે અહીં વપરાયેલું સર્વનામ સ્ત્રીલિંગ છે.
દેવદારની જાતનું એક ઝાડ.
મોઆબીઓનો મુખ્ય દેવ.
અથવા, “નીચાણ પ્રદેશનો.”
અથવા કદાચ, “સૂકી જમીન પર.”
મૂળ, “શિંગ.” શબ્દસૂચિમાં “શિંગ” જુઓ.
એટલે કે, મરણ વખતે વિલાપ કરવા વગાડવામાં આવતી વાંસળી.
એટલે કે, મરણ વખતે વિલાપ કરવા વગાડવામાં આવતી વાંસળી.
અથવા, “દાઢીની કલમ; થોભિયા.”
શબ્દસૂચિ જુઓ.
અથવા કદાચ, “યુદ્ધનો પોકાર.”
અથવા, “તેના પર આધાર રાખતાં.”
અથવા, “ઘેટાંના વાડામાં.”
શબ્દસૂચિ જુઓ.
અથવા, “નીચાણ પ્રદેશો.”
અથવા, “પિતા વગરનાં.”
અથવા, “ચરાવવાની જગ્યા.”
અહીં કદાચ અદોમના રહેવાસીઓની વાત થાય છે.
અહીં કદાચ અદોમ કે તેના રહેવાસીઓની વાત થાય છે.
મૂળ, “નબૂખાદરેસ્સારે,” અલગ જોડણી છે.
મૂળ, “નબૂખાદરેસ્સારે,” અલગ જોડણી છે.
અથવા, “દાઢીની કલમ; થોભિયા.”
મૂળ, “પવનમાં.”
મૂળ, “બળની શરૂઆત.”
અથવા, “વિજયનો થાંભલો.”
આના માટેનો હિબ્રૂ શબ્દ કદાચ “મળ” કે “છાણ” માટેના શબ્દ સાથે સંકળાયેલો છે, જે તિરસ્કાર બતાવવા વપરાય છે.
અથવા, “ન્યાયીપણું.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.
બચ્ચાને જન્મ ન આપ્યો હોય એવી ગાય.
અથવા, “તમે ગાયની જેમ ઘાસમાં ખરીથી જમીન ખોતરી.”
મૂળ, “તેણે હાથ આપ્યા છે.”
મૂળ, “નબૂખાદરેસ્સારે,” અલગ જોડણી છે.
અથવા, “ચરાવવાની જગ્યામાં.”
અર્થ, “બે ગણો બળવો; બે ગણી કડવાશ.”
અથવા, “અને વિનાશ માટે અલગ ઠરાવ.”
અથવા, “તેને વિનાશ માટે અલગ ઠરાવો.”
મૂળ, “સૈનિકોને ચૂપ કરી દેવામાં આવશે.”
અથવા, “પોકળ વાતો કરનારાઓ.”
હિબ્રૂમાં વપરાયેલો શબ્દ લાંબી અને મોટી બૂમ પાડીને રડતાં પ્રાણીઓને બતાવે છે.
અહીં કદાચ બાબેલોનના રહેવાસીઓની વાત થાય છે.
અહીં કદાચ બાબેલોન કે તેના રહેવાસીઓની વાત થાય છે.
એવું લાગે છે કે એ ખાલદી દેશનું ગુપ્ત નામ છે.
મૂળ, “તેઓનો દેશ.”
અથવા કદાચ, “તીરના ભાથા ભરી લો.”
અથવા, “નિશાનીનો થાંભલો.”
અથવા, “સ્થિર.”
અથવા, “વરાળને.”
અથવા કદાચ, “તે વરસાદ માટે દ્વાર બનાવે છે.”
અથવા, “એ મૂર્તિઓમાં શ્વાસ નથી.”
અથવા, “છેતરામણી.”
મૂળ, “યાકૂબનો હિસ્સો.”
શબ્દસૂચિ જુઓ.
અથવા, “નિશાનીનો થાંભલો.”
મૂળ, “પવિત્ર ઠરાવો.”
અથવા, “રુંવાટીવાળાં તીડોનાં.”
અથવા, “પવિત્ર ઠરાવો.”
શબ્દસૂચિ જુઓ.
મૂળ, “નબૂખાદરેસ્સાર,” અલગ જોડણી છે.
અહીં યર્મિયા જાણે યરૂશાલેમ અને યહૂદા વતી બોલી રહ્યો છે.
એ સિયોન નગરીને અથવા યરૂશાલેમ નગરીને બતાવે છે.
મૂળ, “તેના સમુદ્રને.”
એટલે કે, બાબેલોનના રહેવાસીઓ.
એવું લાગે છે કે એ બાબિલનું (બાબેલોનનું) ગુપ્ત નામ છે.
અથવા, “અજાણ્યાઓ.”
કદાચ સેનાને સાધન-સામગ્રી પૂરી પાડનાર અને એની દેખરેખ રાખનાર અમલદાર અથવા મુસાફરી દરમિયાન રાજાના રહેવાની જગ્યાની દેખરેખ રાખનાર અમલદાર.
મૂળ, “નબૂખાદરેસ્સાર,” અલગ જોડણી છે.
મૂળ, “નબૂખાદરેસ્સારના,” અલગ જોડણી છે.
અથવા, “ઘરમાં.”
અથવા, “જળગાડીઓ.”
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
અથવા, “જળગાડીઓમાં.”
એક હાથ એટલે ૪૪.૫ સે.મી. (૧૭.૫ ઇંચ). વધારે માહિતી ખ-૧૪ જુઓ.
એક આંગળ એટલે ૧.૮૫ સે.મી. (૦.૭૩ ઇંચ). વધારે માહિતી ખ-૧૪ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
અથવા, “૯૬ દાડમો જોઈ શકાતાં હતાં.”
શબ્દસૂચિ જુઓ.
મૂળ, “નબૂખાદરેસ્સાર,” અલગ જોડણી છે.
મૂળ, “નબૂખાદરેસ્સારના,” અલગ જોડણી છે.
મૂળ, “નબૂખાદરેસ્સારના,” અલગ જોડણી છે.
મૂળ, “તેને વધારે ઊંચી રાજગાદી આપી.”